દૂરચિત્રવાણી અને મોબાઈલના દુષ્પરિણામ

ભારતમાં ‘ડીશ ઍંટીના’ આવ્યું ત્યારથી દૂરચિત્રવાણી પર ૨૪ કલાક વિવિધ કાર્યક્રમો દેખાય છે. આ કાર્યક્રમ જોવામાં બાળકોનો અમૂલ્ય સમય વેડફાય છે અને પછી તેમને અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી. બાળકો અભ્યાસ કરવા માટે બેસે કે, તેમનાં મનમાં દૂરચિત્રવાણી પર જોયેલા કાર્યક્રમોના વિચાર જ ભમતાં રહે છે. પછી અભ્યાસ એકાગ્રતાથી કેવી રીતે થાય ? તેથી આગળ પરીક્ષામાં મળનારા ગુણમાં ઘટાડો થઈને બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય બગડે છે.

 

દૂરચિત્રવાણી-સંચ તમારો શત્રુ બને, એવા કાર્યક્રમો જોશો નહીં !

કાર્ટૂન

૧. કેટલાક બાળકો ‘કાર્ટૂન’ના પાત્રો જેવું બોલવું, વિચિત્ર ઠેકડા મારવા જેવી કૃતિઓ કરે છે. અનેક બાળકો ‘કાર્ટૂન’માં બતાવ્યા પ્રમાણે રમતા હોય ત્યારે ‘મિત્રને ઠોસો લગાવવો’, ‘અન્યો પર અધિકાઈ કરવી’ એવી અયોગ્ય કૃતિ કરે છે.

૨. ઘણીવાર ‘કાર્ટૂન’ના પાત્રોમાં અન્યોનો દ્વેષ કરવો, અન્યોનો બદલો લેવા જેવા અવગુણ હોય છે. આ અવગુણોનું પરિણામ બાળકો પર થાય છે.

૩.  ‘કાર્ટૂન’માં કેટલીક વાર દેવતાઓને (ઉદા. હનુમાન, શ્રીકૃષ્ણ) અયોગ્ય રૂપમાં બતાવવામાં આવે છે. તેને કારણે બાળકોના મનમાં રહેલી દેવતાઓ વિશેની શ્રદ્ધા તૂટી જાય છે.

નિરર્થક અને કેટલાક કલાકો બગાડતી રમત એટલે ક્રિકેટ

ક્રિકેટની લતને કારણે અનેક બાળકોનું અભ્યાસ ભણી દુર્લક્ષ થાય છે. અભ્યાસ ઓછો થવાથી તેમને પરીક્ષામાં ઓછા ગુણ મળે છે. અનેક બાળકોને ‘ક્રિકેટ એ જ સર્વસ્વ’ એમ લાગીને તેઓ મોટા થાય ત્યારે ક્રિકેટ ખેલાડી બનવાનું નક્કી કરે છે. અનેક બાળકો પ્રસિદ્ધિ અથવા પૈસો કમાવવા માટે ક્રિકેટ ખેલાડી બનવાનું ધ્યેય રાખે છે. આવા ધ્યેયનો સમાજ અથવા દેશને કાંઈ ઉપયોગ હોતો નથી.

ડબલ્યૂ ડબલ્યૂ એફ્

‘ડબલ્યૂ ડબલ્યૂ એફ્’ જેવી રમતોમાં મારામારી બતાવવામાં આવે છે. તે જોઈને બાળકો પણ પ્રત્યક્ષમાં તેવી મારામારી કરે છે. તેને કારણે બાળકોના હાથ-પગને ઇજા પહોંચી શકે છે.

 

 દૂરચિત્રવાણી પર બતાવવામાં આવનારી જાહેરખબરો

જાહેરખબરો  દ્વારા નિર્માણ થનારા કેટલાક જોખમ નીચે પ્રમાણે છે

૧. શરીરને પોષક ન હોય એવા પદાર્થોની જાહેરાત

દૂરચિત્રવાણી પર વેફર્સ, કુરકુરે, ચૉકલેટ ઇત્યાદિ ખાદ્યપદાર્થો, તેમજ ચા, કૉફી, કૃત્રિમ ઠંડાંપીણાં (ઉદા. પેપ્સી, કોકાકોલા) ઇત્યાદિ પીણાંની જાહેરખબરો અત્યંત આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. વેફર્સ અથવા કુરકુરે ખાનારા બાળકોને શક્તિ (તાકાત) મળે છે, એવું તેમાં બતાવવામાં આવે છે. કૃત્રિમ ઠંડાંપીણાં પીને સારી ફલંદાજી (બૅટીંગ) કરી શકાય, એવું પણ સદર જાહેરખબરો દ્વારા બતાવવામાં આવે છે.

બાળકો, તે પદાર્થોમાં અથવા પીણાંઓમાં શરીરને પોષક એવા ઘટકો હોતા નથી; ઊલટું આ પદાર્થો શરીરપ્રકૃતિને અપાયકારક જ હોય છે ! તેનું એક ઉદાહરણ એટલે કૃત્રિમ ઠંડાંપીણાં. કૃત્રિમ ઠંડાંપીણાંમાં ‘કાર્બન ડાય-ઑક્સાઈડ’ હોય છે. આપણને વિજ્ઞાન શું શીખવે છે ? શરીરમાં ‘ઑક્સીજન’ લેવો અને ‘કાર્બન ડાય-ઑક્સાઈડ’ શરીર બહાર ફેંકી દેવો. પછી કૃત્રિમ ઠંડાંપીણાં પીવા સમયે આપણે ‘કાર્બન ડાય-ઑક્સાઈડ’ શરીરમાં લઈએ છીએ ! થાય છે કે નહીં આપણા શરીરની હાની ?

૨. વિદેશી વસ્તુઓની જાહેરાત

દૂરચિત્રવાણી પર વિદેશી આસ્થાપનાઓ (કંપનીઓ) પણ તેમનાં ઉત્પાદનોની જાહેરખબર આપે છે. આપણે વાપરી રહેલી વસ્તુઓ વિદેશી આસ્થાપનાઓની હોય છે, એની આપણને જાણ પણ હોતી નથી ! આ કેટલીક વસ્તુઓ વિદેશી આસ્થાપનાઓની છે ..

અ. ટૂથપેસ્ટ : કોલગેટ, ક્લોઝ-અપ, પેપ્સોડેંટ, સિબાકા ઇત્યાદિ.

આ. નહાવાનો સાબુ : લાઈફબૉય, લિરિલ, પીયર્સ, ડવ્હ ઇત્યાદિ.

ઇ. બિસ્કિટ : સનફીસ્ટ ઇત્યાદિ

ઈ. ચૉકલેટ : એક્લેર, જેમ્સ, કૅડબરીઝ ઇત્યાદિ.

ઉ. અલ્પાહાર (નાસ્તા)ની વસ્તુઓ : મૅગી નુડલ્સ, કિસાન જામ, અંકલ ચીપ્સ, લેજ ચીપ્સ ઇત્યાદિ.

ઊ. કૃત્રિમ ઠંડાંપીણાં : કોકાકોલા, પેપ્સી, થમ્સ અપ ઇત્યાદિ.

કોઈપણ વસ્તુ વિદેશી આસ્થાપનાઓની છે, તેની જાણ હોવી, એ હેતુથી ઉપર કેટલાંક નામો જણાવ્યાં છે. આવી વસ્તુઓની જાહેરખબરોમાં મોહિત થઈને ભારતીય લોકો તે વસ્તુઓ વેચાતી લે છે. તેને કારણે તે પૈસો વિદેશી આસ્થાપનાઓને મળે છે. આ પૈસો પછી દેશની બહાર જાય છે. આવી રીતે એક અર્થે આપણે જ સ્વદેશની આર્થિક લૂંટ થવા માટે કારણ બનીએ છીએ

બાળકો, આજે આપણા દેશમાંના ૩૦ ટકા લોકોને બે ટંકનું પેટભરીને અન્ન પણ મળતું ન હોય ત્યારે આવી રીતે દેશની આર્થિક લૂંટ ચલાવવી, એ રાષ્ટ્રીય પાપ જ છે ! આ પાપ ટાળવા માટે વિદેશી આસ્થાપનાની વસ્તુઓ વાપરશો નહીં !

(સ્વદેશી ચળવળ અને સ્વદેશી વસ્તુઓનાં નામ વિશે વિગતવાર વિવેચન માટે વાંચો : સનાતનનો હિંદી ભાષામાં ગ્રંથ ‘રાષ્ટ્ર અને ધર્મ પ્રેમી બનો !’)

૩. દૈનંદિન જીવનમાં મનગમતું વર્તન કરીએ, એમ લાગવું

દૂરચિત્રવાણી પરની જાહેરખબરોમાં બાળકો ચૉકલેટ, બિસ્કીટ, મૅગી એવું ભાવતું જ ખાય છે; કૃત્રિમ ઠંડાંપીણાં પીવે છે; છતાં કોઈ તેમને ખીજાતું નથી કે તેમને વઢતું નથી. બાળકોને આ બધું સાચું જ લાગે છે અને તેઓ દૈનંદિન જીવનમાં પોતાને પણ તેવું વર્તન કરવા મળે, એવી ઇચ્છા ધરાવે છે અને તેવું વર્તવાનો પ્રયત્ન પણ કરે છે.

બાળકો, બા-બાપુજીનું ન સાંભળવું, મનફાવે તેમ વર્તવું, હઠ કરવો એવી ખરાબ ટેવો હોય, તો કોઈ આપણને ‘આદર્શ વિદ્યાર્થી કહેશે ખરું ?’ આવા બાળકો ભગવાનને પણ ગમતા નથી !

 

શારીરિક તોટા

૧. આંખોની હાનિ થવી

ઘણો સમય દૂરચિત્રવાણી જોનારા બાળકોની આંખો દુખી શકે છે તેમજ તેમને ઉપનેત્ર (ચષ્મા પણ) આવી શકે છે.

૨. પેટના વિકાર થવાની શક્યતા

દૂરચિત્રવાણી પરના સતત કાર્યક્રમો જોનારા બાળકો તે કાર્યક્રમો જોતા જોતાં જ ખાતા હોય છે. મોટેભાગે આવશ્યકતા કરતાં વધારે ખવાઈ જાય છે. સતત દૂરચિત્રવાણી સામે બેસી રહેવાથી સ્વાભાવિક રીતે બાળકોનું હરવું-ફરવું અને ખેલ-કૂદમાં ઘટાડો થવાથી શરીરને વ્યાયામ પણ થતો નથી. તેથી આવા છોકરાઓની પચનક્રિયા ધીમી પડી શકે છે. તેથી ચરબી વધે છે, તેમજ તેમને પેટના વિકાર થવાની શક્યતા હોય છે.

૩. મગજનો સમતોલ બગડવો

દૂરચિત્રવાણી પર પ્રસારિત થનારા કાર્યક્રમોમાં વેગે પલટાતા દૃશ્યોનો બાળકોના મગજમાંના ‘હાર્મોન્સ’ પર અનિષ્ટ પ્રભાવ પડે છે. તેને કારણે તેમના મગજનું સંતુલન બગડે છે. તેના પરિણામ તરીકે અશાંતિ, તણાવ જેવા રોગ થાય છે, તેમજ સ્વભાવ ક્રોધી અને ચીડચિડીયો બને છે. ખાસ કરીને રાત્રે મોડે સુધી દૂરચિત્રવાણી જોનારાઓને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે.

૪. અપસ્માર (સ્મરણ શક્તિ ઓછી ) થવી

અમૃતસર મેડિકલ કૉલેજ સ્નાયૂતંત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. અશોક ઉપ્પલના મત પ્રમાણે, દૂરચિત્રવાણી વધારે જોવાથી પશ્ચિમી દેશમાંના બાળકોમાં સ્મરણ શક્તિ ઓછી થવાનું પ્રમાણ ઘણું વધ્યું છે. હવે ભારતમાં પણ આવા અનેક સમાચાર સાંભળવા મળે છે.

 

શૈક્ષણિક તોટા

બાળકો, તમને તમારા બા-બાપુજી સારી શાળામાં શા માટે મોકલે છે ? ઘણી વધારે શુલ્ક (ફી) ભરીને ભણતરવર્ગ (ટ્યૂશન)માં શા માટે મોકલે છે ? તમે ભણીગણીને મોટા થાવ, એ માટે જ ને ! બાળકો, એકવાર ધ્યેય નિશ્ચિત કરો કે સારો અભ્યાસ કરીને પરીક્ષામાં સુયશ મેળવશો અને મોટા થયા પછી પ્રાધ્યાપક, સંશોધક, સૈનિકી અધિકારી ઇત્યાદિ બનીને  રાષ્ટ્ર અને ધર્મની સેવા કરશો.

 

મોબાઈલનો દુરુપયોગ

બાળકો, આજે મોબાઈલ આ એક આવશ્યકતા તરીકે વેચાતો લેવાને બદલે મનોરંજનના સાધન તરીકે વેચાતો લેવામાં આવે છે. તેને કારણે અજાણ્યે જ ચેનબાજી અને મોહના દુષ્ટચક્રમાં ફસાવ છો, એ ધ્યાનમાં લો ! ભારતીય સંસ્કૃતિ ચેનબાજી અને મોહનો ત્યાગ કરવાનું શીખવે છે. એટલે જ આપણે એક રીતે સંસ્કૃતિહીન બની રહ્યા છીએ ! બાળકો, મોબાઈલનો ઉપયોગ ન કરવો, એમ નથી. તમે જો મોબાઈલનો સદુપયોગ, એટલે સાચી રીતે આવશ્યકતા તરીકે રાષ્ટ્ર અને ધર્મના હિત માટે ઉપયોગ કરવાના હોવ, તો જ મોબાઈલ વેચાતો લો !

બાળકો, ભ્રમણભાષનો સદુપયોગ કેવી રીતે કરશો ?

વર્તમાનમાં ભ્રમણભાષ પરની ‘લઘુસંદેશ સુવિધા’ દ્વારા એકબીજાને ટૂંચકા, કોયડા, કાવ્યો, શેર-શાયરી અને અન્ય મનોરંજનાત્મક સંદેશ મોકલવામાં આવી રહ્યા છે. બાળકો, આવી રીતે સમય વેડફવા કરતાં તમારા સંપર્કમાંના વધારેમાં વધારે જણને રાષ્ટ્રહિત અને ધર્મશિક્ષણ વિશે સંદેશ મોકલો. સનાતનના ગ્રંથોમાંથી, તેમજ નિયતકાલિક ‘સનાતન પ્રભાત’માં રાષ્ટ્ર અને ધર્મ વિશે લખાણ પ્રસિદ્ધ થાય છે. તે લખાણના આધાર પર તમે સંદેશ બનાવી શકો છો.

ભ્રમણભાષના સંદર્ભમાં કઈ કાળજી લેવી ?

શાસ્ત્રજ્ઞોએ કરેલા સંશોધનો દ્વારા એવું નિષ્પન્ન થયું છે કે, મોબાઈલ જેવી વસ્તુઓમાંથી નીકળનારી ‘રેડીઓ-ફ્રીક્વન્સીઝ’ શરીર પર ધીમે ધીમે વિપરિત પરિણામ કરે છે. તેને કારણે તેનો આવશ્યક તેટલો જ ઉપયોગ કરવો હિતાવહ ઠરે છે. આ સંદર્ભમાં આગળ કેટલીક ઉપયુક્ત સૂચનાઓ આપી રહ્યા છીએ.

૧. ભ્રમણભાષ ખીસામાં રાખવો નહીં. ભ્રમણભાષ આપણા શરીરથી દૂર રાખવાનું એકાદ ઠેકાણું નક્કી કરી લેવું અને ત્યાંથી તે હંમેશાં વપરાશ પૂરતો લેવો. આવશ્યક ન હોય, તો સંબંધિત સંદેશ લઘુસંદેશ દ્વારા (‘એસ્.એમ્.એસ્’ દ્વારા) મોકલવો.

૨. ભ્રમણભાષ પરથી અનાવશ્યક બોલવાનું / ગપ્પા મારવાનું ટાળવું.

૩. ભ્રમણભાષ પાસે લઈને સૂવું નહીં. (સૂતા પહેલાં ભ્રમણભાષ બંધ કરી રાખીએ, તો વધારે સારું.)

૪. ભ્રમણભાષ ભારિત (ચાર્જ) થતો હોય ત્યારે બોલવું નહીં. તે ભારિત થતી વેળાએ બોલવાથી ભ્રમણભાષમાં જો કાંઈ બગાડ હોય અથવા વીજળી જોડણી સદોષ હોય તો બોલનારાને વીજળીનો ઝાટકો (કરંટ) લાગી શકે છે. તેમજ ભ્રમણભાષમાંની ‘બૅટરી’ સદોષ હોય તો તેનો સ્ફોટ થઈને અપઘાત થઈ શકે છે.

૫. ધાતુની ફ્રેમ રહેલા ઉપનેત્ર (ચષ્મા) પહેરીને અથવા ભીના વાળ હોય ત્યારે ભ્રમણભાષ કાને લગાડીને બોલવું નહીં.

૬. જ્યાં સિગ્નલ નબળા આવતા હોય, ત્યાંથી ભ્રમણભાષ પરથી સંપર્ક કરવાનું ટાળવું; કારણકે ‘રેડીઓ-ફ્રીક્વન્સીઝ’ પકડવા માટે ભ્રમણભાષ-સંચ તેની ‘ટ્રાન્સમિશન પાવર’ વધારતો હોય છે. તેમાંથી કિરણોત્સર્ગ થતો હોય છે.

૭. ભ્રમણભાષ ચાલુ હોય ત્યારે છાતી પાસે લઈ જવો નહીં; કારણકે ભ્રમણભાષ પ્રત્યેક એક-બે મિનિટો પછી નેટવર્ક ચકાસવા માટે શક્તિશાળી ઊર્જા બહાર ફેંકતો હોય છે.

૮. વાહન ચલાવતી વેળાએ ભ્રમણભાષ પર બોલવું નહીં. બોલવાથી ધ્યાન વિચલિત થઈને અપઘાત થઈ શકે છે.

૯.  ‘સળંગ ૨૦ મિ. ભ્રમણભાષ પર બોલવાથી કાનની ગ્રંથીઓનું તાપમાન ૧ ડીગ્રી સેંટીગ્રેડથી વધે છે. ભ્રમણભાષના ‘ટૉવર’થી ૫૦ થી ૩૦૦ મીટર કાર્યક્ષેત્રમાં ભ્રમણભાષ પર બોલવાથી  તેનું પરિણામ વધારે ગંભીર હોય છે.’ (દૈનિક ‘તરુણ ભારત (ચૅમ્પિયન પુરવણી)’ ૨૫ થી ૩૧.૮.૨૦૧૨) આ ટાળવા માટે ‘ઇયરફોન’નો ઉપયોગ કરો. ‘ઇયરફોન’ ઉપલબ્ધ ન હોય, ત્યારે ‘સ્પીકરફોન’ પરથી બોલવું.

બાળકો, આધુનિક વિજ્ઞાને દૂરચિત્રવાણી, વ્હિડીઓ ગેમ્સ ઇત્યાદિની શોધ સુખ પ્રાપ્તિ માટે કરી હતી. આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ વૈજ્ઞાનિક હતા. તેમણે વિજ્ઞાનનો ઉપયોગ માનવના હિત માટે કર્યો. સતત ટકનારો આનંદ અને મન:શાંતિનો શોધ લેવાની શિખામણ તેમણે આપી. તે માટે બાળકો, દૂરચિત્રવાણી, ઇંટરનેટ, મોબાઇલ ઇત્યાદિનો ઉપભોગ તાત્કાલિક સુખ મેળવવા માટે કરશો નહીં; કારણકે તેના મોહજાળમાં તમે ફસાતા જશો અને જીવનનો બહુમૂલ્ય સમય અને પૈસો પણ ગુમાવશો !