નિદ્રાના સંબંધમાં કેટલાક આચાર અને તે પાછળનું શાસ્ત્ર

શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.

ભોજન સાથે સંબંધિત આચાર

જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઈએ તેટલો પુરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઈને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે.