પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ ધર્મશિક્ષણ અને સાધના વિશેની ધ્‍વનિ-ચકતીઓ અને ધ્‍વનિચિત્ર-ચકતીઓની નિર્મિતિ કરવી

અ. ધ્‍વનિ-ચકતીઓ (ઑડિઓ સીડી)

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સાધના, અધ્‍યાત્‍મ વિશે શંકાનિરસન, દેવતાઓના નામજપની યોગ્‍ય પદ્ધતિ અને ઉપાસનાશાસ્‍ત્ર (૩ ભાગ), આરતી, ક્ષાત્રગીત ઇત્‍યાદિ વિષયો પરની ધ્‍વનિ-ચકતીઓની નિર્મિતિ કરવામાં આવી છે. (મરાઠી, હિંદી અને કન્‍નડ ભાષાઓમાં ઉપલબ્‍ધ છે.)

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજી

 

આ. ધ્‍વનિચિત્ર-ચકતીઓ (વીસીડી)

આ ૧. દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્‍સંગ માલિકાઓની ધ્‍વનિચિત્ર-ચકતીઓ

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર (૧૬૪ ભાગ) અને ધાર્મિક કૃતિઓનું શાસ્‍ત્ર (૨૦૬ ભાગ) આ દૂરચિત્રવાહિનીઓ માટે ધર્મસત્‍સંગ વિશેની માલિકાઓ બનાવવામાં આવી. સદર માલિકાઓનું પ્રસારણ ૩ રાષ્‍ટ્રીય દૂરચિત્રવાહિનીઓ પરથી કરવામાં આવ્‍યું, જ્‍યારે તેમાંના કેટલાક ધર્મસત્‍સંગોનું પ્રસારણ વિવિધ રાજ્‍યોમાંના ૧૦૦ કરતાં વધારે સ્‍થાનિક દૂરચિત્રવાહિનીઓ પરથી (કેબલ પરથી) કરવામાં આવ્‍યું. (અ ધ્‍વનિચિત્ર-ચકતીઓ મરાઠી, હિંદી અને કન્‍નડ ભાષાઓમાં ઉપલબ્‍ધ છે.)

આ ૨. વિવિધ સંતોની મુલાકાતો, તીર્થક્ષેત્રોનું મહત્વ,
આધ્‍યાત્‍મિક સંશોધન ઇ. વિષયો પરની ધ્‍વનિચિત્ર-ચકતીઓ

સનાતનના આશ્રમમાં પધારેલા સંતોની, તેમજ અન્‍ય સંતોની મુલાકાતો; હિંદુ ધર્મ અને સંસ્‍કૃતિમાંના આચાર-વિચારોનું મહત્વ; ભારતમાંના તીર્થક્ષેત્રો, દેવાલયો, સંતોના મઠ, સંતોના સમાધિસ્‍થાનો, ઐતિહાસિક સ્‍થળો ઇત્‍યાદિનું મહાત્‍મ્‍ય, તેમજ તે વિષયોનું આધ્‍યાત્‍મિક સંશોધન; અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ પરના ઉપાયો ઇત્‍યાદિ વિશે સેંકડો ધ્‍વનિચિત્ર-ચકતીઓ પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી રહી છે.

 

ઇ. સમાજ, રાષ્‍ટ્ર અને ધર્મની જાગૃતિ વિશે પ્રબોધન માટે લઘુચલચિત્રોની નિર્મિતિ

પરાત્‍પર ગુરુ ડૉક્‍ટરજીના માર્ગદર્શન હેઠળ રાષ્‍ટ્રધ્‍વજનું સન્‍માન કરો !, ફટાકડાનાં દુષ્‍પરિણામો, ગણેશોત્‍સવ : શું હોવું, શું ન હોવું ? ઇત્‍યાદિ લઘુચલચિત્રોની નિર્મિતિ કરવામાં આવી છે. આ લઘુચલચિત્રો આગળ જણાવેલી માર્ગિકા પર (લિંક પર) ઉપલબ્‍ધ છે.

૧. http://YouTube.com/deshbhakta
૨. http://YouTube.com/dharmashiksha

Leave a Comment