દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવા પાછળનું શાસ્‍ત્ર

Article also available in :

આહાર અને આચાર સંબંધિત અદ્વિતીય
સંશોધન કરનારું મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય

આપણી સંસ્‍કૃતિમાં ભગવાનને નૈવેદ્ય ધરાવીને તે નૈવેદ્ય જ પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. પૂર્વે ભોજન કરવા પહેલાં ભગવાનને અન્‍નનો નૈવેદ્ય ધરાવ્‍યા સિવાય અન્‍ન ગ્રહણ કરવામાં આવતું નહોતું; પણ આજકાલ આ કૃતિ તહેવાર અને ધાર્મિક ઉત્‍સવો પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. આજકાલ નૈવેદ્ય જ નહીં, જ્‍યારે પૂજા કરવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. નૈવેદ્ય અને પ્રસાદ આ શબ્‍દો કેવળ મંદિરોમાં જ સંભળાય છે. એવી આજની પરિસ્‍થિતિ થઈ છે. ભગવાનને નૈવેદ્ય ધરાવીને અને નૈવેદ્ય ધરાવ્‍યા વિના અન્‍ન ગ્રહણ કરવું આ વિશેનો એક પ્રયોગ મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયમાં કરવામાં આવ્‍યો. એ વિશેની જાણકારી આગળ આપી છે.

 

‘આ લેખ પરથી ભગવાનને નૈવેદ્ય ધરાવીને
અથવા અર્પણ કરીને કોઈપણ વસ્તુ ગ્રહણ કરવાનું કેટલું
મહત્વ  છે, આ વાત ધ્‍યાનમાં આવશે.’ – (પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલે)

 

૧. નૈવેદ્યનું મહત્વ

‘નૈવેદ્ય ષોડશોપચાર પૂજામાંનો એક ઉપચાર છે. તેમાં દેવતાનું પૂજન થયા પછી આરતી કરવા પહેલાં દેવતાને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. નૈવેદ્ય ધરાવતી વેળાએ સાત્વિક  અન્‍નનો નૈવેદ્ય ભાવપૂર્ણ રીતે પ્રાર્થના કરીને દેવતાને અર્પણ કરવાથી તે નૈવેદ્યમાંના પદાર્થોની સાત્વિકતાને કારણે દેવતા દ્વારા પ્રક્ષેપિત થનારી ચૈતન્‍ય-લહેરો નૈવેદ્યમાં આકર્ષિત થાય છે. તેને કારણે નૈવેદ્ય માટે પદાર્થ રાંધતી વેળાએ તેમાં ઘી જેવા સાત્વિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. દેવતાને નૈવેદ્ય ધરાવવાથી તેમાં આકર્ષિત થયેલા ચૈતન્‍યને કારણે તે નૈવેદ્યની આસપાસનું વાયુમંડળ શુદ્ધ થાય છે. વાયુમંડળ શુદ્ધ થવાથી આવા અન્‍ન પર અનિષ્‍ટ શક્તિઓનું આક્રમણ થવાનું પ્રમાણ અલ્‍પ થાય છે.

શ્રી. ઋત્‍વિજ નિતીન ઢવણ

 

૨. નૈવેદ્ય ગ્રહણ કરવાથી થનારા લાભ

અ. ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્‍ય તે અન્‍નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.

આ. ભગવાનને અન્‍નનો નૈવેદ્ય ધરાવવાથી દેવતાના ચૈતન્‍યને કારણે અન્‍ન પર આવેલું નકારાત્‍મક આવરણ નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

ઇ. તે નૈવેદ્યમાં આકર્ષિત થયેલા ચૈતન્‍યને કારણે તે પ્રસાદ સ્‍વરૂપમાં ગ્રહણ કરનારી વ્‍યક્તિ પરનું આવરણ ઓછું થાય છે.

 

૩. દેવતાને ધરાવેલો નૈવેદ્ય
પ્રસાદરૂપે ગ્રહણ કરવો અને નૈવેદ્ય ધરાવ્‍યા સિવાય
ગ્રહણ કરવો, તેનો પ્રયોગ કરતી વેળાએ થયેલી અનુભૂતિ

નૈવેદ્ય ધરાવેલો શીરો ગ્રહણ કરવો સાદો શીરો ગ્રહણ કરવો
૧. શારીરિક સ્‍થિતિ
૧ અ. શ્‍વાસ
ધીમો અને એક લયમાં થતો હતો. ભારેપણું જણાતું હતું.
૨. માનસિક સ્‍થિતિ
૨ અ. વિચાર૨ આ. એકાગ્રતા
ઓછા થયા.
હતી.
કાંઈ ફેરફાર જણાયો નહીં.
નહોતી.
૩. આધ્‍યાત્‍મિક સ્‍થિતિ
૩ અ. આવરણ
ઓછો થવો કાંઈ ફેરફાર જણાયો નહીં.

– શ્રી. ઋત્‍વિજ નિતીન ઢવણ, (‘હોટેલ મેનેજમેંટ’ ભણેલો વિદ્યાર્થી), મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય (૧.૧૧.૨૦૨૦)

 

ભગવાનને ‘નૈવેદ્ય’ ધરાવેલું અને ન ધરાવેલું અન્‍ન ગ્રહણ કરવું

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

‘૧.૧૧.૨૦૨૦ના દિવસે શીરો કરવામાં આવ્‍યો. તેના બે ભાગ કરવામાં આવ્‍યા. એક ભાગનો ભગવાનને ‘નૈવેદ્ય’ ધરાવવામાં આવ્‍યો. ત્‍યાર પછી ‘તે શીરો ગ્રહણ કરવાથી કેવાં સ્‍પંદનો જણાય છે ?’, એ જોવામાં આવ્‍યું. શીરાના બીજા ભાગનો ભગવાનને ‘નૈવેદ્ય’ ધરાવ્‍યો નહીં. ‘તે (ભગવાનને ‘નૈવેદ્ય’ ન ધરાવેલો) શીરો ગ્રહણ કર્યા પછી કેવાં સ્‍પંદનો જણાય છે ?’, એ પણ જોવામાં આવ્‍યું. આ વિશે મને નીચે પ્રમાણે જણાયું.

૧. ભગવાનને ‘નૈવેદ્ય’ ધરાવેલો શીરો ગ્રહણ કરવો

અ. ભગવાનને ‘નૈવેદ્ય’ ધરાવેલા શીરા સામે જોઈને મને પુષ્‍કળ હળવું જણાયું, તેમજ ઠંડક જણાઈ.

આ. તે પ્રસાદના શીરાનો પહેલો કોળિયો ખાધા પછી તરત જ મારાં અનાહતચક્ર અને તેની ઉપરનાં ચક્રોને ચૈતન્‍ય મળ્યું હોવાનું મને ભાન થયું. ‘તે ચક્રો પર પ્રકાશ ફેલાયો’, એવું મને લાગ્‍યું.

ઇ. ત્‍યાર પછી પ્રસાદના શીરાનાં સ્‍પંદનો અનાહતચક્રના નીચે નીચેનાં ચક્રોમાં જણાઈને અંતમાં તે મૂલાધારચક્ર પર જણાયાં. મારી સુષુમ્‍ના નાડી કાર્યરત થઈ.

ઈ. મારી કુંડલિનીશક્તિ જાગૃત થઈને તે મણિપૂરચક્ર સુધી પહોંચી. ત્‍યાર પછી મારી સૂર્યનાડી કાર્યરત થઈ.

ઉ. પ્રસાદનો શીરો આરોગવાથી મનને શાંતિ અને તૃપ્‍તિ થઈ.

૨. ભગવાનને ‘નૈવેદ્ય’ ન ધરાવેલો શીરો ગ્રહણ કરવો

અ. ભગવાનને ‘નૈવેદ્ય’ ન ધરાવેલા શીરા ભણી જોઈને મને ચેહરા પર દબાણ જણાયું.

આ. મેં તે શીરાનો પહેલો કોળિયો ખાધો, ત્‍યારે પણ મને દબાણ જણાયું. તે કોળિયો હું તરત જ ગળી શકતો નહોતો.

ઇ. કોળિયો ગળ્યા પછી પણ ‘તે પેટમાં ગયો છે’, તેનું મને ભાન થયું નહીં.

ઈ. મને શીરો ખાધો હોવાનું સમાધાન મળ્યું નહીં.’

– (સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા.

(૨.૧૧.૨૦૨૦)

Leave a Comment