‘ઑનલાઈન સત્‍સંગ શૃંખલા’માંના સર્વ સત્‍સંગ ‘યુ-ટ્યૂબ’ પર ઉપલબ્‍ધ છે – તેનો લાભ લો !

વાચકો, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓને વિનંતિ !

‘ઑનલાઈન સત્‍સંગ શૃંખલા’માંના સર્વ સત્‍સંગ ‘યુ-ટ્યૂબ’ પર
ઉપલબ્‍ધ છે અને તમારા સમય પ્રમાણે આ સત્‍સંગોનો લાભ લો !

‘સમાજને નામજપ ઇત્‍યાદિ સાધનાનું મહત્વ સમજાય, તેમજ રાષ્‍ટ્ર અને ધર્મના કાર્યનો પ્રસાર થાય’, આ દૃષ્‍ટિએ સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ વતી ‘ઑનલાઈન સત્‍સંગ શૃંખલા’ પ્રસારિત કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં અવર-જવર પ્રતિબંધ લાગુ થવાથી ઘેર-ઘેર જઈને અધ્‍યાત્‍મ પ્રસાર કરવામાં મર્યાદા આવી રહી છે. સત્‍સંગોના માધ્‍યમ દ્વારા તેના કરતાં વ્‍યાપક પ્રસાર થઈ રહ્યો છે અને સમાજને આપત્‍કાળમાં પણ નવસંજીવની મળી રહી છે.

કાર્યાલયીન કામોની વ્‍યસ્‍તતા, તેમજ કૌટુંબિક દાયિત્‍વને કારણે કેટલાક જિજ્ઞાસુઓ સત્‍સંગોનો નિયમિત રીતે લાભ લઈ શકતા નથી. ‘આ જિજ્ઞાસુઓ સત્‍સંગોથી વંચિત રહે નહીં’, તે માટે સનાતન સંસ્‍થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ વતી ‘યુ-ટ્યૂબ’ વાહિની પરના (ચૅનલ પરના) ‘પ્‍લે લિસ્‍ટ’ પર આજસુધી (અવર-જવર પ્રતિબંધના સમયગાળામાં) પ્રસારિત થયેલા સર્વ સત્‍સંગ ૨૪ કલાક ઉપલબ્‍ધ કરવામાં આવ્‍યા છે. જિજ્ઞાસુઓ તેમના સમય અનુસાર ગમે ત્‍યારે આ સત્‍સંગો જોઈ શકે છે. બધાએ તેમના સગાંવહાલાં, સ્‍નેહી, કાર્યાલયીન સહકારી ઇત્‍યાદિને આ વિશે જાણ કરીને સત્‍સંગોનો લાભ લેવા માટે પ્રવૃત્ત કરવા.

આગળ જણાવેલી ‘યુ-ટ્યૂબ’ માર્ગિકા પર (લિંક પર) સર્વ સત્‍સંગ ઉપલબ્‍ધ !

http://youtube.com/HinduJagruti

http://youtube.com/SanatanSanstha1

Leave a Comment