અકબરના વિરોધમાં ધર્મયુદ્ધનું રણશિંગું ફૂંકનારા મહારાણા પ્રતાપ !

 સ્મૃતિદિન : મહા સુદ ૧૧
જયંતી : જેઠ સુદ પક્ષ ૩


વર્ષ ૧૫૫૮માં બાહશાહ અકબરે ચિત્તોડ પર આક્રમણ કરીને મોટા પ્રમાણમાં રાજપૂત સ્ત્રી-પુરુષોની હત્યા કરી. ચિત્તોડ જીતી લઈને જ્યારે તે દેહલી પાછો ફર્યો, ત્યારે યવનોથી પોતાના શીલનું રક્ષણ થાય, તે માટે ચિત્તોડની સર્વ રાજપૂત સ્ત્રીઓએ જૌહાર કરીને આત્મબલિદાન કર્યું. ત્યારે મેવાડના રાજા ઉદય સિંહ યુદ્ધમાં વીરગતિ પામ્યા. તેમના પુત્ર મહારાણા પ્રતાપે તેનું સાટું વાળવા માટે અકબરના વિરોધમાં મેવાડમાં ધર્મયુદ્ધનો આરંભ કરવાની ઘોષણા કરી. વર્ષ ૧૫૭૨માં મેવાડ રાજ્યના અધિપતિના રૂપમાં તેમણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. આ વર્ષે તેમનું સ્મૃતિદિન ૨૮ જાન્યુઆરીના દિવસે છે.

 

મહારાણા પ્રતાપનો સર્વનાશ કરવાની અકબરની યોજના !

મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો. તેમના પર આક્રમણ કરવા માટે અકબરે પોતાના દરબારના પ્રમુખ સેનાપતિ રાજા માનસિંહને એક લાખ ઘોડેસવાર, નવી બંદૂકો, બાણ જેવા શસ્ત્રાસ્ત્ર અને અગણિત હાથી, ઘોડા, રથ, ભૂદળ એવી સેના સાથે મોકલ્યો. ત્યારે મહારાણા પ્રતાપ પાસે કેવળ ત્રણ સહસ્ર એકનિષ્ઠ ઘોડેસવાર યોદ્ધા હતા. સમજી-વિચારીને મહારાણા પ્રતાપે અરવલ્લી પર્વતની ‘હલદી-ઘાટી’ જેવી દુર્ગમ જગા પર યુદ્ધની સિદ્ધતા કરી. માનસિંહ પાસે પ્રચંડ સેના હોવાથી તેણે ચારેબાજુથી એકજ સમયે મહારાણા પ્રતાપ પર આક્રમણ કર્યું. મહારાણા પ્રતાપ અને તેમની સેના શૂરતાથી લડી. તેમની સામે વિશાળ મોગલ સેનાના છક્કા છૂટી ગયા.

જીવનના અંતિમ ક્ષણ સુધી શત્રુનો દૃઢતાથી સામનો કરવો

આ યુદ્ધમાં મહારાણા પ્રતાપે મુગલ સેનાને એટલી દુર્બળ બનાવી દીધી કે મુગલોએ મહારાણા પ્રતાપનો થોડો પણ પ્રતિકાર ન કર્યો. મહારાણા પ્રતાપને પકડવાનું માનસિંહથી બની શક્યું નહીં. તે દિલ્લી પાછો ફર્યો.આ યુદ્ધ પછી મહારાણા પ્રતાપે ફરીવાર સેનાને એકઠી કરીને યુદ્ધની તૈયારી કરી. ત્યાર પછી તેમણે અકબર સાથે ત્રણવાર યુદ્ધ કર્યું. આ ત્રણેય યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાભવ કરવો અથવા તેને પકડવાનું બની જ શક્યું નહીં. મહારાણા હોવા છતાં પણ કુટુંબીઓ સહિત જંગલમાં રહેવાનો વારો આવ્યો હોવા છતાં પણ તેઓ ડગમગ્યા નહીં અને ધૈર્યથી મુગલ શત્રુઓનો અંત સુધી સામનો કરતા રહ્યા.

આ મહાપરાક્રમી મહાપુરુષની વર્ષ ૧૫૯૭માં દીર્ઘકાલીન રોગને કારણે જીવનજ્યોત ઓલવાઈ ગઈ.