દત્તનો નામજપ

દત્ત

 

શ્રી દત્તગુરુનો નામજપ કેવી રીતે કરવો ?

નામજપમાંથી દેવતાના તત્વનો વધારે લાભ થવા માટે તે તે નામજપનો ઉચ્‍ચાર અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ યોગ્‍ય હોવો આવશ્‍યક હોય છે. તે માટે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કેવી રીતે કરવો, એ સમજી લઈએ.

‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ તારક નામજપ કરતી વેળાએ શ્રી દત્તગુરુદેવનું રૂપ મનમાં આંખો સામે લાવવું અને તેઓ જ આપણું પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ કરવા માટે દોડી આવવાના છે, એવો ભાવ રાખીને નામજપમાંના પ્રત્‍યેક અક્ષરનો ભાવપૂર્ણ ઉચ્‍ચાર કરવો.

આનાથી ઊલટું મારક નામજપ કરતી વેળાએ ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આમાંનો પ્રત્‍યેક અક્ષર મારક સ્‍વરમાં ઉચ્‍ચારવો. આ સમયે દેવતાના નામ પર અર્થાત્ ‘દત્ત’ આ શબ્‍દમાંના ‘દ’ અક્ષર પર વધારે ભાર આપવો.

– કુ. તેજલ પાત્રીકર, સંગીત વિશારદ, સંગીત સમન્‍વયક, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

 

આ નામજપ સાંભળતી વેળાએ તમને કાંઈ વિશિષ્‍ટતાપૂર્ણ અનુભૂતિ થાય તો અમને અવશ્‍ય જણાવશો. તે માટે અમારું સરનામું છે

[email protected]

અનિષ્‍ટ શક્તિ
વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિ કાર્યરત હોય છે.  સારી શક્તિ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ  શક્તિ તેને ત્રાસ આપે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્‍નો નાખ્‍યા હોવાની અનેક કથા વેદ-પુરાણોમાં છે. ‘અથર્વવેદમાં ઘણે ઠેકાણે અનિષ્‍ટ શક્તિ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચનો પ્રતિબંધ કરવા માટે મંત્રો આપ્‍યા છે.’ અનિષ્‍ટ શક્તિના ત્રાસના નિવારણ માટે વિવિધ આધ્‍યાત્‍મિક ઉપાય વેદ ઇત્‍યાદિ ધર્મગ્રંથોમાં કહ્યા છે.
 સૂક્ષ્મ
વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારાં અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

 

દત્તનો નામજપ કરવાથી અતૃપ્‍ત પૂર્વજોના ત્રાસ સામે રક્ષણ થાય છે

અ. સંરક્ષણ-કવચ નિર્માણ થવું

દત્તના નામજપમાંથી નિર્માણ થનારી શક્તિથી નામજપ કરનારા ફરતું સંરક્ષણ-કવચ નિર્માણ થાય છે.

આ. અતૃપ્‍ત પૂર્વજોને ગતિ મળવી

મોટાભાગના લોકો સાધના ન કરતા હોવાથી માયામાં ગૂંચવાઈ ગયા હોય છે. માયામાં ગૂંચવાયેલા હોવાથી મૃત્‍યુ પછી આવા લોકોના લિંગદેહ અતૃપ્‍ત રહે છે. આવા અતૃપ્‍ત લિંગદેહ મર્ત્‍યલોકમાં (મૃત્‍યુલોકમાં) અટવાઈ રહે છે. દત્તના નામજપથી મૃત્‍યુલોકમાં અટવાયેલા પૂર્વજોને ગતિ મળે છે. (ભૂલોક અને ભુવર્લોકની વચ્‍ચે મૃત્‍યુલોક છે.) તેથી આગળ જતાં તેઓ તેમના કર્મો અનુસાર આગળના લોકમાં જવાથી સહેજે તેમના દ્વારા વ્‍યક્તિને થનારા ત્રાસનું પ્રમાણ ઓછું થાય છે.

ઇ. શિવજીની શક્તિ મળવી

દત્તના નામજપને કારણે જીવને શિવજીની પણ શક્તિ મળે છે.

દત્તના નામજપ અને અતૃપ્‍ત પૂર્વજોના ત્રાસ પર ઉપાયયોજના

૧. કોઈપણ પ્રકારનો ત્રાસ ન થતો હોય તો આગળ જતાં ત્રાસ થાય નહીં તે માટે, તેમજ થોડો ત્રાસ થતો હોય તો ઓછામાં ઓછા ૧ થી ૨ કલાક અથવા ત્રણ કલાક ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ હંમેશાં કરવો. અમસ્‍તા પણ પ્રારબ્‍ધને કારણે ત્રાસ થાય નહીં, તેમજ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થાય તે માટે સર્વસામાન્‍ય માનવીએ અથવા પ્રાથમિક અવસ્‍થામાંના સાધકે પોતાનાં કુળદેવતાનો નામજપ વધારેમાં વધારે કરવો.

૨. મધ્‍યમ પ્રકારનો ત્રાસ હોય તો કુળદેવતાના જપ સાથે જ ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ જપ ઓછામાં ઓછો ૨ થી ૪ કલાક તોયે કરવો. તેમજ ગુરુવારે દત્તના મંદિરમાં જઈને સાત પ્રદક્ષિણા ફરવી અને બેસીને એક-બે માળા જપ એક વર્ષ તોયે કરવો. ત્‍યાર પછી ત્રણ માળા જપ ચાલુ રાખવો.

૩. તીવ્ર ત્રાસ ધરાવનારાઓએ ૪ થી ૬ કલાક જપ કરવો. એકાદ જ્‍યોતિર્લિંગના સ્‍થાન પર જઈને નારાયણબલિ, નાગબલિ, ત્રિપિંડી શ્રાદ્ધ, કાલસર્પશાંતિ જેવા વિધિ કરવા. તેની સાથે જ એકાદ દત્તક્ષેત્ર પર રહીને સાધના કરવી અથવા સંતસેવા કરીને તેમના આશીર્વાદ મેળવવા.

૪. પિતૃપક્ષમાં દત્તનો નામજપ કરવાથી પિતરોને વહેલા ગતિ મળે છે; તેથી તે કાળમાં પ્રતિદિન દત્તનો ન્‍યૂનતમ ૬ કલાક (૭૨ માળા) નામજપ કરવો.

દત્તના નામજપ ઉપરાંત અન્‍ય સમયે પ્રારબ્‍ધને લઈને ત્રાસ ન થાય, તેમજ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થાય; તે માટે સર્વસામાન્‍ય માનવીએ અથવા પ્રાથમિક અવસ્‍થામાંના સાધકે પોતાનાં કુળદેવતાનો નામજપ વધારેમાં વધારે કરવો.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘દત્ત’

‘સનાતન ચૈતન્‍યવાણી’ આ મોબાઈલ ઍપ પર પણ નામજપનો ઑડિઓ ઉપલબ્‍ધ !

અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિ ‘ભાવ ત્‍યાં દેવ’ આ ઉક્તિ અનુસાર સાધકોની વ્‍યક્તિગત અનુભૂતિ છે. તે બધાને થશે જ એવું નથી. – સંપાદક

“શ્રી ગુરુદેવ દત્ત” નામજપ

“ૐ ૐ શ્રી ગુરુदेव દત્ત ૐ” નામજપ

 

સનાતન-નિર્મિત ‘દત્તની નામજપ-પટ્ટી’

 

1 thought on “દત્તનો નામજપ”

Leave a Comment