આયુર્વેદ – અનાદિ અને શાશ્‍વત માનવી જીવનનું શાસ્‍ત્ર

Article also available in :

અનુક્રમણિકા

‘આયુર્વેદ’ આ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો છે અને તેનો સંધિવિગ્રહ (આયુઃ) જીવન + વિદ્યા (વેદ) આ રીતે થાય છે. આયુર્વેદનો પ્રારંભ બ્રહ્માથી થયો છે’, એવું માનવામાં આવે છે. આયુર્વેદ અને તેના જેવી વિદ્યાશાખાઓમાંથી ભારતમાં પ્રાચીન કાળથી રહેલા વૈદ્યકીય જ્ઞાનનું ભાન થાય છે. આયુર્વેદ લગભગ ૩૦૦૦ વર્ષોથી ચાલી આવેલી વ્‍યાપક અને ઉત્તુંગ પરંપરા છે. (સંદર્ભ : સંકેતસ્‍થળ)

આયુર્વેદ ભારતીય સંસ્‍કૃતિનો અવિભાજ્‍ય ઘટક છે. આયુર્વેદ અર્થાત્ માનવીનું આયુષ્‍ય વૃદ્ધિંગત કરનારો મૂળમંત્ર છે. આયુર્વેદમાં રોગનિવારણની સાથે જ રોગપ્રતિબંધક ઉપાય પણ સૂચવ્‍યા છે. આયુર્વેદમાં વ્‍યક્તિનો સર્વાંગથી અર્થાત્ તેની પ્રકૃતિના શારીરિક, માનસિક, સામાજિક અને આધ્‍યાત્‍મિક સ્‍તરો પર વિચાર કરવામાં આવે છે. જીવન નિરોગી બનાવવા માટે સદાચાર પાલનનો સંગાથ રહેલી દિનચર્યા, ઋતુચર્યા, તાત્‍કાલિક ગુણ આપનારા અગ્‍નિકર્મ અને વેધનચિકિત્‍સા, શરીર અને મનના સંતુલન માટે યોગાસનો, આહાર-વિહાર, આધ્‍યાત્‍મિક ઉપાય (જપ, હોમ, નામસ્‍મરણ, મંત્રોચ્‍ચારણ), સ્‍વદેશી વસ્‍તુઓનો ઉપયોગ, સંસ્‍કૃતિ અને પર્યાવરણનું રક્ષણ ઇત્‍યાદિ વિષય અંતર્ભૂત કર્યા છે. આટલી વ્‍યાપક દૃષ્‍ટિ રહેલી ચિકિત્‍સા કેવળ આયુર્વેદમાં જ છે.

આયુર્વેદ અર્થાત્ આયુષ્‍યનો વેદ અથવા માનવી જીવનનું શાસ્‍ત્ર. તેમાં શારીરિક, માનસિક, સામાજિક અને આધ્‍યાત્‍મિક સ્‍વાસ્‍થ્‍ય કેવી રીતે જાળવવું તેનું માર્ગદર્શન કર્યું છે. આયુષ્‍ય માટે હિતાવહ અને અહિતાવહ આહાર, વિહાર અને આચારનું વિવેચન કર્યું છે. માનવી આયુષ્‍યનું ધ્‍યેય તેમજ સાચું સુખ કઈ ચીજમાં છે તેનો પણ વિચાર કર્યો છે. તેમજ રોગનાં કારણો, લક્ષણો, ઉપચાર અને રોગ થાય નહીં તે માટે ઉપાય આપેલા છે. આ જ આયખામાં નહીં, જ્‍યારે આગળના જન્‍મોમાં પણ સર્વાંગીણ ઉન્‍નતિ કરીને માનવી જીવનનું અંતિમ ધ્‍યેય, દુઃખથી કાયમનો છૂટકારો અને સચ્‍ચિદાનંદ સ્‍વરૂપની નિરંતર અનુભૂતિ કેવી રીતે મેળવવી તેનું પણ માર્ગદર્શન આયુર્વેદે કર્યું છે. ટૂંકમાં માનવી જીવનનો સર્વાંગીણ વિચાર કરનારું અને યશસ્‍વી, પુણ્‍યમય, દીર્ઘ, આરોગ્‍યસંપન્‍ન જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન કરનારું શાસ્‍ત્ર એટલે આયુર્વેદ.

આયુર્વેદ નિત્‍ય, અનાદિ, શાશ્‍વત અને નિરંતર ગતિમાન એવું શાસ્‍ત્ર છે.

न चैव हि अस्‍ति सुतराम् आयुर्वेदस्‍य पारम् ।

– (ચરકસંહિતા વિમાનસ્‍થાન, અધ્‍યાય ૮, શ્‍લોક ૧૪)

અર્થાત્ આયુર્વેદના જ્ઞાનની સીમા નથી. નિરંતર વૃદ્ધિંગત થવું એ આયુર્વેદનો સ્‍વભાવ જ છે.

सोऽयमायुर्वेदः शाश्‍वतो निर्दिश्‍यते अनादित्‍वात् स्‍वभावसंसिद्ध-लक्षणत्‍वात् ।

– (ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૩૦, શ્‍લોક ૨૫)

અર્થાત્ આયુર્વેદ એ અનાદિ અને પોતે સિદ્ધ હોવાથી શાશ્‍વત છે. આયુર્વેદ અર્થાત્ આયુષ્‍યનો વેદ, આયુષ્‍યનું જ્ઞાન. જે જે શાસ્‍ત્રમાં માનવી આયુષ્‍ય માટે અને આરોગ્‍ય માટે ઉપયુક્ત એવી જાણકારી હોય, તે તે શાસ્‍ત્ર આયુર્વેદમાં જ અંતર્ભૂત થાય છે. એવું પ્રત્‍યેક શાસ્‍ત્ર આયુર્વેદનો અવિભાજ્‍ય વિભાગ છે, એવો પહેલાંના ઋષિ-મુનિઓનો આયુર્વેદ માટેનો વિશાળ દૃષ્‍ટિકોણ હતો. એવા દૃષ્‍ટિકોણ દ્વારા વિચાર કરીએ તો હોમિયોપથી, ઍક્યુપંક્‍ચર, આધુનિક વૈદ્યકશાસ્‍ત્ર, ઇલેક્‍ટ્રોથેરપી, નૅચરોપથી, મેગ્‍નેટોથેરપી ઇત્‍યાદિ શાસ્‍ત્રો આયુર્વેદમાં જ અંતર્ભૂત છે, એવું ધ્‍યાનમાં આવશે. બહુ તો તેમને આયુર્વેદની શાખાઓ કહી શકાશે. આયુર્વેદના વિશાળ વૃક્ષ હેઠળ પ્રત્‍યેક શાખાએ પોતાની વિશિષ્‍ટતા આગ્રહપૂર્વક જાળવી રાખીને પોતપોતાની શાખાનો વિસ્‍તાર કરવો. આ અથાંગ આયુર્વેદનું અધ્‍યયન કરવા માટે તેનાં મૂળતત્વોનું અધ્‍યયન કરવું આવશ્‍યક છે.

‘न अनौषधं जगति किंचित् द्रव्‍यम् उपलभ्‍यते ।’

– (ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૨૬, શ્‍લોક ૧૨)

અર્થાત્ ‘જગત્‌માં એક પણ એવું દ્રવ્‍ય નથી કે, જેનો ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય નહીં’, એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્‍પતિઓના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારાં પરિણામો પરથી કર્યું છે, ઉદા. પીપર (વનસ્‍પતિની સીંગ, એક વસાણાની વસ્‍તુ) ઉષ્‍ણ છે, જ્‍યારે આમળું શીત છે. આનો અર્થ પીપરનું તાપમાન વધારે અને આમળાનું ઓછું છે, એવો નથી. તે સ્‍પર્શથી પણ ઉષ્‍ણ અથવા શીત નથી. ઉષ્‍ણ દ્રવ્‍યો પેશીમાં ચયાપચયની ક્રિયા વધારે છે, જ્‍યારે શીત દ્રવ્‍યો ચયાપચયની ક્રિયા ઓછી કરે છે. ઉષ્‍ણ દ્રવ્‍યોથી શરીરમાંની નલિકાઓ પહોળી થાય છે, જ્‍યારે શીત દ્રવ્‍યોથી નલિકા આકુંચન પામે છે. આયુર્વેદે ગળ્યા, ખાટા, ખારાં, તીખાં, કડવા અને તૂરા સ્‍વાદના અન્‍નનું અથવા દ્રવ્‍યોનું દોષ, ધાતુ અને મળ પર કેવું પરિણામ થાય છે, તેનું સારી રીતે વર્ણન કર્યું છે.

આયુર્વેદમાં કહેલી ઘણી વનસ્‍પતિઓ ગામડામાં પણ મળે છે; તેથી હંમેશાં ઉપલબ્‍ધ વનસ્‍પતિઓનો રોગ નિવારણ માટે અને આરોગ્‍યસંપન્‍ન જીવન જીવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો, તેની જાણકારી આયુર્વેદમાં મળશે.

ચરક સુશ્રુતનાં કાળમાં વનસ્‍પતિઓના અવયવોનો ઔષધ તરીકે ઉપયોગ થતો હતો. ઘણી વનસ્‍પતિઓનાં સંસ્‍કૃત નામો તેમના ગુણ અને કાર્ય દર્શાવે છે, ઉદા. કુષ્‍ઠ વનસ્‍પતિ કુષ્‍ઠ રોગ પર ઉપયોગી છે. બ્રાહ્મી બ્રાહ્મણોની બુદ્ધિ માટે ઉપયોગી, અશ્‍વગંધા ઘોડા જેવી વાસ ધરાવનારી. અશ્‍વ-ઘોડો એ પુરુષતત્વનું પ્રતીક છે; તેથી પુરુષોની જનનેંદ્રિયોને બળદાયક રહેલી વનસ્‍પતિ છે. બાળંતશોપા (સુવાદાણા)ને

સંસ્‍કૃતમાં શતપુષ્‍પા કહે છે. પુષ્‍પ એટલે ફૂલ. આ વનસ્‍પતિ સ્‍ત્રીઓની પુષ્‍પેંદ્રિયો પર અર્થાત્ જનનેંદ્રિયો પર કાર્ય કરે છે. મેદા અને મહામેદાને કારણે શરીરમાંનો મેદ ધાતુ વધે છે અને વજન વધવામાં સહાયતા થાય છે.

 

૧. આયુર્વેદની મહનીય પરંપરા

કાય (દેહ ચિકિત્‍સા), શલ્‍ય (શરીરમાં સાલતું દરદ), શાલાક્ય (ગરદનથી ઉપરના ભાગની ચિકિત્‍સા, ગળું, કાન, નાક, આંખ અને મગજ), બાલ, ગ્રહ, વિષ, રસાયણ અને વાજીકરણ (વીર્યવર્ધક ઔષધપ્રયોગ) આ રીતે આયુર્વેદના આઠ અંગો છે. આયુર્વેદની સર્વ સંહિતા અને સંગ્રહ ગ્રંથમાં બ્રહ્મદેવને આયુર્વેદના આદિપ્રવક્તા કહ્યા છે.

બ્રહ્મદેવે આ વિદ્યા દક્ષ પ્રજાપતિ અને ભાસ્‍કરને પ્રદાન કરી. દક્ષની આયુર્વેદ વિષયક પરંપરામાં સિદ્ધાંતોને અને ભાસ્‍કરની પરંપરામાં ચિકિત્‍સાપદ્ધતિને પ્રાધાન્‍ય હતું. દક્ષ પ્રજાપતિ દ્વારા અશ્‍વિનીકુમારોએ સમગ્ર આયુર્વેદનું અધ્‍યયન કર્યું. અમૃત મેળવવા માટે ઔષધી ચૂંટવી અને યોગ્‍ય સ્‍થાનોએ તેની ઉપજ કરવી, આ અશ્‍વિનીકુમારોનું વિશેષ કાર્ય છે. અશ્‍વિનીકુમારોએ વૃદ્ધ ચ્‍યવનઋષિને તેમની ચિકિત્‍સાથી યુવાની પ્રાપ્‍ત કરાવી આપી, અશ્‍વિનીકુમારોએ જ ઇંદ્રને આયુર્વેદ શીખવ્યું, ઇંદ્રએ ભૃગુ, અંગિરા, અત્રી, વસિષ્‍ઠ, કશ્‍યપ, અગસ્‍ત્‍ય, પુલસ્‍ત્‍ય, વામદેવ, અસિત અને ગૌતમ આ દસ ઋષિઓને આયુર્વેદનું જ્ઞાન કરાવી આપ્‍યું.

ચરકસૂત્ર અને ચરકસંહિતામાં વિશદ કરેલી આયુર્વેદની મહતી

૧. ‘આયુર્વેદ અર્થાત્ દીર્ઘાયુષ્‍ય વિશે વિચાર કરનારો વેદ છે. તેની વ્‍યાખ્‍યા આ પ્રમાણે – ‘तत्रायुर्वेदयतीत्‍यायुर्वेदःयतश्‍चायुष्‍याण्‍याणि च द्रव्‍यगुणकर्माणी वेदयत्‍यतोऽप्‍यायुर्वेदः ।’

અર્થાત્ જે આયુષ્‍યનું જ્ઞાન કરાવે છે, તે આયુર્વેદ છે. તેમજ જે આયુષ્‍ય માટે હિતાવહ અને હાનિકારક એવા દ્રવ્‍યો, ગુણ, કર્મો સમજાવીને કહે છે, તે આયુર્વેદ છે ! (ચરકસૂત્ર ૩૦.૩૩)

૨.  हिताहितं सुखं दुःखं आयुस्‍तस्‍य हिताहितम् ।

मानं च तच्च यत्रोक्‍तम् आयुर्वेदः स उच्‍यते ॥

– ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૧, શ્‍લોક ૪૧

અર્થ: યોગ્‍ય-અયોગ્ય, સુખ-દુઃખનું માનવી આયુષ્‍ય પર શું પરિણામ થાય છે, તેનું માપન જેમાં આપ્‍યું છે, તેને ‘આયુર્વેદ’ કહે છે.

 

૨. હિંદુ ધર્મની અદ્વિતીય દેણ રહેલા આયુર્વેદનું મહત્વ

‘આયુર્વેદ જીવને કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર યમ-નિયમ બંધનોનું આચરણ શીખવીને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિમાં સહાયતા કરનારી ઉપાસના પદ્ધતિ જ છે. તેને કારણે જો પ્રારબ્‍ધને કારણે બીમારી હોય, તો પણ આયુર્વેદમાં કહેલું આચરણ કરવાથી જીવ માટે તે ભોગવવું સહજ થઈને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થયા વિના આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરી લેવી સંભવ છે.

આયુર્વેદ વિલંબથી નહીં, જ્‍યારે તરત જ ગુણ આપનારું શાસ્‍ત્ર !

‘મહર્ષિ વાગ્‍ભટે તેમના ગ્રંથમાં રોગો પર ઉપચાર કરનારા ‘ચિકિત્‍સાસ્‍થાન’ નામક પ્રકરણની રચના કર્યા પછી આ પ્રકરણ વિશે આગળ જણાવેલો શ્‍લોક લખી રાખ્‍યો છે. –

आयुर्वेदफलं स्‍थानम् एतत् सद्योऽर्तिनाशनम् ।

– અષ્‍ટાંગહૃદય, ચિકિત્‍સાસ્‍થાન, અધ્‍યાય ૨૨, શ્‍લોક ૭૩

અર્થ: આ ગ્રંથમાં ચિકિત્‍સાસ્‍થાનમાં કહેલા ઉપચાર તરત જ દુઃખનો નાશ કરનારા છે; તેથી ચિકિત્‍સાસ્‍થાન એ આયુર્વેદનું ફળ છે.

ઘણાં પ્રાચીન સમયથી આયુર્વેદ તરત જ ગુણ આપનારા શાસ્‍ત્ર તરીકે પ્રસિદ્ધ છે.

ગુરુકુલ શિક્ષણપદ્ધતિ લોપ પામવાથી આયુર્વેદનું પરિપૂર્ણ જ્ઞાન ધરાવનારા વૈદ્યોની સંખ્‍યા તુલનામાં ઓછી છે. મોટાભાગના વૈદ્યો રુગ્‍ણોની પ્રકૃતિ, રોગનાં કારણો ઇત્‍યાદિનો વિચાર કર્યા વિના એલોપથી પ્રમાણે આયુર્વેદિક ઉપચાર કરતા હોવાથી અને રુગ્‍ણો પણ પરેજી ઇત્‍યાદિનું સરખું પાલન ન કરતા હોવાથી ‘આયુર્વેદિક ઔષધીથી વિલંબે ગુણ આવે છે’, આ ગેરસમજ રુઢ થઈ છે.’

– વૈદ્ય મેઘરાજ પરાડકર, આયુર્વેદિક ચિકિત્‍સક, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૦.૪.૨૦૧૪)

શ્રી નિષાદ દેશમુખ

 

૩. આયુર્વેદ ઉપચારપદ્ધતિ એ સાધનાપદ્ધતિનો પ્રકાર હોવો

‘સર્વોચ્‍ચ સુખ, અર્થાત્ આનંદ સાધનાથી જ મળી શકે છે’, આ સત્‍ય ઋષિ-મુનિઓને જ્ઞાત હોવાથી તેમણે સાધનાની દૃષ્‍ટિએ વિવિધ પદ્ધતિઓ અને શાસ્‍ત્રો નિર્માણ કર્યા. આયુર્વેદ ઉપાયપદ્ધતિ પણ તેને અપવાદ નથી. તેને કારણે સર્વસામાન્‍ય ઉપાસના પદ્ધતિમાં અંતર્ભૂત રહેલી ગુણવિશેષતાઓ આયુર્વેદમાં પણ જોવા મળે છે. તેનું વિશ્‍લેષણ આગળ જણાવ્‍યું છે.

૩ અ. આયુર્વેદ દ્વારા કાળ અનુસાર અને
પ્રકૃતિ અનુસાર માર્ગદર્શન કરવામાં આવવું

આયુર્વેદમાં જીવને કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર કેવી રીતે આચરણ કરવું અને પાળવાની પરેજી વિશે માર્ગદર્શન કરવામાં આવે છે. ઉદા. કઈ ઋતુમાં કયો અન્‍નપદાર્થ પ્રમુખતાથી અને કેટલા પ્રમાણમાં આરોગવો, વૃદ્ધાવસ્‍થાની દૃષ્‍ટિએ કઈ કાળજી લેવી ઇત્‍યાદિ. આ રીતે જીવ કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર વર્તન કરતો હોવાથી તેને આવશ્‍યક શક્તિ મળીને તેની સાધના શારીરિક, માનસિક અને અન્‍ય બીમારીઓને મટાડવા માટે વ્‍યય થવાને બદલે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે વપરાય છે.

૩ આ. આયુર્વેદમાંના યમ-નિયમોનું પાલન
કરવાથી જીવનો મનોલય થવામાં સહાયતા થવી

આયુર્વેદમાં ઔષધોપચાર સાથે જ પરેજી-પાલનને સર્વાધિક મહત્વ આપવામાં આવે છે. તેથી જીવને ઔષધીઓ સાથે જ વિવિધ યમ-નિયમોનું પાલન કરવું પડે છે. ઔષધીઓના સંદર્ભમાં યમ-નિયમોના પાલનને કારણે જીવનું મન પ્રમાણે વર્તન કરવાનું ઓછું થઈને કેટલાક પ્રમાણમાં મનોલય થવામાં સહાયતા થાય છે.

૩ ઇ. શારીરિક સ્‍તર સાથે જ માનસિક અને
આધ્‍યાત્‍મિક સ્‍તર પરના ત્રાસ ઓછા કરવા માટે સહાયતા કરવી

પ્રાચીન કાળના વૈદ્યોમાં જીવને થઈ રહેલા રોગોનું મૂળ કારણ જાણી લેવાની ક્ષમતા હતી. તેથી તેઓ જીવને વિવિધ મંત્રોથી યુક્ત ઔષધીઓ આપતા. તેથી જીવને શારીરિક સાથે જ માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર થઈ રહેલા ત્રાસ પણ ઓછા થવામાં સહાયતા થતી હતી. આ જ રીતે કઈ કૃતિથી મનને ત્રાસ થઈ શકે છે, તે ન કરવા બાબતે પણ આયુર્વેદમાં માર્ગદર્શન આપ્‍યું છે, ઉદા. સંભોગ કઈ ઋતુમાં કરવો અને ક્યારે ન કરવો ? ઇત્‍યાદિ. ટૂંકમાં આયુર્વેદિક ઉપચારપદ્ધતિને કારણે શારીરિક સ્‍તર સાથે જ માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પરના ત્રાસ ઓછા થાય છે.

૩ ઈ. દેહમાં ઓછું થયેલું તત્વ
મેળવી આપનારી સાધના વિશે માર્ગદર્શન કરવું

અનેક યોગમાર્ગ ઈશ્‍વર સાથે એકરૂપ થવા માટે આવશ્‍યક તત્વ મેળવી આપનારી સાધના કહે છે. તે જ કાર્ય કેટલાક પ્રમાણમાં આયુર્વેદ પણ કરે છે. પંચતત્વ ઈશ્‍વરની પરાશક્તિ છે. જીવમાં રહેલા પંચતત્વોના સમીકરણમાં પલટો થયા પછી જીવના કફ, વાત અને પિત્તમાં વૃદ્ધિ થઈને તેને વિવિધ રોગ થાય છે. આયુર્વેદ આ ત્રણેયનો સમતોલ સાધ્‍ય કરવાનું શીખવે છે, અર્થાત્ પંચતત્વોમાંથી ઓછા રહેલા તત્વની વૃદ્ધિ કરે છે. તેવી જ રીતે આયુર્વેદમાં રહેલા અષ્‍ટતંત્રમાં ‘ભૂતવિદ્યા’ આ એક તંત્ર છે. આ તંત્રમાં દેવ અને ગ્રહ ઇત્‍યાદિને કારણે નિર્માણ થયેલા વિકાર, અર્થાત્ દૈવીશક્તિ ઓછી પડતી હોવાથી નિર્માણ થયેલા વિકાર અને તેમના ઉપચારોનો સમાવેશ છે.

 

૪. પ્રારબ્‍ધને કારણે બીમારી થતી હોય
તો પણ આયુર્વેદ નિર્માણ કરવાનાં કારણો

જીવને થયેલા સર્વ રોગ પ્રારબ્‍ધને કારણે નથી પણ કેટલાક રોગ અયોગ્‍ય ક્રિયમાણને કારણે પણ ઉદ્દભવે છે. પ્રારબ્‍ધ અને ક્રિયમાણ આ બન્‍નેને કારણે નિર્માણ થયેલી બીમારી યોગ્‍ય રીતે ભોગવીને પૂર્ણ કરવા માટે આયુર્વેદનું જ્ઞાન ઈશ્‍વરે સમષ્‍ટિને પ્રદાન કર્યું છે.

 

૫. પ્રારબ્‍ધને કારણે રહેલી
બીમારી પર આયુર્વેદ ઉપચારપદ્ધતિના લાભ

૫ અ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિને કારણે જીવની સાધનાની હાનિ ન થવી

જીવ રોગથી ગ્રસ્‍ત થયા પછી તેના દેહમાં કાર્યરત પ્રાણશક્તિ પહેલા રોગ ઓછો કરવા માટે કાર્યરત થાય છે. રોગના જંતુ જો પ્રભાવશાળી હોય, તો પ્રાણશક્તિને તેમનો પરાભવ કરવો સંભવ ન થવાથી રોગમાં વૃદ્ધિ થાય છે. રુગ્‍ણ સાધના કરનારો હોય, તો તેની મનઃશક્તિ જાગૃત હોય છે. મોટાભાગના રુગ્‍ણો બીમારીને કારણે નિર્માણ થયેલી સ્‍થિતિ સ્‍વીકારી શકતા નથી અને પ્રારબ્‍ધ ભોગ ભોગવીને પૂરા કરવા સાધનાની દૃષ્‍ટિએ વધારે યોગ્‍ય છે તેનું તેમને જ્ઞાન હોતું નથી. તેથી મંદ પ્રારબ્‍ધને કારણે નિર્માણ થનારા રોગ તેઓ મનઃશક્તિના બળ પર દૂર કરે છે. તેથી તેમની પાસે જન્‍મોથી રહેલી સાધનારૂપી શક્તિ વેડફાય છે. આ રીતે રોગ ઇત્‍યાદિ કારણોસર સાધના વેડફવાથી જીવની આધ્‍યાત્‍મિક પ્રગતિ થતી નથી અને ઘણીવાર આધ્‍યાત્‍મિક અધોગતિ પણ થાય છે.

૭૧ ટકા આધ્‍યાત્‍મિક સ્‍તરથી આગળ ‘વિકાર પ્રારબ્‍ધને કારણે થયો છે કે ક્રિયમાણને કારણે’, આ વાત સહેજે સમજાય છે. તેમજ તે સ્‍તર પર જીવનો મનોલય થયેલો હોવાથી અને રોગ ભણી સાક્ષીભાવથી નિહાળતા હોવાથી તેમના મનમાં પ્રારબ્‍ધને કારણે થયેલો રોગ મટાડવાના વિચાર આવતા નથી. ૭૧ ટકા કરતા ઓછું આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવનારા જીવોને રોગ થયા પછી તેમની સાધનાની હાનિ થાય નહીં, તે માટે આયુર્વેદની યોજના બનાવવામાં આવી છે. આયુર્વેદ એ સાધના પદ્ધતિનો એક પ્રકાર હોવાથી તેનું પાલન કરવાથી નિર્માણ થનારી શક્તિ રોગ ઓછો કરવા માટે વપરાય છે અને જીવ કરી રહેલી સાધના રોગ મટાડવા માટે થવાને બદલે જીવની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે વપરાય છે. તેથી આયુર્વેદ ઉપાય પદ્ધતિથી મંદ પ્રારબ્‍ધને કારણે થયેલા રોગ મટી જાય છે, મધ્‍યમ પ્રારબ્‍ધને કારણે થયેલા રોગોની ઝાળ ઓછી થાય છે, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધને કારણે નિર્માણ થયેલા રોગ ભોગવવાની શક્તિ મળીને સાધનાની હાનિ થતી નથી.

૫ આ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિને કારણે જીવ પર
અનિષ્‍ટ શક્તિઓનું  (સૂક્ષ્મમાંનું) આક્રમણ ઓછા પ્રમાણમાં થવું

જીવ બીમાર પડ્યા પછી તેના રજ-તમ ગુણોમાં વૃદ્ધિ થાય છે, તેમજ અનિષ્‍ટ શક્તિઓનો પ્રતિકાર કરવાની શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ક્ષમતા ઓછી થાય છે. તેનો લાભ લઈને અનિષ્‍ટ શક્તિ જીવ પર આક્રમણ કરીને તેના પર નિયંત્રણ મેળવે છે અને આગળ ઘણાં વર્ષ સુધી તેને હેરાન કરતી રહે છે. મૃત્‍યુ સમયે પણ જીવની સ્‍થિતિ કથળી ગયેલી હોય છે. વર્તમાન આધુનિક ચિકિત્‍સા તંત્રજ્ઞાન પદ્ધતિને કારણે જીવની પ્રાણશક્તિ વધારે પ્રમાણમાં અધોગામી થાય છે.

પ્રાણશક્તિ વધારે પ્રમાણમાં અધોગામી થયા પછી દેહમાં વિવિધ ત્‍યાજ્‍ય વાયુઓની નિર્મિતિ થઈને પ્રાણશક્તિનું પ્રમાણ ઓછું થઈને પ્રાણશક્તિવહન સંસ્‍થામાં વિવિધ અડચણો નિર્માણ થાય છે. તેથી લિંગદેહ માટે પ્રાણ ત્‍યજીને છોડી જવું કઠિન બને છે, તેમજ અનિષ્‍ટ શક્તિઓને લિંગદેહ પર નિયંત્રણ મેળવીને તેને લાખો વર્ષ સુધી દાસ બનાવી રાખવાનું સંભવ થાય છે. આનાથી ઊલટું આયુર્વેદ ચિકિત્‍સાને કારણે જીવની પ્રાણશક્તિ વધારે પ્રમાણમાં ઉર્ધ્‍વગામી બને છે. પ્રાણશક્તિ ઉર્ધ્‍વગામી બન્‍યા પછી પ્રાણશક્તિવહન સંસ્‍થામાં પ્રાણશક્તિનો પ્રવાહ કાર્યરત રહેવાથી અડચણો નિર્માણ થતી નથી. તેથી મૃત્‍યુ સમયે પ્રાણશક્તિના જોર (બળ) પર લિંગદેહ દેહને છોડીને સહજતાથી જઈ શકે છે અને તેનું અનિષ્‍ટ શક્તિ સામે રક્ષણ પણ થાય છે.

૫ ઇ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિને કારણે જીવની
દેહબુદ્ધિ ઓછી થવાથી તેને આગળની ગતિ સહેજે મળવી

વર્તમાન આધુનિક ચિકિત્‍સા અને તંત્રજ્ઞાન પદ્ધતિને કારણે જીવનો દેહભાવ જાગૃત રહે છે. તેને કારણે તેને મૃત્‍યુ સમયે દેહ અને તેની સાથે સંકળાયેલી આસક્તિઓનો ત્‍યાગ કરવાનું કઠિન બને છે. આનાથી ઊલટું આયુર્વેદ ઉપચારપદ્ધતિમાંના પ્રાર્થના, મંત્ર, પથ્‍ય જેવી ઉપચારપદ્ધતિઓની જીવના મન પર પરિણામ થઈને તે ઈશ્‍વરી અનુસંધાનમાં રમમાણ થતો હોવાથી જીવને ‘હું અને દેહ જુદા’ આ ભાવ નિર્માણ થઈને દેહબુદ્ધિ ઓછી થવામાં સહાયતા થાય છે. તેથી જીવને મૃત્‍યુ સમયે દેહમાં અટવાઈ જવાને બદલે આગળની ગતિ પ્રાપ્‍ત થવી સહજે શક્ય બને છે.

૫ ઈ. આયુર્વેદ ઉપચારપદ્ધતિને
કારણે જીવની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવામાં સહાયતા થવી

આયુર્વેદ ઉપચારપદ્ધતિને કારણે રોગગ્રસ્‍ત ભાગમાં પણ પ્રાણશક્તિનો સંચાર થતો હોય છે. તેને કારણે જો પ્રારબ્‍ધને કારણે દેહ બીમારી ભોગવતો હોય, તો પણ અનિષ્‍ટ શક્તિઓને રોગગ્રસ્‍ત ભાગ પર આક્રમણ કરીને સ્‍થાન નિર્માણ કરવાનું ફાવતું નથી. આયુર્વેદ ઉપચારપદ્ધતિને કારણે દેહમાં પ્રાણશક્તિનું આવશ્‍યક તે પ્રમાણમાં ઉર્ધ્‍વ અને અધો આ બન્‍ને રીતે સંચારણ થતું હોય છે. ઉર્ધ્‍વગામી પ્રાણશક્તિના પ્રવાહને કારણે કુંડલિનીચક્રો સંવેદનશીલ બને છે. તેને કારણે જીવ બીમાર હોવા છતાં પણ કરી રહેલી સાધનાનું પરિણામ સંબંધિત કુંડલિનીચક્ર પર થવાથી તે ચક્રની જાગૃતિ થઈને જીવને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવાનું શક્ય બને છે. આ સાથે જ અધોગામી પ્રાણશક્તિના પ્રવાહને કારણે વિવિધ વાયુઓની નિર્મિતિ થઈને દેહનું કાર્ય સરખું ચાલવામાં સહાયતા થાય છે. ટૂંકમાં આયુર્વેદ ઉપચારપદ્ધતિને કારણે જીવની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવામાં સહાયતા થાય છે.

૫ ઉ. નિષ્‍કર્ષ

બીમારીરૂપી ખડતર પ્રારબ્‍ધમાં પણ જીવને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ત્રણેય સ્‍તર પર આધાર મળીને તેની સાધના વ્‍યય થવાને બદલે તેને બીમારીમાં પણ સાધના કરીને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવાનું ફાવે તે માટે ઈશ્‍વરે આયુર્વેદનું જ્ઞાન સમષ્‍ટિને આપ્‍યું છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૨.૮.૨૦૧૮, સવારે ૧૨.૫૧)

 

૬. વિકાર પ્રારબ્‍ધને કારણે થતા
હોવા છતાં આયુર્વેદ શા માટે વિશદ કર્યો છે ?

વૈદ્ય મેઘરાજ પરાડકર

૧. ‘અધર્મ જ સર્વ વિકારોનું મૂળ કારણ છે. ‘સત્‍યયુગમાં ધર્મ તેના સત્‍ય, શૌચ, તપ અને દાન આ ચારેય પગ પર ઊભો હતો. તે સમયે કોઈપણ વિકાર ન હતા. ત્રેતાયુગમાં ધર્મનો સત્‍ય આ પગ ઓછો થયો. તેથી અધર્મને કારણે વિકારોની ઉત્‍પત્તિ થઈ. વિકારોને કારણે ઋષિઓની સાધનામાં અડચણો આવવા લાગી. આ અડચણ દૂર થઈને સાધના સારી રીતે કરી શકાય, તે માટે ભરદ્વાજ ઋષિએ ઇંદ્ર પાસેથી આયુર્વેદ શીખી લઈને અન્‍ય ઋષિઓને શીખવ્‍યો.’ (સંદર્ભ: ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૧) તેથી સાધનામાંની વિકારરૂપી અડચણો દૂર કરવા માટે જ આયુર્વેદ પૃથ્‍વી પર અવતર્યો છે.

૨. પ્રારબ્‍ધ ભોગવવા જ પડે છે; પણ સાધનાથી તેની તીવ્રતા અલ્‍પ કરી શકાય છે. તે માટે આયુર્વેદ માં ‘દૈવવ્‍યપાશ્રય ચિકિત્‍સા’ કહી છે. ‘દૈવવ્‍યપાશ્રય ચિકિત્‍સા’ અર્થાત્ ‘નામજપ, મંત્ર, નિયમ, પ્રાયશ્‍ચિત્ત, યજ્ઞ, શાંતિ ઇત્‍યાદિ સાધના.’

૩. સર્વ વિકારો કાંઈ પ્રારબ્‍ધને કારણે હોતા નથી. કેટલાક વિકાર ક્રિયમાણને કારણે પણ થાય છે. આ વિકાર યોગ્‍ય ક્રિયમાણથી ટાળી શકાય અથવા થયેલા વિકાર મટી જાય, તે માટે આયુર્વેદ છે.

૪. આ જન્‍મમાંનું ક્રિયમાણ અર્થાત્ આગળના જન્‍મમાંનું પ્રારબ્‍ધ. તેથી આ જન્‍મમાં ક્રિયમાણમાં ભૂલ થાય નહીં અને આગળના જન્‍મમાં પ્રારબ્‍ધનો ઝાળ લાગે નહીં, તે માટે આયુર્વેદ અનુસાર આચરણ કરવું.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૨.૮.૨૦૧૮)

 

૭. બીમારીનું મૂળ કારણ શોધીને ઉપચાર કહેનારો આયુર્વેદ !

આધુનિક વૈદ્યકશાસ્‍ત્ર આયુર્વેદ
૧. ઔષધીઓનું પરિણામ ઔષધીઓ રસાયણિક અને કૃત્રિમ હોવાથી વધારે સમય માટે સેવન કરતા રહીએ, તો શરીરમાંના અવયવો નકામા બની જવા. આમાં વાપરવામાં આવતી વનસ્‍પતિઓનું માનવી શરીર સાથે સાધર્મ્‍ય હોવાથી કોઈપણ દુષ્‍પરિણામ થયા વિના શરીર પૂર્ણ રીતે તેનું પચન કરી શકવું.
૨. ઔષધીઓનું પરિણામ શેના પર થાય છે ભૌતિક શરીર શરીર અને મન
૩. ચિકિત્‍સા કરવાની પદ્ધતિ કેવળ લક્ષણો અનુસાર ચિકિત્‍સા કરવામાં આવે છે. આયુર્વેદ, ઉપવેદ હોવાથી બીમારીની વાત, પિત્ત અને કફ પ્રધાન પ્રકૃતિ અનુસાર મૂળ કારણ પર ઉપાય કરીને સ્‍વાસ્‍થ્‍ય પ્રસ્‍થાપિત કરી શકાય છે.
૪. અધિદૈવિક ચિકિત્‍સા, તેમજ ગ્રહબાધા પરની ચિકિત્‍સા ન હોવી હોવી
૫. ‘ગર્ભધારણા પહેલાં જ સ્‍ત્રી બીજ અને પુરુષ બીજ સારવાન (ઉત્તમ પ્રતિના) હોવા ‘તે માટેની ચિકિત્‍સા ન હોવી પ્રજોત્‍પાદન દ્વારા ભાવિ પેઢી સુદૃઢ બનાવવા માટે ગર્ભધારણા પહેલાં જ સ્‍ત્રી બીજ અને પુરુષ બીજ સારવાન બને, તેમજ ગર્ભધારણા થયા પછી પ્રત્‍યેક માસમાં ઉકાળા દ્વારા ગર્ભનું ઉત્તમ પોષણ થઈને ગર્ભ સુદૃઢ થવો,’ તે માટે ઉપાયયોજના કહી છે.

 

૮. આયુર્વેદને ભૂલી જઈને પોતાની અને દેશની હાનિ કરનારા ભારતીઓ !

આપણે ત્‍યાં સ્‍વદેશી ઔષધી અર્થાત્ આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્‍તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્‍યાસ કરીને, ખડતર તપશ્‍ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્‍ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.

(સંસ્‍કૃતિ દર્શન: વૈદ્ય સુવિનય દામલે, કુડાળ, સિંધુદુર્ગ.)

Leave a Comment