શાંત નિદ્રા માટે કરવાના ઉપાય
કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્યક્તિ નિદ્રાધીન હોય ત્યારે તેના પર અનિષ્ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.