સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિ રાજા સંભાજી ! 

રાજા સંભાજી

૧૪ મે ૧૬૫૭ ના દિવસે પુરંદરગઢ પર સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિનો જન્‍મ થયો. સંભાજી રાજાએ નાની ઉંમરમાં કરેલા અલૌકિક કાર્યથી સંપૂર્ણ હિંદુસ્‍થાન પ્રભાવિત થયું. ૨૪ તે ૩૨ વર્ષની આયુમાં તેમણે મુગલો સાથે યુદ્ધ કર્યું અને તેમા આ યોદ્ધો એક વાર પણ પરાજીત થયો ન હોતો. આથી જ ઔંરગઝેબને દીર્ઘકાળ સુધી મહારાષ્‍ટ્રમાં યુદ્ધ કરવુ પડ્યુ. આથી સંપૂર્ણ ઉત્તર હિંદુસ્‍થાન મુક્ત રહ્યું. આ સંભાજી મહારાજાએ કરેલું સૌથી મોટું કાર્ય છે. જો તેમણે ઔંરગઝેબ સાથે સંધિ કરી હોત અથવા તેનું આધિપત્‍ય સ્‍વીકાર્યું હોત તો ૨-૩ વર્ષમાં તે ઉત્તર હિંદુસ્‍થાનમાં પહોંચી ગયો હોત. પરંતુ સંભાજી મહારાજા સાથેનાં સંઘર્ષને લીધે ઔંરગઝેબને ૨૭ વર્ષો સુધી દક્ષિણ ભારતમાં રોકાવું પડ્યું. આથી ઉત્તરમાં બુંદેલખંડ, પંજાબ અને રાજસ્‍થાનમાં હિંદુઓની નવી સત્તાઓ સ્‍થાપિત થઈને હિંદુ સમાજને સુરક્ષા મળી.

છ. શિવાજી મહારાજજીના આ સુપુત્ર છ. સંભાજી મહારાજ ૧ ફેબ્રુઆરી ૧૬૮૯ ના દિને પત્નીના સગા ભાઈ ગણોજી શિર્કેની ગદ્દારીના કારણે પકડાઈ ગયા. ક્રૂર ઔરંગઝેબે તેને કહ્યું, ‘મુસલમાન બનીશ તો જીવતદાન મળશે’; પરંતુ સ્‍વાભિમાની સંભાજીરાજાએ પોતાના વ્‍યક્તિગત સુખના બદલે હિંદુત્‍વના ગર્વને મહત્‍વપૂર્ણ માન્‍યું.

ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. નવવર્ષારંભ દિને હિંદુઓને અપમાનિત કરવા માટે તેના એક દિન પૂર્વ ફાગણ અમાસે સંભાજી રાજાની હત્‍યા કરી તેનું મસ્‍તક ભાલાની નોક પર લટકાવી તેને સર્વ તરફ ફેરવવામાં આવ્‍યું. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા. હિંદુઓએ પોતાના રાજાની હત્‍યાના પ્રતિશોધમાં, ત્‍યાર પછી પેશવાના કાળખંડમાં મરાઠાઓએ મોગલોને પરાજિત કરી કાશી-મથુરા આદિ તીર્થક્ષેત્રો સહિત ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર હિંદુ સામ્રાજ્‍ય સ્‍થાપિત કર્યું.

Leave a Comment