મેડમ ભિકાજી કામા

મેડમ ભિકાજી કામા

મેડમ કામાનો જન્‍મ ૨૪ સપ્‍ટેંબર ૧૮૬૧ માં એક પારસી પરિવારમાં થયો હતો. મેડમ કામાના પિતાજી પ્રસિદ્ધ વેપારી હતા. મેડમ કામાએ અંગ્રેજી માધ્‍યમમાં શિક્ષણ લીધું હતું. અંગ્રેજી ભાષા પર તેમનું પ્રભુત્‍વ હતું. શ્રી. રુસ્‍તમ કે. આર. સાથે તેમના વિવાહ થયા. તે બન્‍ને ધારાશાસ્‍ત્રી હોવાની સાથે જ સામાજિક કાર્યકર્તાઓ પણ હતા, પરંતુ બન્‍નેના વિચાર ભિન્‍ન હતા. શ્રી. રુસ્‍તમ કામા તેમની પોતાની સંસ્‍કૃતિને મહાન લેખતા હતા પણ મેડમ કામા પોતાના રાષ્‍ટ્ર વિશેના વિચારોથી પ્રભાવિત હતાં. તેમને વિશ્‍વાસ હતો કે બ્રિટિશ લોકો ભારતની સતામણી કરી રહ્યા છે.

તેથી તેઓ ભારતની સ્‍વતંત્રતા માટે હંમેશાં ચિંતિત રહેતાં હતાં. મેડમ કામાએ શ્રેષ્‍ઠ સમાજ સેવક દાદાભાઈ નવરોજીને ત્‍યાં સેક્રેટરી તરીકે કાર્ય કર્યું. તેમણે યુરોપમાં યુવકોને એકત્રિત કરીને સ્‍વતંત્રતા પ્રાપ્‍તિ માટે માર્ગદર્શન કર્યું તેમજ બ્રિટિશ સરકાર વિશે જાણકારી આપી. મેડમ કામાએ લંડન ખાતે પુસ્‍તક વિમોચનના કાર્યનો આરંભ કર્યો. તેમણે ખાસ કરીને દેશભક્તિ પર આધારિત પુસ્‍તકોનું લોકાર્પણ કર્યું. વીર સાવરકરના ‘૧૮૫૭નો સ્‍વતંત્રતા સંગ્રામ’ પુસ્‍તકનું લોકાર્પણ કરવા માટે તેમણે સહાયતા કરી.

મેડમ કામાએ સ્‍વતંત્રતાપ્રાપ્‍તિ માટે ક્રાંતિકારીઓને આર્થિક રીતે સહાયતા કરી, તે સાથે જ અન્‍ય અનેક રીતે પણ સહાયતા કરી. વર્ષ ૧૯૦૭માં જર્મનીના સ્‍ટ્રટગાર્ડ નામક સ્‍થાન પર ‘આંતરરાષ્‍ટ્રીય સામ્‍યવાદી પરિષદ’ સંપન્‍ન થઈ હતી. આ પરિષદ માટે વિવિધ દેશોમાંના સહસ્રો પ્રતિનિધિઓ આવ્‍યા હતા. તે પરિષદમાં મેડમ કામાએ સાડી પરિધાન કરીને ભારતીય ધ્‍વજ હાથમાં લઈને લોકોને ભારત વિશે જાણકારી આપી. મેડમ કામાએ ફરકાવેલો આ પહેલો ધ્‍વજ. ત્રિરંગી ધ્‍વજ જે મેડમ કામાએ ફરકાવ્‍યો હતો.

ભારતનો પ્રથમ ધ્‍વજ

મેડમ ભિકાજી કામાએ ભારતનો પ્રથમ ધ્‍વજ ફરકાવ્‍યો જેમાં લીલો, કેસરી અને લાલ રંગના પટ્ટા હતા. લાલ રંગ શક્તિનું પ્રતીક છે, કેસરી વિજયનું તેમજ લીલો રંગ સાહસ અને ઉત્‍સાહનું પ્રતીક છે. આ રીતે ૮ કમળના ફૂલ ભારતના ૮ રાજ્‍યોનાં પ્રતીક હતાં. ઝંડાની વચમાં દેવનાગરી અક્ષરોમાં ‘વન્‍દે માતરમ્’ લખ્‍યું હતું. આ ધ્‍વજ વીર સાવરકરજીએ અન્‍ય ક્રાંતિકારીઓ સાથે મળીને બનાવ્‍યો હતો.

ભારતીય ટપાલ મુદ્રાંક પર અંકિત મેડમ કામાજીની પ્રતિમા.

Leave a Comment