‘અસુરક્ષિતતાની ભાવના’ આ સ્‍વભાવદોષ અને ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌ના પાસાના લક્ષણોને કારણે થનારી હાનિ અને તેના પર માત કરવાથી થનારા લાભ !

‘સામાન્‍ય રીતે સર્વ સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ અને ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌નું પાસું જોવા મળે છે. મોટાભાગે તે બન્‍ને સાથે જ હોય છે. તેથી સાધકોને આધ્‍યાત્‍મિક સ્‍તર પર પહોંચવા માટે અડચણો આવે છે અને તે માનસિક સ્‍તર પર જ અટકી પડે છે. આ બન્‍નેને કારણે સાધકમાંના અન્‍ય અનેક સ્‍વભાવદોષ અને અહમ્‌ના પાસાં વૃદ્ધિંગત થાય છે અથવા નિર્માણ થાય છે, તેને કારણે સાધકને વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધનામાં અડચણો નિર્માણ થઈ શકે છે.

‘વિદેશમાં રહેલા સાધકોની પ્રગતિ ઝડપથી કેવી રીતે થાય છે ? તેમને ‘સાધના’ વિષય કેટલો સમજાય છે ?’ તેમને સાધનાનો કેટલોક અભ્‍યાસ હોય છે ?’ ઇત્‍યાદિ પ્રશ્‍નો મારા મનમાં આવતા. યુરોપ નિવાસી શ્રી. દેયાન ગ્‍લેશ્‍ચિચે લખેલા લેખ પરથી ધ્‍યાનમાં આવે છે કે, ભારતમાંના સારા સાધકો પ્રમાણે જ વિદેશમાં પણ સારા સાધકો છે. વિદેશમાં રહેવા છતાં પણ શ્રી. દેયાન ગ્‍લેશ્‍ચિચના આધ્‍યાત્‍મિક સ્‍તર પરનું સદર લખાણ વખાણવા જેવું છે. તે માટે તેમના જેટલા વખાણ કરીએ તેટલા ઓછાં જ છે ! ‘તેમની આગળની પ્રગતિ ઝડપથી થશે’, એવી મને ખાતરી છે.’

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

 

૧. અસુરક્ષિતતાના પ્રકાર

૧ અ. પ્રગટ સ્‍વરૂપ

કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ આ સ્‍વભાવદોષ પ્રગટ અથવા વ્‍યક્ત સ્‍વરૂપમાં હોય છે. ‘મળતાવડું ન હોવું, બોલતી વેળાએ થોથવાવું અથવા ઓછું બોલવું’, આ તેના લક્ષણો છે.  આવા સાધકો કોઈપણ કઠિન પ્રસંગનો સામનો કરવાનું ટાળે છે. એકાદ નાની સમસ્‍યાને લઈને પણ તેમને પુષ્‍કળ તાણ આવે છે અથવા તેની બીક લાગે છે.

સદર અસુરક્ષિતતા તેમની દેહબોલી (Body language) દ્વારા દેખાઈ આવે છે, ઉદા. તેમનું શરીર ટટ્ટાર હોય છે, ખભા ઉપર લીધેલા હોય છે, બોલતી વેળાએ માથું આગળ ઝુકેલું હોય છે અને સામેની વ્‍યક્તિની નજરે-નજર મેળવી શકતા નથી ઇત્‍યાદિ. આવા પ્રકારોમાં સદર સ્‍વભાવદોષની જાણ થવી સહેલી હોય છે; કારણકે સાધકને પોતાના સ્‍વભાવદોષની જાણ હોય છે, તેમજ આ સ્‍વભાવદોષ અન્‍યોના ધ્‍યાનમાં પણ આવ્‍યો હોવાથી તે તેને તેની જાણ કરાવી આપીને તેને સહાયતા કરી શકે છે.

૧ આ. સુપ્‍ત અથવા અપ્રગટ સ્‍વરૂપ

કેટલાક સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ અથવા ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌નું પાસું સુપ્‍ત અથવા અપ્રગટ સ્‍વરૂપમાં હોય છે; કારણકે અભિમાન, શ્રેષ્‍ઠત્‍વની ભાવના, દેખાવો અથવા આ પ્રકારના અન્‍ય અહમ્‌ના પાસાંમાં તે છૂપાયેલા હોય છે. આ સધકોને પોતાનામાં રહેલી ‘લઘુતાગ્રંથિ’ સ્‍વીકારવી ન હોવાથી તેમને તેનું ભાન પણ હોતું નથી. પોતાનામાં રહેલું દૌર્બલ્‍ય અથવા અસમર્થતા સ્‍વીકારવાનું ન ફાવવું અથવા તે દોષ અન્‍યોને સમજાય તેવી ઇચ્‍છા ન હોવી અને અહમ્‌ભાવને કારણે તે પોતાનામાં રહેલી ‘લઘુતાગ્રંથિ’ સ્‍વીકારવાનું ટાળે છે.

તેનો અર્થ ‘તેમનામાં અસુરક્ષિતતા નથી હોતી’, એમ થતો નથી. આવા સાધકો સદર સ્‍વભાવદોષ પ્રગટ સ્‍વરૂપમાં રહેલા અન્‍ય સાધકો પ્રત્‍યે નિષ્‍કર્ષ કાઢવો, પ્રતિક્રિયા વ્‍યક્ત કરવી, ચિડચિડ કરવી, તેમને ન્‍યૂન લેખવા ઇત્‍યાદિ કરે છે; કારણકે તેમને તે સાધકોના વર્તન દ્વારા પોતાનામાંની ‘લઘુતાગ્રંથિ’ની જાણ અંતર્મનમાંથી થતી હોય છે. આ પ્રકારના સાધકોમાં અસુરક્ષિતતા અને લઘુતાગ્રંથિ પર માત કરવાનું વધારે કઠિન હોય છે; પણ જો તેઓ પ્રામાણિક રહીને અંતર્મુખ થઈને પોતાનામાં રહેલો ‘અસુરક્ષિતતા’ આ સ્‍વભાવદોષ સ્‍વીકારીને તેનો અભ્‍યાસ કરે (ચિંતન કરે) અને તે વિશે અન્‍ય સાધકો સાથે મનમોકળાશથી બોલે, તો સ્‍વભાવદોષ પ્રગટ થવો સંભવ છે. ત્‍યાર પછી તે ન્‍યૂન કરવા માટે તેઓ પ્રયત્નો કરી શકે છે.

 

૨. ‘અસુરક્ષિતતા’ અને ‘લઘુતાગ્રંથિ’
સાથે સંબંધિત અન્‍ય સ્‍વભાવદોષ અને અહમ્‌ના પાસાં

૨ અ. અભિમાન

સાધક પોતાની ઓછપ પર માત કરવા માટે અન્‍યો સામે ‘હું સમર્થ છું’, ‘મેં કાંઈક સારું કર્યું છે, અથવા ‘હું લાયક છું’, એ બતાવવાનો સતત પ્રયત્ન કરતો હોય છે.

૨ આ. આત્‍મકેંદ્રિત્‍વ

‘મારા કરતાં અન્‍ય સારા હોવાથી મારે પોતાના વિશે વિચારવું પડશે. પોતાની કાળજી લેવી પડશે, નહીંતર હું પાછળ રહી જઈશ’, એવી ભાવના સાધકના મનમાં હોય છે.

૨ ઇ. અન્‍યોનું ધ્‍યાન દોરી લેવું અને પ્રશંસાની અપેક્ષા કરવી

આ પ્રકારમાં સાધકને નિરંતર ‘હું તો મજામાં છું’ અને ‘હું સારો છું’, આ વિશે શાશ્‍વતી જોઈતી હોય છે. આ ભાવનાને કોઈ અંત હોતો નથી; કારણકે જો એકાદ વાત મન અનુસાર થાય નહીં, તો તેને લાગનારી અસુરક્ષિતતા અને લઘુતાગ્રંથિનો ઉભરો આવે છે. તેથી ફરીવાર પ્રશંસા અને વખાણની અપેક્ષા વધે છે.

૨ ઈ. નકારાત્‍મક વિચાર કરવા

સાધક ‘મારી સાધના સારી થતી નથી’, મારી આધ્‍યાત્‍મિક પ્રગતિ થઈ શકશે નહીં’, જેવા નકારાત્‍મક વિચાર કરતા રહે છે તેથી તેના સાધના માટેના પ્રયત્નો ઓછા થાય છે.

૨ ઉ. આળસ

‘હું ભલે ગમે તેટલા પ્રયત્નો કરું, તો પણ હું યશસ્‍વી થવાનો નથી’, એવું જ્‍યારે સાધકને લાગવા માંડે છે, ત્‍યારે તેનામાંનો આળસ વધવા લાગે છે. પરિણામે તે ઉદાસ થાય છે અને અંતે તે નિરાશ થઈ શકે છે.

૨ ઊ. મત્‍સર

સાધકને સારા પ્રયત્નો કરનારા, ઝડપથી પ્રગતિ કરનારા અથવા તેની દૃષ્‍ટિએ તેના કરતાં સારી પ્રગતિ કરનારા સાધકો પ્રત્‍યે મત્‍સર લાગવા માંડે છે.

૨ એ. અકડાઈને રહેવું અને મનમોકળાશનો અભાવ

આ સ્‍વભાવદોષોને કારણે સાધક અન્‍યોથી દૂર રહે છે અને અન્‍યો વિશે પ્રેમભાવ નિર્માણ કરવાની તક ગુમાવી બેસે છે. તેને કારણે તેનામાં ‘‘वसुधैव कुटुम्‍बकम् ।’ (અર્થાત્ સંપૂર્ણ પૃથ્‍વી એ જ કુટુંબ છે.), આ ભાવના નિર્માણ થતી નથી.

૨ ઐ. બીક

સાધક શ્રદ્ધાના અભાવથી નિરંતર દુઃખી અને ગભરાયેલી સ્‍થિતિમાં હોય છે. આવા સમયે તે પોતાને કઠિન લાગનારા અને તાણ નિર્માણ કરનારા નાના-નાના પ્રસંગો પણ ટાળે છે.

૨ ઓ. મહત્વાકાંક્ષી હોવું

પોતાનામાં રહેલી લઘુતાગ્રંથિની ભાવના ઢાંકવા માટે સારું કાંઈક કરી બતાવવાના પ્રયત્નો કરવા માટે સાધકમાંની મહત્વાકાંક્ષા વધે છે.

૨ ઔ. પોતાને શ્રેષ્‍ઠ સમજવું

સાધકમાંનો ‘પોતાને લઘુ લેખવું’, આ સ્‍વભાવદોષ ઢાંકવા માટે તે ‘હું શ્રેષ્‍ઠ છું’, એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. તેમાં ઘણીવાર પરિસ્‍થિતિ અનુસાર, અર્થાત્ જે સાધક તેને પોતાની તુલનામાં શ્રેષ્‍ઠ લાગે છે, તેમની સામે સાધકમાંનો ‘પોતાને ઓછું લેખવું’ આ સ્‍વભાવદોષ અથવા જે સાધક પોતાની તુલનામાં કનિષ્‍ઠ લાગે છે, તેમની સામે સાધકમાંનો ‘પોતાને શ્રેષ્‍ઠ સમજવું’ આ સ્‍વભાવદોષ ઉભરી આવે છે.

 

૩. અસુક્ષિતતા અને લઘુતાગ્રંથિને કારણે થનારી હાનિ

૩ અ. અસુરક્ષિતતા અને ન્‍યૂનગંડને કારણે મન દુર્બળ બને છે.

૩ આ. ભૂલો દ્વારા શીખીને સાધનામાં આગળ જવાની
વૃત્તિ ન હોવાથી સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલનની પ્રક્રિયા ધીમી થવી

આ સ્‍વભાવદોષ રહેલા સાધકો ભૂલો વિશે પુષ્‍કળ સંવેદનશીલ હોય છે. એકાદ જો તેમની ભૂલ ભણી ધ્‍યાન દોરે અથવા વ્‍યષ્‍ટિ સાધનાની બેઠક સમયે તેમને તેમની ભૂલોનું ભાન કરાવી આપે તો, તે ‘હું સારો સાધક નથી’, ‘હું ગમે તેટલા પ્રયત્નો કરું, તો પણ મારી પ્રગતિ થવાની નથી’, જેવા વિચાર કરીને નકારાત્‍મક સ્‍થિતિમાં જાય છે. તેમની શીખવાના દૃષ્‍ટિકોણમાંથી ભૂલો સ્‍વીકારવાની સિદ્ધતા ન હોવાથી ભૂલો દ્વારા શીખી લઈને સાધનામાં આગળ ધપવાની તેમની વૃત્તિ હોતી નથી. તેથી તેમની સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલનની પ્રક્રિયા ધીમી થાય છે.

૩ ઇ. ‘લઘુતાગ્રંથિ’ આ અહમ્‌ના પાસાનો લાભ લઈને
અનિષ્‍ટ શક્તિઓએ સાધકોને નકારાત્‍મક સ્‍થિતિમાં રાખવી અને તેના કુલ
આધ્‍યાત્‍મિક ઉપાય અને વ્‍યષ્‍ટિ સાધનાના પ્રયત્ન ઓછા કરવા માટે તેમને ફરજ પાડવી

સાધકમાં રહેલા ‘ન્‍યૂનગંડ’ અહમ્‌ના પાસાનો અનિષ્‍ટ શક્તિ લાભે લે છે અને તેને સતત નકારાત્‍મક સ્‍થિતિમાં રાખીને તેના કુલ આધ્‍યાત્‍મિક ઉપાય અને વ્‍યષ્‍ટિ સાધનાના પ્રયત્નો ન્‍યૂન કરવા માટે અથવા રોકવાની ફરજ પાડે છે. તેથી તેમની શક્તિ વેડફાય છે. સાધકોના પ્રયત્નો તેમની ક્ષમતા કરતાં ઓછા થાય છે. પરિણામે તેમની આધ્‍યાત્‍મિક પ્રગતિનો વેગ ધીમો પડે છે.

 

૪. સાધકમાં રહેલા અસુરક્ષિતતા સ્‍વભાવદોષને કારણે
તેની સમષ્‍ટિ સાધના અને અધ્‍યાત્‍મ પ્રસાર પર થનારું વિપરિત પરિણામ

અ. આવાહનો સ્‍વીકારવા માટે સાધકના મનની દ્વિધા મનઃસ્‍થિતિ હોવાથી વધારે દાયિત્‍વ ધરાવતી સેવા કરવી અને આગળના સ્‍તર પરની નવી સેવા શીખી લેવા જેવી તક તે ગુમાવી શકે છે.

આ. ‘મને આ સેવા કરવાનું ફાવશે નહીં’, ‘આ સેવા કરવાની મારી ક્ષમતા નથી’, ‘હું સેવા કેવી રીતે કરું ?’ અને ‘મને નક્કી જ અપજશ આવશે’, જેવા નકારાત્‍મક વિચાર કરીને તેને કઠિન લાગનારી સેવામાં તે ‘પછી કરીશું’ જેવા વિચાર કરવા લાગે છે.

ઇ. સેવા કરતી વેળાએ આવનારી અડચણો છોડાવવી, અડચણોનો અણસાર ઉત્તરદાયિ સાધકોને આપવો અને સમષ્‍ટિ સેવામાં અન્‍ય સાધકો દ્વારા થયેલી ચૂકો આગળ જણાવવી, તેમાં સાધકના મનની દ્વિધા મનઃસ્‍થિતિ થઈ શકે છે.

ઈ. ક્યારેક અન્‍ય સાધક કરી રહેલી ભૂલભરેલી કૃતિઓ અથવા તેમના દ્વારા થનારું ભૂલભરેલું બોલવું આનું સાધક આંધળું અનુકરણ કરી શકે છે. તેને કારણે સમષ્‍ટિ સાધનામાં અડચણો નિર્માણ થઈ શકે છે. તે માટે ઉત્તરદાયી સાધકોને કહેવું, તેમની આગળના ઉત્તરદાયી સાધકોને કહેવું અથવા તે વિશે માર્ગદર્શન લેવા જેવી બાબતો કરવાનું તેને ફાવતું નથી.

ઉ. અસુરક્ષિતતાની ભાવના સાધકમાંની ક્ષાત્રવૃત્તિ ઓછી કરે છે, તેમજ તેની આધ્‍યાત્‍મિક ત્રાસ સાથે લડવાની ક્ષમતા, અધ્‍યાત્‍મપ્રસારના કાર્યમાં વિરોધકોનો સામનો કરવાની ક્ષમતા, સમાજમાંના અધર્મનો સામનો કરવો અને તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા ઓછી કરે છે.

આ સર્વ બાબતોનું સમષ્‍ટિ કાર્ય પર વિપરિત પરિણામ થાય છે. ગુરુદેવને અપેક્ષિત એવું સમષ્‍ટિ કાર્ય આપણા દ્વારા થતું નથી. સમાજમાં અધર્મનો પ્રતિકાર કરી શક્યા ન હોવાથી આપણું વર્તન ધર્મવિરોધી થાય છે અને તેને કારણે આપણે પાપના ભાગીદાર બની શકીએ છીએ.

 

૫. ભગવાન પ્રત્‍યેક ક્ષણે આપણી કાળજી લેતા હોવાથી આપણે
હંમેશાં સુરક્ષિત હોવા અને ‘અસુરક્ષિતતા તેમજ લઘુતાગ્રંથિ’ આ કેવળ એક ભ્રમ હોવો

પ્રત્‍યક્ષમાં ‘અસુરક્ષિતતા તેમજ લઘુતાગ્રંથિ’ આ એક ભ્રમ છે. આપણને અસુરક્ષિત લાગતું હોય છે; પણ ભગવાન પ્રત્‍યેક ક્ષણે આપણી કાળજી લેતા હોવાથી આપણે કાયમ સુરક્ષિત હોઈએ છીએ. ‘ભગવાનનું અસ્‍તિત્‍વ અને તે પોતે સતત આપણી સાથે રહીને આપણી કાળજી લઈ રહ્યા છે’, તેનું ભાન મનને હોતું નથી. તેને કારણે મન ગભરાય છે અને તેને અસુરક્ષિત લાગે છે.

‘આપણે અન્‍યો કરતાં ઓછા છીએ’, એવું આપણને લાગતું હોય છે. વાસ્‍તવિક રીતે આપણા સર્વેમાં એકજ આત્‍મા છે. તેથી શ્રેષ્‍ઠ અથવા કનિષ્‍ઠ એવો પ્રશ્‍ન જ અસ્‍થાને છે. જીવ અત્‍યંત સૂક્ષ્મ અને છીછરો ભલે હોય, તો પણ પ્રત્‍યેકમાંનો ‘આત્‍મા’ ઈશ્‍વરનો અંશ જ છે. તે અમૂલ્‍ય છે અને સત્-ચિત્-આનંદ સ્‍વરૂપ છે. એ જ આપણી ખરી ઓળખાણ છે.

આપણે આપણો પોતાનો સંબંધ પોતાના મન, બુદ્ધિ અને અહમ્ સાથે જોડવાથી લઘુતાગ્રંથિની ભાવના ઉત્‍પન્‍ન થાય છે. ‘બધું આપણા પર જ આધારિત હોય છે’, આ ભ્રમમાં આપણે રહીએ છીએ, તો પણ તે જ સમયે ‘આપણે કાંઈ કરી શકતા નથી’, એવું આપણને લાગતું હોય છે. વાસ્‍તવિક રીતે આપણા પર કાંઈ આધારિત હોતું નથી; કારણકે જગત્‌માં પ્રત્‍યેક બાબત ભગવાનની ઇચ્‍છાથી જ થતી હોય છે. તેથી ભગવાન અથવા ગુરુની કૃપાથી જગત્‌માં બધું જ સંભવ છે.

 

૬. ‘અસુરક્ષિતતા’ તેમજ ‘લઘુતાગ્રંથિ’ દૂર કરવા માટે કરવાના પ્રયત્નો

૬ અ. સ્‍વયંસૂચના આપવી

૬ અ ૧. પ્રગતિની સૂચના આપવી

સાધનાને કારણે આપણામાં થનારા પાલટ અથવા આપણી થનારી પ્રગતિ ધ્‍યાનમાં આવ્‍યા પછી તેના પર આધારિત પ્રગતિની સૂચના આપવી આવશ્‍યક છે. ખાસ કરીને જે સાધકોમાં ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ છે, તેમણે તે આપવી અત્‍યાવશ્‍યક છે. ઘણી વાર પોતાનામાં થયેલી પ્રગતિ ધ્‍યાનમાં આવવા છતાં પણ તેના પર વિશ્‍વાસ ન રાખવાથી સાધક પ્રગતિની સૂચના આપવાનું ટાળે છે; પરંતુ તે સૂચના નિરંતર આપવી આવશ્‍યક છે.

૬ અ ૨. ‘અ ૧’ અથવા ‘અ ૨’ પદ્ધતિ અનુસાર સ્‍વયંસૂચના આપવી

સનાતન સંસ્‍થાએ પ્રકાશિત કરેલા ‘સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા (ભાગ ૨)’  ગ્રંથમાં આપ્‍યા પ્રમાણે ‘અ ૧’ અથવા ‘અ ૨’ પદ્ધતિ અનુસાર સ્‍વયંસૂચના આપવાથી ‘અસુરક્ષિતતા’ આ સ્‍વભાવદોષ કયા કયા પ્રસંગોમાં પ્રગટ થાય છે ?’, તે ધ્‍યાનમાં આવે છે. તેને કારણે તે સ્‍વભાવદોષ પર માત કરવા માટે મનને યોગ્‍ય દૃષ્‍ટિકોણ આપવા માટે સદર સ્‍વયંસૂચનાઓનો લાભ થાય છે.

૬ અ ૩. ‘અ ૩’ પદ્ધતિની સ્‍વયંસૂચના આપવી

કોઈપણ નવા અને કઠિન પ્રસંગનો સામનો કરવા માટે ‘સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા (ભાગ ૨)’ ગ્રંથમાં આપ્‍યા પ્રમાણે ‘અ ૩’ પદ્ધતિની સ્‍વયંસૂચના આપવી. તેથી ઓછા સમયગાળામાં આપણે તે પ્રસંગનો યશસ્‍વી રીતે સામનો કરી શકીએ છીએ, તેમજ આપણને સકારાત્‍મક અનુભવ થાય છે અને તેના દ્વારા આપણી પ્રગતિ થાય છે.

૬ આ. વિવિધ કૃતિઓ કરતી વેળાએ મનને આપવાનો યોગ્‍ય દૃષ્‍ટિકોણ

૬ આ ૧. સેવા મળવી

ગુરુદેવે મને આ સેવા આપી છે અને તે કરવા માટે ઉત્તરદાયી સાધકોની સહાયતા પણ ઉપલબ્‍ધ કરી આપી છે. તેથી આ સેવા કરવી મારા માટે સહજ સંભવ છે. હું મારા મન અને બુદ્ધિના ઠામે વિશ્‍વાસ મૂકવાને બદલે ગુરુ અને ઉત્તરદાયી સાધક પર વિશ્‍વાસ રાખીશ.

૬ આ ૨. પોતાના કરતાં અન્‍ય સાધકોમાંની વધારે ગુણવિશિષ્‍ટતાઓ ધ્‍યાનમાં આવવી

તે સાધકોમાં કેટલીક ગુણવિશિષ્‍ટતાઓ છે અને મારામાં પણ કેટલીક ગુણવિશિષ્‍ટતાઓ છે. ભગવાને તે સાધકોને મારી સમક્ષ આદર્શ તરીકે ઊભા કરીને મને તેમનામાં રહેલા ગુણ પોતાનામાં વિકસિત કરવાની એક તક આપી છે. તેથી હું ચોક્કસ રીતે તે ગુણ આત્‍મસાત કરવાનો પ્રયત્ન કરીશ.

૬ આ ૩. અન્‍ય સાધકોના વખાણ થયા પછી અથવા તેમની પ્રગતિ પોતાના કરતાં વધારે થવી

એકાદ સાધકની પ્રગતિ થવાથી ભગવાનનો મારા પરનો પ્રેમ અથવા મારી આધ્‍યાત્‍મિક પ્રગતિ થવાની સંભાવના ઓછી થતી નથી. પ્રત્‍યેક સાધક પોતાના એક વિશિષ્‍ટ માર્ગથી ક્રમણ કરતો હોય છે. ભગવાન મને અને અન્‍ય સાધકોને પ્રગતિની સમાન તક આપતા હોય છે. તેથી હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ અને તે સાધક પાસેથી શીખવાનો પ્રયત્ન કરીશ.

૬ આ ૪. ‘આપણે પ્રગતિ કરી શકતા નથી’ અથવા ‘આપણામાં પાલટ થઈ શકશે નહીં’, એમ લાગવું

‘આપણે પ્રગતિ કરી શકતા નથી’ અથવા ‘આપણામાં પાલટ થઈ શકશે નહીં’, એમ લાગતું હોય ત્‍યારે આગળ જણાવેલા આશયની સ્‍વયંસૂચના આપવી, ‘મારા માટે ભલે આ શક્ય ન હોય, તો પણ ભગવાનને બધું જ કરવું સંભવ છે. હજી સુધીના મારા જીવનમાંના પ્રત્‍યેક પ્રસંગમાં ભગવાને મારી કાળજી લીધી છે. તે અત્‍યારે પણ પ્રત્‍યેક ક્ષણે મારી કાળજી લે છે જ. તેથી હું ભગવાનને સંપૂર્ણ શરણ જઈને તેમના પર શ્રદ્ધા રાખીશ.’

૬ ઇ. કૃતિના સ્‍તર પર કરવાના પ્રયત્નો

૧. પ્રત્‍યેક પ્રસંગનો સામનો કરવો અને સર્વ સેવાઓનો સ્‍વીકાર કરવો. એમ કરવાથી ‘આપણે ગમે તે કરી શકીએ છીએ’, આ વાત અનુભવી શકાય છે અને તેથી અસુરક્ષિતતાની ભાવના ઓછી થાય છે.

૨. પોતાનામાં રહેલી અસુરક્ષિતતાની ભાવના, લઘુતાગ્રંથિ અથવા નકારાત્‍મક વિચાર ઉભરાઈ આવે તો ઉત્તરદાયી સાધક અને આધ્‍યાત્‍મિક મિત્ર/બહેનપણી સાથે મનમોકળાશથી બોલવું. તેમણે આપેલા સકારાત્‍મક દૃષ્‍ટિકોણને કારણે અસુરક્ષિતતાની ભાવના ઓછી થાય છે.

૩. પોતાનામાં રહેલી ગુણવિશિષ્‍ટતાઓ લખી કાઢવી. તેથી પોતાનામાંની નકારાત્‍મકતા ઓછી થઈને સકારાત્‍મકતા અને ગુણોનું ભાન થાય છે. ‘પોતાનામાંનો અહમ્ વધશે’, આ બીકને કારણે ક્યારેક આપણે આપણી ગુણવિશિષ્‍ટતાઓ ભણી આંખ આડા કાન કરીએ છીએ; પરંતુ ‘આ ગુણ ભગવાને આપ્‍યા છે’, તેનું ભાન રાખીને તે વિશે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવાથી વાસ્‍તવિક રીતે તે ગુણો વિશે આપણને લાગનારો અહમ્ ઓછો થાય છે. પોતાનામાંની સકારાત્‍મકતાનું ભાન કરી ન લેવાથી આપણા અંતર્મનમાં તે ગુણો વિશેનો અહમ્ તેમ જ રહે છે. તેથી શ્રેષ્‍ઠત્‍વની ભાવના અને અહંકાર બન્‍ને સચવાય છે.

૪. પોતાનામાંની ગુણવિશિષ્‍ટતાઓ પોતાને જો ધ્‍યાનમાં આવતી ન હોય તો અન્‍ય સાધકોને પોતાનામાં જણાયેલા ગુણ પૂછવા. સાધકો તે કહેતી વેળાએ ‘પ્રત્‍યક્ષ ગુરુ જ તે કહી રહ્યા છે’, એવો ભાવ રાખવો આવશ્‍યક છે. ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ પર માત કરવા માટે પ્રયત્ન કરેલા સાધકો સાથે વાત કરીને ‘તેના પર માત કરવા માટે તેમણે શું પ્રયત્નો કર્યા ?’, તે પૂછી લેવું.

 

૭. ‘અસુરક્ષિતતા’ અને ‘લઘુતાગ્રંથિ’ નષ્‍ટ થયા પછી થનારા લાભ

અ. સાધકોમાંની ભાવનાપ્રધાનતા ઓછી થઈને તેઓ આધ્‍યાત્‍મિક સ્‍તર પર રહી શકે છે.

આ. સાધકોમાંની ક્ષાત્રવૃત્તિ વધે છે અને તેઓ સાધનામાંના અને દૈનંદિન જીવનમાંના કોઈપણ પ્રસંગનો સ્‍થિરતાથી સામનો કરી શકે છે.

ઇ. અન્‍યોએ કહેલી ભૂલો સહજતાથી સ્‍વીકારી શકાય છે.

ઈ. અન્‍યો વિશેના પ્રેમભાવ અને મનમોકળાશમાં વૃદ્ધિ થાય છે.

ઉ. આનંદ અને શાંતિનો વધારે પ્રમાણમાં અનુભવ થાય છે.

ઊ. ‘અસુરક્ષિતતા’ સ્‍વભાવદોષ સાથે સંબંધિત અન્‍ય સ્‍વભાવદોષ અને અહમ્‌ના પાસાં ન્‍યૂન થાય છે.

એ. નમ્રતા અને કૃતજ્ઞતાભાવ વધે છે.

ઐ. આધ્‍યાત્‍મિક પ્રગતિ ઝડપથી થાય છે.

ઓ. સમષ્‍ટિ સેવા કરનારાની ક્ષમતામાં પુષ્‍કળ વૃદ્ધિ થાય છે.

‘હે શ્રીકૃષ્‍ણ, તમે જ અમારામાં ત્રાસદાયક પુરવાર થનારા સ્‍વભાવદોષો પર માત કરવા માટે આવશ્‍યક તે પ્રયત્ન કરાવી લો. અમારી ઝડપથી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થઈને અમને આપના સમષ્‍ટિ રૂપ સાથે એકરૂપ થવા દો’, એવી આપનાં ચરણોમાં પ્રાર્થના !’

 શ્રી. દેયાન ગ્‍લેશ્‍ચિચ, યુરોપ (૨.૨.૨૦૧૮)

Leave a Comment