અભ્‍યંગ (મર્દન)

અભ્‍યંગ કર્યા પછી ઠંડી હવામાં ફરવું નહીં. અભ્‍યંગ કર્યા પછી ૧૫ થી ૨૦ મિનિટ પછી બેસન (ચણાનો લોટ) અથવા મુલતાની માટી લગાડીને ઉષ્‍ણ અથવા નવશેકા પાણીથી સ્‍નાન કરવું.

હાથપગને તેલ કઈ દિશામાં લગાડવું ?

આયુર્વેદના મૂળ સંસ્‍કૃત ગ્રંથોમાં હાથપગને ‘તેલ ઉપરથી નીચે (ખભા અથવા સાથળથી આંગળી સુધી) લગાડવું કે નીચેથી ઉપર (આંગળીથી ખભા કે સાથળ સુધી) લગાડવું, એ સંદર્ભમાં કોઈપણ ઉલ્‍લેખ મળતો નથી.