યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ શકવું અને તે પૂર્ણ થવા માટે પરમેશ્વરે સહાયતા કરવી

યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ શકવું અને
તે પૂર્ણ થવા માટે પરમેશ્વરે સહાયતા કરવી

૧. પ્રાયશ્ચિત્ત લેવા બાબતે અયોગ્ય વિચારપ્રક્રિયા થવી

મને હંમેશાં જ પોતાની ભૂલ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેતી વેળાએ તાણ આવે છે. તે પ્રાયશ્ચિત્ત પોતાના દ્વારા પૂર્ણ થશે કે નહીં, પોતે પોતાના દ્વારા પૂર્ણ કરવાનું ફાવે તેવું જ પ્રાયશ્ચિત્ત લેવું, પ્રાયશ્ચિત્ત લીધા પછી તે પૂર્ણ કરીએ નહીં તો શું ઉપયોગ, એવા અનેક વિચાર પ્રાયશ્ચિત્ત નક્કી કરતી વેળાએ મારા મનમાં આવે છે. મારા વ્યષ્ટિ તારણમાં પણ સદ્ગુરુ અનુરાધા બહેને ઘણી વાર મારું ધ્યાન દોર્યું છે કે હું ઘણે ઠેકાણે મને પોતાને સાચવતી હોવાથી પ્રગતિ થતી નથી.

એકવાર રાષ્ટ્રીય શુદ્ધિ સત્સંગ દરમિયાન પણ એક ગંભીર ભૂલ બાબતે મેં ‘કેવળ બે ગ્રંથ વિતરણ કરીશ’, એવું પ્રાયશ્ચિત્ત લીધું. તે સમયે સૌ. સંગીતા જાધવ કાકીએ યોગ્ય પ્રાયશ્ચિત્ત શા માટે લેવું જોઈએ, તે વિશે માર્ગદર્શક કર્યું. તેમણે કહ્યું કે ‘આપણા પ્રારબ્ધ નષ્ટ થવા માટે આપણે સાધના કરીએ છીએ, પણ તેમાં ભૂલો થયા પછી જો યોગ્ય અને ખંત લાગીને પ્રાયશ્ચિત્ત ન લઈએ તો આપણી સાધના એળે જાય છે’. તે સાંભળ્યા પછી મન અંતર્મુખ થયું અને પરમપૂજ્યની કૃપાથી તે જ દિવસે આ દોષ પર સૂચના તૈયાર કરી શકી. ગત એક માસથી આ દોષ પર સૂચના લઈ રહી છું.

૨. એક ભૂલ બાબતે પ્રાયશ્ચિત્ત લેતી વેળાએ બનાવોની ઘટમાળા

મારા દ્વારા પ્રસિદ્ધિ સેવા અંતર્ગત એક ગંભીર ભૂલ થઈ, મેં સળંગ ૨ માસ સુધી જિલ્લા પ્રસિદ્ધિ અહેવાલ ભર્યો નહીં અને આ બાબત મેં જિલ્લામાં કોઈને કહી પણ નહીં. આ ભૂલનું ચિંતન દિનાંક ૨૭.૦૨.૨૦૧૮ના દિવસે થયેલા રાષ્ટ્રીય શુદ્ધિ સત્સંગ અને રાષ્ટ્રીય પ્રસિદ્ધિ સત્સંગ પછી થયું અને તે અત્યંત ગંભીર છે એવું ધ્યાનમાં આવ્યું. તે માટે ‘૧૫ દિવસમાં ૭ છાપાંઓના તંત્રીઓને વ્યક્તિગત સંપર્ક કરીશ’, એવું પ્રાયશ્ચિત્ત ઈશ્વરે લેવા માટે સૂચવ્યું. હંમેશની જેમ આ પ્રાયશ્ચિત્ત લેતી વેળાએ ડર લાગતો હતો પણ આ વખતે પરમપૂજ્યને શરણ જઈને પ્રાર્થના થઈ કે, ‘તમે જ મારા દ્વારા આ પૂર્ણ કરાવી લો’.

૩. પ્રાયશ્ચિત્ત લીધા પછી થયેલી અનુભૂતિ

દિનાંક ૨૮.૦૨.૨૦૧૮ના દિવસે કેંદ્ર શુદ્ધિ સત્સંગમાં આ ભૂલ કહી શકી. તે સત્સંગ પૂર્ણ થયા પછી તરત જ એક પ્રેસ નોટ વિશે કહેવા માટે સૂરત ખાતેના એક છાપાના તંત્રીને ભ્રમણભાષ કર્યો તે સમયે તેમણે મારા ખબર-અંતર પૂછ્યા ‘તમે શું કાર્ય કરો છો ?’ તે સમયે ‘પ્રસિદ્ધિની સેવા છે’, એમ કહ્યા પછી ‘મારા વડોદરા ખાતે ઘણા છાપાઓના તંત્રીઓ સાથે સંપર્ક છે, હું તેમને તમારા વિશે કહીને તમને સંપર્ક ક્રમાંક આપું છું’, એમ કહ્યું. તે સમયે પરમપૂજ્યના શ્રીચરણોમાં નતમસ્તક થઈ અને અનંત કોટિ કૃતજ્ઞતા વ્યક્ત થઈ. ગુરુદેવ આપણું કેટલું ધ્યાન રાખે છે, કેવળ પ્રાયશ્ચિત્ત લીધું અને તે પૂર્ણ થવા માટે તેમને જ આપણી કેટલી ચિંતા છે, એવી અનુભૂતિ થઈ. પ્રાયશ્ચિત્ત લીધું હોવાનો આટલો આનંદ ક્યારે પણ અનુભવી શકી નહોતી, તેનો અનુભવ થયો.

હે ગુરુદેવ, આપની કૃપાથી મારા દ્વારા આ બધું થઈ શક્યું. તમે જ અમારા પાલનહાર છો. કૃતજ્ઞતાના અસંખ્ય શબ્દો પણ ઓછા પડે છે. છતાં પણ આ શૂદ્ર જીવ આપના શ્રીચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યો છે.

 – સાધનારત રહેવાનો પ્રયત્ન કરનારો એક જીવ (સૌ. અંશૂ સંત)