ઊંડો શ્‍વાસ લેવો, એ માનવી માટે એક પરિપૂર્ણ ઔષધિ !

Article also available in :

શ્‍વાસ એ જીવનનો આધાર છે. મન અને જીવન વચ્ચેની રહસ્‍યમય દોરી છે. શ્‍વાસ, કે જેના આધાર પર કોઈપણ પ્રાણી જીવન જીવે છે. તેથી શારીરિક સંરચનામાં શ્‍વાસની ગતિને મહત્ત્વપૂર્ણ સ્‍થાન છે; કારણકે શ્‍વાસની ગતિ વધવાથી શરીરનું તાપમાન વધે છે. તેને આપણે ઓછા આયખાનો સંકેત કહી શકીએ.

 

૧. શ્‍વાસની ગતિ સરેરાશ સારી હોવી, દીર્ઘાયુષ્‍ય માટે લાભદાયી !

હાંફતા જાનવરો આના પુરાવા છે. હાંફવાની ગતિ જેટલી તીવ્ર હશે, મરવાની નિશ્‍ચિતતા તેટલી વધશે, આ એક શાસ્‍ત્રીય વાસ્‍તવિકતા છે.

જે રીતે પારવું ૧ મિનિટમાં ૩૭ વાર શ્‍વાસ લે છે અને કેવળ ૯ વર્ષ જીવે છે. સસલું પણ પ્રત્‍યેક મિનિટે ૩૯ વાર શ્‍વાસ લે છે અને તેની વય પણ આશરે ૯ વર્ષ માનવામાં આવે છે. કૂતરો ૧ મિનિટમાં ૨૯ વાર શ્‍વાસ લે છે અને તે ૧૩ વર્ષ જીવે છે. બકરી ૨૪ વાર, જ્‍યારે હાથી ૧ મિનિટમાં ૧૧ વાર શ્‍વાસ લઈને ૧૦૦ વર્ષ જીવે છે. કાચબો ૧ મિનટિમાં કેવળ ૪ વાર શ્‍વાસ લઈને ૧૫૦ વર્ષોનું દીર્ઘાયુષ્‍ય જીવે છે. માનવી માટે સામાન્‍ય રીતે ‘જીવેત્ શરદ શતમ્’ ની કહેવત પ્રચલિત છે. તેનો અર્થ છે કે, જેના શ્‍વાસની ગતિ સરેરાશ રહે છે, તે ઓછામાં ઓછું ૧૦૦ વર્ષ જીવી શકશે, અર્થાત્ ૧૧ થી ૧૨ શ્‍વાસ પ્રતિ મિનિટ !

 

૨. માનવીનું આયખું ઘટવા પાછળનાં કારણો અને દીર્ઘાયુષ્‍યનું રહસ્‍ય !

આજે માનવીનો શ્‍વસનદર વધ્‍યો હોવાથી તે જ પ્રમાણમાં તેનું આયખું ઘટ્યું છે. સરેરાશ આયખું ૬૦ થી ૬૫ વર્ષો રહ્યું છે. અનેક આધુનિક શાસ્‍ત્રજ્ઞોનું માનવું છે કે, જો માનવીના શારીરિક તાપમાનને અડધું કરી શકીએ, તો તે સહજ રીતે ૧ સહસ્ર વર્ષો સુધી જીવી શકશે. તે માટે તેને પોતાના શ્‍વાસની ગતિ સાધ્‍ય કરીને તે જ પ્રમાણમાં મર્યાદિત કરવી પડશે. તેનો અર્થ છે, ‘માનવીની શ્‍વાસની ગતિને પ્રતિમિનિટ ૨-૩ સુધી નિયંત્રિત કરવી.’ આ ઘણું આવાહનાત્‍મક તો છે જ; પરંતુ અસંભવ નથી. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ સહસ્રો વર્ષો સુધી જીવિત રહેતા હતા. આ વાસ્‍તવિકતાઓ પરથી સિદ્ધ થાય છે કે, દીર્ઘાયુષ્‍યનું રહસ્‍ય માનવીના શ્‍વાસની ગતિમાં છુપાયેલું છે. તેથી આપણે આપણા શ્‍વાસની ગતિ સાધ્‍ય કરવા માટે પ્રથમ તો શ્‍વાસોચ્‍છવાસની પદ્ધતિને સમજી લેવી આવશ્‍યક છે.

 

૩. દીર્ઘાયુષ્‍ય માટે પ્રતિદિન પ્રાણાયામ કરવો આવશ્‍યક !

ઊંડો શ્‍વાસ લેવાનો અર્થ સ્‍પષ્‍ટ કરતી વેળાએ પ્રાણવિજ્ઞાન વિશેષ તજ્‌જ્ઞ ડૉ. મેકડૉવલ કહે છે, ‘‘પ્રાણાયામને કારણે ફેફસાઓને જ નહીં, જ્‍યારે પેટની સંપૂર્ણ પચનસંસ્‍થાને પણ પરિપૂર્ણ પોષણ મળે છે. ઊંડો શ્‍વાસ લોહીની શુદ્ધિ માટે અમૂલ્‍ય ઔષધિ લેવા જેવો છે. માનવીની કાર્યક્ષમતા વધારવી, તેમાં સ્‍ફૂર્તિ અને ઉલ્લાસ જગાડવો, તે માટે ઊંડો શ્‍વાસ લેવાનો અભ્‍યાસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેથી જ દીર્ઘાયુષ્‍ય માટે પ્રતિદિન નિરંતર પ્રાણાયામ કરવો આવશ્‍યક છે.’’

 

૪. શ્‍વાસની ગતિ પર આરોગ્‍ય આધારિત હોવું

પોતાના પ્રાણને સાધ્‍ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્‍પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્‍વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્‍ય ટકેલું છે. શ્‍વાસ જેટલો સ્‍થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્‍વસ્‍થ અને નિરોગી હશે. શ્‍વાસમાં જેટલી વધારે ગતિશીલતા અને તીવ્રતા આવશે, તેટલી જ આરોગ્‍યની સંભાવનાઓ ઓછી થતી જશે, આ એક શાસ્‍ત્રીય વાસ્‍તવિકતા છે; કારણકે શ્‍વાસનો સીધો સંબંધ શરીરના તાપમાન સાથે છે. જે તીવ્રતાથી શ્‍વાસ ગતિશીલ થશે, તે જ પ્રમાણમાં શરીરના તાપમાનમાં વધારો થશે. ક્રોધ, આવેશ અને ઉત્તેજનની સ્‍થિતિમાં શ્‍વાસની ગતિમાં વૃદ્ધિ થાય છે.

Leave a Comment