ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં જ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના ગ્રંથનિર્મિતિ કાર્યમાં સહભાગી થઈને શીઘ્ર ઈશ્‍વરી કૃપા માટે પાત્ર બનો !

Article also available in :

૧. રામરાજ્‍યની પ્રજા સાત્ત્વિક હતી; તેથી તેને શ્રીરામ જેવા આદર્શ રાજા મળ્યા. રામરાજ્‍ય જેવું સર્વાંગસુંદર અને આદર્શ એવું હિંદુ રાષ્‍ટ્ર અનુભવી શકાય તે માટે આજનો સમાજ પણ સાત્ત્વિક થવો અનિવાર્ય છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી સંકલિત કરી રહેલા ગ્રંથોમાંના જ્ઞાનથી સમાજ સાત્ત્વિક (સાધક) થઈને તે હિંદુ રાષ્‍ટ્ર માટે પોષક થશે. તેમાંથી જ હિંદુ રાષ્‍ટ્રની સંરચના થવાની છે.

૨. ત્રીજું મહાયુદ્ધ, મહાપૂર ઇત્‍યાદિનાં રૂપમાંના મહાભયંકર એવા આપત્‍કાળમાંથી જો બચી જઈએ, તો જ આપણે હિંદુ રાષ્‍ટ્ર જોઈ શકીશું ! જો આપણે સાધના કરીશું, તો જ આપત્‍કાળમાંથી બચી શકાશે; કારણકે સાધકો પર ભગવાનની કૃપા હોય છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે સંકલિત કરી રહેલા ગ્રંથો દ્વારા સુયોગ્‍ય, વર્તમાન વૈજ્ઞાનિક પેઢીને સહજ રીતે ગળે ઉતરે એવી વૈજ્ઞાનિક પરિભાષામાં અને કાળ અનુસાર આવશ્‍યક સાધનાનું જ્ઞાન મળે છે. તેને કારણે આ ગ્રંથોનું અસાધારણ મહત્ત્વ છે.

૩. જો પ્રત્‍યેકની પ્રકૃતિ અને રુચિ અનુસાર તેને અધ્‍યાત્‍મનું શિક્ષણ મળે, તો તેનામાં સાધનાની રુચિ વહેલા નિર્માણ થાય છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે વિવિધ પાસાંના વિષયો પરના ગ્રંથો સંકલિત કરી રહ્યા હોવાથી તે માધ્‍યમ દ્વારા અનેક જણ પોતપોતાની પ્રકૃતિ અને રુચિ અનુસાર સાધના ભણી વહેલા વળી શકે છે.

૪. હિંદુ રાષ્‍ટ્ર કેટલાંક સહસ્રો વર્ષો ટકશે; પરંતુ ગ્રંથોમાં રહેલું જ્ઞાન અનંત કાળ સુધી ટકનારું હોવાથી જેવી રીતે હિંદુ રાષ્‍ટ્ર વહેલું આવવાની આવશ્‍યકતા છે, તેટલી જ ઉતાવળ ભીષણ આપત્‍કાળનો આરંભ થવા પહેલાં આ ગ્રંથોનું વિમોચન કરવાની પણ છે.

એ માટે જ ‘આ ગ્રંથકાર્યમાં સહભાગી થવું’, એ ઈશ્‍વરી કૃપાની મોટી ઉજાણી જ છે. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉક્‍ટરજીએ સંકલિત કરેલા; પણ હજી સુધી અપ્રકાશિત રહેલા એવા લગભગ ૫૦૦૦ ગ્રંથ છે. આ ગ્રંથોના માધ્‍યમ દ્વારા તેમાંનું જ્ઞાન બને તેટલા વહેલા સમાજ સુધી પહોંચાડવું આવશ્‍યક છે. આ ગ્રંથકાર્યમાં સહભાગી થઈને સહુકોઈએ આ તકનો વધુમાં વધુ લાભ કરી લેવો !

ગ્રંથસેવા અંતર્ગત સંકલન, ભાષાંતર, સંરચના, મુખપૃષ્‍ઠ-નિર્મિતિ, મુદ્રણ ઇત્‍યાદિ વિવિધ સેવાઓમાં સહભાગી થવા માટે ઇચ્‍છુકોએ પોતાની જાણકારી સનાતનના જિલ્‍લાસેવકોના માધ્‍યમ દ્વારા મોકલવી.જેઓને સમાજમાં જઈને સમષ્ટી સાધના કરવી સંભવ નથી, તેઓ સંકલન અને ભાષાંતરની સેવાઓ શીખી લઈને ઘરે રહીને પણ તે કરી શકે છે. ગ્રંથની સેવા કરવી એ પણ પરિણામકારી સમષ્ટી સાધના છે.

સંપર્ક ક્રમાંક : ૮૯૮૦૯૬૮૬૪૦, (૮૩૨) ૨૩૧૨૬૬૪

ઇ-મેલ : [email protected]

ટપાલ માટે સરનામું : સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, રામનાથી, ફોંડા, ગોવા ૪૦૩ ૪૦૧.’

 (પૂ.) સંદીપ આળશી, સનાતનના ગ્રંથોના સંકલક (૨૧.૬.૨૦૨૧)

Leave a Comment