ગંગાસાગર (કપિલ તીર્થ) સ્નાનનો મહિમા

 પ્રસ્તાવના

સત્યયુગમાં બધા સ્થાન પવિત્ર હતાં. ત્રેતાયુગમાં ‘પુષ્કર’ જ્યારે દ્વાપરયુગમાં ‘કુરુક્ષેત્ર’ બધા જ તીર્થોમાં પવિત્ર તીર્થ હતું. તેવી જ રીતે કળિયુગમાં ગંગાજી પરમપવિત્ર તીર્થ છે. ઇતિહાસની દૃષ્ટિએ પ્રાચીન કાળથી અર્વાચીન કાળ સુધી ગંગોત્રીથી ગંગાસાગર સુધી ગંગાની કથા હિંદુ સભ્યતા અને સંસ્કૃતિની અમૃતગાથા છે. ગંગાસાગર (કપિલ તીર્થ), એ બંગાળમાં સ્થિત તીર્થસ્થાન છે. આ હિંદુઓની આસ્થાનાં ચારધામોમાંના એક ધામ તરીકે ગણવામાં આવે છે. યાત્રીઓ અહીં સમુદ્રસ્નાન, ક્ષૌર અને શ્રાદ્ધ કરે છે. અહીં મકર સંક્રાંતિના ઉપલક્ષ્યમાં ત્રણ દિવસનું સ્નાનપર્વ હોય છે.

 

ભૌતિક વિશિષ્ટતાઓ

૧. જીવનદાત્રી અને આરોગ્યદાત્રી દેવ તેમજ ઋષિઓના સ્પર્શથી પાવન થયેલી અને હિમાલયમાંથી ઉગમ પામેલી નદીઓનું જળ, ખાસ કરીને ગંગાજળ સ્વાસ્થ્યકારી અર્થાત્ આરોગ્ય માટે હિતકારી છે.

૨. ગંગાજળમાં સામાન્ય રીતે ૩૦ થી ૬૦ મિનિટોમાં ઝેરીલા રાસાયણિક કચરાનું ૭૦ ટકા પ્રદૂષણ દૂર થાય છે.

૩. સુપ્રસિદ્ધ અમેરિકી વિચારક અને ચલચિત્ર અભિનેતા માર્ક ટ્વેનએપોતાના ‘ફોલોઇંગ ધ ઇક્વેટર’ નામક યાત્રાવર્ણનમાં ગંગાજળનું વૈજ્ઞાનિકમૂલ્યાંકન કર્યું છે. તે તેમનાં જ શબ્દોમાં આગળ આપી રહ્યા છીએ. ‘વર્ષ ૧૮૯૬માં આગરા પહોંચ્યા પછી ત્યાં એક અવિસ્મરણીય વૈજ્ઞાનિક શોધ થઈ. એ શોધ એમ હતી કે, જેની આપણે અવગણના કરીએ છીએ, તે ગંગાનું થોડા પ્રમાણમાં ગંદું પાણી જગતનું સૌથી વધારે પ્રભાવી જંતુનાશક અને શુદ્ધિકારક પાણી છે.’

૪. કેટલાક વૈજ્ઞાનિકોના નિષ્કર્ષ

અ ‘ઝાડાના જીવાણુઓથી દૂષિત ગંગાજળમાં લાખો લોકો સ્નાન કરે છે અને તેમને રોગ (ઝાડા) થતો નથી, આ મોટો ચમત્કાર છે.’ – એફ્.સી. હૈરિસન, શોધકર્તા, મૈગીલ વિશ્વવિદ્યાલય, કેનેડા.

આ. ‘નદીના જળમાં જેવા પ્રકારની રોગાણુનાશક શક્તિ છે, તેવી શક્તિ જગતની કોઈપણ નદીના પાણીમાં જોવા મળતી નથી’. – કોહીમાન, જળતત્ત્વ વિશેષ તજ્જ્ઞ (વર્ષ ૧૯૪૭માં વારાણસી ખાતે ગંગાજળ વિશે શોધ કર્યા પછી ઘોષિત નિષ્કર્ષ).

૫. ગંગાજળ ઉષ્ણ (ગરમ) ન કરવાની ધર્મશાસ્ત્રની આજ્ઞાનું વૈજ્ઞાનિક કારણ ‘ધર્મશાસ્ત્રકર્તાઓએ ગંગાજળ ઉષ્ણ કરવાનું નિષિદ્ધ માન્યું છે. તેનું મૂળભૂત વૈજ્ઞાનિક કારણ એ છે કે ગંગાજળ ઉષ્ણ કરવાથી તેની રોગાણુનાશક શક્તિ નષ્ટ થાય છે. તેથી ગંગાજળને ઉષ્ણ કરવું અયોગ્ય માનવામાં આવે છે.’ – પંડિત શ્રીગંગાશંકરજી મિશ્ર, ‘કલ્યાણ હિંદૂ-સંસ્કૃતિ અંક’, ગીતાપ્રેસ, ગોરખપુર.

 

ગંગાસ્નાનનું મહત્ત્વ

૧. ગંગાસ્નાનથી થનારી દેહશુદ્ધિ તેમજ કર્મશુદ્ધિ

૨. ગંગાસ્નાનથી જીવનું, દેહના સ્તર પર ઓછા પ્રમાણમાં; પણ કર્મના સ્તર પર વધારે પ્રમાણમાં શુદ્ધ થવું ગંગાસ્નાન સમયે જીવ દ્વારા કરવામાં આવેલા સંકલ્પમાં મૂળત ‘મારા દ્વારા થનારી ભૂલો માટે ક્ષમા યાચુ છું અને તમારી કૃપાદૃષ્ટિ રહે’, એવી યાચના કરવામાં આવે છે. આ યાચનાથી ઉત્પન્ન સૂક્ષ્મ-નાદના પ્રતિસાદ તરીકે જીવની સહાયતા માટે ઈશ્વરી તત્ત્વ દોડ્યું આવે છે તેમજ ભૂલોનું પરિમાર્જન કરાવી લે છે. તેથી ગંગાસ્નાનથી વધારે પ્રમાણમાં કર્મશુદ્ધિ થાય છે.

કુંભપર્વ દરમિયાન સત્પુરુષો દ્વારા ગંગાજીમાં સ્નાન કરવામાં આવવાથી ગંગાજી શુદ્ધ થવા

સંત એકનાથ મહારાજજી (એકનાથી ભાગવત, અધ્યાય ૨, શ્લોક ૨૫૧માં) કહે છે, ‘ગંગાજીમાં સ્નાન કરવાથી લોકો પવિત્ર થાય છે; પણ પાપી લોકોનાં પાપો ગંગાજીમાં રહી જાય છે. તેનાથી અપવિત્ર થયેલાં ગંગાજી પોતાની પવિત્રતા જાળવવા માટે સંતોનાં ચરણકમલોનાં સ્પર્શની ઇચ્છા સેવે છે.’

શ્રદ્ધાળુઓ માટે આવશ્યક ગંગાજી સંબંધી વ્યષ્ટિ સાધના (ઉપાસના)

ભવિષ્યપુરાણ અનુસાર, ‘જે વ્યક્તિ જતા-આવતા, સ્થિર હોય ત્યારે, ભોજન કરતી હોય ત્યારે, ધ્યાનમાં, જાગૃતાવસ્થામાં અને શ્વાસ લેતી વેળાએ નિરંતર ગંગાસ્મરણ કરે છે, તે વ્યક્તિ બંધનમુક્ત થઈ જાય છે.’

 

ગંગાસહસ્રનામ સ્તોત્રનું મહત્ત્વ

એકવાર અગસ્ત્ય ઋષિએ પૂછ્યું, ‘ ગંગાસ્નાન કર્યા સિવાયનો મનુષ્યજન્મ નિરર્થક છે, એવામાં દૂર દેશમાં રહેનારા લોકોને ગંગાસ્નાનનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે ?’ ત્યારે શિવપુત્ર કાર્તિકેયએ ગંગાસહસ્રનામની રચના કરી તેમજ પ્રતિદિન તેનો પાઠ કરવાનું મહત્ત્વ કહ્યું. (સ્કંદપુરાણ, કાશીખંડ, અધ્યાય ૩૯)

શ્રદ્ધાળુઓ માટે આવશ્યક ગંગાજી સંબંધી સમષ્ટિ સાધના (ઉપાસના)

૧. ગંગા નદીના નિંદકોને રોકવા

હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર ગંગાજીની નિંદા કરવી તેમજ નિંદા થતી વેળાએ નિષ્ક્રિય રહીને તે નિંદાને એક રીતે મૂક સહમતિ આપવી પણ એક પાપ જ છે. તેથી ગંગાજીની નિંદા કરનારાઓને તેમ કરવાથી પરાવૃત્ત કરવા અને જો પરાવૃત્ત ન થાય, તો તેમને વૈધાનિક માર્ગથી રોકવા, પ્રત્યેક હિંદુનું કર્તવ્ય છે.

ગંગાજીનો દ્વેષ કરનારાઓનાં કેટલાંક ઉદાહરણો

ચિત્રકાર મ.ફિ. હુસેન

તેમણે દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્રો દોર્યાં. તેમાંનું એક ચિત્ર હતું, ‘પાણીમાં સૂઈ ગયેલાં નગ્ન ગંગા-યમુના’ ધ્યાન રાખો, ગંગાજીની નિંદા કરનારાઓના વિરોધમાં નિષ્ક્રિય રહેનારાઓ પર નહીં; જ્યારે સક્રિયતાથી આગળ આવનારાઓ પર ગંગાજીની કૃપા થશે અને તેઓ જ ગંગાસ્નાનથી લાભાન્વિત થશે !

ગંગાનિંદકોને રોકવા માટે આવશ્યક પ્રયત્નો

અ. ઑગસ્ટ ૨૦૧૧માં ઑસ્ટ્રેલિયાના ‘ટુડે એફ્.એમ્.’ નામક આકાશવાણી કેંદ્રના કાઈલ સૈંડીલૈંડસ નામક રેડિયો નિવેદકે ‘ કાઈલ એંડ જેકી ઓ’ કાર્યક્રમમાં ભારતનો ઉલ્લેખ વિષ્ઠાકુંડ (શિટ હોલ) તેમજ પવિત્ર ગંગાજીનો ઉલ્લેખ કચરાકુંડી (જંકયાર્ડ) તરીકે કર્યો. જાગૃત હિંદુઓએ આ વિશે પત્રાચાર અને દૂરભાષ દ્વારા સદર આકાશવાણી કેંદ્ર પાસે સ્પષ્ટીકરણની માગણી કરી. ત્યારે આકાશવાણી કેંદ્ર ‘ટુડે એફ્.એમ્.’ અને તેના નિવેદક કાયલેએ હિંદુઓ પાસે ક્ષમાયાચના કરી. કેવળ પ્રસારમાધ્યમ જ નહીં; જ્યારે ગંગાજીની નિંદા કરનારા કળા, સાહિત્ય, રાજનીતિ ઇત્યાદિ બધા જ ક્ષેત્રોમાંના નિંદકોનો નિષેધ કરીને તેમની પાસે આ વિશે સ્પષ્ટીકરણ માંગો !

૨. ગંગા નદીનું પ્રદૂષણ કરનારાઓને રોકવા

અ. ગંગાજળ પ્રદૂષિત કરનારાં કર્મોનો બ્રહ્માંડપુરાણમાં (અધ્યાય ૧, શ્લોક ૫૩૫માં) સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કરતી વેળાએ કહ્યું છે કે, ‘ગંગાજી પાસે મળવિસર્જન કરવું, કોગળા કરવા, વાળ ઝાટકવા અથવા વિસર્જિત કરવા, નિર્માલ્ય ફેંકવું, કચરો ફેંકવો, મળ-મૂત્રવિસર્જન, મોજ-મજાક કરવી, દાન સ્વીકારવું, મૈથુન કરવું, અન્ય તીર્થો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો, અન્ય તીર્થોની સ્તુતિ કરવી, વસ્ત્રનો ત્યાગ કરવો, ગંગાજળ પછાડવું, ગંગાજીમાં જળક્રીડા કરવી, એવા ચૌદ કર્મો ગંગાજીમાં અથવા ગંગાજી પાસે કરવા નિષિદ્ધ છે. ’ગંગાજીમાં અથવા ગંગાજી પાસે નિષિદ્ધ કહેલાં આ ચૌદ કર્મોમાંથી સાત કર્મો જળપ્રદૂષણ સાથે સંબંધિત છે.

ગંગાપ્રદૂષણ રોકવા માટે આવશ્યક પ્રયાસ

ગંગા નદીની પવિત્રતાનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરવા, એક પ્રકારનું ધર્મપાલન જ છે. તે માટે આગળ જણાવેલા પ્રયત્નો કરવા પડશે.

અ. ગંગાજીમાં પ્રદૂષણ ફેલાવનારા શ્રદ્ધાળુઓનું પ્રબોધન કરવું

આ. ગંગારક્ષણ વિશે નિયતકાલિકોમાં લેખ લખવા અથવા સમાજમાં પ્રબોધન કરનારાં પત્રકો વહેંચવાં

ઇ. ગંગા નદીમાં નિષ્કાસિત જળ છોડનારા કારખાનાઓ અને નગરપાલિકાના અધિકારીઓમાં જનજાગરણ કરવું

ઈ. ગંગા નદીના પરિસરમાં કાર્યરત જનપ્રતિનિધિઓને (પાર્ષદ, મેયર, ધારાસભ્ય અને સાંસદ ઇત્યાદિને) પ્રત્યક્ષ મળીને તેમનું પ્રબોધન કરવું

ગંગાજીની અલૌકિકતા જગત્ સામે લાવો !

વાસ્તવિકતા એમ છે કે વર્તમાન પેઢીને ગંગાજીની અલૌકિક મહાનતા અને તેમની વર્તમાન દુ:સ્થિતિ જ્ઞાત જ નથી. ભારતીઓની સર્વપાપવિનાશિની સર્વતીર્થમયી પુણ્યસલિલા ગંગાજીની મહાનતા જ્ઞાત થશે ત્યારે તેઓ તેમની પવિત્રતા-રક્ષણ માટે સતર્ક બની જશે. ગંગાપ્રદૂષણ એક પાપકૃત્ય છે, એ ધર્મશિક્ષણ મળવાથી પ્રદૂષણ નૈતિક દૃષ્ટિએ પ્રતિબંધિત થશે. ગંગાજીનું રક્ષણ પ્રત્યેક હિંદૂનું ધાર્મિક, સામાજિક, માનવીય અને પ્રથમ રાષ્ટ્રીય કર્તવ્ય છે. આ સૂત્ર પ્રત્યેક હિંદૂના મન પર અંકિત થવું અનિવાર્ય છે, ત્યારે જ ગંગારક્ષણ માટે અખિલ ભારતીય જનસમુદાય ક્રમણ કરશે. તેથી ગંગા નદીની અલૌકિકતા જગત્ સામે લાવવી અતિશય આવશ્યક છે. તેના માટે આગળ જણાવેલા પ્રયત્નો કરવા લાભદાયી થશે.

૧. સંત-મહાત્માઓના સત્સંગ, કીર્તન અને પ્રવચનો દ્વારા ગંગા નદીની મહિમા અને ગંગાજીનું રક્ષણ આ વિષય પ્રસ્તુત કરવા.

૨. શિક્ષામંડળ ગંગાજીની મહિમાનું વર્ણન કરનારા પાઠ પાઠ્યક્રમોમાં સમાવેશ કરે તેના પર ભાર મૂકવો.

૩. સનાતન-નિર્મિત ગંગાજીના રક્ષણ વિશેના ગ્રંથો પ્રાયોજિત કરવા અથવા સગાંસંબંધીઓને ભેટ તરીકે આપવા. આમાં સનાતન સંસ્થા તેમજ હિંદુ જનજાગૃતિ સમિતિ તમારી સહાયતા કરશે.

ભાવી હિંદુ રાષ્ટ્રમાં ગંગા નદી પરમ પવિત્ર હશે !

વર્તમાન નિધર્મી લોકશાહીમાં ધર્મનો પાયો ન હોવાથી હિંદુઓની અને રાષ્ટ્રની પરમ અધોગતિ થઈ રહી છે. ગત લાખો વર્ષોથી હિંદુસ્થાનને પુનીત કરનારી દેવનદી ગંગાજીનાં અસ્તિત્વ પર આજની લોકશાહીની વ્યવસ્થાએ પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે અને ગંગાજીનું રક્ષણ કરવાની ધર્મપ્રેમીઓની પોતાની એક મર્યાદા છે. આ સુરસરિતાનો વિનાશ હિંદુ સભ્યતા અને સંસ્કૃતિનો અંતિમ ક્ષણ હશે ! તેથી હિંદુ રાષ્ટ્રમાં રક્ષણ પ્રત્યેક નાગરિકનું પરમકર્તવ્ય હશે ! ગંગાજીને પ્રદૂષિત કરનારાઓને કઠોર દંડવિધાન દ્વારા શિક્ષા કરવામાં આવશે. ગંગાજીના પ્રવાહક્ષેત્રમાં બનેલા બધા જ બંધ, નહેરો, વિદ્યુત પ્રકલ્પો ઇત્યાદિ શાસકીય યોજનાઓ રદ કરવામાં આવશે તેમજ ગંગાજીનો પ્રાકૃતિક પ્રવાહ અબાધિત રાખવામાં આવશે. તેથી હિંદૂ રાષ્ટ્રમાં ગંગાજી નિર્મળ, અવિરત અને અબાધિત પ્રવાહિત થશે. ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી તે પરમશુદ્ધ હશે તેથી હિંદુસ્થાન અને હિંદુ સમાજને તેની પવિત્રતાનો વાસ્તવિક આધ્યાત્મિક લાભ મળશે.

સંદર્ભ : હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘ગંગાજીની મહિમા !’ મરાઠી અને હિંદી ભાષામાં ઉપલબ્ધ