કુળદેવી રેણુકામાતાનું કુમકુમાર્ચન કરતી સમયે થયેલી અનુભૂતિ

કુળદેવી રેણુકામાતાનું
કુમકુમાર્ચન કરતી સમયે થયેલી અનુભૂતિ

કુળદેવી રેણુકામાતાનું કુમકુમાર્ચન

દિનાંક ૧૩.૧૨.૨૦૧૭ના દિવસે મારા દીકરા ચિ. અદ્વૈતની તિથિ અનુસાર ચોથી વર્ષગાંઠ હતી. તેથી સવારથી જ કુળદેવી રેણુકામાતાનું કાંઈક કરવું એમ લાગતું હતું. સાંજે માતાજીને કહ્યું કે, ‘મને અભિષેક કરતા આવડતું નથી, પણ કુમકુમાર્ચન કરવુ, એવી તીવ્ર ઇચ્છા છે. હે રેણુકામાતા, તમે જ મારા દ્વારા કુમકુમાર્ચન કરાવી લો.’ ત્યાર પછી ‘sanatan.org’ પર કુમકુમાર્ચન કેવી રીતે કરવું ? એ વાંચ્યું. તેમાં દેવીમાને કંકુથી પૂર્ણ મઢી દેવા એમ કહ્યું છે.

તે સમયે મારી પાસે દેવીનો ફોટો મઢાઈ જાય એટલું કંકુ તો નથી, એમ ધ્યાનમાં આવ્યું. પણ અંતરથી તો કુમકુમાર્ચન કરવું, એમ લાગતું હતું. મેં દેવીની ક્ષમા માગી કે, ‘હે માતાજી, આપનો ચહેરો કંકુથી આચ્છાદિત થઈ શકે, તેટલું કંકુ મારી પાસે નથી, હું ૧૦૮ વાર જપ કરતાં કરતાં કંકુ ચઢાવીશ, તેનો તમે સ્વીકાર કરો.’ ત્યાર પછી કેવળ ૧૦૮ વાર કંકુ ચઢાવીને પણ માતાજી ઊભા રહેલી સ્થિતિમાં રહેલો ફોટો કંકુથી સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો. ફોટોની લીસી અને કોરી સપાટી પર માતાજીએ કંકુ આ રીતે ચડાવી લીધું.

કૃતજ્ઞતાભાવથી નામજપ કરી રહી હતી તે સમયે આંખો સામે સદગુરુ અનુરાધા બહેનનો ચહેરો તરવરતો હતો. ત્યાર પછી માહૂર (રેણુકા માતાજીનું નિવાસસ્થાન) ખાતે દેવીના ગર્ભગૃહમાં જોવા લાગી તો ત્યાં પણ સદગુરુ અનુરાધા બહેનનો હસતો ચહેરો દેખાયો. કૃતજ્ઞતા કયા શબ્દોમાં વ્યક્ત કરું તે સમજાતું નથી. ખૂબ જ શાંત લાગી રહ્યું હતું.

– સૌ. સોનાલી રવિંદ્ર પોત્રેકર, વડોદરા, ગુજરાત