જમતી વેળાએ પાળવાના આચાર બાબતે પ.પૂ. પાંડે મહારાજજીએ કરેલું માર્ગદર્શન

૧. ભોજન કરવા પહેલાં
ચિત્રાહુતિ શા માટે આપવામાં આવે છે ?

‘અન્ન દ્વારા મન ઘડાય છે. મનમાં સંકલ્પ અને વિકલ્પ આવે છે. તે પ્રમાણે કર્મ થાય છે. કર્મ કરવાથી સારી અથવા ખરાબ કૃતિ થાય છે. ખરાબ કર્મ અને ભૂલો થવાથી પાપ થાય છે. પાપને કારણે દુ:ખ થાય છે. મૃત્યુ પછી આપણને યમયાતના ભોગવવી પડે છે. તે ભોગવવી ન પડે અને આપણે કરેલા કર્મોની ફળશ્રુતિ ચિત્રગુપ્ત ગ્રથિત કરતા હોય છે. આપણા મૃત્યુ પછી તે યમ પાસે આ બધું ગ્રથિત કરે છે. તે પ્રમાણે યમ તેને યોગ્ય ન્યાય-નિવેડો આપીને દંડ કરે છે. આ યમયાતનાઓ ટાળવા માટે, તેની નિરંતર સ્મૃતિ રહે, તે માટે ભોજન (અન્ન) ગ્રહણ કરવા પહેલાં ચિત્રાહુતિ આપવામાં આવે છે.

૨. અન્ન ગ્રહણ કરતી વેળાએ મૌન પાળવા પાછળનું શાસ્ત્ર

‘જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું. અન્ન ગ્રહણ કરતાં કરતાં ભગવાનનું નામ જપવું. તેને કારણે અન્નમાં ચૈતન્ય નિર્માણ થાય છે. તેથી શક્તિ અને ચૈતન્ય ગ્રહણ થઈને હવન પણ થાય છે. હવન થઈને તેના દ્વારા મનનું ઘડતર થાય છે. તે મન દ્વારા સકારાત્મક વિચાર આવીને તેના હાથે સારી કૃતિ થાય છે. અન્ન ગ્રહણ કરતી વેળાએ ભગવાનના અનુસંધાનમાં રહીને ગ્રહણ કરવાથી ચૈતન્યશક્તિનો પ્રભાવ વધે છે અને તેને કારણે મનમાં વિકલ્પ આવશે નહીં.’

– પ.પૂ. પરશરામ પાંડે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (જૂન ૨૦૧૬)