જલિયાનવાલા બાગ હત્યાકાંડ (ચૈત્ર સુદ ૭ – ૧૩ એપ્રીલ ૧૯૧૯)

જલિયાનવાલા બાગ

 

જલિયાનવાલા બાગ હત્યાકાંડ (ચૈત્ર સુદ ૭ – ૧૩ એપ્રીલ ૧૯૧૯)

જલિયાનવાલા બાગ અમૃતસરના સુવર્ણ મંદિરની પાસેનો એક નાનકડો બગીચો છે. અહીં ૧૩ એપ્રીલ ૧૯૧૯ ના દિવસે બ્રિગેડિયર જનરલ રેજીનૉલ્ડ ડાયરના નેતૃત્વમાં અંગ્રેજ ફોજે ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, ઘરડાં, મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકોને મારી નાખ્યા અને સહસ્રો લોકોને ઘાયલ કર્યા.

બ્રિટિશ રાજના અભિલેખ આ ઘટનામાં ૨૦૦ લોકોના ઘાયલ થવાની અને ૩૭૯ લોકોના શહીદ થવાની વાત સ્વીકાર કરે છે જ્યારે અનધિકૃત આંકડા અનુસાર ૧૦૦૦થી અધિક લોકો માર્યા ગયા અને ૨૦૦૦ થી અધિક ઘાયલ થયા હતા. જો કોઈ એક ઘટના જેનો ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પર સૌથી અધિક પ્રભાવ પડ્યો હોય તો એ ઘટના આ નીંદનીય હત્યાકાંડ જ હતું. આ ઘટનાની યાદમાં અહીં સ્મારક બનાવવામાં આવ્યું છે. આ ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે સરદાર ઉધમસિંહે ૧૩ માર્ચ ૧૯૪૦ ના દિને બ્રિટિશ લેફ્ટનેંટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારી હતી.