જમવાની કેટલીક વાનગીઓ , તેનું મહત્ત્વ અને જમવાના કેટલાંક નિયમો

પહેલાંના યુગમાં વાતાવરણ ઘણું સાત્ત્વિક હોવાથી વાતાવરણમાં રહેલાં રજ-તમ સામે લઢવા માટે આવશ્યક એવી શરીરની ઊર્જા બચી જતી હતી. સાધનાને કારણે શરીરમાં આવેલી સુપ્ત ઊર્જા કાર્યાન્વિત થઈને વપરાઈ જતી હતી. સતત સાધના કરવાથી શરીરમાં રહેલું રજ-તમનું પ્રમાણ પણ અલ્પ થઈને દેહ સાત્ત્વિક થતો હતો. તેથી શરીરમાં સારો વાયુ કાર્યાન્વિત થવાથી શરીરમાં રહેલી પેશીઓનું આપમેળે જ પોષણ પણ થતું હતું.

પંચતત્ત્વોના કાર્યનું દર્શક તરીકે જમવા સમયે ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો વિશિષ્ટ અર્થ છે. તે તે પદાર્થો માટે અથવા કાર્ય માટે તે તે વસ્તુ અથવા અવયવો ઉપયોગમાં લાવવાથી, પંચતત્ત્વોનાં સ્તર પરનો તે તે ભાવ આપણાંમા નિર્માણ થઈને અન્નગ્રહણ કરવું, આ એક રીતે યજ્ઞકર્મ જ થાય છે. સદર લેખમાં જમવાની કેટલીક વાનગીઓ અને તેનું મહત્ત્વ આપીએ છીએ.

ભાત

કેટલાક લોકોને જમણમાં જો ભાત ન હોય, તો કાંઈક ભૂલાઈ ગયા જેવું લાગે છે. એનું કારણ એ છે કે અન્ન ગ્રહણ કરવાથી જીવને આવશ્યક હોય તે ચૈતન્ય અને ઊર્જા મળે છે. અન્ય અનાજની તુલનામાં ચોખામાં સૌથી વધારે સાત્ત્વિકતા છે. જે જીવ સાચા અર્થમાં અંતર્મુખ હોય છે, તેમને જમવામાંથી મળી રહેલી સાત્ત્વિકતાની જાણ હોય છે અને જમણ દ્વારા નિશ્ચિત પ્રમાણમાં સાત્ત્વિકતા ન મળવાથી તેમને કાંઈક ભૂલાઈ ગયું હોય તેમ લાગે છે. કળિયુગમાં આવા જીવ 20 ટકા જ છે. ચોખા તો પેટ વહેલાં ભરાઈ જાય તેવું સાધન હોવાથી જમણમાં ભાત અથવા તો ચોખાનો રોટલો જો ન હોય, તો બહિર્મુખતા ધરાવતા જીવોને પણ અન્નગ્રહણમાંની ઓછપ વર્તાય છે.

સાદી દાળ-ભાત અને તેના પર અન્નશુદ્ધિ તરીકે ઘી પીરસવું

૧. દાળ-ભાત પર અન્નશુદ્ધિ તરીકે ઘી પીરસવાની પદ્ધતિ છે. ઘી આ અન્નશુદ્ધિકારક હોવાથી તે અન્ન પર પીરસવાથી અન્નમાં રહેલી જ નહીં, જ્યારે અન્ન પેટમાં ગયા પછી, ત્યાંની પણ હાનિકારક બાબતોનો નાશ કરે છે.

૨. ઘીને પ્રાશન માનવામાં આવે છે. બ્રહ્મયજ્ઞરૂપી પ્રાશન, અર્થાત્ બ્રહ્મયજ્ઞમાં સાત્ત્વિક ઘટકોની આહુતિ દ્વારા ઉત્પન્ન થનારા સૂક્ષ્મ અગ્નિસ્વરૂપી વાયુદ્વારા ઉચ્ચ દેવતાનું જે આશીર્વાદરૂપી પીઠબળ મળે છે, બરાબર તે જ આ સાત્ત્વિક ઘટક પ્રાશન કરવાથી મળે છે. સાદી દાળ, ભાત અને ઘી આ આહારને અત્યંત સાત્ત્વિક આહાર માનવામાં આવે છે. ઘીમાં રહેલી સત્ત્વશીલતાના પ્રભાવરૂપી પ્રબળતાને કારણે સાદી દાળ અને ભાતમાં રહેલા સત્ત્વ અને રજ ગુણ કાર્ય કરવા માટે ઉદ્યુક્ત થઈને જીવના સ્થૂળ અને સૂક્ષ્મ દેહની એક સાથે જ શુદ્ધિ કરી આપે છે; તેથી સાદી દાળ-ભાત પર ઘી પીરસીને તે મિશ્રણ દ્વારા ઉચ્ચ સ્તર પર અન્નસેવનના માધ્યમ દ્વારા દેહ પર થનારા સાત્ત્વિક સંસ્કરણરૂપી પ્રક્રિયાનો લાભ મેળવવામાં આવે છે. ઘી એ અલ્પ કાલાવધિમાં પોતાનામાં રહેલી સાત્ત્વિકતાના બળ પર તે તે ઘટકોમાંના રજ-તમકણોનું ઉચ્ચાટન કરતું હોવાથી ભોજનનો આરંભ સાદી દાળ-ભાતથી કરવાની પદ્ધતિ છે. આ શુદ્ધ મિશ્રણથી પેટમાંના અન્નપચન પ્રક્રિયામાં સહભાગી થનારા અવયવોના પોલાણની શુદ્ધિ સાધ્ય થઈ હોવાથી ભોજનમાં રહેલાં અન્ય અન્નઘટક સેવન કરતી વેળાએ તે પ્રક્રિયા રજ-તમમુક્ત અવસ્થામાં પાર પડે છે; તેથી સાદી દાળ -ભાત પર ઘી લઈને આ મિશ્રણ દ્વારા અન્નની, તેમ જ દેહમાંના પોલાણની પ્રથમ શુદ્ધિ સાધ્ય કરી લેવાની પદ્ધતિ હિંદુ ધર્મએ પાડી આપી છે.

ઇડલી, મેદૂ વડા અને ઢોસાના પ્રકારો

ઇડલી, મેદૂ વડા અને ઢોસાના વિવિધ પ્રકાર દક્ષિણ ભારતીઓના આહારમાંના મુખ્ય ઘટક છે. ઉર્વરિત ભારતમાં, તેમ જ વિદેશમાં પણ આ અન્નપદાર્થ ભાવતા પદાર્થો તરીકે ખવાય છે.

પૌષ્ટિકતાની દષ્ટિએ

ઇડલી, મેદૂ વડા અને ઢોસાના પ્રકાર ખાસ કરીને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. અન્ય દાળની તુલનામાં અડદની દાળમાં પ્રથિન વધારે પ્રમાણમાં હોય છે; તેથી પૌષ્ટિકતાની દષ્ટિએ ઉપર જણાવેલા અન્નપદાર્થો ઉત્તમ છે.

અધ્યાત્મશાસ્ત્રની દષ્ટિએ

દાળમાં મગની દાળમાં અને કઠોળમાં સત્ત્વગુણનું પ્રમાણ અધિક હોય છે, જ્યારે અડદમાં તમોગુણનું પ્રમાણ અધિક હોય છે. ટૂંકમાં ઇડલી, મેદૂ વડા અને ઢોસાના પ્રકારો, આ પદાર્થો ભલે પૌષ્ટિકતાની દષ્ટિએ ઉપયુક્ત હોય, છતાં પણ અધ્યાત્મશાસ્ત્રના દષ્ટિકોણથી ઉપયુક્ત નથી.

ઇંડા અને માંસાહાર

એમાં સાત્ત્વિકતાનું પ્રમાણ ઘણું અલ્પ છે; તેથી તે આહાર અધ્યાત્મની દૃષ્ટિએ અયોગ્ય છે, આ બાબત ધ્યાનમાં આવે છે.

જમવા માટે બેસવાની જગા

૧. રસોડું એ જમવા બેસવા માટેનું ઉત્તમ સ્થાન છે. રસોડામાં જો બેસવાનું શક્ય ન થાય, તો અન્ય ઓરડામાં જમવા બેસવું.

૨. જમવાનું સ્થાન સ્વચ્છ અને ત્યાંનુ વાતાવરણ પ્રસન્ન હોવું જોઈએ. ૩. જમતી વેળાએ બને ત્યાં સુધી જમનારા સિવાય અન્યોની અવર-જવર ન હોવી જોઈએ. ૪. ઉઘાડામાં, તડકામાં, ઝાડવા નીચે, તેમ જ અંધારા ઓરડામાં અથવા સૂવાને ઠેકાણે જમવા માટે ન બેસવું. (સંન્યાસીએ મળેલી ભિક્ષા નદીના તીરે અથવા મંદિરમાં જઈને એકાંતમાં ખાવી.)

જમવા માટે બેસવાની દિશા

બને ત્યાં સુધી પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં મોઢું કરીને જમવા બેસવું. ઉત્તર દિશામાં મોઢું રાખીને જમવા બેસવાનું બને ત્યાં સુધી ટાળવું. દક્ષિણ દિશામાં મોઢું કરીને જમવા માટે કદીપણ બેસવું નહીં. મોટો જમણવાર હોય અને તેમાં જો ચારેય દિશામાં મોઢું કરીને લોકો જમવા બેઠા હોય, તો થોડા જણાનું મોઢું સ્વાભાવિક રીતે જ દક્ષિણ અથવા ઉત્તર દિશામાં થશે. આવા લોકોએ નામજપ કરતાં કરતાં જમવું.

દક્ષિણ બાજુએ યમલહેરોનો પ્રભાવ વધારે હોવાથી આ રજ-તમયુક્ત લહેરોની અશુદ્ધ કક્ષામાં બેસીને અન્નને દૂષિત બનાવવું નહીં, એમ કહ્યું છે. યમલહેરોના પ્રભાવથી યુક્ત એવું અન્ન ખાવાથી અનેક અતૃપ્ત આત્માઓનો ત્રાસ થવાની શક્યતા હોવાથી દક્ષિણ જેવી અશુભ દિશામાં મોઢું કરીને જમવા બેસવું નહીં, એવો નિયમ છે.

જમવા બેસવા માટેનું આસન

પાટલા પર બેસીને અન્ન ગ્રહણ કરવાથી અન્નમાં રહેલી સારી શક્તિનું પ્રમાણ 1.5 ટકાથી વધે છે; કારણકે આ પદ્ધતિ યોગાસનની દૃષ્ટિએ યોગ્ય છે અને નૈસર્ગિક પણ છે.

પ્લાસ્ટિકના અથવા સ્ટીલના પાટલા વાપરવા કરતાં લાકડાના પાટલા ઉપયોગમાં લેવાનું ઇષ્ટ

વર્તમાનમાં ભોજન કરવા બેસવા માટે કેટલાક ઠેકાણે પ્લાસ્ટિકના અથવા સ્ટીલના પાટલા ઉપયોગમાં લેવામાં આવે છે. પ્લાસ્ટિક અથવા સ્ટીલ રજ-તમ ગ્રહણ અને પ્રક્ષેપણ કરનારું હોય છે અને તેમાં સાત્ત્વિક લહેરો પકડી રાખવાની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. આનાથી ઊલટું, લાકડાના પાટલામાં ત્રાસદાયક લહેરો પર પ્રતિબંધ કરવા સાથે જ સાત્ત્વિક લહેરોને પકડી રાખવાની ક્ષમતા હોય છે. તેથી ભોજન કરવા બેસવા માટે લાકડાનો પાટલો જ ઉપયોગમાં લેવાનું ઇષ્ટ છે. ભોજન કરનારાના પાટલા ફરતે રંગોળી શા માટે ન દોરવી ? : કેટલાક ઠેકાણે જમણવારમાં થાળી ફરતે રંગોળી પૂરે છે, તેમ જ જમવા બેસનારાના પાટલા ફરતે પણ રંગોળી પૂરે છે. આ અયોગ્ય પદ્ધતિ પડી છે. થાળી ફરતે રંગોળી દોરવાનું યોગ્ય છે; કારણ કે અન્નને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવ્યું હોવાથી થાળી ફરતે રંગોળી પૂરવી, આ તો અન્નમાં રહેલા દેવત્વનો આદર કરવા જેવું છે. જમવા બેસનાર વ્યક્તિ તે દેવત્વ સામે નતમસ્તક થયેલો શરણાર્થી હોય છે; તેથી જમવા બેસનારના પાટલા ફરતે રંગોળી દોરવાનું અયોગ્ય ઠરે છે.

જન્મદિવસ, ભાઈબીજ જેવી ધાર્મિક કૃતિઓના પ્રસંગે સંસ્કાર્ય વ્યક્તિના પાટલા ફરતે રંગોળી દોરવાનું યોગ્ય હોય છે. તેનું કારણ એમ છે કે, તે ધાર્મિક કૃતિના પ્રસંગે ઔક્ષણ અને પ્રાર્થના કરવાથી સંસ્કાર્ય વ્યક્તિમાં રહેલું દેવત્વ જાગૃત થાય છે. તેથી સંસ્કાર્ય વ્યક્તિના પાટલા ફરતે રંગોળી દોરવી, આ બાબત તે દેવત્વનો આદર કરવા જેવી છે.

પથારી પર બેસીને શા માટે ન જમવું ?

પથારી ભૂમિ સાથે સંલગ્ન હોવાથી પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોને કારણે પથારી ભારિત થાય છે. એકાદ જીવ જ્યારે તેના પર બેસે છે, ત્યારે તેના મનમાં ચાલી રહેલા અસંખ્ય વિચારોના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારા રજ-તમયુક્ત લહેરોનું આવરણ તેના દેહ ફરતે બને છે. આ આવરણના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોનો જીવ ફરતે કોષ નિર્માણ થાય છે. સદર કોષમાં રહેલા રજ-તમ કણોની હિલચાલ ભણી ભૂમિમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાંસી અને વિસ્ફૂટિત લહેરો આકર્ષિત થાય છે. સદર લહેરોના પ્રભાવ અંતર્ગત પથારી પર બેસીને અન્ન ગ્રહણ કરવાથી શરીરમાં આવેલા મનોમયકોષમાંના રજ-તમ કણોની પ્રબળતા વધી જઈને શરીરમાં રહેલા ઉપપ્રાણ કાર્યરત થવાથી જીવની ચિડચીડ વધે છે અને કાળાંતરે જીવ અસ્વસ્થ બને છે. જીવની આ અસ્વસ્થતાને કારણે ઘરમાંનુ વાતાવરણ પણ બગડી જઈને વાસ્તુ પણ ત્રાસદાયક સ્પંદનોથી યુક્ત બને છે; તેથી બને ત્યાં સુધી પથારી પર બેસીને અન્ન ગ્રહણ કરવું નહીં, તેમ જ પાણી પણ પીવું નહીં.

ભોજન સમયે રાખવાનો ભાવ

ભોજન પહેલાં ભગવાનને પ્રાર્થના કર્યા પછી ભોજન પૂર્ણ થાય ત્યાંસુધી અન્ન અને દેવતા પ્રત્યે ભાવ ટકાવી રાખવાનું આવશ્યક હોય છે. કેટલાક જણ પોતાની થાળીમાંનુ અન્ન ભગવાનને અર્પણ કરીને પછી તે પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ ભાવથી જો અન્ન ગ્રહણ કરીએ તો વધારે પ્રમાણમાં ચૈતન્યનો લાભ થાય છે. ઈશ્વરને અર્પણ કરેલું અન્ન પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી ઈશ્વર વિશેનો ભાવ વૃદ્ધિંગત થાય છે. અન્નપદાર્થ ભણી જોવાનો દૃષ્ટિકોણ એવો હોવાથી સ્વાભાવિક રીતે જ તે અન્યને આપવાનો પણ વિચાર મનમાં આવે છે, એટલે જ કે, ત્યાગવૃત્તિ નિર્માણ થવા લાગે છે. આવા અન્નનો બગાડ થાય નહીં, તેની પણ અજાણતા જ કાળજી લેવામાં આવે છે. કાંઈ મળ્યું છે, તે ઈશ્વરનું જ છે આ ભાવ નિર્માણ થવાથી, જે છે તેમાં સમાધાન માનવાની વૃત્તિ પણ વ્યક્તિમાં નિર્માણ થાય છે. ઈશ્વરના પ્રસાદ તરીકે ખાધેલું અન્ન મનમાંના સાત્ત્વિક ભાવ અને સત્કર્મ કરવાની પ્રવૃત્તિ વધારે છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ભોજન સાથે સંબંધિત આચાર

Leave a Comment