આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.

જમતી વેળાએ પાળવાના આચાર બાબતે પ.પૂ. પાંડે મહારાજજીએ કરેલું માર્ગદર્શન

જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.

ભોજન સાથે સંબંધિત આચાર

જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઈએ તેટલો પુરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઈને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે.