રાષ્‍ટ્રીય ચારિત્ર્યનું દર્શન કરાવી આપનારી છત્રપતિ શિવાજી મહારાજની દક્ષિણ દિગ્‍વિજય કૂચ !

અનુક્રમણિકા

શ્રી. વિજય પાટીલ

 

૧. શૌર્ય ગજવવું અને સામર્થ્‍ય સિદ્ધ
કરવું આ માટે જ હિંદુ રાજાઓની દિગ્‍વિજય કૂચ !

પ્રભુ શ્રીરામચંદ્રજીએ રાજસૂય યજ્ઞ કરીને યજ્ઞનો અશ્‍વ પૃથ્‍વી પર છૂટો મૂક્યો હતો. તે અશ્‍વને તે જ પકડવાનો હતો, કે જે પ્રભુ રામચંદ્ર સાથે યુદ્ધ કરી શકે. તેનો અર્થ હિંદુ રાજાએ કૂચ કરેલી વિજયયાત્રા પુરુષાર્થ ગજવવા માટે રહેતી. ક્ષત્રિયત્‍વ અને સામર્થ્‍ય સિદ્ધ કરવા માટે રહેતી. માજી સંરક્ષણ મંત્રી મનોહર પર્રીકરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારતીય સૈન્‍ય કેવળ બેસાડી રાખવા માટે હોવાને બદલે સૈન્‍ય પ્રતિકારક્ષમ રાખવા માટે યુદ્ધની આવશ્‍યકતા હોય છે જ. બરાબર તેવી જ રીતે સૈન્‍યને પ્રતિકારક્ષમ રાખવા માટે, તેમજ પોતાનું શૌર્ય પુરવાર કરવા માટે હિંદુ રાજાઓની વિજય ચડાઈઓ રહેતી.

જે સમયે બે હિંદુ રાજાઓ લડતા, તે સમયે યુદ્ધ ચાલુ હોય ત્‍યારે તે તે રાજ્‍યની જનતા પોતપોતાના કામકાજમાં વ્‍યસ્‍ત રહેતી. તેમને તે યુદ્ધનો કોઈપણ ત્રાસ થતો નહીં. તેમજ યુદ્ધ જીત્‍યા પછી જીતેલો રાજા હારેલા રાજાનાં રાજ્‍યમાં ધિંગાણું મચાવતો ન હતો અથવા જીતેલા પ્રદેશમાંની જનતા પર અન્‍યાય-અત્‍યાચાર કરતો ન હતો. મહાભારત આ માટે પ્રમાણ છે. તે સાથે જ હારેલા રાજાને પણ સન્‍માન આપવામાં આવતું. ‘એક રાજા સાથે રાજા પ્રમાણે વર્તણૂક કર’, એવો સિકંદરને સ્વાભિમાનભર્યો  ઉત્તર દેનારા મહારાજા પુરૂનું આપણે સ્‍મરણ કરીએ છીએ જ. તેમને ઇતિહાસ ભૂલી ગયો નથી.

 

૨. પ્રાણીમાત્રોના હિત
માટે હિંદુ રાજાઓ યુદ્ધ કરતા હતા !

એકાદ રાજા જો ખરાબ માર્ગે ચડીને તેના રાજ્‍યની જનતા પર અત્‍યાચાર કરવા લાગે, તો અન્‍ય રાજ્‍યમાંનો ધર્મશીલ, સામર્થ્‍યવાન, સદાચરણી રાજા તે રાજ્‍ય પર આક્રમણ કરીને તે પ્રજાનું રક્ષણ કરતો. તેનો અર્થ સર્વ પ્રાણીમાત્રોના સુખ માટે, શાંતિ માટે હિંદુ રાજા યુદ્ધ કરતો હતો. અન્‍યાયી રાજાને હરાવીને તે રાજ્‍ય પોતાના નિયંત્રણ હેઠળ લઈને જનતાને સુખી કરતો હતો. ભગવાન શ્રીકૃષ્‍ણએ કરેલો કંસ વધ, તેમજ પ્રભુ શ્રીરામચંદ્રએ કરેલો રાવણ વધ, રાક્ષસોનો સંહાર આ બધા તેના જ પ્રકાર છે.

 

૩. હિંદુ સંસ્‍કૃતિ અને મુસલમાન રાજાઓની
વિકૃતિમાંનો મૂળભૂત ફેર સમજી લેવો આવશ્‍યક

બે હિંદુ રાજાઓમાં યુદ્ધ થયા પછી જીતેલા રાજાએ હારેલા રાજાના રાજ્‍યમાં બળાત્‍કાર કે આગ ચાંપી હોવાનું જોવા મળતું નથી. તેવું એકપણ ઉદાહરણ ઇતિહાસમાં જડતું નથી. આનાથી ઊલટું આપણે જો મુસલમાની આક્રમકોનો ઇતિહાસ જોઈએ, તો મુસલમાન રાજા જીતી ગયા પછી તે હારેલા હિંદુ રાજાની પ્રજા પર અત્‍યાચાર કરતો હોવાનું જોવા મળે છે. હિંદુ સંસ્‍કૃતિ અને ઇસ્‍લામી આતંકવાદમાંનો મૂળભૂત ફેર આ ઠેકાણે ધ્‍યાનમાં લેવો પડશે. અલ્‍લાઉદ્દીન ખીલજી દ્વારા થનારી માનહાનિ અને અત્‍યાચાર સહન કરવા કરતાં રાણી પદ્મિનીએ ૧૪ સહસ્ર હિંદુ સ્‍ત્રીઓ સહિત જૌહર કર્યું હોવાનું આપણને સહુને જ્ઞાત છે. તેનું કારણ એકજ હતું કે, આ જેહાદી યુદ્ધ જીતી લીધા પછી તે મહિલાઓ પર બળાત્‍કાર કરશે, આ વાત નક્કી જ હતી. આવા એક, બે નહીં જ્‍યારે ત્રણ જૌહર સદર ભારતભૂમિએ જોયા છે.

 

૪. હિંદવી સ્‍વરાજ્‍ય વૃદ્ધિંગત કરવા માટે
જ છત્રપતિ શિવાજી રાજાની દક્ષિણ દિગ્‍વિજય કૂચ !

છત્રપતિ શિવાજી મહારાજ

પ્રભુ શ્રીરામચંદ્ર, ભગવાન શ્રીકૃષ્‍ણનો વારસો ચલાવનારા છત્રપતિ શિવાજી મહારાજજીએ પણ પ્રભુ શ્રીરામજીના રાજસૂય યજ્ઞ પ્રમાણે દક્ષિણ દિગ્‍વિજય ચડાઈનો પ્રારંભ કર્યો. તેનું કારણ એકજ હતું, તે એટલે ‘જનતાને મુસલમાન બાહશાહોના અત્‍યાચારોથી મુક્ત કરીને ધર્મસંસ્‍થાપના કરવી ! અને હિંદુ તરીકે મહારાજે તે પોતાના કર્તવ્‍ય તરીકે સ્‍વીકાર્યું હતું.

તે જ અનુષંગથી કાશી વિશ્‍વેશ્‍વરમાં જિઝિયા કર લાગુ કરનારા ઔરંગઝેબને છત્રપતિ શિવાજી મહારાજજીએ પડકાર ફેંકતો પત્ર મોકલાવ્‍યો હતો અને જિઝિયા કર રદ કરવાની માગણી કરી હતી.

 

૫. કુતુબશાહને ‘મારો ગૌરવ
કરવા માટે મારો રાજા સમર્થ છે’, એવો
વટવાળો (તીખો) ઉત્તર આપનારા યેસાજી કંક !

દક્ષિણ દિગ્‍વિજય કૂચનો પ્રારંભ મહારાજજીએ કર્ણાટકમાંથી કર્યો. ભાગાનગરના ગોળકોંડા ખાતે કુતુબશાહ રાજ્‍ય કરતો હતો. તેનો સર્વ ભરોસો તેના સેનાપતિ મદાન્‍ના પર હતો. મદાન્‍નાએ કુતુબશાહ અને છત્રપતિ શિવાજી મહારાજજીની મુલાકાત નક્કી કરીને તેમનામાં મિત્રતાનો કરાર નક્કી કર્યો. ભાગાનગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજ અને કુતુબશાહની મુલાકાત અને સુલેહ થયા. તેમાં કુતુબશાહે ‘અમારો ત્રાસ સ્‍વરાજ્‍યને થશે નહીં’, એમ કહ્યું. મુલાકાત સમયે કુતુબશાહે પોતાનું વૈભવ દેખાડવા માટે છત્રપતિ શિવાજી મહારાજજીને તેની પાસે રહેલા ૧ સહસ્ર હાથી બતાવ્‍યા અને ‘તમારી પાસે કેટલા હાથી છે ?’, એવી છેડ કાઢતો પ્રશ્‍ન પૂછ્‍યો. મહારાજ ચતુર હતા. તેમણે કુતુબશાહને કહ્યું, ‘‘અમારો ડુંગર-પર્વતનો પ્રદેશ. અમારે હાથીની શી આવશ્‍યકતા છે ? પણ અમારે ત્‍યાં હાથી જેવું બળ ધરાવનારા સહસ્ર માણસો છે.’’ ત્‍યારે કુતુબશાહે મહારાજને પૂછ્‍યું, ‘શું તેમાંનો એકાદ માણસ સાથે છે ?’’ મહારાજે યેસાજી કંક સામે જોયું અને કહ્યું, ‘‘અમારો યેસાજી તેમાંનો જ એક છે.’’ કુતુબશાહે કહ્યું, તેની પરીક્ષા લઉં તો ચાલશે ખરું ? મહારાજે હા પાડી.

તે અનુસાર કુતુબશાહે હાથીને મદ્ય પાઈને, તેને તીક્ષ્ણ હથિયારથી ભોંકીને ઊંડા ખાડામાં પાડ્યો. તેથી હાથી મદોન્‍મત્ત બન્‍યો. આવા હાથી સાથે લડવા માટે યેસાજી કંક મેદાનમાં ઉતર્યા. માતેલો હાથી પુષ્‍કળ ભયંકર હોય છે; છતાં પણ યેસાજી કંકે એક દાંડપટ્ટામાં હાથીની સૂંઢ કાપી. તેથી હાથી ધારાશયી થયો. યેસાજી કંકનો પરાક્રમ જોઈને કુતુબશાહ ડોકમાંની સોનાની ચેન (અછોડો) કાઢીને યેસાજી કંકને આપવા લાગ્‍યો. ત્‍યારે યેસાજી કંકે કુતુબશાહને જડબેસલાક કહ્યું, ‘મારો ગૌરવ કરવા માટે મારો રાજા સમર્થ છે. મને તમારા ઇનામની આવશ્‍યકતા નથી.’ આને કહેવાય રાષ્‍ટ્રીય ચારિત્ર્ય, જે મહારાજજીના ચારિત્ર્યસંપન્‍ન આચરણ દ્વારા અન્‍યોમાં નિર્માણ થયું હતું. નહીંતર આજકાલ આપણા કહેવાતા વિચારવંતો પાકિસ્‍તાનમાં જઈને પુરસ્‍કાર અને સન્‍માન કરાવી લે છે. આવા લોકોએ શત્રુરાષ્‍ટ્રએ આપેલા સન્‍માનને તુચ્‍છ લેખીને ભારતનું અભિમાન જાળવવું જોઈતું હતું; પણ દુર્દૈંવ એવું છે કે, છત્રપતિ શિવરાયાની ભારતભૂમિમાં આવા અભિમાનશૂન્‍ય વ્‍યક્તિઓનો જન્‍મ થયો છે. જો શાળાના પાઠ્યપુસ્‍તકમાંથી છત્રપતિ શિવરાયાનું ચરિત્ર જેવું છે તેવું ભણાવવામાં આવે, તો યેસાજી કંક જેવી સ્‍વાભિમાની પેઢીનું નિર્માણ થશે, જે ભારતમાતાનું સ્‍વાભિમાન જાળવી રાખશે.

 

૬. ‘રાજા કેવો હોવો જોઈએ ?’, તેનો આદર્શ
સમાજ સમક્ષ રાખનારા છત્રપતિ શિવાજી મહારાજ !

શિવાજી મહારાજ આ બધો તમાશો થઈ રહ્યો હતો ત્‍યારે ગરદન નીચે કરીને બેઠા હતા. ત્‍યારે કુતુબશાહે છત્રપતિને પૂછ્‍યું કે, તમારા સૈનિકના પરાક્રમને તમે શા માટે ન નિહાળ્યો ? તે સમયે છત્રપતિ શિવાજી મહારાજજીએ જે ઉત્તર આપ્‍યો તેનું પ્રત્‍યેકે સ્‍મરણ રાખવું જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ કહે છે, ‘‘પોતાની મોજ-મજાની પૂર્તિ થાય એ માટે પ્રાણીની હત્‍યા કરવી અથવા તેમના જીવ સાથે રમવું, આ કાંઈ અમારી સંસ્‍કૃતિ નથી; તેથી મેં નિહાળ્યું નહીં.’ રાજા કેવો હોવો જોઈએ, તેનો આ આદર્શ પ્રસંગ !

 

૭. ‘પહેલા લગ્‍ન કોંઢાણાનું’ આ
પરંપરામાંનો દ્વિતીય સરદાર એટલે સર્જેંરાવ જેધે !

સર્જેંરાવ જેધે છત્રપતિ સાથે દક્ષિણ દિગ્‍વિજય ચડાઈમાં હતા ત્‍યારે મહારાષ્‍ટ્ર ખાતે તેમના દીકરાના મસ્‍તકમાં બાણ લાગીને તેનું મૃત્‍યુ થયું હતું. તેનાં પત્ની એટલે સર્જેંરાવનાં વહુ સતી જવાના હતા. આ સંદેશ જ્‍યારે દક્ષિણમાં પહોંચ્‍યો, ત્‍યારે છત્રપતિએ સર્જેંરાવને મહારાષ્‍ટ્રમાં પાછા જવા કહ્યું; પણ સર્જેંરાવે કહ્યું, ‘‘આમેય હું કાંઈ દીકરાના અંતિમ સંસ્‍કાર સુધી પહોંચી શકીશ નહીં. જે કૂચ હાથ ધરી છે, તે પૂર્ણ કરીને જ જઈશ.’’ રાષ્‍ટ્રીય કર્તવ્‍ય પૂર્ણ કરતી વેળાએ દીકરા વિશેનું કર્તવ્‍ય બાજુએ મૂકનારા સર્જેંરાવ ઇતિહાસમાં અજરામર થયા; કારણકે તે પ્રેરણા તેમને છત્રપતિ પાસેથી જ મળી હતી. જો ઇતિહાસમાં રહેલા આ ચરિત્રો ભાવિ પેઢીને ભણાવ્‍યા હોત, તો દેશ-ધર્મ કરતાં પોતાની જાતિ અથવા પક્ષને મોટો ગણનારા માનવો આ ભૂમિમાં જન્‍મ્‍યા જ ન હોત. જગત્‌માં ક્યાંય પણ કોઈપણ ધર્મીઓને મળ્યો ન હોય, તેટલો તેજોમય ઐતિહાસિક વારસો હિંદુઓને મળ્યો છે; પણ અમે અમારો ઇતિહાસ ભૂલી જવાથી દુર્ગતિ પામ્‍યા છીએ.

 

૮. સ્‍ત્રી કિલ્‍લેદાર સાથે લડનારા સરદાર
હિરોજી ફર્જંદને શિક્ષા કરનારા છત્રપતિ શિવાજી મહારાજ !

દક્ષિણ દિગ્‍વિજય કૂચમાં મસમોટું યશ પ્રાપ્‍ત કરીને મહારાજ પાછા ફર્યા હતા. મહારાજજીના નિવાસની જગ્‍યા નક્કી કરવી અને સર્વ સુરક્ષિતતાનું નિરીક્ષણ કરવું, આ કામ મહારાજજીના સરદાર હિરોજી ફર્જંદનું હતું. તેઓ મહારાજ પહેલાં ૪ દિવસ અગાઉ આગળ જઈને કૂચની, તેમજ નિવાસની સિદ્ધતા કરતા હતા. મહારાજ બેળગાવ આવવાના હતા, તે સમયે એક બનાવ બન્‍યો. બેળગાવથી ૧૦ માઈલ દૂર બેલવાડીનો જમીન પર કિલ્‍લો હતો, એવું કહેવાય છે. આ કિલ્‍લાના કિલ્‍લેદાર હતાં સાવિત્રીબાઈ દેસાઈ. તેમના પતિનું નિધન થયું હોવાથી તે પોતે જ કિલ્‍લાનો કારભાર સંભાળતા હતાં. તેમને ૩ વર્ષનો દીકરો હતો. હિરોજી ફર્જંદે વિચાર કર્યો કે, મહારાજ આવે તે પહેલાં આ કિલ્‍લો સ્‍વરાજ્‍યમાં સામેલ કરવો. હિરોજી ફર્જંદે બેલવાડીના કિલ્‍લા પર આક્રમણ કર્યું; પણ સાવિત્રીબાઈ શૂર હતા. તેમણે તે પ્રથમ આક્રમણ પાછું ઠેલ્‍યું.

‘એક સ્‍ત્રી સામે યુદ્ધમાં હારી ગયો, આ બાબત મહારાજ જાણશે, તો આપણે શું મોઢું બતાવવું’, આ વિચારથી ફર્જંદે રાજકારણ કરીને મોગલોનું સૈન્‍ય સાથે લઈને ફરીવાર બેલવાડીના કિલ્‍લા પર આક્રમણ કર્યું. આ વખતે સાવિત્રીબાઈ દેસાઈ હારી ગયા અને તેમને કેદ કરવામાં આવ્‍યા. મહારાજ બેળગાવ આવ્‍યા પછી તેમને હિરોજી ફર્જંદે બેલવાડીનો કિલ્‍લો કબજે કર્યો હોવાના સમાચાર આપ્‍યા. મહારાજે તે કિલ્‍લેદારને ઉપસ્‍થિત કરવા માટે કહ્યું. સાવિત્રીબાઈ દેસાઈને ઉપસ્‍થિત કરવામાં આવ્‍યાં, ત્‍યારે મહિલા કિલ્‍લેદારને જોઈને મહારાજ ભારે રોષે ભરાયા. મહારાજે હિરોજી ફર્જંદની ઝાટકણી કરી અને કહ્યું કે ‘સ્‍ત્રી સાથે લઢો છો ? શરમ નથી આવતી ?’, ‘સ્‍ત્રી એટલે મરાઠાઓના પૂજાઘરમાંની દેવતા છે. તેમનો વાળ પણ વાંકો થવો જોઈએ નહીં’, આ મહારાજજીનો સૈનિકોને સખત આદેશ હતો. મહારાજે સાવિત્રીબાઈ દેસાઈનો કિલ્‍લેદાર તરીકે ગૌરવ કર્યો અને પાલખીમાંથી તેમને પાછા મોકલી આપ્‍યા.

આજે ભારતમાં મહિલાઓ પરના અત્‍યાચારોના બનાવો જોતાં મહારાજજીનું ચરિત્ર પાઠ્યપુસ્‍તકોમાંથી શીખવવું કેટલું અત્‍યાવશ્‍યક છે ?, તે ધ્‍યાનમાં આવશે. આ ચરિત્ર જનતા અને રાજ્‍યકર્તાઓ બન્‍ને માટે ઉપયુક્ત છે. મહારાજે હિરોજી ફર્જંદને એક આશ્‍ચર્યજનક શિક્ષા સંભળાવી. તે એટલે સાવિત્રીબાઈ દેસાઈના પાલખીનો ભોઈ બનવાની. (પાલખી ઉંચકવાની.) મહારાજજીના સરદાર રહેલા હિરોજી ફર્જંદ સાવિત્રીબાઈ દેસાઈના પાલખીનો ભોઈ બન્‍યો અને તેમને સન્‍માનથી કિલ્‍લા પર પાછા મૂકી આવ્‍યો. ભૂલ કરેલી વ્‍યક્તિ કોણ છે, એમ જોવાને બદલે શિક્ષા સંભળાવનારા મહારાજ જુદી જ માટીના હતા !

આજે ઘણાં લોકપ્રતિનિધિઓ પર ભ્રષ્‍ટાચારના આરોપ છે. ગુનાઓ નોંધાયા છે; પણ તેનું તેમને કાંઈ લાગતું નથી. હિંદવી સ્‍વરાજ્‍યમાં ‘ક્લાસ વન’ દરજ્‍જાના અધિકારી રહેલા સરદાર ફર્જંદને મહારાજ પોતે શિક્ષા સંભળાવે છે, આ વાત ખાસ છે ! અહીંની લોકશાહીમાં તો છડેચોક આતંકવાદીઓનું, તેમજ પાકિસ્‍તાનનું સમર્થન કરનારા પક્ષોના લોકો પર પક્ષના અધિકારીઓ કાર્યવાહી કરતા નથી, આ વાત આપણે પ્રતિદિન અનુભવી રહ્યા છીએ.

છત્રપતિ શિવાજી મહારાજજીની દક્ષિણ દિગ્‍વિજય કૂચ અને તેના દ્વારા દર્શન થયેલા રાષ્‍ટ્રીય ચારિત્ર્યનો સદર અભ્‍યાસક્રમ શાળાઓ અને મહાવિદ્યાલયોમાં અંતર્ભૂત કરવાથી એક આદર્શ અને રાષ્‍ટ્રપ્રેમી પેઢી સિદ્ધ થવામાં સહાયતા થશે, આ વાત ચોક્કસ ! એમ થાય, એવી ઈશ્‍વરનાં ચરણોમાં પ્રાર્થના !

– શ્રી. વિજય પાટીલ, વાપી, ગુજરાત.

Leave a Comment