ઑનલાઈન સત્‍સંગોનું ચિત્રણ કરવા માટે વિવિધ ઉપકરણોની આવશ્‍યકતા !

વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ માટે ધર્મકાર્યમાં સહભાગી થવાની સોનેરી તક !

‘વર્તમાનમાં સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિના સંયુક્ત વિદ્યમાનથી ‘ફેસબુક’ અને ‘યુ-ટ્યૂબ’ આ સામાજિક પ્રસારમાધ્‍યમો દ્વારા ‘નામજપ સત્‍સંગ’, ‘બાલસંસ્‍કારવર્ગ’, ‘ભાવસત્‍સંગ’, તેમજ ‘ધર્મસંવાદ’ આ ‘ઑનલાઈન સત્‍સંગ શૃંખલા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સત્‍સંગોને કારણે લાખો જિજ્ઞાસુઓને અધ્‍યાત્‍મ, રાષ્‍ટ્ર, ધર્મ, ભારતનો ગૌરવશાળી ઇતિહાસ, તહેવાર અને વ્રતો, ધાર્મિક ઉત્‍સવ, બાલસંસ્‍કાર, આયુર્વેદ, જ્‍યોતિષ, વાસ્‍તુશાસ્‍ત્ર, દૈનંદિન આચાર-વિચારોનું શાસ્‍ત્ર આ સાથે જ અનેક વિષયોના સંદર્ભમાં ઘરબેઠાં જ્ઞાન પ્રાપ્‍ત થઈ રહ્યું છે. અખિલ માનવજાતિને જ્ઞાનામૃતનું પાન કરાવનારા આ સત્‍સંગો માટે જિજ્ઞાસુઓ દ્વારા દિવસે દિવસે ઉત્‍સ્‍ફૂર્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

કોઈપણ આર્થિક પીઠબળ ન હોવા છતાં સમાજહિત માટે ચાલુ રહેલા સદર ‘ઑનલાઈન’ સત્‍સંગોના ચિત્રણની સેવા અવિરત ચાલુ છે. આ સત્‍સંગોના ચિત્રણ માટે આગળ જણાવેલાં ઉપકરણોની આવશ્‍યકતા છે.

ઉપકરણનું નામ આસ્‍થાપન/મૉડેલ આવશ્‍યક સંખ્‍યા મૂલ્‍ય કુલ મૂલ્‍ય
૧. ડી.એસ્.એલ્.આર્. કૅમેરા Canon 1500D(‘લેન્‍સ’ અને ઉપકરણો સાથે) ૪૫૦૦૦ ૪૫૦૦૦
૨. ભ્રમણભાષ Samsung M31s ૧૯૫૦૦ ૩૯૦૦૦
૩. એલ્‌ઈડી ફ્‍લડ લાઈટ્‌સ Sturlite 100W 3500K ૧૨ ૨૦૦૦ ૨૪૦૦૦
૪. પાર્શ્‍વભૂમિના પડદાનો સંચ (બૅકડ્રોપ સેટ) આછા વાદળી રંગનું કાપડ (સ્‍ટૅંડ સાથે) ૩૫૦૦ ૧૦૫૦૦
૫. દીવા માટે સ્‍ટૅંડ ૧૨ ૮૦૦ ૯૬૦૦
૬. માઈક ડ્યુઅલ ઇનપુટ લેપલ માઈક ૧૭૦૦ ૮૫૦૦
૭. ટ્રાયપૉડ સ્‍ટૅંડ DigiteK DTR 550LW ૧૭૫૦ ૭૦૦૦
૮. ભ્રમણભાષનો હોલ્‍ડર ૫૦૦ ૩૦૦૦
૯. માઈક સિંગલ ઇનપુટ લેપલ માઈક ૮૦૦ ૧૬૦૦
૧૦. ઑક્સ એક્સટેન્‍શન ૩૫૦૦ ૧૪૦૦૦
  કુલ ૧૪૯૬૦૦ 

જે વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ ઉપર જણાવેલાં ઉપકરણો અર્પણ સ્‍વરૂપમાં આપી શકે છે અથવા તે વેચાતા લેવા માટે ધનરૂપમાં યથાશક્તિ સહાયતા કરવા માટે ઇચ્‍છુક હોય, તેમણે આગળ જણાવેલા ક્રમાંક પર સંપર્ક કરવો.

નામ અને સંપર્ક ક્રમાંક : સૌ. ભાગ્‍યશ્રી સાવંત – ૭૦૫૮૮૮૫૬૧૦

સંગણકીય સરનામું : [email protected]

ટપાલનું સરનામું : સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧

આ માટે ધનાદેશ આપવો હોય, તો તે ‘સનાતન સંસ્‍થા’ના નામથી કાઢવો.’

 શ્રી. વીરેંદ્ર મરાઠે, વ્‍યવસ્‍થાપકીય વિશ્‍વસ્‍ત, સનાતન સંસ્‍થા. (૧૭.૯.૨૦૨૦)

Leave a Comment