૧. દત્તનો નામજપ કરવો
‘હાલમાં ઘણા સાધકોને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થઈ રહ્યો છે. પિતૃપક્ષમાં (૨૭ સપ્ટેમ્બર થી ૧૦ ઑક્ટોબર ૨૦૨૬ના સમયગાળામાં) આ ત્રાસ વધતો હોવાથી તે સમયગાળા દરમિયાન પ્રતિદિન ‘ॐ ॐ श्री गुरुदेव दत्त ॐ ।’ આ નામજપ ઓછામાં ઓછો ૧ કલાક કરવો. નામજપ Sanatan.org આ સંકેતસ્થળ (વેબસાઇટ) પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.
નામજપ માટેની લિંક – www.sanatan.org/gujarati/9631.html

જે સાધકો પોતાને થઈ રહેલા અનિષ્ટ શક્તિઓના ત્રાસ દૂર કરવા માટે આધ્યાત્મિક ઉપાય કરે છે, તેમણે તેમના ઉપાયના નામજપ ઉપરાંત દત્તનો નામજપ ઓછામાં ઓછો ૧ કલાક કરવો. દત્તનો નામજપ કરતી સમયે હાથની પાંચેય આંગળીઓના ટેરવા એકબીજાની નજીક લાવીને, પરંતુ તેમની વચ્ચે થોડું અંતર રાખીને અનાહતચક્ર અને મણિપુરચક્ર પર ન્યાસ કરવો.
જે સાધકો ઉપાય કરતા નથી, તેમણે વ્યક્તિગત આવરણ દૂર કરવા, સ્નાન, સ્વચ્છતા-સેવા ઇત્યાદિ સમયે દત્તનો નામજપ ઓછામાં ઓછો ૧ કલાક થાય તે જોવું; પરંતુ પૂર્વજોનો ત્રાસ જણાય તો તેમણે પણ બેસીને અને મુદ્રા કરીને દત્તનો નામજપ કરવો.
૨. દત્ત ભગવાનને પ્રાર્થના કરવી.
પિતૃપક્ષના સમયગાળામાં પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ મેળવવા માટે દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે દત્ત ભગવાનને પ્રાર્થના કરવી.
૩. જે સાધકો માટે શક્ય હોય, તેમણે પિતૃપક્ષમાં શ્રાદ્ધવિધિ અવશ્ય કરવી.
આવું કરવાથી પૂર્વજોનો ત્રાસ તો દૂર થશે જ, તેની સાથે સાધના માટે તેમના આશીર્વાદ પણ મળશે.’
– (સદ્દગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૦.૯.૨૦૨૬)
પોતાનું મૃત્યુપત્ર બનાવો અને એનો લાભ લો !