વિજયશ્રીની ગૌરવશાળી પરંપરા જાળવનારી પ્રાચીન ભારતીય શસ્‍ત્રાસ્‍ત્રવિદ્યા !

Article also available in :

પ્રાચીન કાળમાં કોઈપણ વાત જ્‍યારે વિશિષ્‍ટ રીતથી, વિશિષ્‍ટ નિયમોના આધાર પર તર્કશુદ્ધ રીતે પ્રસ્‍તુત કરવામાં આવે છે, ત્‍યારે તેને ‘શાસ્‍ત્ર’ એવી સંજ્ઞા પ્રાપ્‍ત થાય છે. આપણા પૂર્વજોએ પાકશાસ્‍ત્ર, વૈદ્યકશાસ્‍ત્ર, નાટ્યશાસ્‍ત્ર, સંગીતશાસ્‍ત્ર, ચિત્રશાસ્‍ત્ર, ગંધશાસ્‍ત્ર ઇત્‍યાદિ અનેક શાસ્‍ત્રોનો અભ્‍યાસ કરેલો જોવા મળે છે. આ અનેક શાસ્‍ત્રોમાંથી ‘શસ્‍ત્રાસ્‍ત્રવિદ્યા’ આ પણ એક શાસ્‍ત્ર છે. પહેલાં શલ્‍યચિકિત્‍સા માટે આવા કેટલાંક વિશિષ્‍ટ શસ્‍ત્રોનો ઉપયોગ થતો હતો. દશેરા નિમિત્તે રાજાઓ અને સામંતો તેમજ સરદાર લોકો પોતપોતાના શસ્‍ત્રો અને ઉપકરણો સ્‍વચ્‍છ કરીને તે હરોળમાં મૂકે છે અને તેમની પૂજા કરે છે. ખેડૂતો અને કારીગરો પણ પોતપોતાના ઉપકરણો અને હથિયારોની પૂજા કરે છે. તે નિમિત્તે પ્રાચીન શસ્‍ત્રાસ્‍ત્રોનું લખાણ આપી રહ્યા છીએ. હિંદુઓને શસ્‍ત્રાસ્‍ત્રવિદ્યાનું પુનર્સ્‍મરણ થાય, એ જ આ લખાણ પ્રસિદ્ધ કરવા પાછળનો હેતુ છે.

 

૧. ધનુર્વેદ

શસ્‍ત્રાસ્‍ત્રો અને યુદ્ધ, રથ, અશ્‍વદળ, વ્‍યૂહરચના આ વિશેનું એકત્રિત જ્ઞાન જે ઠેકાણે મળે છે, તેને ‘ધનુર્વિદ્યા’ કહે છે.

૧ અ. ધનુર્વેદના આચાર્યોમાં પરશુરામજીનું સ્‍થાન મહત્વનું છે.

૧ આ. ધનુર્વેદના ચતુષ્‍પાદ : મુક્ત, અમુક્ત, મુક્તામુક્ત અને મંત્રમુક્ત

૧ ઇ. ધનુર્વેદનાં ઉપાંગો : શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, ગંધ, રસ, દૂર, ચલ, અદર્શન, પૃષ્‍ઠ, સ્‍થિત, સ્‍થિર, ભ્રમણ, પ્રતિબિંબ અને લક્ષ્યવેધ.

 

૨. યુદ્ધના પ્રકાર

મંત્રાસ્‍ત્રો દ્વારા કરવામાં આવનારું યુદ્ધ ‘દૈવિક’, તોપો અથવા બંદૂકો દ્વારા કરવામાં આવનારું યુદ્ધ ‘માયિક અથવા આસુર’ અને હાથમાં શસ્‍ત્રાસ્‍ત્રો લઈને કરવામાં આવનારા યુદ્ધને ‘માનવ’ સમજવામાં આવે છે.

 

૩. અસ્‍ત્રોના પ્રકાર

દિવ્‍ય, નાગ, માનુષ અને રાક્ષસ

 

૪. આયુધો

ધર્મપૂર્વક પ્રજાપાલન, સાધુ-સંતોનું રક્ષણ અને દુષ્‍ટોનું નિર્દાલન આ ધનુર્વેદનું પ્રયોજન છે.

૪ અ. ધનુષ્‍ય

૪ અ ૧. ધનુષ્‍યના પ્રકાર

અ. શાંર્ગ : ત્રણ ઠેકાણે વાંકું વળેલું ધનુષ્‍ય

આ. વૈણવ : ઇંદ્રધનુષ્‍યની જેમ નમેલું ધનુષ્‍ય

ઇ. શસ્‍ત્ર : એક વિતસ્‍તિ (વેંતનું) (૧૨ આંગળીની પહોળાઈ જેટલું અંતર, એટલે એક વેંત.) પ્રમાણના બાણોને ફેંકનારું, બે હાથ લાંબું ધનુષ્‍ય

ઈ. ચાપ : બે ચાપ લગાડેલું ધનુષ્‍ય

ઉ. દૈવિક, માનવ અને નિકૃષ્‍ટ : સાડાપાંચ હાથ લંબાઈનું ધનુષ્‍ય ‘દૈવિક’, ચાર હાથનું ધનુષ્‍ય ‘માનવ’ અને સાડાત્રણ હાથનું ધનુષ્‍ય ‘નિકૃષ્‍ટ’ સમજવામાં આવે છે.

ઊ. વિવિધ ધાતુઓમાંથી બનાવેલું ધનુષ્‍ય : લોહ (લોખંડ), રજત (ચાંદી), તાંબું, કાષ્‍ઠ (લાકડું)

એ. ધનુષ્‍યની પ્રત્‍યંચા : ધનુષ્‍યની પ્રત્‍યંચા રેશમથી વીંટેલી હોય છે અને તે હરણું, ભેંસ કે ગાયના સ્‍નાયુથી તેમજ ઘાસથી બનાવવામાં આવે છે. આ પ્રત્‍યંચાને કદીપણ ગાંઠ પડવી યોગ્‍ય નથી હોતું.

૪ આ. બાણ

૪ આ ૧. બાણના પ્રકાર

અ. સ્‍ત્રી : ટોચનો ભાગ જાડો અને પહોળો હોય છે. ઘણે દૂર સુધી જઈ શકે છે.

આ. પુરુષ : પૃષ્‍ઠભાગ જાડો હોય છે. દૃઢ લક્ષ્યભેદ કરે છે.

ઇ. નપુંસક : એકસરખો હોય છે. સાદો લક્ષ્યભેદ કરવામાં આવે છે.

ઈ. મૂઠની સંખ્‍યા પરથી પડેલા પ્રકાર : ૧૨ મૂઠનો બાણ જ્‍યેષ્‍ઠ, ૧૧ મૂઠના બાણને મધ્‍યમ, જ્‍યારે ૧૦ મૂઠના બાણને નિકૃષ્‍ટ ગણવામાં આવે છે.

ઉ. નારાચ : જે બાણ લોખંડમાંથી બનાવવામાં આવે છે, તેમને ‘નારાચ’ કહે છે.

ઊ. વૈતસ્‍તિક અને નાલીક : પાસેના યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતા બાણોને ‘વૈતસ્‍તિક’ કહે છે. પુષ્‍કળ દૂર અથવા ઊંચાઈ પર રહેલા લક્ષ્યને સાધ્‍ય કરવા માટે ઉપયોગમાં લેવાતા બાણોને ‘નાલીક’ કહે છે.

એ. ખગ : આમાં અગ્‍નિચૂર્ણ અથવા દારૂગોળો ભરેલો હોય છે. તે વાર પર વિશિષ્‍ટ પદ્ધતિથી ફેંકવાથી પાછો આવે છે.

૪ આ ૨. લક્ષ્યના પ્રકાર : સ્‍થિર, ચલ, ચલાચલ અને દ્વયચલ

૪ ઇ. ચક્ર

સુદર્શનચક્ર એ સૌરશક્તિ પર ચાલનારું એવું ચક્ર હતું, જે લક્ષ્યભેદ કરીને ચલાવનારા પાસે પાછું આવતું હતું.

૪ ઇ ૧. ચક્રના ઉપયોગ : છેદન, ભેદન, પતન, ભ્રમણ, શયન, વિકર્તન અને કર્તન

૪ ઈ. કુન્‍ત

કુન્‍ત એટલે ભાલો. તેનો ડાંડો લાકડાનો, જ્‍યારે ટોચ ધાતુથી બનાવેલી હોય છે.

૪ ઉ. ખડ્‌ગ

અગ્રપૃથુ, મૂલપૃથુ, સંક્ષિપ્‍તમધ્‍ય અને સમકાય

૪ ઊ. છુરિકા

છુરિકા એટલે છરી. આને ‘અસિપુત્રી’ એમ પણ કહે છે.

૪ એ. ગદા

મૃદ્‌ગર, સ્‍થૂણ, પરિઘ ઇત્‍યાદિ પ્રકાર માનવામાં આવે છે.

૪ ઐ. અન્‍ય આયુધો

પરશૂ, તોમર, પાશ, વજ્ર

 

૫. નિયુદ્ધ

યુદ્ધમાં જ્‍યારે સર્વ શસ્‍ત્રાસ્‍ત્રો ખૂટી જાય છે, ત્‍યારે યોદ્ધાઓ હાથપગથી યુદ્ધ કરે છે. આને જ ‘નિયુદ્ધ’ કહે છે.

 

૬. વ્‍યૂહરચના

વ્‍યૂહરચના દ્વારા સૈન્‍યનું રક્ષણ કરવામાં આવે છે.

 

૭. દિવ્‍યાસ્‍ત્રો

૭ અ. દૈવિક

આકાશસ્‍થ વિદ્યુલ્‍લતા (વિજળી)નો ઉપયોગ કરીને જે શક્તિ બનાવવામાં આવે છે, તેને ‘દૈવિક’ કહે છે.

૭ આ. માયાયુદ્ધ

ભુશુંડી, નાતીક ઇત્‍યાદિ આગ્‍નેય અસ્‍ત્રોથી કરેલા યુદ્ધને ‘માયાયુદ્ધ’ કહેવામાં આવે છે.

૭ ઇ. યંત્રમુક્ત અને મંત્રમુક્ત આયુધો

ચતુર્વિદ્ય આયુધોમાં યંત્રમુક્ત અને મંત્રમુક્ત આયુધોની ગણના ધનુર્વેદના ચોથા પાદમાં કરવામાં આવેલી જોવા મળે છે.

૭ ઈ. અગ્‍નિચૂર્ણ, અર્થાત્ દારૂગોળાનો ઉપયોગ પહેલેથી જ થતો આવ્‍યો છે.

૭ ઉ. દિવ્‍ય અસ્‍ત્રો મેળવતી વેળાએ લેવાની કાળજી

આ અસ્‍ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્‍યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્‍ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.

 

૮. તંત્રશાસ્‍ત્ર

જારણ, મારણ, વશીકરણ ઇત્‍યાદિ અનેક બાબતો માટે તંત્રસિદ્ધિ પ્રસિદ્ધ છે. આ બધાયને હવે આપણે કાળો જાદુ (black-magic) કહીયે છીએ.’

(સંદર્ભ : માસિક ‘પ્રસાદ’, માર્ચ ૨૦૧૪)

Leave a Comment