દેવીતત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક રંગોળીઓ

Article also available in :

સર્વ દેવતાઓનું પૂજન કરવાની પદ્ધતિ સરખી જ હોય છે. આ વિશેનું વિસ્‍તૃત વિવરણ (માહિતી) સનાતનના ‘પંચોપચાર અને ષોડશોપચાર પૂજન પાછળનું શાસ્‍ત્ર’ આ ગ્રંથમાં વિગતવાર આપ્‍યું છે. પ્રસ્તુત લેખમાં દેવીતત્ત્વ આકર્ષિત કરવા માટે પૂજા પહેલાં કઈ રંગોળીઓ પૂરવી, કયા દેવીને કયું ફૂલ ચઢાવવું, ઉદબત્તીથી કેવી રીતે ઓવાળવું, પ્રદક્ષિણા કેટલી ફરવી ઇત્‍યાદિ કૃતિઓની જાણકારી આપી છે.

 

૧. દેવીપૂજન કરવા પહેલાં દેવીતત્ત્વ
સાથે સંબંધિત સાત્ત્વિક રંગોળીઓ પૂરવી

ખાસ કરીને મંગળવારે અને શુક્રવારે દેવીપૂજન પહેલાં, તેમજ નવરાત્રિના કાળમાં ઘરે અથવા દેવાલયમાં દેવીતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી સાત્ત્વિક રંગોળીઓ પૂરવી. શ્રી દુર્ગાદેવીતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી બે રંગોળીઓ નીચે આપી છે. સર્વદેવીઓ આદિશક્તિ શ્રી દુર્ગાદેવીનાં જ રૂપો હોવાથી તે તે દેવીની ઉપાસના કરતી વેળાએ શ્રી દુર્ગાદેવીતત્ત્વ સાથે સંબંધિત રંગોળીઓ પૂરી શકાય છે. આવી રંગોળીઓ પૂરવાથી ત્‍યાંનું વાતાવણ દેવીતત્ત્વથી ભારિત થઈને તેનો લાભ થાય છે. આ રંગોળીઓમાં પીળો, વાદળી, ગુલાબી જેવા સાત્ત્વિક રંગો પૂરવા.

ચૈતન્‍યની અનુભૂતિ પ્રદાન કરનારી રંગોળી

આ રંગોળીમાં મધ્‍યબિંદુથી આઠ દિશાઓમાં ૫ ટપકાં છે. ટપકાંઓની પ્રત્‍યેક રેખામાંનું ક્ર. ૧ નું ટપકું અને તે પછીની રેખામાંના ક્રમવાર ૩, ૫, ૨, ૪ અને ૧ આ ટપકાંઓ એક પાછળ એક આ રીતે, સૌથી પહેલું ટપકું ક્ર. ૧ આવે ત્‍યાં સુધી જોડતા જવું.

ભક્તિભાવ વધારવા માટે ઉપયુક્ત રંગોળી

 

૧૪ ટપકાં, ૧૪ હરોળ

પૂજાઘર, પાટલો ઇત્‍યાદિ ફરતે પૂરવાની રંગોળીઓ
૧૭ ટપકાં : ૩ હરોળ
૧૯ થી ૧૬ ટપકાં

સંદર્ભ : સનાતન-નિર્મિત લઘુગ્રંથ ‘દેવતાઓનાં તત્ત્વો આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી સાત્ત્વિક રંગોળી’

૧ અ. દેવીતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી આકૃતિ-રચના

કેટલીક આકૃતિ-રચનાઓને કારણે પણ દેવીતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત થવામાં સહાયતા થાય છે. આવી એક આકૃતિ-રચના અહીં બતાવી છે.

આ આકૃતિ-રચના રંગોળી પૂરતી વેળાએ, તેમજ દેવી ફરતે સજાવટ, તોરણ ઇત્‍યાદિમાં ઉપયોગ કરવાથી દેવીતત્ત્વનો વધારેમાં વધારે લાભ થવામાં સહાયતા થાય છે.

Leave a Comment