કોરોના વિષાણુઓ કારણે નિર્માણ થયેલા આપત્તિજનક સમયમાં હિંદુ ધર્મ અનુસાર આચરણ કરવું સમગ્ર વિશ્વને બંધનકારક થવું

કોરોના વિષાણુઓને કારણે નિર્માણ થયેલા આપત્તિજનક સમયમાં હિંદુ ધર્મ અનુસાર આચરણ કરવું એ સમગ્ર વિશ્‍વને બંધનકારક થયું હોવાથી એમાંથી જ હિંદુ ધર્મ અને સંસ્કૃતિની સર્વ શ્રેષ્ઠતા અને અલૌકિકત્વ પૂરવાર થયું છે.

‘હાલમાં કોરોના વિષાણુઓને કારણે સમગ્ર વિશ્‍વમાં ઊથલપાથલ ચાલુ છે. આ વિષાણુઓએ સહુકોઈને ભયભીત કરી મૂક્યા છે. ‘આવા આપત્તિજનક બનાવોમાંથી ઈશ્‍વર શું શીખવવા માગે છે ? હિંદુ ધર્મ અને ધર્માચરણનું મહત્વ શું ? સાધના કરવા માટે પ્રયત્નોની પરાકાષ્‍ઠા શા માટે કરવી જોઈએ ?’ આ અંગે કેટલાંક સૂત્રો નીચે જણાવ્‍યા છે.

(સદ્‌ગુરુ) શ્રી રાજેંદ્ર શિંદે

 

૧. કોરોના વિષાણુઓના આ સંકટનો સામનો
કરવા માટે ઈશ્‍વરના જ શરણમાં જવું આવશ્‍યક હોવું

‘કોરોના વિષાણુઓના ભયંકર સંકટનો સામનો કરવા માટે ઈશ્‍વરના જ શરણમાં જવું આવશ્‍યક છે’, એવી સ્‍થિતિમાં માનવી મૂકાઈ ગયો છે. આ સંકટના માધ્‍યમ દ્વારા માનવી તેના ભોગ ભોગવી રહ્યો છે. ભોગ ભોગવાની આ પ્રક્રિયામાં માનવી સર્વશક્તિમાન એવા ઈશ્‍વરના શરણે જવાથી કૃપાળુ, દયાવાન અને પ્રીતિસ્‍વરૂપ ઈશ્‍વર તેને ભોગ ભોગવવાની શક્તિ આપે છે. તેના ભોગ સહનશીલ કરે છે.

 

૨. આ આપત્તિના માધ્‍યમ દ્વારા ભગવાને કરેલી કૃપા !

અ. સાર્વજનિક સ્થાનો, શાળા-કોલેજો, આગગાડી, બસ તથા બસ સ્થાનો, મહામાર્ગો ઇત્યાદિ ઠેકાણે સારી રીતે સાફસફાઈ કરવાનો આરંભ કરવામાં આવ્‍યો છે. તેનો સહુને લાભ થવાનો છે.

આ. સાર્વજનિક સ્‍થાનો પર આવવા-જવા પર પ્રતિબંધ હોવાથી પ્રત્‍યેક વ્‍યક્તિ તેનો મોટા ભાગનો સમય કુટુંબીજનોની સાથે જ રહેવાની છે. તેથી તેમની એકબીજા સાથે નિકટતા વધવાની છે.

ઇ. વૈશ્‍વિક મહાસત્તા ધરાવનારા રાષ્‍ટ્રોનો અહંકાર આ સંકટને કારણે અલ્‍પ થવાનો આરંભ થયો. ‘બુદ્ધિ અને સંપત્તિના બળ પર હું કઈ પણ કરી શકું છું’, એવા માનવીના અહંકારમાં ભગવાને એક મોટી તિરાડ પાડી દીધી છે.

 

૩. કોરોના સંકટને કારણે કાળની કસોટી પર
સિદ્ધ થયેલું હિંદુ ધર્માચરણનું મહત્વ, શ્રેષ્‍ઠતા અને અલૌકિકત્‍વ !

૩ અ. શાકાહાર કરવો

ઘણાં લોકોએ માંસાહારી ભોજન બંધ કરીને શાકાહારી ભોજન કરવાનો આરંભ કર્યો છે. તેથી તેમનો તમોગુણી આહાર બંધ થઈ જઈને સત્વગુણી આહાર કરવાનો આરંભ થયો છે.

૩ આ. ઘરનું સાત્‍વિક ભોજન આરોગવું

સાર્વજનિક ઉપાહારગૃહો અને દારૂની દુકાનો બંધ રાખવાથી લોકોનું બહારનું તામસિક ખાવા-પીવાનું બંધ થયું. પરિણામે માનવી ઘરનું સાત્વિક અન્‍ન ગ્રહણ કરતો હોવાથી તેની સાત્વિકતામાં વધારો થશે.

૩ ઇ. ધ્‍યાનધારણા અને યોગ કરવો

આવી આપત્તિજનક પરિસ્‍થિતિનો સામનો કરવા માટે વિશ્‍વની અનેક પ્રખ્‍યાત વિદ્યાપીઠોએ હિંદુ ધર્મએ કહ્યા અનુસાર ‘ધ્‍યાનધારણા અને યોગાસન કરો’ એમ જણાવ્‍યું છે.

૩ ઈ. એકબીજાને મળ્‍યા પછી નમસ્‍કાર કરવો

એકબીજાને મળ્‍યા પછી હસ્‍તધૂનન કરવું, આલિંગન કરવું, ચુંબન લેવા જેવા અયોગ્‍ય પ્રકાર બંધ કરીને માનવી આપમેળેજ હિંદુ ધર્મ અનુસાર ‘નમસ્‍કાર’ કરવા લાગ્‍યો છે. તેથી કોરોના જેવી ચેપી માંદગી સામે રક્ષણ થાય છે જ અને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા લોકોથી પણ રક્ષણ થાય છે અને યોગ્‍ય ધર્માચરણ કરવાથી તેને લાભ પણ થાય છે.

 

૪. ભગવાને જ અલ્‍પ સમયમાં મહાન હિંદુ ધર્મનો આખા વિશ્‍વમાં પ્રસાર કરવો

ભગવાને જ માનવીને હિંદુ ધર્મનો અભ્‍યાસ કરવા માટે ફરજ પાડવી અને અત્‍યલ્‍પ સમયગાળામાં વિશ્‍વભરમાં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ભગવાને માનવી પર કરેલી મોટી કૃપા જ છે જે હિંદુ ધર્માચરણની છે. ભગવાને સદર આપત્તિના માધ્‍યમ દ્વારા જગત્‌ના સર્વ લોકોને પરોક્ષ રીતે હિંદુ કૃતિ શીખવવાનો આરંભ કર્યો છે.

‘સંપૂર્ણ વિશ્‍વમાં હિંદુ ધર્મ એ જણાવેલા સર્વ રીત-રિવાજો કેટલા યોગ્‍ય છે ?’, એનો નવેસરેથી અભ્‍યાસ કરવાનો આરંભ પણ થયો છે. આ પણ કઈ ઓછું નથી ! કારણકે અત્‍યાર સુધી ‘આ સર્વ પછાત વિચાર છે, નાખી દેવા જેવા છે’, એમ સહુ વિદેશી લોકો અને તેમને અધીન થયેલા ભારતમાંના બુદ્ધિપ્રામાણ્‍યવાદીઓ કહેતા હતા. આ એકજ પ્રસંગ દ્વારા ભગવાને તેઓને હિંદુધર્મના આ સંસ્‍કારોનું અને પરંપરાઓનું મહત્વ ધ્‍યાનમાં લાવી દીધું. ભગવાને જ અલ્‍પ સમયમાં મહાન હિંદુ ધર્મનો આખા વિશ્‍વમાં પ્રસાર કર્યો.

આમાંથીજ આગળ જતાં કેટલાક જિજ્ઞાસુઓ હિંદુ સંસ્‍કૃતિનો અભ્‍યાસ કરીને તેનો સ્‍વીકાર કરવાનો આરંભ કરશે. આવી રીતે ‘અનિષ્‍ટમાંથી પણ કશુંક તો સારું જ નીપજે છે. એ આપણને અનુભવવા મળશે. ગીતાના વચન અનુસાર ‘જે થાય છે તે હંમેશાં આપણા ભલા માટે જ થાય છે’, એનો સહુને અનુભવ થશે.

 

૫. વર્તમાનમાં સઘળા વ્‍યવસાય બંધ થઈ જવાથી નાહિંમત
થયેલા માનવીને બાર વતનદાર પદ્ધતિનું મહત્વ ધ્‍યાનમાં આવશે !

કોરોનાની વિપદાને કારણે વર્તમાનમાં સઘળા વ્‍યવસાય બંધ થઈ જવાથી માનવી નિરાશ થતો જાય છે. ‘આપણું શું થશે ?’ એમ તેને લાગે છે. ‘કાલે ઊઠીને ગાડીઓ બંધ થયા પછી ખાવાની ચીજ-વસ્‍તુઓ ક્યાંથી લાવવી ? ગુજારો કેવી રીતે કરશું ?’, એવા મોટા પ્રશ્‍નો તેની સમક્ષ ઊભા છે. તે સમયે ભારતીય સંસ્‍કૃતિમાં જણાવેલી બાર વતનદાર પદ્ધતિનું મહત્વ ધ્‍યાનમાં આવશે. (બાર વતનદારો એટલે સુતાર, ગાયો ચરાવનારા (ગોવાળ), વાળંદ, ધોબી, કુંભાર, ચમાર, તેલી, માછીમાર, લુહાર અને અન્‍ય.)

અગાઉ પ્રત્‍યેક ગામ સ્‍વાવલંબી હતું. ગામની સર્વ આવશ્‍યકતાઓ બને ત્‍યાં સુધી ગામમાંજ પૂરી પાડવામાં આવતી હતી. ગામને અન્‍ય લોકો પર આધારિત રહેવું પડતું નહોતું; પણ માનવી હવે એટલો તો પરાવલંબી થતો ગયો છે કે, જો થોડા સમય માટે વ્‍યવહાર ઠપ થઈ ગયા પછી, હવે તેને જીવવાનું જ આકરું થઈ ગયું છે. તેથી ‘ફરીથી એક વાર ભારતીય પારંપરિક જીવન પદ્ધતિનો અભ્‍યાસ થશે અને તેનું મહત્વ વિશ્‍વને ગળે ઉતરશે ! એમજ કહેવું પડે છે.

 

૬. ભીષણ આપત્કાળમાં છેવટે તો ઈશ્વરની ભક્તિ અને સાધના જ તારી જશે

આ ભયંકર આપત્કાળમાંથી બહાર નીકળવા માટે ‘ભગવાનની ભક્તિ કરવી અને સાધના કરવી’ એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. હવે સમય વેડફવાને બદલે જીવનનું પરમ કલ્‍યાણ કરવા માટે ભગવાને નિયત કરેલા નિયમો પ્રમાણે કૃતિ કરીએ, એટલે કે હિંદુ ધર્મ અનુસાર આચરણ કરીને ભગવાનને શરણ જઈએ અને સાધના કરવા માટે પ્રયત્નોની પરાકાષ્‍ઠા કરીએ. એમાં જ મારું, સમાજનું, રાષ્‍ટ્રનું અને બીજા અર્થમાં વિશ્‍વનું કલ્‍યાણ છે !’

(સદ્‌ગુરુ) શ્રી રાજેંદ્ર શિંદે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ (૧૭.૩.૨૦૨૦ )
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Disclaimer : At the outset, Sanatan Sanstha advises all our readers to adhere to all local and national directives to stop the spread of the coronavirus outbreak (COVID-19) in your region. Sanatan Sanstha recommends the continuation of conventional medical treatment as advised by medical authorities in your region. Spiritual remedies given in this article are not a substitute for conventional medical treatment or any preventative measures to arrest the spread of the coronavirus. Readers are advised to take up any spiritual healing remedy at their own discretion.

Leave a Comment