વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર ઘરમાં પૂજાઘર કેવું હોવું જોઈએ ?

Article also available in :

બૃહસ્‍પતિ ઈશાન્‍ય દિશાના સ્‍વામી છે, જેને ‘ઈશાન ખૂણો’ પણ કહેવામાં આવે છે. ઈશાન ઈશ્‍વર અથવા દેવ છે. આ રીતે આ દેવની / ગુરુની દિશા છે. તેથી અહીં પૂજાઘર રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરના આ ભાગમાં દેવાલયનું જે રીતે સ્‍થાન હોય છે, તે સંપૂર્ણ ઘરની ઊર્જા તે દિશામાં ખેંચીને આગળ લઈ જાય છે, ઘરના મધ્‍યભાગમાં મૂકેલું એક મંદિર, જેને બ્રહ્મસ્‍થાન કહેવામાં આવે છે. તે શુભકારક છે અને તેથી રહેવાસીઓને સમૃદ્ધિ અને સારું આરોગ્‍ય મળી શકે છે.

પૂજાઘર બનાવતી વેળાએ તે સીધું લાદી પર ન મૂકવું. પૂજાઘર આરસપહાણ અથવા લાકડાનું બનેલું હોવું. કાચનું બનેલું પૂજાઘર ટાળવું. પૂજાઘર ક્યાં છે તેનાં કરતાં ત્‍યાં નિયમિત પૂજા-અર્ચના ભાવપૂર્ણ થાય છે ને, એ પણ મહત્ત્વનું છે. કુટુંબ માટે એકત્ર બેસીને પ્રાર્થના કરવા માટે પૂરતી જગ્‍યા છે ને, તેની નિશ્‍ચિતી કરવી. પૂજાઘરના ક્ષેત્રમાં ઊર્જાનો સારો અને નિરોગી પ્રવાહ હોવો. તે હંમેશાં ચોખ્‍ખું રાખવું. આપણને પૂજાઘર દ્વારા શાંતિ મળવી, તે સૌથી મહત્ત્વનું છે. વર્તમાનમાં જગ્‍યાની સમસ્‍યાને કારણે મહાનગરોમાં પૂજાઘરનો સ્‍વતંત્ર ઓરડો સંભવ નથી. આવા ઘરો માટે ભીંત પર ચડેલા પૂજાઘરનો વિચાર કરી શકીએ છીએ.

 

પૂજાઘર વિશે લેવાની કાળજી

૧. પૂજાઘરમાં વચમાં ગણપતિ, તેમનાં ડાબા હાથ ભણી સ્‍ત્રી અને જમણા હાથ ભણી પુરુષ દેવતાઓ આ રીતે રચના કરવી.

૨. પૂજાઘરની સજાવટ માટે તાજાં ફૂલોનો ઉપયોગ કરવો.

૩. સારા વાતાવરણની નિર્મિતિ માટે સુગંધી ઉદબત્તીઓ, ધૂપ લગાડી શકાય છે.

૪. ઉદબત્તી, પૂજા સામગ્રી અને ધાર્મિક ગ્રંથો રાખવા માટે પૂજાઘરની પાસે એક નાનું ખાનું તૈયાર કરવું.

૫. પૂજાઘરની નીચે અનાવશ્‍યક વસ્‍તુઓ મૂકવાનું ટાળવું. આ ઠેકાણે કચરાનો ડબ્‍બો રાખવાનું ટાળવું.

૬. મૃત પૂર્વજોનાં છાયાચિત્રો પૂજાઘરમાં રાખવા નહીં.

સંદર્ભ – www.housing.com

Leave a Comment