વૈદ્યકીય ક્ષેત્રમાંની ગેરપ્રવૃત્તિઓ વિશે ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’નાં પ્રથમ મહિલા સંપાદક શ્રીમતી ફિઓના ગૉડલીએ કરેલું ભાષ્‍ય !

૧. વૈદ્યકીય નીતિમૂલ્‍યોના કટ્ટર સમર્થક
શ્રીમતી ફિઓના ગૉડલીનો પરિચય અને તેમનું કાર્ય !

‘શ્રીમતી ફિઓના ગૉડલી વૈદ્યકીય નીતિમૂલ્‍યોના કટ્ટર સમર્થક છે. તેમણે અનેક દેશોમાં પ્રવર્તતી વૈદ્યકીય દુરાવસ્‍થા વિશે સંબંધિત દેશોમાંની સરકારનો ઊધડો લઈ નાખ્‍યો છે. એટલું જ નહીં, જ્‍યારે તેમણે નીતિમત્તા વિહોણા એવા રાજ્‍યકર્તાઓને સત્તાસ્‍થાન પરથી નીચે પણ ઉતાર્યા છે. તેમણે જગત્‌ના ‘ઔષધ ઉત્‍પાદનોના સમ્રાટ’ તરીકે પરિચિત ‘રોશે’ અને ‘ગ્‍લૅક્સોસ્મિથક્લાઇન’ આસ્‍થાપનો (કંપનીઓ) ઔષધિઓની કસોટીઓ વિશેની જાણકારી છૂપાવતા હોવાનું ઉજાગર કરીને તેમના વિરોધમાં દાવો કરવાનું સાહસ ખેડ્યું છે.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ચાલી રહેલા ભ્રષ્‍ટાચારના વિરોધમાં તેઓ નીડરતાથી બોલે છે. તેઓ ‘રુગ્‍ણ-કેંદ્રિત આરોગ્‍યસેવા’ના (પેશંટ-સેંટ્રિક હેલ્‍થકેર’ના) કટ્ટર સમર્થક છે. ભારત ખાતે આયોજિત કરવામાં આવેલા ‘બ્રિટિશ મેડિકલ જર્નલ દક્ષિણ એશિયા પુરસ્‍કાર ૨૦૧૬’ના કાર્યક્રમમાં તે ઉપસ્‍થિત રહ્યાં હતાં.

ડૉ. મનોજ સોલંકી

 

૨. શ્રીમતી ફિઓના ગૉડલી અને શ્રી. રાજીવ સિંહની ચર્ચામાંનો મહત્વનો ભાગ !

ગૉડલીએ ‘હવાના પ્રદૂષણ’થી માંડીને ‘ઔષધિઓ વિશે થનારો ભ્રષ્‍ટાચાર’, આ રીતે વિવિધ વિષયો પર અને ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’ કરી રહેલા કાર્ય વિશે શ્રી. રાજીવ સિંહ સાથે ચર્ચા કરી. આ ચર્ચામાંનો કેટલોક ભાગ અત્રે આપી રહ્યા છીએ.

૨ અ. ઇંધનમાં થતી ભેળસેળને કારણે ભારતમાં પ્રદૂષણ વૃદ્ધિ
થતી હોવાથી સરકારે તેના પર ઉપાયયોજના કરવી આવશ્‍યક ! – શ્રીમતી ફિઓના

શ્રી. રાજીવ સિંહ

ભારતમાંની પ્રચંડ પ્રદૂષિત હવામાં શ્‍વાસ લેતી વેળાએ કેવું લાગી રહ્યું છે ?

શ્રીમતી ફિઓના

મને ભારત દેશ પુષ્‍કળ ગમે છે. આ અતિશય સુંદર દેશ છે. હું બે વર્ષ પછી અહીં આવી. થોડા દિવસો પહેલાં મેં ભારતના વાતાવરણ વિશે જે કાંઈ વાંચ્‍યું અને જોયું હતું, તેના કરતાં અહીંનું વાતાવરણ ઘણું સારું છે. લોકોની માનસિકતામાં સકારાત્‍મક પાલટ થઈ રહ્યો છે. ‘વાયુનું પ્રદૂષણ રોકવું તે મહત્વનું છે’, આ વાત લોકોને ગળે ઉતરી છે. વાયુના પ્રદૂષણ વિશે લોકોમાં જાગૃતિ લાવવી, એ મહત્વનું છે. ઇંધનમાંની ભેળસેળને કારણે વાતાવરણ પુષ્‍કળ પ્રમાણમાં પ્રદૂષિત થાય છે. તેને કારણે સરકારે તેના પર ઉપાયયોજના કરવી જોઈએ. તે તેમનું દાયિત્‍વ છે.

૨ આ. ‘ભારત ખાતે ‘ઇન્‍સુલિન’ની અતિશય વપરાશ’, આ બાબત ચિંતાજનક
છે અને આધુનિક વૈદ્ય તેમજ મધુમેહના રુગ્‍ણોની માનસિકતા પાલટવી, એ મહત્વનું
હોવું તેમજ ‘ઇન્‍સુલિન’  ચાલુ કરવાને બદલે મધુમેહનાં મૂળભૂત કારણો દૂર કરવા આવશ્‍યક !

શ્રી. રાજીવ સિંહ

થોડા દિવસો પહેલાં જ પ્રકાશિત થયેલા આપના અહેવાલ અનુસાર ભારત ખાતેના મધુમેહના મોટાભાગના રુગ્‍ણો વિદેશમાં ઉત્‍પાદિત કરવામાં આવનારા મોંઘાદાટ ‘ઇન્‍સુલિન’ પર અવલંબીને છે. તે વિશે કહો.

શ્રીમતી ફિઓના

આ ક્ષેત્રમાં કેટલીક ગેરપ્રવૃત્તિઓ ઘૂસી ગઈ છે. ઔષધ નિર્મિતિ કરનારી કંપનીઓ જ ‘ઇન્‍સુલિન’ની વપરાશ અંગે આગ્રહભર્યું વલણ ધરાવે છે અને આવી કંપનીઓના પ્રભાવને કારણે આધુનિક વૈદ્યો પણ મધુમેહના રુગ્‍ણોને ‘ઇન્‍સુલિન’ ચાલુ કરે છે. રુગ્‍ણોની જીવનશૈલીમાં પાલટ કરવા વિશે યોગ્‍ય માર્ગદર્શન કરવાને બદલે સીધું ઇન્‍સુલિન ચાલુ કરવું, આ કાંઈ તેના પરનો યોગ્‍ય પર્યાય નથી. ‘ઇન્‍સુલિન’ની વપરાશ અત્‍યંત ચિંતાજનક બાબત છે; કારણકે ‘ઇન્‍સુલિન’ જોખમકારક છે અને ભારતમાં તે મોંઘું છે.

‘આ ઔષધનિર્મિતિમાંનું કૌભાંડ છે’, એવું મને લાગે છે. ‘ભારતમાંના મધુમેહગ્રસ્‍તોને ‘ઇન્‍સુલિન’ આ સર્વોત્તમ ઔષધ છે અને તે જો ન લઈએ તો આપણું મૃત્‍યુ થશે’, એવું લાગે છે. તેથી ભારત ખાતેના મોટાભાગના રુગ્‍ણો અસહાય બનીને આ મોંઘુંદાટ ઔષધ લેવા માટે સિદ્ધ થાય છે. મધુમેહના રુગ્‍ણોને ‘ઇન્‍સુલિન’ ચાલુ કરવા બાબતે જે દબાણ નિર્માણ કરવામાં આવે છે, તેના વિરોધમાં આપણે અવાજ ઊઠાવવો જોઈએ. ભારતમાં મધુમેહ એક ચેપી રોગની જેમ ફેલાઈ રહ્યો છે. ‘મધુમેહ ધરાવતા રુગ્‍ણને ‘ઇન્‍સુલિન’ ચાલુ કરવું’ આ પર્યાય ચૂંટવા કરતાં આ રોગ થવાનાં મૂળભૂત કારણો શોધીને તે દૂર કરવા માટે ધનનો ઉપયોગ કરવો જોઈએ.

રુગ્‍ણોએ આધુનિક વૈદ્યોને વસ્‍તુનિષ્‍ઠ પ્રશ્‍નો પૂછીને સત્‍ય પરિસ્‍થિતિ સમજી લેવી જોઈએ અને આવશ્‍યકતા લાગે તો અન્‍ય આધુનિક વૈદ્યનો મત લેવો જોઈએ. ‘આધુનિક વૈદ્ય અને રુગ્‍ણમાં મિત્રતાનો સંબંધ કેળવાય’ આ કાળની ગરજ છે.

૨ ઇ. ‘સિઝેરિયન કરવું સુરક્ષિત હોય છે’, એવી
માનસિકતા રુગ્‍ણોમાં નિર્માણ થઈને તે એક વૈશ્‍વિક સમસ્‍યા બની ગઈ છે !

શ્રી. રાજીવ સિંહ

ભારતમાં નૈસર્ગિક પ્રસૂતિની તુલનામાં ‘સિઝેરિયન’ શસ્‍ત્રકર્મ કરવામાં આવનારી પ્રસૂતિઓની સંખ્‍યા વધી ગઈ છે. આ પણ ‘ઇન્‍સુલિન’ની સમસ્‍યા જેવું જ છે શું ?

શ્રીમતી ફિઓના

‘સિઝેરિયન’ દ્વારા થનારી પ્રસૂતિ, આ કેવળ ભારતની જ નહીં, પણ વૈશ્‍વિક સ્‍તર પરની સમસ્‍યા છે. ભારત સાંસ્‍કૃતિક દેશ હોવા છતાં પણ અહીં આ પ્રમાણ વધ્‍યું છે. પ્રસૂતિ તજ્‌જ્ઞોને ‘સિઝેરિયન’ સગવડભર્યું લાગે છે અને તેમાંથી તેમને વધારે પૈસા મળે છે. તેથી આધુનિક વૈદ્યો રુગ્‍ણોમાં ‘સિઝેરિયન કરવું સુરક્ષિત હોય છે’, એવી માનસિકતા નિર્માણ કરી રહ્યા છે. કેટલીક માતાઓના બાબતમાં ભલે તે સત્‍ય હોય; પણ સહુકોઈ માટે આ નિયમ લાગુ કરી શકાય નહીં.

‘સિઝેરિયન’માં જરા પણ જોખમ નથી’, એમ હોતું નથી. તેમાં રુગ્‍ણને આપવામાં આવતું ઘેનનું ઇંજક્‍શન, પેટ પર કરવામાં આવનારું શસ્‍ત્રકર્મ અને ઔષધિઓને કારણે વૈદ્યકીય ઉપચાર મોંઘા બને છે. બાળકના જન્‍મ પછી માતાને પહેલાં જેવી સ્‍થિતિ પ્રાપ્‍ત કરવામાં ઘણો વધારે સમય લાગે છે અને પછીની પ્રસૂતિ પણ કપરી બની શકે છે. ‘સિઝેરિયન’ આ એક વૈશ્‍વિક સમસ્‍યા બની ગઈ છે.

૨ ઈ. ‘ઔષધિઓનો અતિ ઉપયોગ કરવો
હાનિકારક છે’, તેની જાગૃતિ રુગ્‍ણોમાં (દરદીઓમાં) કરવી આવશ્‍યક !

શ્રી. રાજીવ સિંહ

ભારત ખાતે ગ્રાહકોમાં જાગૃતિ ઓછી છે ?

શ્રીમતી ફિઓના

હા, એવું હોઈ શકે. ગ્રાહક જો જાગૃત થઈ જાય, તો તેનો પુષ્‍કળ લાભ થઈ શકે છે. તે માટે લોકશિક્ષણની આવશ્‍યકતા છે. ‘વધારે પડતી દવા લેવી, હાનિકારક છે’, આ વાત લોકોને સમજાવીને કહેવી જોઈએ. રુગ્‍ણોમાં તે લઈ રહેલા વૈદ્યકીય ઉપચારો વિશે શોધક વૃત્તિ નિર્માણ કરવી જોઈએ. રુગ્‍ણોએ આગળ આવીને પ્રશ્‍નો પૂછવા જોઈએ. તેમજ જો આવશ્‍યકતા લાગે તો અન્‍ય ચિકિત્‍સકોનો મત લેવા માટે પણ તેમને પ્રોત્‍સાહન આપવું જોઈએ. તે માટે વૈચારિક પરિવર્તન થવાની આવશ્‍યકતા છે. તેને કારણે આધુનિક વૈદ્ય અને રુગ્‍ણમાં મિત્રતાના સંબંધો બંધાશે.

૨ ઉ. ભારતમાંના તજ્‌જ્ઞ ચિકિત્‍સક અને રુગ્‍ણાલયોમાં પ્રમાણ-બહાર
વૃદ્ધિ થઈ છે અને વૈદ્યકીય સગવડોમાં નજરમાં આવે એવો પાલટ થયો હોવો

શ્રી. રાજીવ સિંહ

વર્ષ ૧૯૯૦ના આરંભમાં તમે પહેલીવાર ભારતમાં આવ્‍યાં હતાં. તે સમયનું અને વર્તમાનના ઔષધિઓના ક્ષેત્રમાં તમને કાંઈ પાલટ જણાય છે ખરો ?

શ્રીમતી ફિઓના

ભારતમાં વૈદ્યકીય ક્ષેત્રમાં વિશેષ દરજ્‍જાની સેવા આપનારા તજ્‌જ્ઞ આધુનિક વૈદ્ય અને રુગ્‍ણાલયોમાં ઘણી વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ બાકીના જગત્‌ને ભોઠું પાડનારી છે. ભારતમાંના આધુનિક વૈદ્યોની ગુણવત્તા જોઈને જગત્‌ના ઘણાં દેશો આશ્‍ચર્યચકિત થાય છે. ભારત ખાતે વૈદ્યકીય સગવડોમાં થયેલો સંખ્‍યાત્‍મક અને ગુણાત્‍મક પાલટ આ બીજો લક્ષણીય પાલટ છે. તે જોઈને આંખો અંજાઈ જાય છે.

૨ ઊ. ભારત ખાતે રાજકીય ઇચ્‍છાશક્તિના અભાવથી
પ્રાથમિક આરોગ્‍ય સુવિધાઓની ગુણવત્તા સુધરી ન હોવી

શ્રી. રાજીવ સિંહ

ભારત ખાતે વૈદ્યકીય ક્ષેત્રમાં કયા પાલટ થયા નથી ?

શ્રીમતી ફિઓના

ભારત ખાતે વિશેષ સેવા આપનારા તજ્‌જ્ઞ આધુનિક વૈદ્યો અને રુગ્‍ણાલયો પર પુષ્‍કળ પૈસો અને ઊર્જા વ્‍યય કરવામાં આવે છે; પરંતુ હજી પણ પ્રાથમિક આરોગ્‍ય સુવિધાઓની ગુણવત્તામાં પાલટ થયો નથી; આ વાત ચિંતાજનક છે. પ્રાથમિક આરોગ્‍ય સુવિધાઓમાં પાલટ કરાવવા માટે રાજકીય ઇચ્‍છાશક્તિની આવશ્‍યકતા છે. ભારત ખાતે આધુનિક વૈદ્યોને જે તાણ હેઠળ કામ કરવું પડે છે, તે તાણ પણ ઓછો થયો હોય, તેમ દેખાતું નથી.

૨ એ. ભારત ખાતે ‘રુગ્‍ણ અને આધુનિક વૈદ્યમાં બગડેલા સંબંધો’, આ ચિંતાનો વિષય !

શ્રી. રાજીવ સિંહ

ભારતમાં હજી કાંઈ ગેરપ્રવૃત્તિઓ વરતાય છે ખરી ?

શ્રીમતી ફિઓના

ભારત ખાતે રુગ્‍ણ અને આધુનિક વૈદ્યમાં બગડેલા સંબંધો, આ ચિંતાનો વિષય છે. ઘણીવાર આધુનિક વૈદ્યોને રુગ્‍ણોની ગાળો અને આક્રમણોનો સામનો કરવો પડે છે. ચીનમાં પણ તેવું જ બને છે. આધુનિક વૈદ્ય અને ઔષધોપચાર બાબતે રુગ્‍ણોની અવ્‍યાજબી અપેક્ષાઓ છે. પણ તેની બીજી બાજુ પણ છે, વૈદ્યકીય ક્ષેત્ર દ્વારા ઉપચારો વિશે અનાવશ્‍યક આશા જગાડવામાં આવે છે. રુગ્‍ણોને ઔષધિઓનો ખર્ચો આપવા માટે કરજ કાઢવું પડે છે. પ્રસંગે પોતાની ધન-સંપત્તિ વેચીને દેવાળું કાઢીને પણ ઉપચાર કરવા પડે છે. રુગ્‍ણો માટે આ બધા ક્લેશદાયક નિર્ણયો હોય છે. તેનો વિચાર થવો જોઈએ.

૨ ઐ. ભારત ખાતે રુગ્‍ણોને ઔષધિઓ માટે પોતે ખર્ચ કરવો પડે છે
અને ઔષધ-વેચાણ વ્‍યાજબી દરે કરવા માટે કંપનીઓને પ્રવૃત્ત કરવી જોઈએ !

શ્રી. રાજીવ સિંહ

ઔષધિઓના વેચાણ-કિંમત પર નિયંત્રણ મૂકવાથી વૈદ્યકીય ઉપચાર (આરોગ્‍ય સુવિધા) સહુકોઈને પોસાશે ખરાં ?

શ્રીમતી ફિઓના

ભારત સરકાર ઔષધિઓનું વેચાણ-મૂલ્‍ય નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્નરત છે. સમગ્ર જગત્‌માં જ ઔષધિઓનું વેચાણ-મૂલ્‍ય અવ્‍યાજબી છે. આ વિશે ઔષધ-નિર્મિતિ કરનારી કંપનીઓ ‘ઔષધિઓનું સંશોધન અને વિકાસ માટે પુષ્‍કળ ખર્ચ આવતો હોવાથી તેની ભરપાઈ કરવા માટે ઔષધિઓનું વેચાણ-મૂલ્‍ય વધારે રાખવું પડે છે’, એવું સ્‍પષ્‍ટીકરણ આપે છે. આ વિશે ઔષધ-નિર્મિતિ કરનારી કંપનીઓને કિંમતમાં પાલટ કરવા માટે પ્રવૃત્ત કરવી જોઈએ.

ભારત ખાતે ઔષધિઓની કિંમત અવ્‍યાજબી હોવાની સમસ્‍યા ઉઘાડેછોગે ધ્‍યાનમાં આવે છે; કારણકે અહીં લોકોને પોતાની ઔષધિઓ માટે પોતાના પૈસા ખર્ચ કરવા પડે છે. (વિદેશમાં લોકોને ઔષધિઓ પર ઇન્‍શ્‍યુરન્‍સ હોય છે, તેમજ લોકોને સરકાર દ્વારા ઓછી કિંમતમાં ઔષધિઓ પણ મળે છે. વ્‍યક્તિ જેટલી રકમનો વિમો ઉતરાવે છે, તેટલી રકમ વિમા કંપની આપે છે. કેવળ બાકીની રકમ રુગ્‍ણોએ ભરવી પડે છે.)’

સંદર્ભ : ધ ઇકૉનૉમિક ટાઈમ્‍સ, ૨૦.૧૧.૨૦૧૬
સંગ્રાહક : ડૉ. મનોજ સોલંકી, સંસ્‍થાપક સદસ્‍ય, આરોગ્‍ય સહાયતા સમિતિ

 

વૈદ્યકીય ક્ષેત્રમાંની ગેરપ્રવૃત્તિઓ રોકવા
માટે ‘આરોગ્‍ય સહાયતા સમિતિ’એ આરંભ કરેલી ચળવળ !

વૈદ્યકીય ક્ષેત્રમાં ઘૂસેલી અનેક ગેરપ્રવૃત્તિઓને વૈધ માર્ગથી રોકવા માટે રાષ્‍ટ્રપ્રેમી નાગરિકોએ સંગઠિત થવું આવશ્‍યક છે. વૈદ્યકીય ક્ષેત્રમાંના કડવા અનુભવ, તેમજ તમારા વિસ્‍તારમાં અનુચિત બનાવ બનતો હોય તો તે વિશે અમને તરત જ જાણ કરો.

સારા આધુનિક વૈદ્ય અને પારિચારિકાઓને નમ્ર વિનંતિ ! : પૈસા લૂટનારા આધુનિક વૈદ્યોના નામ ઉજાગર કરવા માટે કૃપા કરીને અમારી સહાયતા કરો. આ તમારી સાધના જ થશે. જો તમારે તમારું નામ ગોપનીય રાખવાની ઇચ્‍છા હોય તો તે ગોપનીય રાખવામાં આવશે.

       તમારા અનુભવ જણાવવા માટે અને
આરંભ કરેલી ચળવળમાં સહભાગી થવા માટે સરનામું

સૌ. ભાગ્‍યશ્રી સાવંત, આરોગ્‍ય સહાયતા સમિતિ, ‘મધુ સ્‍મૃતિ’, સત્‍યનારાયણ મંદિર નજીક, ફોંડા ગોવા – ૪૦૩ ૪૦૧. સંપર્ક ક્રમાંક : ૭૦૫૮૮૮૫૬૧૦
ઇ-મેલ સરનામું : [email protected]

Leave a Comment