કર્મસ્‍થાન – માનવીજન્‍મનું સાર્થક કરનારું કુંડળીમાંનું અત્‍યંત મહત્વનું સ્‍થાન !

Article also available in :

અનુક્રમણિકા

માનવીનું જીવન કર્મમય છે. કર્મફળ અટળ હોય છે. સારાં કર્મોના ફળ તરીકે પુણ્‍ય મળે છે, જ્‍યારે ખરાબ કર્મોના ફળ તરીકે પાપ લાગે છે. પરમેશ્‍વર પ્રત્‍યેક જીવને તેનાં કર્મો અનુસાર ન્‍યાય આપે છે. તેથી માનવ દ્વારા થનારા પ્રત્‍યેક અપરાધ અનુસાર તેને દંડ મળે છે અને આ દંડ તેણે ભોગવીને જ પૂરો કરવો પડે છે.

જન્‍મ લેતી વેળાએ માનવી પોતાની સાથે સારાં-નરસાં કર્મો લઈને જ જન્‍મે છે અને તે કર્મોના હિસાબ પૂર્ણ કરે છે. જો આ હિસાબ પૂર્ણ ન થાય, તો તે પૂર્ણ કરવા માટે તેને આગળનો જન્‍મ લેવો પડે છે. માનવીને પોતાના કર્મો સાથે જોડાયેલી વ્‍યક્તિ સાથે સંબંધિત કર્મો કરીને તેમનું ઋણ પણ ચૂકતે કરવું પડે છે, અર્થાત્ પ્રત્‍યેક જન્‍મમાંની સહચારી વ્‍યક્તિઓનો લેણ-દેણ હિસાબ પૂર્ણ કરવો પડે છે. કેવળ મનુષ્‍ય પ્રાણીને જ બુદ્ધિથી કુંડળીના માધ્‍યમ દ્વારા કર્મ વિશે જાણી લેતા આવડે છે. તેમજ યોગ્‍ય કર્મ કરીને જન્‍મનું સાર્થક (મોક્ષપ્રાપ્તિ) કરી લેવું સંભવ થાય છે. કર્મોનાં પરિણામ સર્વસ્‍વી અટળ હોય છે. તેમાં પરમેશ્‍વર પણ હસ્‍તક્ષેપ કરતા નથી. કર્મભોગ ભગવાનને પણ અટળ હોય છે.

कर्माच्या गति असती गहना । जें जें होणार तें कदा चुकेना ।

तें तें भोगल्यावीण सुटेना । देवादिकां सर्वांसी ॥

– શનિમાહાત્‍મ્‍ય ૧૩૮

અર્થ : કર્મોની ગતિ ગહન હોય છે. જે થવાનું છે, તે ક્યારેય ચૂકતું નથી. કર્મના ભોગ કોઈને પણ, અર્થાત્ દેવોને પણ છોડતા નથી.

 

૧. કર્મોના પ્રકાર

૧ અ. સંચિત કર્મો

ગત અનેક જન્‍મોમાં કરેલા પાપ-પુણ્‍યાદિ કર્મોને સંચિત કર્મો કહેવાય છે.

૧ આ. પ્રારબ્‍ધ કર્મ

પૂર્વજન્‍મોનાં કર્મોનાં ફળો આ જન્‍મે ભોગવવા પડે છે. તેમાંનો કાર્યકારણભાવ ધ્‍યાનમાં આવતો ન હોવાથી તેમને દૈવ, નશીબ કે પ્રારબ્‍ધ કહેવામાં આવે છે.

૧ ઇ. ક્રિયમાણ કર્મ

પોતાની બુદ્ધિથી અથવા ઇચ્‍છાથી આપણે જે કર્મ કરીએ છીએ, તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે.

સૌ. પ્રાજક્તા જોશી

 

૨. કર્મનો ઉદ્દેશ

કીડી-મકોડાથી માંડીને પ્રત્‍યેક પ્રાણીમાત્રના જીવનનો ઉદ્દેશ નિરંતર સુખ મેળવવું અને દુઃખ ટાળવું, એ જ હોય છે. માનવી સુખદાયક બાબતો મેળવવી અને દુઃખદાયક બાબતો ટાળવી, એ માટે નિરંતર પ્રયત્ન, અર્થાત્ કર્મ કરતો રહે છે. કેવળ મનુષ્‍ય પ્રાણીને તેની પત્રિકામાંની કુંડળીમાંના કર્મસ્‍થાન પરથી કર્મનું ભાન થઈ શકે છે.

 

૩. કર્મયોગ વિશે વિવેચન

૩ અ. ભગવાન શ્રીકૃષ્‍ણ

ભગવાન શ્રીકૃષ્‍ણે ભગવદ્દગીતામાં કર્મયોગનું મહત્વ  વિશદ કર્યું છે. આ યોગમાં કર્મ દ્વારા ભગવાનની પ્રાપ્‍તિ કેવી રીતે થાય છે ?. તેનું વર્ણન કર્યું છે. કર્મયોગી કર્મનો ત્‍યાગ કરવાને બદલે કર્મફળોનો ત્‍યાગ કરે છે અને જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી મુક્ત થાય છે.

कर्मण्‍येवाधिकारस्‍ते मा फलेषु कदाचन ।

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્‍યાય ૨, શ્‍લોક ૪૭

અર્થ : માનવીને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. કર્મનું ફળ તેના હાથમાં હોતું નથી.

૩ આ. સંત રામદાસ સ્‍વામી

मना त्‍वाचि रे पूर्वसंचीत केले ।

तयासारिखे भोगणे प्राप्‍त झाले ॥

– મનના શ્‍લોક, શ્‍લોક ૧૧

અર્થ : હે મન, તે જે પાપ અથવા પુણ્‍ય ગત જન્‍મમાં કર્યા છે, તે અનુસાર તને આ જન્‍મમાં ભોગ ભોગવવા પડે છે.

૩ ઇ. સ્‍વામી સ્‍વરૂપાનંદ

कर्म तैसे फळ लाभते केवळ । आणिकांते बोल लावू नये ॥

पेरोनिया साळी गव्‍हाचे ते पीक । घ्‍यावया निःशंक धावू नये ॥

उत्तरासारखे येते प्रत्‍युत्तर । करावा विचार आपणाशी ॥

पहावे ते दिसे दर्पणी साचार । आपुला आचार ओळखावा ॥

स्‍वामी म्‍हणे होसी सर्वथैव जाणे । तुझ्‍या तू कारण सुखदुःखा ॥

અર્થ : આપણે જેવું કર્મ કરીએ, તેવું જ ફળ આપણને મળે છે. તે માટે અન્‍યોને દોષ ન આપવા. આપણે જો ચોખા (ડાંગર) વાવ્‍યા હોય, તો ઘઉં મળશે, એવી અપેક્ષા કરવી નહીં. આપણે જે ઉત્તર આપીએ, તેવો જ પ્રત્‍યુત્તર આપણને મળે છે, એવો આપણે વિચાર કરવો. આપણે જેવું નિહાળીએ છીએ, તેવું જ આપણને અરીસામાં દેખાય છે. તેથી આપણું આચરણ કેવું છે ?, તેના ભણી ધ્‍યાન દેવું. સ્‍વામી (સ્‍વરૂપાનંદ) કહે છે, તારા સુખનું અને દુઃખનું કારણ સર્વથૈવ તું જ છો, આ વાત ધ્‍યાનમાં લે.

૩ ઈ. મરાઠી ભાષામાંના સાહિત્‍યિક અને કવિ રામ ગણેશ ગડકરી

आहे जो विधिलेख भालिं लिहिला कोणास तो ना कळे ।

आहे जो सुखदुःखभोग नशिबीं कोणास तो ना टळे ॥

 

आहे जीवित हा हिशेब सगळा हा बोध चित्तीं ठसे ।

देणें हें गतकालिचे सकळही सव्‍याज देणें असे ॥

 

અર્થ : એકાદના નશીબમાં જે લખેલું છે, તે કોઈપણ ટાળી શકતું નથી. નશીબમાં રહેલા સુખ-દુઃખના ભોગ ટળતા નથી. તેથી આ જીવન એટલે (પૂર્વકર્મોનો) હિસાબ છે, આનું ભાન થાય છે અને ગતજન્‍મોમાંનું આ સર્વ દેણું વ્‍યાજસહિત આ જન્‍મમાં દેવું જ પડે છે.

 

૪. કુંડળીમાંનું કર્મસ્‍થાન

વ્‍યક્તિનો જન્‍મદિનાંક, જન્‍મસમય અને જન્‍મસ્‍થાન પરથી જે કુંડળી સિદ્ધ કરવામાં આવે છે, તેને જન્‍મકુંડળી કહે છે ! આ કુંડળી એટલે જન્‍મ સમયે આકાશમાં ગ્રહોની જે સ્‍થિતિ હોય છે, તેનો નકશો જ છે. જન્‍મકુંડળીમાંના ૧૦મા સ્‍થાનને, અર્થાત્ દશમ સ્‍થાનને કર્મસ્‍થાન કહે છે. દશમ સ્‍થાનને કેંદ્રસ્‍થાન અથવા ઉપચયસ્‍થાન એમ પણ કહે છે. કુંડળીમાંના ૧, ૪, ૭ અને ૧૦ આ કેંદ્રસ્‍થાનો છે અને તે અતિશય શક્તિમાન સ્‍થાનો હોય છે. કાર્યશક્તિની દૃષ્‍ટિએ કેંદ્રસ્‍થાનમાંના પહેલા સ્‍થાન કરતાં ચોથું, ચોથા કરતાં સાતમું અને સાતમા કરતાં દસમું સ્‍થાન બળવાન હોય છે.

 

૫. કર્મસ્‍થાન પરથી કઈ બાબતનું ભાન થાય છે ?

દશમ સ્‍થાન પરથી જાતકની વિશ્‍વમાંની ઓળખાણ, પિતૃસુખ, દત્તકપુત્ર, સાસુ, નોકરી કે વ્‍યવસાય, કાર્યક્ષમતા, અધિકારનો યોગ, પત, પ્રતિષ્‍ઠા, સામાજિક યશ, કીર્તિ, શાસન દ્વારા થનારું સન્‍માન, પ્રતિકૂળતાના વિરોધમાં લડવાની ક્ષમતા, રાજકારણ, યજ્ઞયાગ, સામર્થ્‍ય, સંન્‍યાસ ઇત્‍યાદિનું ભાન થાય છે.

 

૬. કુંડળીમાંનું કર્મસ્‍થાન (દશમ સ્‍થાન) દર્શાવનારી આકૃતિ

 

૭. જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર પ્રત્‍યેક કર્મ સાથે સંબંધિત રહેલા ગ્રહ

૭ અ. શનિ

વ્‍યક્તિના સ્‍વકર્મનો સ્‍વામી ‘શનિ’ ગ્રહ છે.

૭ આ. રવિ

પિતૃકર્મનો (પિતાના શુભ-અશુભ પૂર્વ કર્મો) સ્‍વામી ‘રવિ’ ગ્રહ છે.

૭ ઇ. ચંદ્ર

માતૃકર્મનો (માતાના શુભ-અશુભ પૂર્વ કર્મો) સ્‍વામી ‘ચંદ્ર’ ગ્રહ છે.

૭ ઈ. શુક્ર

પતિ-પત્ની સંબંધિત પૂર્વકર્મોનો સ્‍વામી ‘શુક્ર’ ગ્રહ છે. તેવી જ રીતે સંપૂર્ણ કુળનું પૂર્વકર્મ દર્શાવનારો સ્‍વામી પણ ‘શુક્ર’ જ છે.

૭ ઉ. ગુરુ

સંતતિ સંબંધિત પૂર્વકર્મોનો સ્‍વામી ‘ગુરુ’ ગ્રહ છે.

૭ ઊ. મંગળ

વાસ્‍તુ દોષ અથવા ભૂમિ દોષ સાથે સંબંધિત કર્મોનો સ્‍વામી ‘મંગળ’ ગ્રહ છે.

 

૮. કર્મસ્‍થાનના કારક ગ્રહ, અર્થાત્ તે
સ્‍થાનમાં મહત્વ ધરાવનારા ગ્રહ અને તે ગ્રહ સાથે સંબંધિત વ્‍યક્તિ

કર્મસ્‍થાનના કારક ગ્રહ રવિ, શનિ, બુધ અને ગુરુ છે.

૮ અ. કર્મસ્‍થાનના કારક ગ્રહ

૮ અ ૧. રવિ

આત્‍મિક તેજનો કારક ગ્રહ ‘રવિ’ કર્મસ્‍થાનમાં શુભ હોય તો તે વ્‍યક્તિ ઉત્તમ નેતૃત્‍વ કરે છે. આ વ્‍યક્તિ સત્તાની પસંદગી દર્શાવે છે.

૮ અ ૨. શનિ

કર્મનો કારક ગ્રહ ‘શનિ’ કર્મસ્‍થાનમાં જો શુભ હોય તો વ્‍યક્તિ કઠોર પરિશ્રમ દ્વારા ફળપ્રાપ્‍તિ કરનારી, તેમજ અન્‍યો દ્વારા કર્મ કરાવી લેનારી હોય છે.

૮ અ ૩. બુધ

બુદ્ધિનો કારક ગ્રહ ‘બુધ’ કર્મસ્‍થાનમાં શુભ હોય તો તે વ્‍યક્તિ અભ્‍યાસુ વૃત્તિથી અને તર્કશાસ્‍ત્રનો વિચાર કરીને કૃતિ કરનારી હોય છે.

૮ અ ૪. ગુરુ

વિદ્યા અને જ્ઞાનનો કારક ગ્રહ ‘ગુરુ’ કર્મસ્‍થાનમાં હોય તો વ્‍યક્તિ આધ્‍યાત્‍મિક પ્રગતિ કરનારી, જ્ઞાનનો પ્રસાર કરનારી અને શુભ કર્મો કરનારી હોય છે.

૮ અ ૫. મંગળ

કર્મસ્‍થાનમાંનો શુભ મંગળ વ્‍યક્તિ માટે ક્રાંતિકારી પુરવાર થાય છે.

૮ આ. કારક ગ્રહ સાથે સંબંધિત દેવતા, સંત અને કેટલીક માન્‍યવર વ્‍યક્તિઓ

૮ આ ૧. કર્મસ્‍થાનમાં રવિ રહેલા

પ્રભુ શ્રીરામચંદ્ર, આદ્ય શંકરાચાર્ય, સંત રામદાસ સ્‍વામી, બિડકર મહારાજ, નેતાજી સુભાષચંદ્ર બોસ, મહર્ષિ ધોંડો કેશવ કર્વે, સુપ્રસિદ્ધ હૃદયરોગ તજ્‌જ્ઞ ડૉ. નિતુ માંડકે, પંડિત શૌનક અભિષેકી ઇત્‍યાદિ.

૮ આ ૨. કર્મસ્‍થાનમાં શનિ રહેલા

જ્‍યેષ્‍ઠ તત્વજ્ઞ જે. કૃષ્‍ણમૂર્તિ, ગુરુનાનક, સંન્‍યાસી, સ્‍વામી, કરપાત્રી મહારાજ, સ્‍વામી વિવેકાનંદ, મેહરબાબા, પ.પ. શ્રીધર સ્‍વામી, સંત વાઙ્મ્યના અભ્‍યાસક લે. રા. પાંગારકર, ઇતિહાસ સંશોધક વિ.કા. રાજવાડે, પ્રસિદ્ધ સિનેદિગ્‍દર્શક ભાલજી પેંઢારકર, મા. યશવંત ચવ્‍હાણ ઇત્‍યાદિ.

૮ આ ૩. દશમમાં બુધ રહેલા

પ્રભુ શ્રીરામચંદ્ર, સંત રામદાસ સ્‍વામી, ‘ભૂદાન ચળવળ’ના જનક આચાર્ય વિનોબા ભાવે, નેતાજી સુભાષચંદ્ર બોસ, ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલબહાદૂર શાસ્‍ત્રી, રાષ્‍ટ્રપતિ સર્વપલ્‍લી રાધાકૃષ્‍ણન્, પદ્મવિભૂષણ પ્રાપ્‍ત જ્‍યેષ્‍ઠ શાસ્‍ત્રજ્ઞ ડૉ. વામન પટવર્ધન, ઇતિહાસ તજ્‌જ્ઞ વાસુદેવશાસ્‍ત્રી ખરે, ઇતિહાસ સંશોધક પુ.ના. ઓક, મહર્ષિ ધોંડો કેશવ કર્વે ઇત્‍યાદિ.

૮ આ ૪. દશમમાં ગુરુ રહેલા

સંત રામદાસ સ્‍વામી, શ્રી સ્‍વામી સમર્થ, સ્‍વામી લોકનાથ તીર્થ, ખગોળશાસ્‍ત્રજ્ઞ ડૉ. જયંત નારળીકર, મહર્ષિ ધોંડો કેશવ કર્વે, ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ઇત્‍યાદિ.

 

૯. કર્મસ્‍થાનમાંના ગ્રહ સ્‍વગૃહમાં હોવા

કુંડળીમાંના કર્મસ્‍થાનનો અધિપતિ કર્મસ્‍થાનમાં, અર્થાત્ સ્‍વગૃહમાં હોય, તો વ્‍યક્તિ કતૃત્‍વવાન હોય છે. એવા કેટલાકનાં નામો આગળ જણાવ્‍યા છે.

નામ કર્મસ્‍થાનમાંની રાશિ કર્મસ્‍થાનમાંનો સ્‍વગ્રહ
૧. શ્રી બ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ મંગળ
૨. સંત રામદાસ સ્‍વામી ૧૨ ગુરુ
૩. સ્‍વામી લોકનાથ તીર્થ ૧૨ ગુરુ
૪. ગુરુદેવ રાનડે શુક્ર
૫. આચાર્ય વિનોબા ભાવે બુધ

૧૦. દશમસ્‍થાનના અનુષંગથી
કુંડળીમાનાં સ્‍થાનોનો વિચાર દર્શાવનારી આકૃતિ

 

૧૧. જન્‍મકુંડળી ૬૫ ટકા
‘પ્રારબ્‍ધકર્મ’ અને ૩૫ ટકા ‘ક્રિયમાણકર્મ’ દર્શાવે છે !

વ્‍યક્તિની જન્‍મકુંડળી ‘વ્‍યક્તિ પૂર્વજન્‍મના કયા કર્મોનું પોટલું લઈને જન્‍મી છે ? અને આ જન્‍મમાં તે પોટલામાંનો કેવો ભોગ અને ઉપભોગ ભોગવવાનો છે ?’, એ દર્શાવે છે. ભલે કર્મને પ્રતિસાદ આપવાનું કામ નિયતી કરતી હોય, તો પણ સદ્‌સદ્‌વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને અને ઈશ્‍વરી અધિષ્‍ઠાન રાખીને કર્મ કરવાથી ઈશ્‍વરપ્રાપ્‍તિ થઈને સત્-ચિત્-આનંદની પ્રાપ્‍તિ થાય છે. કુંડળીમાંના પૂર્વકર્મો અનુસાર મળેલી બાબતો (પ્રારબ્‍ધકર્મ) ૬૫ ટકા, જ્‍યારે આ જન્‍મમાં કરવાની બાબતો (ક્રિયમાણ કર્મ) ૩૫ ટકા હોય છે.

 

૧૨. પૂર્વકર્મો અનુસાર મળેલી બાબતો દર્શાવનારાં કુંડળીમાંનાં સ્‍થાનો

૧૨ અ. પ્રથમ સ્‍થાન

આના પરથી ‘વ્‍યક્તિનો રંગરૂપ, તેમજ ઊંચાઈ કેટલી હશે ?’, તે સમજાય છે.

૧૨ આ. દ્વિતીય સ્‍થાન

પોતાના કુટુંબીજનો કેવા હશે ? કૌટુંબિક ધન મળશે શું ?

૧૨ ઇ. તૃતીય સ્‍થાન

ભાઈ-ભાંડુ કેટલા અને કેવા હશે ?

૧૨ ઈ. ચતુર્થ સ્‍થાન

કયા માતા-પિતાના પેટે જન્‍મ લેશો ? ગૃહસુખ કેવું હશે ?

૧૨ ઉ. પંચમ સ્‍થાન

શિક્ષણ માટે રુચિ, તેમજ સંતતિની સંખ્‍યા અને તે કેવી હશે ? પ્રેમસંબંધ કેવા હશે ?

૧૨ ઊ. ષષ્‍ઠ સ્‍થાન

સંભાવ્‍ય બીમારી અને અનુવંશિકતા

૧૨ એ. સપ્‍તમ સ્‍થાન

પતિ અથવા પત્નીનું સુખ કેટલું મળશે ?

૧૨ ઐ. અષ્‍ટમ સ્‍થાન

આયુષ્‍ય કેટલું હશે ?

કુંડળીમાંના ૧૨ માંથી ૮ સ્‍થાનો, અર્થાત્ ૬૫ ટકા ભાગ ‘પ્રારબ્‍ધ’ દર્શાવે છે અને વધેલા ૪ સ્‍થાનો ‘ક્રિયમાણ કર્મ’ દર્શાવે છે. આ જન્‍મમાં વ્‍યક્તિ જે કર્મ કરશે, તેને ભાગ્‍યસ્‍થાનનો સંગાથ મળીને તેણે શુદ્ધ ભાવનાથી કરેલાં કર્મો અનુસાર તેને થનારા લાભ અને વ્‍યયનો ક્રમવાર લાભસ્‍થાન અને વ્‍યયસ્‍થાન પરથી અભ્‍યાસ કરવામાં આવે છે.

 

૧૩. કર્મસ્‍થાનને પોષક રહેલાં અન્‍ય સ્‍થાનો

કર્મસ્‍થાનનો વિચાર કરતી વેળાએ અકર્મકર્મ થવા માટે કુંડળીમાંના આગળના ત્રણ સ્‍થાનોનો વિચાર કરવો આવશ્‍યક છે.

૧૩ અ. તૃતીય સ્‍થાન એ કર્મસ્‍થાનનું ષષ્‍ઠ સ્‍થાન !

તૃતીય સ્‍થાન પરથી ભાઈ-ભાંડુ, પાડોશી, પરાક્રમ ઇત્‍યાદિનો અભ્‍યાસ કરવામાં આવે છે. ષષ્‍ઠ સ્‍થાન પરથી સ્‍પર્ધક, શત્રુ, રોગ ઇત્‍યાદિનો અભ્‍યાસ કરવામાં આવે છે. તૃતીય સ્‍થાન એ કર્મસ્‍થાનનું ષષ્‍ઠ સ્‍થાન હોવાથી યોગ્‍ય કર્મ થવા માટે ભાઈ-ભાંડુ, તેમજ પાડોશીઓની સંગત સારી હોવી અને યોગ્‍ય પરાક્રમ થવો આવશ્‍યક હોય છે. જ્‍યારે એકાદ વ્‍યક્તિ પોતાને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે, ત્‍યારે અનેક સ્‍વભાવદોષોને કારણે તે અજાણપણે કર્મબંધનમાં અટવાય છે. એ માટે જ તૃતીય સ્‍થાન એ કર્મસ્‍થાનનું શત્રુ સ્‍થાન છે.

૧૩ આ. ચતુર્થ સ્‍થાન એ કર્મસ્‍થાનનું સપ્‍તમ સ્‍થાન !

ચતુર્થ સ્‍થાન પરથી માતા, મન, સુખ ઇત્‍યાદિનું ભાન થાય છે. સપ્‍તમ સ્‍થાન પરથી સહચારીની જાણ થાય છે. વ્‍યક્તિના હાથે યોગ્‍ય કર્મ થવા માટે તેની નિરંતર સાથે  રહેનારું તેનું ‘મન’ એ સહચારી હોય છે. પ્રત્‍યેક કર્મ કરતી વેળાએ બાહ્ય મનને બદલે અંતર્મનની સહાયતા લેવાથી હાથથી યોગ્‍ય કર્મ થવા પામે છે.

૧૩ ઇ. પંચમ સ્‍થાન એટલે કર્મસ્‍થાનનું અષ્‍ટમ સ્‍થાન !

પંચમ સ્‍થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્‍મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્‍ટમ સ્‍થાન મૃત્‍યુ દર્શાવે છે. યોગ્‍ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્‍યક્તિ જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.

કુંડળીમાંના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર ત્રિકોણોના માધ્‍યમ દ્વારા વ્‍યક્તિ ઈશ્‍વરનાં ચરણોમાં નતમસ્‍તક થવાનો પ્રયત્ન કરે છે. તે માટે વ્‍યક્તિના હાથે યોગ્‍ય કર્મ થવું આવશ્‍યક છે.’

– સૌ. પ્રાજક્તા જોશી, ‘જ્‍યોતિષ ફલિત વિશારદ’ અને મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયના જ્‍યોતિષ વિભાગ-પ્રમુખ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૩૧.૭.૨૦૧૯)

Leave a Comment