અધેડ વયના સાધકો, સાધના કરો અને એકલાપણું તેમજ નિરાશા પર માત કરીને આનંદથી જીવન જીવો !

૧. અધેડ વયની વ્‍યક્તિ એકલી પડવાથી તેના જીવનમાં
નિર્માણ થનારી આર્થિક, કૌટુંબિક અને સામાજિક સમસ્‍યાઓ

‘અધેડ વયની વ્‍યક્તિ જ્‍યારે એકલી-અટૂલી પડે છે, અર્થાત્ તેના નજીકના સગાંસંબંધીઓ, ઉદા. દીકરો, દીકરી, પતિ અથવા પત્ની, મિત્રથી દૂર રહેતી હોય, વિદેશમાં રહેતી હોય અથવા કેટલીક કૌટુંબિક સમસ્‍યાઓને કારણે જુદી રહેતી હોય, ત્‍યારે તેમને નિરાશા, અસુરક્ષિતતા, અસ્‍થિરતા અને કૌટુંબિક તેમજ સામાજિક ઉપેક્ષાનું ભાન થાય છે. સદર એકલાપણાને કારણે તેમને જીવવું નથી એમ લાગે છે. ઉતારવયમાં શારીરિક ક્ષમતા ન્‍યૂન થવાથી વ્‍યક્તિ વ્‍યાધિગ્રસ્‍ત બને છે. તેની ઇંદ્રિયો અને અવયવોની ક્ષમતા ધીમે ધીમે ન્‍યૂન થતી જાય છે, અર્થાત્ ‘તે ઇંદ્રિયો આપણાથી દૂર જઈ રહી છે’, એવું તેમને લાગે છે. પોતાના સગાંવહાલાં અને મિત્રો એકેક કરીને દૂર થતા જાય છે, આ નૈસર્ગિક પરિસ્‍થિતિ અધેડ વયની વ્‍યક્તિ દ્વારા સ્‍વીકાર કરી શકાતી નથી. પરિણામે આવી વ્‍યક્તિ પરિસ્‍થિતિ અને અન્‍યોને દોષ આપતા આપતા દુઃખભર્યું અને એકાકીભર્યું સંઘર્ષમય જીવન વેઠતી હોય છે.

અધેડ વયની વ્‍યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્‍નો નિર્માણ થાય છે. કેટલાક અધેડ વયના લોકોએ તેમના દીકરા પાસે સર્વ સંપત્તિ અને કારભાર સોંપેલા હોય છે. તેમના હાથમાં કાંઈ જ રહેલું હોતું નથી અને તેથી તેમને આર્થિક, તેમજ સામાજિક સંકટોનો સામનો કરવો પડે છે. માનવીના જીવનનું ધ્‍યેય આનંદપ્રાપ્‍તિ છે; પણ તેનાથી તે દૂર જાય છે. ‘બાલપણ, યુવાની અને ઘડપણ આ નૈસર્ગિક પ્રક્રિયા તેમજ પરિસ્‍થિતિનો સ્‍વીકાર ન કરવો’, તેને કારણે તેમને જીવન જીવવું નથી, એમ લાગે છે.

 

૨. અધેડ વયની વ્‍યક્તિઓની નિરાશાત્‍મક સ્‍થિતિ
માટે કારણીભૂત રહેલા તેમનામાંના સ્‍વભાવદોષ અને અહંના પાસાં

પરિસ્‍થિતિનો સ્‍વીકાર ન કરવો, અપેક્ષા કરવી, ચિંતા કરવી, પૂર્વગ્રહદૂષિતપણું, ડર લાગવો, અન્‍ય આનંદી અને અધેડ વયની વ્‍યક્તિ સાથે તુલના કરવી, આધારની આવશ્‍યકતા લાગવી, ‘અન્‍યોએ મારું સાંભળવું જોઈએ’, એમ લાગવું, અધિકારવાણીથી બોલવું, અનુભવનો અહં હોવો, કર્તાપણું લેવું, સ્‍વ-વખાણની અપેક્ષા કરવી, ભૂતકાળના કડવા અનુભવનું સ્‍મરણ કરીને પશ્‍ચાત્તાપ કરતા રહેવું, મનોરાજ્‍યમાં રમમાણ થવું, દિવાસ્‍વપ્ન જોવા ઇત્‍યાદિ.

 

૩. સ્‍વભાવદોષ અને અહં-નિર્મૂલન માટે
કૃતિ, મન અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર કરવાના પ્રયત્નો

૩ અ. કૃતિના સ્‍તર પરના પ્રયત્નો

પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા જેવી છે, તેમજ સ્‍વીકારવી, પરિસ્‍થિતિનો સ્‍વીકાર કરીને પોતાની ક્ષમતા અનુસાર શરીર, મન અને બુદ્ધિ કોઈક કૃતિમાં નિરંતર પરોવવી, ઉદા. પ્રતિદિન બને તેટલો વ્‍યાયામ કરવો, પોતાના કામો પોતે કરવા, રસોઈ કરવી, ફરવા જવું, દૂરભાષ પરથી સમવિચારી લોકો સાથે સંપર્કમાં રહેવું, એકાદ છંદમાં પરોવાવું, ભજનો ગાવા, ગીતો ગાવા, આધ્‍યાત્‍મિક અને સંતવાઙ્‌મય નું વાંચન કરવું, નામસ્‍મરણ કરવું, સમાજ માટે અર્થાત્ સમષ્‍ટિ માટે જપ કરવો, ભગવાનને પ્રાર્થના કરવી ઇત્‍યાદિ.

૩ આ. માનસિક સ્‍તર પરના પ્રયત્નો

માનસિક સ્‍તર પરના પ્રયત્નો કરવા માટે પોતાનામાં રહેલા સ્‍વભાવદોષ અને અહંના પાસાં શોધવા, તે વિશે અન્‍યોને પૂછવું, તેની વ્‍યાપ્‍તિ કાઢવી, ‘તે કયા પ્રસંગમાં દેખાઈ પડે છે ?’, આ સર્વેનું ચિંતન કરવું, જે સ્‍વભાવદોષ અથવા અહંને કારણે આપણને વધારે તાણ આવે છે, તે પ્રસંગ વિશે સ્‍વયંસૂચના સત્રો કરવા (આ માટે આગળ સ્‍વયંસૂચનાઓના નમૂના આપ્‍યા છે.) ઇત્‍યાદિ. સ્‍વયંસૂચના સત્રોને કારણે ઓછા સમયગાળામાં સ્‍વભાવદોષ અને અહં-નિર્મૂલન થઈને આપણે આનંદી રહી શકીએ.

૩ આ ૧. સ્‍વયંસૂચનાના કેટલાક નમૂના

અ. ગત… માસથી હું એકલો/લી રહેવાથી મને તાણ આવતો હશે, ત્‍યારે (ચિંતા કરવી/ડર લાગવો/આધારની આવશ્‍યકતા લાગવી) આ સ્‍વભાવદોષોનું મને ભાન થશે અને ભગવાન (જે દેવતા પર અથવા ગુરુદેવ પર શ્રદ્ધા છે, તેમનું નામ) મારી સાથે છે’, એમ ધ્‍યાનમાં લઈને હું નામજપ ચાલુ કરીશ.

આ. મારા / મારાં (પતિ/પત્ની/દીકરો/દીકરી) દૂર રહેતા હોવાથી મને એકલવાયું લાગીને નિરાશા આવતી હશે, ત્‍યારે ‘માયામાંના સંબંધો પ્રારબ્‍ધભોગ સમાપ્‍ત કરવા માટે હોય છે’, આ વાત ધ્‍યાનમાં લઈને હું મારો નામજપ વધારીને ભગવાનના અનુસંધાનમાં રહીશ.

ઇ. ‘હવે મારી પાસે પૈસા, અધિકાર અને સંપત્તિ ન હોવાથી મને કોઈ પૂછતું નથી’, આ વિચારથી મને ઉપેક્ષિત અને અસુરક્ષિત લાગતું હશે, ત્‍યારે મને તેનું ભાન થશે અને ‘ભગવાન (જે દેવતા પર અથવા ગુરુદેવ પર શ્રદ્ધા છે, તેમનું નામ) મારી સંભાળ લેવાના જ છે’, એમ ધ્‍યાનમાં લઈને હું શાંતિથી નામજપ કરીશ.

ઈ. મને પ્રવાસ અને બહારનું ખાવું-પીવું ફાવતું ન હોવાથી હું કોઈપણ કાર્યક્રમમાં જઈ શકતો/તી નથી તેથી મને ઘરમાં એકાકી લાગતું હશે, ત્‍યારે ‘પરિસ્‍થિતિનો સ્‍વીકાર ન કરવો’ આ સ્‍વભાવદોષનું મને ભાન થશે અને ‘ભગવાન મને સજ્‍જડ ટેકો આપી રહ્યા છે’, એમ ધ્‍યાનમાં લઈને હું તે સમયનો સદુપયોગ સાધના માટે કરીશ.

ઉ. મારા પતિ/પત્નીનું નિધન થવાથી મને તેમના નિરંતર સ્‍મરણથી નિરાશા આવતી હશે, ત્‍યારે ‘ભાવનાશીલતા’ આ સ્‍વભાવદોષની મને જાણ થશે અને ‘દરેકનું મૃત્‍યુ અટળ છે’, એમ ધ્‍યાનમાં લઈને હું ભગવાનના સ્‍મરણમાં રહીને સાધના કરીશ.

૩ ઇ. આધ્‍યાત્‍મિક સ્‍તર પરના પ્રયત્નો

૩ ઇ ૧. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહેલા ‘ગુરુકૃપાયોગ’ સાધનામાર્ગ અનુસાર સેંકડો અધેડ વયના સાધકો સાધના કરતા હોવા

આ માર્ગથી સાધના કરવાથી સ્‍વભાવદોષ અને અહં-નિર્મૂલન થવાથી એકલાપણું, નિરાશા અને કૌટુંબિક તેમજ સામાજિક ઉપેક્ષા, પર માત કરીને અધેડ વયની વ્‍યક્તિ આત્‍મબળ પર (ચૈતન્‍યશક્તિ પર) આનંદમાં રહી શકે છે. ‘ગુરુકૃપાયોગ’ આ સાધનામાર્ગ પ્રયોગો ઉપરાંત સિદ્ધ થયેલો (ટ્રાઈડ એંડ ટેસ્‍ટેડ) છે. સનાતન સંસ્‍થામાંના સેંકડો અધેડ વયના સાધકો ગુરુકૃપાયોગ અનુસાર સાધના કરીને તેમજ આધ્‍યાત્‍મિક પ્રગતિ કરી લઈને જીવન માણી રહ્યા છે.

૩ ઇ ૨. ઉતારવયમાં એકેક અવયવ બંધ પડતો હોવો તોયે માનવીએ અંતર્મુખ થઈને આનંદી રહેવું’, એ માટે ભગવાનનું આ નિયોજન હોવું

‘માનવીને જન્‍મ, જીવન અને મૃત્‍યુ હોવું (ઉત્‍પત્તિ, સ્‍થિતિ અને લય)’, આ નિસર્ગનિયમ છે. આપણો જન્‍મ, જીવન અને મૃત્‍યુ નક્કી જ હોય છે. જેમ જેમ વ્‍યક્તિની વય વધતી જાય છે, તેમ તેમ તેની ઇંદ્રિયો નકામી બની જતી હોય છે. ‘એક એક કરીને અવયવ નકામા થતા જવા’, આ ભગવાનનું નિયોજન હોય છે. પ્રત્‍યક્ષમાં ‘માનવી બહિર્મુખ રહેવાને બદલે ઉતારવયમાં તોયે તેણે અંતર્મુખ થઈને આનંદી રહેવું’, એ માટે તે દયાળુ અને કૃપાળુ ભગવાનનું નિયોજન હોય છે. ‘બાહ્ય જગત્ (અસત્ અને ક્ષણભંગૂર બાબતો) આ સર્વ માયા છે’, એ વાત બતાવવી હોય છે, ઉદા. સંત સૂરદાસ જન્‍મથી જ આંધળાં હતા.

શ્રીકૃષ્‍ણ તેમની ભક્તિ પર પ્રસન્‍ન થાય છે. ‘ગમે તે માગ’, એમ કહ્યા પછી ‘મારે તો કેવળ તમે જ જોઈએ છે, બીજું કાંઈ જ જોઈતું નથી’, એમ તેમણે કહ્યું. ‘ઓછામાં ઓછું દૃષ્‍ટિ તોયે માગી લો’, એમ શ્રીકૃષ્‍ણ ભગવાને કહ્યા પછી ‘મેં તમને પ્રત્‍યક્ષ જોયા પછી હવે અન્‍ય કાંઈ જ સ્‍થૂળ આંખોથી જોવાની મારી ઇચ્‍છા રહી નથી. હું તમને અંતઃચક્ષુથી નિહાળીને આનંદથી ભજન કરીશ’, એમ તેમણે કહ્યું.

૩ ઇ ૩. ‘સર્વ ઈશ્‍વરેચ્‍છાથી બની રહ્યું છે’, એમ ધ્‍યાનમાં લેવું

‘કાલાંતરે મારા સગાંવહાલાં અને મિત્રો દૂર જવાના છે અને અંતે મારે પણ આ જગત્ છોડવાનું તેડું આવવાનું છે’, આ સત્‍યનો સ્‍વીકાર કરીને ‘રામ રાખે તેમ રહીએ અને ચિત્તમાં સમાધાન રાખવું’, આ સંત તુકારામ મહારાજજીના પદની જેમ જીવન આનંદથી જીવવું જોઈએ. સર્વ ઈશ્‍વરેચ્‍છાથી થાય છે’, એમ ધ્‍યાનમાં લઈને તેમજ સકારાત્‍મક રહીને સમાધાની અને આનંદી જીવન જીવવું જોઈએ. તે માટે નિરંતર નામસ્‍મરણ, પ્રાર્થના અને કૃતજ્ઞતા વ્‍યક્ત થવી જોઈએ.

૩ ઇ ૪. આધ્‍યાત્‍મિક ઉપાય કરવા

ઘરમાં અસ્‍વચ્‍છતા, અવ્‍યવસ્‍થિતતા, ઘરમાંની વ્‍યક્તિઓના અયોગ્‍ય વિચાર, વાસ્‍તુદોષ, અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ ઇત્‍યાદિને કારણે ઘર અને પરિસરમાંના સ્‍પંદનો બગડે છે. પરિણામે અધેડ વયની વ્‍યક્તિના એકલાપણું અને નિરાશાના વિચાર વધે છે. તે માટે આધ્‍યાત્‍મિક ઉપાય કરવા, ઉદા. રાત્રે સૂતી વખતે તેલ અથવા ઘીનો દીવો કરવો, ઉદબત્તી કરવી, આપણી ફરતે ખાલી ખોખાં મૂકવાં, વિભૂતિ અથવા ભીમસેની કપૂર ફૂંકવો, પ.પૂ. ભક્તરાજ મહારાજજીનાં ભજનો ધીમા અવાજે મૂકવા ઇત્‍યાદિ.

૩ ઇ ૫. પ્રત્‍યેક પ્રસંગમાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ રાખવો

આપણે સકારાત્‍મક અને આનંદી રહેવા માટે જુદા જુદા દૃષ્‍ટિકોણ રાખી શકીએ, તેમજ ભાવપ્રયોગ કરી શકીએ. સાધક અને સંતોએ પથારીવશ હતા ત્‍યારે, અસાધ્‍ય રોગથી પીડિત હોવા છતાં પણ આધ્‍યાત્‍મિક પ્રગતિ કરી છે. તેમનાં ઉદાહરણો ધ્‍યાનમાં લઈને સ્‍વયંપ્રેરણાથી વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરીને આ જન્‍મમાં જ ગુરુકૃપાથી મોક્ષપ્રાપ્તિ કરી શકીએ.

અ. માયામાંના સંબંધો પ્રારબ્‍ધભોગ ભોગવવા માટે હોય છે. પ્રારબ્‍ધભોગ સમાપ્‍ત થયા પછી તે વ્‍યક્તિ દૂર જાય છે. ‘વ્‍યક્તિએ ભલે મને છોડી દીધી/દીધો હોય પણ પ્રત્‍યક્ષ ભગવાને અથવા ગુરુદેવે મારો હાથ ઝાલ્‍યો છે. જન્‍મથી અંત સુધી તેઓ મારો હાથ છોડવાના નથી. તેઓ જ મારું રક્ષણ કરીને મને મોક્ષપ્રાપ્તિનો માર્ગ બતાવી રહ્યા છે’, એવો વિચાર કરવો.

આ. ‘મને ઈશ્‍વરનો સત્‍સંગ મળે છે અને મારી સાથે નિરંતર ભગવાન છે’, તેનું ભાન હું નિરંતર રાખીશ.

ઇ. ‘જગત્‌માં હું એકલો આવ્‍યો છું અને અંતે હું એકલો જ જવાનો છું; પણ ભગવાનનું ચૈતન્‍ય, શક્તિ અને ઐશ્‍વર્ય મારી સાથે નિરંતર છે; તેથી મારે તે કૃતજ્ઞતાભાવમાં અને આનંદમાં રહેવાનું છે. તે માટે હું પ્રાર્થના કરી રહ્યો/રહી છું’, એવો દૃષ્‍ટિકોણ રાખવો.

ઈ. ‘સંબંધીઓ એટલે આત્‍મીય સંબંધો ધરાવનારા હોતા નથી’, એવું પરાત્‍પર ગુરુ પાંડે મહારાજજીએ કહ્યું છે. સાધક, ગુરુ-શિષ્‍ય આ સંબંધીઓ નહીં જ્‍યારે આત્‍મસંબંધીઓ હોય છે; કારણકે અહીં તેમના સંબંધો તેમના આત્‍મા સાથે જોડાયેલા હોય છે, અર્થાત્ આત્‍મીય સંબંધો હોય છે. આ સગપણ ‘અહં જાળવવો અથવા અપેક્ષા’ પર આધારિત હોતું નથી. આત્‍મા ઇંટરનેટ હોવાથી તે અંતમાં પરમાત્‍મા સાથે જોડાયેલો હોય છે, અર્થાત્ આપણા સર્વેનું આત્‍મા દ્વારા ભગવાન સાથે જોડાયેલું આ સગપણ અતૂટ (જન્‍મ-જન્‍માંતરનું) સગપણ હોય છે. તેથી માયામાંના સંબંધો ભલે તૂટે, તો પણ આપણે સાધકો ભગવાનના અનુસંધાનમાં આનંદથી રહી શકીએ છીએ.

 

૪. એકલાપણું, નિરાશા અને કૌટુંબિક
ઉપેક્ષા પર માત કરવા માટે નામસ્‍મરણ કરવું જોઈએ !

‘ચૈતન્‍ય બધું જ કાર્ય કરતું હોય છે’, એવું પરાત્‍પર ગુરુ પાંડે મહારાજજી હંમેશાં કહેતા હતા. સર્વસામાન્‍ય વ્‍યક્તિની વય જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેની શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ક્ષમતા ઓછી થતી જાય છે, અર્થાત્ ચૈતન્‍ય ઓછું થતું જવાથી કાર્યક્ષમતા ઓછી થાય છે. આપણને ભગવાનના નામસ્‍મરણથી ચૈતન્‍ય મળી શકે છે, તેથી એકલાપણું, નિરાશા અને કૌટુંબિક તેમજ સામાજિક ઉપેક્ષા પર માત કરવા માટે અધેડ ઉમ્‍મરની વ્‍યક્તિએ નામસ્‍મરણ કરવું જોઈએ.

 (પૂ.) શ્રી. શિવાજી વટકર, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (૨૩.૬.૨૦૧૯)

Leave a Comment