વિદ્યાર્થીઓ તણાવરહિત અભ્યાસ કઈ રીતે કરશો ?

આદર્શ વિદ્યાર્થી

બાળકો, એકાદ નવી બાબત શીખી શકો કે તમને આનંદ થાય છે કે નહીં ? ‘અભ્યાસ કરવાને કારણે પણ મને જ્ઞાન મળવાનું છે, નવું કાંઈક શીખતા આવડવાનું છે’, એવો વિચાર કરવો. પરીક્ષામાં ગુણ મેળવવા માટે નહીં, જ્યારે શીખવા માટે, અર્થાત્ જ્ઞાની થવા માટે અભ્યાસ કરવો. બાળકો, ‘જ્ઞાન મેળવવામાં, અર્થાત્ શીખવામાં સાચો આનંદ છે’, એ ધ્યાનમાં રાખો.

બાળકો, ‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે. સાધના કરીને ઘણા સંતોએ આવો આનંદ પ્રાપ્ત કર્યો છે. સંતોએ સાધના તરીકે ધર્મસેવા અને રાષ્ટ્રસેવા કરી, બાળકો, આપણે પણ શિક્ષણનો ઉદ્દેશ ‘પૈસો કમાવવા માટે શિક્ષણ’, એમ રાખવાને બદલે ‘ધર્મસેવા અને રાષ્ટ્રસેવા કરવા માટે શિક્ષણ’ એવો રાખવો જોઈએ.

બાળકો, જ્ઞાન મેળવવાનું મહત્ત્વ ધ્યાનમાં લઈને અભ્યાસ કર્યા પછી અભ્યાસમાં આપમેળે જ રુચિ નિર્માણ થવા લાગે છે. તેને કારણે આપમેળે જ પરીક્ષાની બીક અથવા તણાવ દૂર થાય છે. તાણ લીધા સિવાય પરીક્ષા આપવાથી સાહજિક જ ઉત્તમ ગુણ અને સમાધાન પણ મળે છે. બાળકો, હવે પરીક્ષાનો તાણ આવે નહીં; તે માટે અભ્યાસમાં રુચિ નિર્માણ કરશો ને ?

 

અભ્યાસ કેવી રીતે કરવો ?

૧. શાળાના પહેલા દિવસથી જ અભ્યાસ કરવો; તેને કારણે અભ્યાસ સારો થવાથી પરીક્ષા સમયે તણાવ આવતો નથી અને તેને લીધે પરીક્ષાની બીક લાગતી નથી. રુચિપૂર્વક અને મન:પૂર્વક અભ્યાસ કરવાથી વિષયનું આકલન વહેલું થાય છે.

૨. અભ્યાસનું યોગ્ય વેળાપત્રક બનાવવું. પ્રત્યેક કૃતિ નિયોજનપૂર્વક કરવાથી ધ્યેય સાધ્ય કરવાનું સહેલું બને છે. વિવિધ વિષયોના અભ્યાસ માટે સમયમર્યાદા નક્કી કરવાથી મન પરનો તણાવ હલકો થાય છે.અભ્યાસ કરવાના વિચારોમાં સુસ્પષ્ટતા આવવાથી મન શાંત રહીને સમય, તેમજ મનની શક્તિ વેડફાતી નથી. પરીક્ષાના દિવસ સુધી અભ્યાસનું નિયોજન કરવાને બદલે અંતિમ કેટલાક દિવસો વિષયોના પુનરાવર્તન માટે રાખવા.

૩. બને ત્યાં સુધી પરોઢિયે અભ્યાસ કરવો. અભ્યાસ કરતી વેળાએ મનની એકાગ્રતાની આવશ્યકતા હોય છે. સાત્ત્વિકતા વધવાથી મન વહેલું એકાગ્ર થાય છે. એકાગ્રતાથી કરેલી કોઈપણ કૃતિ પરિપૂર્ણ થાય છે. પરોઢિયાના સમયે વાતાવરણમાંની સાત્ત્વિકતા વધેલી હોય છે; તેથી આવા સમયે કરેલો અભ્યાસ એકાગ્રતાથી થાય છે.

 

અભ્યાસ સારો થવા માટે પોતાનામાંનો આત્મવિશ્વાસ વધારવો

બાળકો, હનુમાનજીની કથા વિશે તમે જાણતા હશો જ. સમુદ્ર પાર કરવા માટે ઉડાણ કરવાની શક્તિ હનુમાનજી પાસે હતી; પણ તેમને તે શક્તિની જાણ નહોતી. જાંબુવંતે તેમનામાંના આત્મવિશ્વાસને ઢંઢોળ્યો, ત્યારે તેઓ સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા. આત્મવિશ્વાસના બળ પર જીવનમાંના મસમોટા ધ્યેયો સાધ્ય કરી શકાય છે, તો પછી અભ્યાસ તો કેટલી નાની બાબત છે ને ? તે માટે વિદ્યાર્થીમિત્રો, પોતાનામાંના આત્મવિશ્વાસને જગાવો, ‘હું સારો અભ્યાસ કરીને નિશ્ચિત કરેલા ધ્યેય સુધી નક્કી પહોંચી શકીશ.’

નામજપ અને પ્રાર્થના કરવી

૧. અભ્યાસ કરવા માટે બેસો તે ઠેકાણે દેવતાઓનાં ચિત્રો મૂકવા. શ્રી ગણપતિ, શ્રી સરસ્વતીદેવી અને કુળદેવતા / ઉપાસ્યદેવતાનું ચિત્રો અભ્યાસના પટલ પર અથવા અભ્યાસના ઓરડામાં રાખવું અને ચિત્રો સામે સાત્ત્વિક ઉદબત્તી લગાડવી. દેવતાનાં ચરણો ભણી જોતાં જોતાં પ્રાર્થના અને નામજપ કરવાથી મન વહેલું એકાગ્ર થાય છે.

૨. અભ્યાસનો પ્રારંભ કરવા પહેલાં વિદ્યા સાથે સંબંધિત દેવતા શ્રી ગણપતિ અને શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના કરવી, ‘અભ્યાસ સારો થવા માટે મને બુદ્ધિ આપો અને હું કરી રહેલા અભ્યાસનું મને સરખું આકલન થવા દો’. અભ્યાસ કરતી વેળાએ વચમાં વચમાં કુળદેવતાને / ઉપાસ્યદેવતાને પ્રાર્થના કરવી, ‘મારો અભ્યાસ એકાગ્રતાથી થવા દો.’

૩. અભ્યાસનો આરંભ કરવા પહેલાં અભ્યાસમાં એકાગ્રતા સાધ્ય કરવા માટે ૧૦ મિ. કુળદેવતાનો અથવા ઉપાસ્યદેવતાનો નામજપ કરવો.

 

પરીક્ષાનો સામનો સહજ રીતે કેમ કરવો ?

બાળકો, પરીક્ષા પાસે આવે કે, તમારામાંથી અનેકના પેટમાં ધ્રાસ્કો પડે છે. પરીક્ષાની લાગનારી બીક અથવા ચિંતા દૂર કરવા માટે આગળ જણાવેલી સૂચનાઓ ધ્યાનમાં રાખવી.

અ. પોતાના વિશે નકારાત્મક વિચાર કરવા નહીં. નકારાત્મક વિચાર મનમાં આવે તો તે લખી કાઢવા અને તે વિશે બા-બાપુજી સાથે ચર્ચા કરવી.

આ. પોતાની ક્ષમતા સમજી લેવી. અન્યો સાથે તુલના કરવી નહીં.

ઇ. પરીક્ષામાં મળનારા ગુણ એટલે જ સર્વસ્વ, એમ માનવું નહીં.

મનને સ્વયંસૂચના આપવી !

બાળકો, સૌથી પહેલાં સ્વયંસૂચના એટલે શું, તે સમજી લઈએ અને ત્યાર પછી પરીક્ષાનો ડર દૂર કરવા માટે સ્વયંસૂચના કેવી રીતે આપવી, તે જોઈશું.

આપણે સર્વસામાન્ય રીતે જેને ‘મન’ એવું સંબોધીએ છીએ, તે આપણું ‘બાહ્યમન’ હોય છે. મનનો હજી એક ભાગ છે અને તે એટલે ‘અંતર્મન’. અંતર્મન પર અનેક સારા-નરસા સંસ્કાર થયેલા હોય છે. પોતાના મનમાં આવેલો અયોગ્ય વિચાર અને વ્યક્ત થયેલી અથવા મનમાં ઉપસેલી અયોગ્ય પ્રતિક્રિયામાં પાલટ થઈને તેના સ્થાન પર યોગ્ય કૃતિ થવા માટે અથવા યોગ્ય પ્રતિક્રિયા નિર્માણ થવા માટે પોતે જ પોતાના અંતર્મનને (ચિત્તને) જે યોગ્ય સૂચના આપવી પડે છે, તેને ‘સ્વયંસૂચના’ એમ કહે છે.

સ્વયંસૂચના દેવા માટે પ્રાર્થના અને નામજપ કરીને મન એકાગ્ર કરવું પડે છે. એમ કરવાથી તે સૂચના અંતર્મનમાં જતી હોવાથી મનના સ્તર પરની સમસ્યાઓ અથવા સ્વભાવદોષ વહેલાં દૂર થાય છે.

 

સ્વયંસૂચના પદ્ધતિ

થોડા દિવસો પહેલેથી જ પ્રસંગની કવાયત મનમાં જ હાથ ધરવી (પ્રસંગનો મહાવરો પાડવો)

આ પદ્ધતિમાં છોકરો/છોકરી થોડો સમય નામજપ કરીને મન સ્થિર કરે છે. પછી કઠિન લાગનારા પ્રસંગ જેમકે ‘પ્રશ્નપત્રિકા સરખી રીતે ઉકેલી શકાશે કે કેમ’, એવી ચિંતા થવી; ‘વર્ગમાં ઉત્તર આપવા, મૌખિક પરીક્ષા, વાર્તાલાપ (મુલાકાત), વક્તૃત્વ સ્પર્ધા ઇત્યાદિનો પોતે યશસ્વી રીતે સામનો કરી રહ્યા છે’, એવી કલ્પના કરતી વેળાએ છોકરો/છોકરી તે પ્રસંગનો સામનો કરવાની મનમાં ટેવ પાડે છે. તેને કારણે પ્રત્યક્ષ ઘટના સમયે છોકરાના/છોકરીના મન પર તણાવ આવવાને બદલે તે આત્મવિશ્વાસથી પ્રસંગનો સામનો કરી શકે છે. નાટકની ઘણીવાર તાલીમ કરવાથી કલાકારોને પ્રત્યક્ષ નાટક ભજવતી વેળાએ બીક લાગતી નથી, તેવું જ આ થાય છે.

સ્વયંસૂચનાનું ઉદાહરણ

પ્રસંગ ૧ – કુ. સદાનંદને આવતા અઠવાડિયે રહેલી ઇતિહાસની પરીક્ષાની બીક લાગે છે.

સ્વયંસૂચના

સદાનંદે આગળ જણાવેલી સૂચનાનો મનમાંને મનમાં મહાવરો પાડવો –  ‘સોમવારે ઇતિહાસની પરીક્ષા છે. મારી સિદ્ધતા થઈ ગઈ છે. હવે હું કોઈપણ પ્રશ્નનો ઉત્તર સારી રીતે લખી શકીશ એવું મને લાગી રહ્યું છે. હું પરીક્ષાખંડમાં સમયસર પહોંચું છું.  હું શાંતિથી મારા સ્થાન પર આંખો મીંચીને બેસી રહ્યો છું. હવે બીજી ઘંટડી વાગે છે. શિક્ષક મારા હાથમાં પ્રશ્નપત્રિકા આપે છે. પ્રત્યેક પ્રશ્ન અને તેના ગુણ જોઈને હું કયા પ્રશ્નોના ઉત્તર લખવાનો છું તેનો વિચાર હું કરી રહ્યો છું.

પ્રશ્નપત્રિકામાંના સર્વ પ્રશ્નો સહેલા છે. મારા દ્વારા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સમાધાનકારક લખવામાં આવી રહ્યો છે. અંતિમ ૧૦ મિનિટ બાકી હોવાની ઘંટડી વાગે છે. હું ઉત્તરપત્રિકામાંના બધા જ પાન જોઈને સર્વ પ્રશ્નોના ઉત્તર યોગ્ય રીતે લખ્યા છે કે નહીં તેની નિશ્ચિતિ કરી રહ્યો છું. અંતિમ ઘંટડી વાગે છે. હું ઉત્તરપત્રિકા પર્યવેક્ષકના હાથમાં આપું છું. હવે હું ઘેર આવ્યો છું અને ઘરના બધાને ‘આજની  પ્રશ્નપત્રિકા સહેલી હતી’ એમ કહી રહ્યો છું.  પ્રશ્નપત્રિકા સહેલી જવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હવે હું વિશ્રાંતિ લઈશ અને પછી આવતીકાલના વિષયનો ઉત્સાહથી અભ્યાસ કરવાનો આરંભ કરીશ.’

પ્રસંગ ૨ – ૧૦મા ધોરણની પરીક્ષામાં ગણિત વિષયમાં અનુત્તીર્ણ થયા પછી ‘હવે હું કાંઈ કામનો નથી’, એવા પ્રકારના વિચારો સાથે આત્મહત્યાના વિચારો મનમાં આવ્યા.

સ્વયંસૂચના

૧૦મા ધોરણની પરીક્ષામાં ગણિતમાં અનુત્તીર્ણ થયા પછી જ્યારે મારા મનમાં ‘હવે હું કાંઈ કામનો નથી’, એવો અંતિમ વિચાર આવશે, ત્યારે ‘ગણિતના અધ્યયન વર્ગમાં જવાથી ૬ મહિના પછી થનારી પરીક્ષામાં મને સારા ગુણ મળશે’, એ હું ધ્યાનમાં લઈશ, અને હું સર્વ પ્રકારના દાખલા ગણવાનો પ્રયત્ન નિયમિત કરીશ.’

બાળકો, તમે ઉપર જણાવેલા પ્રકારના પ્રયત્નો કર્યા પછી, તમારા મનમાંના આત્મહત્યાના વિચાર ક્યારે ભાગી જશે, તે તમને સમજાશે પણ નહીં !

(વિવિધ સ્વયંસૂચના બનાવવાની પદ્ધતિ, સ્વયંસૂચના કેવી રીતે આપવી, સ્વયંસૂચનાનાં ઉદાહરણો ઇત્યાદિ વિશેનું વિવેચન ‘દોષ દૂર કરો અને ગુણ જાળવો !’ નામક સનાતનના ગ્રંથમાં (હિંદી ભાષામાં) કર્યું છે. આ ગ્રંથ તમે અવશ્ય વાંચજો.)

 

બાળકો, અભ્યાસ સાથે પ્રતિદિન સાધના પણ કરો !

સાધના કરનારા બાળકને ભગવાનના આશીર્વાદ મળે છે. તેને કારણે તેના અભ્યાસમાંની અડચણો ( ઉદા. અભ્યાસ ધ્યાનમાં ન રહેવો, ગોખણપટ્ટી કરવા છતાં પણ સમયસર યાદ ન આવવું) દૂર થાય છે. સાધના કરવાનો સૌથી મોટો જો કોઈ લાભ હોય તો એ છે, આપણું મન હંમેશાં આનંદી રહે છે.