વાચકો, હિતચિંતકો, હિંદુત્વનિષ્ઠ અને ધર્મપ્રેમીઓને વિનંતી !
‘૫૦૦ વર્ષના અથક સંઘર્ષ પછી અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર નિર્માણ થયું છે. હવે આપણું આગામી ધ્યેય ‘રામરાજ્ય’ સ્થાપિત કરવાનું છે ! રામરાજ્યનું વ્યાપક ધ્યેય સાકાર કરવા માટે આપણને સાક્ષાત પ્રભુ શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવશ્યક છે. પ્રત્યક્ષ રામરાજ્ય સાકાર થાય તે પહેલાં તે આપણા અંતરમાં નિર્માણ થવું આવશ્યક છે. તે માટે સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ ‘રામરાજ્ય’ સાકાર ન થાય ત્યાં સુધી ‘શ્રી રામ જય રામ જય જય રામ’ આ નામજપ કરવાની દિશા આપણને આપી છે.
શ્રી ગુરુના સંકલ્પનો વધુમાં વધુ લાભ મળે અને શ્રીરામતત્ત્વની ઊર્જા સમષ્ટિ સ્તરે કાર્યરત થાય તે માટે ૨૬ માર્ચ થી ૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ‘રામનામ સંકીર્તન’ અભિયાનનું આયોજન કરવું. ‘રામરાજ્ય’ની સ્થાપના થાય તેવી મનોકામના રાખતા ધર્મનિષ્ઠ હિંદુઓએ વિસ્તારના મંદિરોમાં એકત્ર થઈને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ નામજપ સામૂહિક રીતે કરવો, એવું આ અભિયાનનું સ્વરૂપ છે. વિવિધ આધ્યાત્મિક સંગઠનો, સંપ્રદાયો, હિંદુત્વવાદીઓ, ધર્મપ્રેમીઓ, વાચકો અને હિતચિંતકોએ પણ પોતાના વિસ્તારમાં ‘રામનામ સંકીર્તન’ અભિયાનનું આયોજન કરવું.
૧. અભિયાન કેવી રીતે અમલમાં મૂકી શકાય?
અ. જિલ્લા સ્તરે ધર્મપ્રેમીઓ, સત્સંગના જિજ્ઞાસુઓ, યુવા સાધના સત્સંગના યુવાનો, હિંદુ જનજાગૃતિ સમિતિની શાખાઓ વગેરેના માધ્યમ દ્વારા આ અભિયાન વ્યાપક સ્તરે ચલાવી શકાય છે.
આ. સામૂહિક નામજપ લયબદ્ધ થાય તે માટે નામજપના સ્થળે સહભાગી ભક્તો સાંભળી શકે તેટલા અવાજમાં નામજપનો ‘ઓડિયો’ વગાડવો. આ ‘ઓડિયો’ https://www.sanatan.org/gujarati/audio-gallery પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
ઇ. આ અભિયાનનો ‘સોશિયલ મીડિયા’ (સામાજિક માધ્યમો) દ્વારા પણ પ્રસાર કરવામાં આવશે.
ઈ. અભિયાન પૂર્ણ થયા પછી તેનો અહેવાલ ફોટા અને વીડિયો સાથે ‘સનાતન પ્રભાત’ની ઓફિસમાં, તેમજ સ્થાનિક વર્તમાનપત્રો અને ન્યૂઝ ચેનલોને મોકલવો.
૨. રામનામ સંકીર્તનનું સ્વરૂપ
રામરાજ્ય માટે પ્રાર્થના : ૫ મિનિટ
શ્રી રામનામનો જપ : ૫૦ મિનિટ
હિંદુ રાષ્ટ્રની પ્રતિજ્ઞા : ૫ મિનિટ
બાંધવો, રામરાજ્યની સ્થાપના માટે ‘રામનામ સંકીર્તન’ અભિયાનના માધ્યમ દ્વારા આપણા અંતઃકરણમાં અને આગળ જતાં સંપૂર્ણ વિશ્વમાં રામરાજ્ય નિર્માણ કરવાની પાવન તક ઈશ્વરી કૃપાથી પ્રાપ્ત થઈ છે, આ તકનો લાભ લઈ ઈશ્વરની કૃપા સંપાદન કરો !’
સનાતન સંસ્થા – સ્થાપના, ઉદ્દેશ અને વિશિષ્ટતા
વૈદ્યકીય ક્ષેત્રમાંની ગેરપ્રવૃત્તિઓ વિશે ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’નાં પ્રથમ મહિલા સંપાદક શ્રીમતી ફિઓના ગૉડલીએ કરેલું ભાષ્ય...
ઉમરગામમાં મંદિર સ્વચ્છતા અભિયાન