‘જાણતા રાજા’ રહેલા હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજ !

૧. શિવજયંતી

‘જગત્‌ના ૧૧૧ દેશોમાં ૧૯ ફેબ્રુઆરીના દિવસે શિવજયંતી ઊજવવામાં આવે છે.

 

૨. છત્રપતિ શિવાજી મહારાજજીના ૭ ઘોડા

શિવાજી મહારાજ ઘોડાનો ઉપયોગ નિર્ણાયક પ્રસંગો સમયે જ કરતા હતા. છત્રપતિ શિવાજી મહારાજજીના સાત ઘોડા અને તેમનાં નામો – ૧. મોતી, ૨. વિશ્‍વાસ, ૩. તુરંગી, ૪. ઇંદ્રાયણી, ૫. ગાજર, ૬. રણભીર અને ૭. કૃષ્‍ણા

કૃષ્‍ણા આ અંતિમ સમયમાંનો શ્‍વેત ઘોડો ! મહારાજે રાજ્‍યાભિષેક થયા પછી આના પર સ્‍વારી કરી.

 

૩. જાણતા (કુશળ) રાજા

અ. છત્રપતિ શિવરાયાનો આહાર સાદો હતો. તેમણે સંપૂર્ણ જીવન નિર્વ્‍યસની તરીકે વ્‍યતીત કર્યું. ચડાઈ સમયે તેઓ તંબૂમાં સૂઈ જતા. દૈનંદિન પહેરાવ સાદો; પણ દરબારી પોષાક રાજાને શોભે તેવો રહેતો. ‘કાળી દાઢી, મૂંછો, લાંબા વાળ, મોટી અને તેજસ્‍વી આંખો, મર્મભેદી દૃષ્‍ટિ, અત્‍યંત સાવચેત, બોલતી વેળાએ સ્મિત હાસ્‍ય’, એવું તેમનું વ્‍યક્તિત્‍વ હતું. ઊંચાઈ કરતાં તેમના હાથની લંબાઈ આંખોમાં વસી જતી હતી.

આ. ‘આજનું કામ આજે જ થવું જોઈએ, આવતી કાલે નહીં’, એવી તેમની વિચારસરણી હતી.

ઇ. તેમણે મરાઠી માણસોને સ્‍વાભિમાનથી જીવવા માટે શીખવ્‍યું. ૧ સહસ્ર ૩૦૦ કરતાં વધારે શબ્‍દો ધરાવનારો પ્રથમ મરાઠી શબ્‍દકોશ શિવરાયાએ સિદ્ધ કર્યો.

ઈ. આજે આપણે ખેતી-વાડીમાં ૩૦૦ ફૂટ ‘બોર’ લઈને પણ પાણી હાથ આવતું નથી; પરંતુ આજે ૪૦૦ વર્ષ ઉપરાંત પણ મહારાષ્‍ટ્રમાંના કોઈપણ કિલ્‍લા પર જઈએ, તો ત્‍યાં ૪ સહસ્ર ફૂટની ઊંચાઈ પર, ભર ઉનાળામાં આપણને કિલ્‍લા પરની ટાંકીઓમાં ચોખ્‍ખું પાણી દેખાશે, તે પણ કોઈપણ જાતની મોટર કે પાઈપલાઈન સિવાય !

ઉ. પ્રત્‍યેક કિલ્‍લા પર ૨ પ્રકારના હોજ (મોટો કુંડ)/ટાંકીઓ હતી. બાંધકામમાં ખડક ફોડવા માટે દારૂગોળાનો/સુરંગનો ક્યારે પણ ઉપયોગ કર્યો નથી. તેને બદલે નૈસર્ગિક સામગ્રીનો ઉપયોગ કરીને ખડક ફોડ્યા; તેથી જ ટાંકીઓનો આકાર બરાબર લંબચોરસ છે. આ જ ટાંકીઓમાંનું પાણી સંપૂર્ણ ગઢ પર ઉપયોગમાં લેવાતું. તે પાણી ચોખ્‍ખું રાખવા માટે નૈસર્ગિક તંત્રનો ઉપયોગ કરવામાં આવતો. પાણીની ટાંકીઓ ખડકના ખૂણેથી ૫૦ થી ૧૫૦ ફૂટ ઊંડી ખોદેલી છે. તેમની અંદરની બાજુએ ‘સ્‍ટેપ’/તબક્કા/પગથિયાં કરેલા છે. એક ‘સ્‍ટેપ’ લગભગ ૨૫ ફૂટ અને તેના કરતાં વધુ દૂર છે.

ઊ. છત્રપતિ શિવાજી મહારાજ સ્‍વરાજ્‍ય સ્‍થાપનાના વિચારો સાથે સહમત રહેલા સર્વ જાતિ-ધર્મના લોકોને એકત્ર લઈને લઢ્યા.

એ. સ્‍વરાજ્‍ય પર આક્રમણ કરનારા, દ્રોહી, દગો કરનારા, પછી ભલે તે શત્રુ હોય, ઘરના હોય, સ્‍વરાજ્‍યના હોય, ‘કયા જાતિ-ધર્મના છે’, તેનો વિચાર કર્યા વિના મહારાજે તેમને કઠોર શિક્ષા કરી.

ઐ. જગત્‌ના ઇતિહાસમાં એકમાત્ર રાજા છે, જેમના દરબારમાં ક્યારે પણ સ્‍ત્રી/નર્તકીનું નૃત્‍ય થયું નથી. તેમણે પોતાના માટે મોટા-મોટા મહેલ બંધાવ્‍યા નહીં. તેમણે સત્તાનો ઉપયોગ પોતાના કુટુંબના લાભાર્થે કદીપણ કર્યો નહીં. છત્રપતિ શિવાજી મહારાજ ‘રૈયત (પ્રજા)નું સ્‍વરાજ્‍ય’ એવો જ શબ્‍દપ્રયોગ કરતા.

ઓ. મહારાજના મરાઠાઓના ઘોડા એકવાર માર્ગસ્‍થ થયા પછી એક શ્‍વાસમાં ૧૦૦ થી ૧૨૫ કિ.મી. સહેજે જતા; કારણકે માવળા સ્‍વરાજ્‍ય માટે લઢતા હતા; પણ મોગલોના ઘોડા ૩૦ થી ૩૫ કિ.મી. જઈને ઊભા રહી જતા, કારણકે મોગલ સૈન્‍ય પગાર માટે કામ કરતું હતું.

ઔ. મહારાજના રાજદરબારમાં કુલ ૮ મંત્રી હતા. કુલ ૩૦ વિભાગ (૧૨ મહેલ અને ૧૮ કારખાના) હતા. આ ૩૦ વિભાગમાં ૬૦૦ કર્મચારીઓ હતા.

અં. વર્ષ ૧૬૭૧માં મહારાષ્‍ટ્રની કિનારપટ્ટી પર મીઠાનું ખેડાણ કરવામાં આવતું; પણ અંગ્રેજ, ડચ, પોર્ટુગીઝોએ ત્‍યાંનું ખેડાણ નષ્‍ટ કરવા માટે તે સમયના ગોવા પ્રાંતમાંથી મીઠું લાવીને તેનું વેચાણ સસ્‍તામાં ચાલુ કર્યું. આ વાત મહારાજના ધ્‍યાનમાં આવતાં જ તેમણે આયાત મીઠા પર કર બેસાડ્યો. તેથી આયાત મીઠું મોંઘું થયું અને આપણા ખેડૂતો દ્વારા પકવેલા મીઠાની માગણી વધી; તેથી છત્રપતિને ‘જાણતા (કુશળ) રાજા’ કહે છે.

ક. મહારાજ પાસે આવનારા પ્રત્‍યેક ટંટાનો નિકાલ સામસામો થતો હતો.

ખ. મહારાજના મૃત્‍યુ ઉપરાંતના ૩૦૨ વર્ષ પછી પણ તેમનું સન્‍માન કરવામાં આવે છે.

(સૌજન્‍ય : ‘વ્‍હૉટ્‌સઍપ’)

૪. રાયગઢની વિશિષ્‍ટતાઓ

રાયગઢ

૧. આ ગઢ પર છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્‍યાભિષેક ૬ જૂન ૧૬૭૪ના દિવસે થયો.

૨. કિલ્‍લાનું કુલ ક્ષેત્રફળ ૧ સહસ્ર ૨૦૦ એકર છે.

૩. મહારાજના સમયમાં રાયગઢ પરની લોકસંખ્‍યા ઓછામાં ઓછી ૧૦ સહસ્ર રહેતી.

૪. રાયગઢ ફરતે ૬૫ કિલ્‍લા છે.

૫. રાયગઢની ૩ બાજુએ કિલ્લેબંધી નથી, કેવળ પશ્‍ચિમ બાજુએ કિલ્લેબંધી છે. ૨ સહસ્ર ફૂટ પર પહેલી, જ્‍યારે ૪ સહસ્ર ફૂટ પર બીજી કિલ્લેબંધી છે. કિલ્‍લાનો રસ્‍તો ઘણો સાંકડો છે. કિલ્‍લા પર ૩૦૦ મકાન હતા. ‘૧૦ સહસ્ર લોકોને સમગ્ર વર્ષ પાણી મળે’, તે માટે ૯ ટાંકીઓ હતી.

૬. રાયગઢ પર ૪૨ દુકાનો હતી. તેમાંથી ૨૧ દુકાનો દેશી માલની અને ૨૧ દુકાનો પરદેશી માલના વેચાણ માટે હતી.

૭. ‘રાયગઢ પર કામ કરવા આવેલી કોઈપણ વ્‍યક્તિને જમ્‍યા વિના પાછી મોકલવી નહીં’, એવો નિયમ હતો.

 

૫. રાજગઢની વિશિષ્‍ટતાઓ

રાયગઢ

કેવળ ૧૭મા વર્ષે શિવરાયાએ પોતાની સંકલ્‍પનામાંથી ‘રાજગઢ’ કિલ્‍લો સાકાર કર્યો. રાજગઢના બાંધકામનો ખર્ચ ૨૨ સહસ્ર કરોડ રૂપિયા હતો. આ ગઢ પર મહારાજે ૨૭ વર્ષ નિવાસ કર્યો હતો.

વર્ષ ૧૯૮૨માં પોર્ટુગલ દેશની રાજધાની ‘લિસ્‍બન’ ખાતે ગઢકોટ/કિલ્‍લાનું જાગતિક પ્રદર્શન ભરાયું હતું. તે પ્રદર્શનની પસંદગી સમિતિએ જગત્‌ના કિલ્‍લા જોયા પછી રાજગઢને પ્રથમ પુરસ્‍કાર પ્રદાન કર્યો.’

Leave a Comment