સમયનું સુનિયોજન કેવી રીતે કરશો ?

Article also available in :

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી

આયુષ્‍યનો સમયગાળો મર્યાદિત છે; તેથી ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે પ્રત્‍યેક કૃતિ સમયસર કરવી આવશ્‍યક છે. – સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી

ચીવટતા જેવા ગુણ કેળવીને દોષ-નિર્મૂલન પ્રક્રિયા પરિણામકારિતાથી હાથ ધરો !

 

૧. સમયનું મહત્ત્વ

માનવી આયુષ્‍યમાં સમય જેટલી કોઈપણ વસ્‍તુ મૂલ્‍યવાન નથી. અંગ્રેજીમાં એક કહેવત છે, ‘ટાઈમ ઇઝ મની’, અર્થાત્ ‘સમય એ જ ધન છે.’ પૈસાની ઓછપ પ્રયત્નો દ્વારા પૂરી કરી શકાય છે; પણ ગુમાવેલો આજનો અમૂલ્‍ય સમય ફરી ક્યારે પણ મેળવી શકાતો નથી. આપણું વહી ગયેલું આટલું આયુષ્‍ય લાખો રૂપિયાનો ખર્ચ કરીને પણ પાછું મેળવી શકાશે નહીં, આ વાત ધ્‍યાનમાં લેજો !

 

૨. સમયનો સદુપયોગ કરનારા સ્‍વતંત્રતાવીર સાવરકર !

સ્‍વતંત્રતાવીર સાવરકર જૂન ૧૯૦૬માં ‘બૅરિસ્‍ટર’ થવા માટે ઇંગ્‍લેંડ પહોંચ્‍યા. આ સમયગાળામાં તેમણે અભ્‍યાસ પૂર્ણ કર્યો અને ‘બૅરિસ્‍ટર’ બન્‍યા. આ અભ્‍યાસ ચાલુ હતો ત્‍યારે જ ‘મૅઝનીનું ચરિત્ર’ અને ‘૧૮૫૭નો સ્‍વાતંત્ર્ય સંગ્રામ’ ગ્રંથો લખીને પૂર્ણ કર્યા. તે સમયે પુના ખાતેના ‘કાળ’ દૈનિકના વાર્તાહર તરીકે તેઓ લંડનથી સમાચાર મોકલતા હતા. તેમણે આ જ સમયગાળામાં ‘ઇંડિયા હાઊસ’ના માળે સેનાપતિ બાપટ સાથે મળીને ભારતની સ્વતંત્રતાની લડત માટે કાર્ય કર્યું અને ‘અભિનવ ભારત’ નામના ક્રાંતિકારી સંગઠન માટે યુવકોનું સંગઠન કર્યું. આ યુવકોમાંથી એક રહેલા મદનલાલ ધિંગ્રાએ આગળ જતાં કર્ઝન વાયલીનો વધ કર્યો. ૨૩ થી ૨૬ વયજૂથના સમયગાળામાં સ્‍વતંત્રતાવીર સાવરકરે એકજ સમયે ઉપર જણાવેલા અનેક કાર્યો સંપન્‍ન કર્યા. તમે પણ જો નિર્ધાર કરો અને ધ્‍યેયનિષ્‍ઠ હોવ, તો તમારા દ્વારા પણ સમયનો સદુપયોગ થશે અને ભવ્‍યદિવ્‍ય કાર્યો પણ સંપન્‍ન થશે, આ વિશે શંકાને કોઈ સ્‍થાન નથી !

 

૩. સમય બગડવા વિશે કારણીભૂત દોષ અને તેના પરના ઉપાય

૧. સમય માટે ગંભીરતા ન હોવી

નિસર્ગમાં હવા, પાણી ઇત્‍યાદિ ઘણી વસ્‍તુઓ નિઃશુલ્‍ક મળે છે. તેથી તેમનું મહત્ત્વ લાગતું નથી. સમયની ગંભીરતા ન હોવાથી પોતાનો સમય બગડ્યા વિશે અથવા અન્‍યોનો સમય બગાડવા બાબતે કાંઈ જ લાગતું નથી. જે કોઈ સમયનો આદર અને યોગ્‍ય ઉપયોગ કરે છે, તેનો સમય અને લોકો પણ હંમેશાં આદર કરે છે.

૨. નિરર્થક કૃતિ સુખદાયી લાગવી

કેટલાક જણ મનોરંજન અથવા સુખપ્રાપ્‍તિ માટે ખાલી સમયમાં ‘ઇંટરનેટ’માં રમમાણ થાય છે અથવા ‘વિડીઓ ગેમ’ રમવામાં મગ્‍ન બની જાય છે. તેમાં ઘણો સમય બગડે છે. ઘણા લોકો અનાવશ્‍યક વાતો કરવામાં અથવા પાડોશીઓ સાથે ઝગડવામાં સમય બગાડે છે.

સમયનું મહત્ત્વ મન પર અંકિત કરવા માટે આપણે મનને આગળ જણાવેલી સ્‍વયંસૂચના આપી શકીએ.

‘સમયનું મહત્ત્વ ન હોવું આ દોષને કારણે જ્‍યારે હું..(પોતાની સમય બગાડનારી કૃતિ લખવી.) આ કૃતિમાં નિરર્થક સમય બગાડતો/તી હોઈશ, ત્‍યારે મને તીવ્રતાથી ભાન થશે અને હું તરત જ .. (નિયોજિત કૃતિ લખવી.) કરીશ.’

૩. આળસ

સમયનું પાલન અને તેનો સદુપયોગ ન થવા પાછળ આળસ આ દોષ પણ કારણીભૂત બને છે. આળસને કારણે સમયનું પાલન અથવા સદુપયોગ કરવા વિશેનો ઉત્‍સાહ ઓછો થાય છે અને વ્‍યક્તિ અકાર્યક્ષમ રહેવામાં અથવા પલંગ પર નિરંતર આળોટવામાં સુખ માને છે. ઘણીવાર દૈનંદિન કામો કરવાનો આળસ કરવાથી પછી તે કામો મહત્ત્વનાં કામોમાં અને સમયમાં અડચણો લાવે છે અથવા વધારે સમય માગી લે છે. ઉદા. ગાડીમાં પેટ્રોલ ભરાવવાનો આળસ કરવાથી પછી કુટુંબીજનોને અચાનક રુગ્‍ણાલયમાં લઈ જતી વેળાએ પેટ્રોલ ભરાવવા માટે મહત્ત્વનો સમય આપવો પડે છે. તેમજ ગાડીમાં પેટ્રોલ સમયસર ન ભરવાથી વચમાં જ ગાડી બંધ પડે છે. આવા સમયે તે રસ્‍તાની બાજુમાં રાખીને પેટ્રોલપંપ સુધી રીક્ષામાં જવું, પેટ્રોલ વેચાતુ લેવું અને પાછું ગાડી પાસે આવવું, આમાં સમય અને રીક્ષાના ભાડાનો અપવ્‍યય થાય છે.

આળસ દોષનું નિર્મૂલન કરવા માટે આપણે મનને આગળ જણાવેલી સ્‍વયંસૂચના આપી શકીએ.

‘આળસને કારણે જ્‍યારે હું ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ પર જવાનું ટાળતો/તી હોઈશ, ત્‍યારે મને તેની તીવ્રતાથી જાણ થશે અને હું તરત જ ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે જઈશ.’

ઉપર જણાવેલા પ્રકારની સ્‍વયંસૂચના દિવસમાં ૧૫ વાર આપવી અપેક્ષિત છે.

 

૪. સમયનો સુવિનિયોગ થાય, તે માટે કરવાના પ્રયત્ન

૧. ખાલી સમયનો ઉપયોગ કરવો

દૈનંદિન જીવનમાં આપણને થોડા પ્રમાણમાં ખાલી સમય મળે છે. ‘આ ખાલી સમયનો વિનિયોગ કેવી રીતે કરવો’, આ બાબત તે વ્‍યક્તિ પર, તેમજ સમયની પ્રાપ્‍ત પરિસ્‍થિતિ પર આધારિત હોય છે. કાળની પ્રાપ્‍ત પરિસ્‍થિતિ નિરંતર પલટાઈ શકે છે; પણ વ્‍યક્તિ પર આધારિત રહેલા ખાલી સમયનો આપણે ઉપયોગ કરી શકીએ. જે વ્‍યક્તિ ઉત્‍સાહી, ધ્‍યેયનિષ્‍ઠ અને સકારાત્‍મક હોય છે, તે ખાલી સમયનો સર્વોત્તમ ઉપયોગ કરી લે છે. તેનાથી ઊલટું ચિંતાગ્રસ્‍ત, આળસુ અને નકારાત્‍મક વિચાર ધરાવનારી વ્‍યક્તિ ખાલી સમયનો દુરુપયોગ જ કરે છે. ખાલી સમય આ સંપત્તિ છે. તેમાંની એક ક્ષણ પણ બગાડવી જોઈએ નહીં; કારણકે તે સમય ગુમાવવો, એટલે આપણું સામાર્થ્ય ગુમાવવા જેવું છે.

૨. નિયોજિત કાર્યો સમયસર જ પાર પાડવાં

હંમેશનાં કામો સમયસર જ કરવા જોઈએ. મોડેથી કરીએ, તો તે મોંઘું પડી શકે છે. આજનું મહત્ત્વનું કામ આવતી કાલ પર ધકેલી દઈએ, તો તે વધારે કઠિન લાગવા માંડે છે. આવી કામ આગળ ધકેલવાની પ્રવૃત્તિને કારણે ઘણીવાર તે કામ ક્યારે પણ સમયસર પૂર્ણ થતું નથી. આવી વ્‍યક્તિથી યશ પણ દૂર જ રહે છે.

૩. ઘડિયાળ સામે ધ્‍યાન રાખવું

ઘડિયાળ ભણી નજર રાખીને આપણા કાર્ય સાથે સંબંધિત સમયની પ્રગતિ વિશે તારણ લેવું જોઈએ. ઘડિયાળને પોતાનું સહાયક સમજીને જો આપણે કાર્ય કરીએ તો સમયનું નિયોજન કરવું સહેજે સંભવ થાય છે.

૪. સમયપત્રક બનાવીને તે અનુસાર કૃતિ કરવી

પૂર્વનિયોજિત ઠેકાણે, પૂર્વનિયોજિત સમયે, પૂર્વનિયોજિત પદ્ધતિથી અને પૂર્વનિયોજિત લોકોની સહાયતાથી પૂર્વનિયોજિત કામો કરવા, તેના વિવરણને ‘સમયપત્રક’ કહેવામાં આવે છે. નક્કી કરેલું કામ જેટલું મહત્ત્વનું છે, તેટલું જ મહત્ત્વ ‘તે કયા સ્‍થાન પર અને કેવી પદ્ધતિથી કરવું જોઈએ’, તેને પણ મહત્ત્વ છે. ઉદા. શાસકીય કાર્યાલયમાં એકાદ કામ હોય તો ‘તે કામ કરવા માટે કેટલો સમય લાગશે’, તેનું વિવરણ જેટલું મહત્ત્વનું છે, તેટલું જ ‘તે શાસકીય કાર્યાલય ઘરથી કેટલું દૂર છે’, તેનું વિવરણ પણ તેટલું જ મહત્ત્વનું પુરવાર થાય છે. પ્રત્‍યેકે સુવિધા પ્રમાણે પોતાનું સ્‍વતંત્ર સમયપત્રક બનાવવું. તેમાં પ્રત્‍યેક દિવસે સમય અનુસાર કઈ કૃતિ કરવાના છો, તેની નોંધ કરવી.

કૌટુંબિક, કાર્યાલયીન આ સમયનો યોગ્‍ય ઉપયોગ કરવો, સંદેશ લખી રાખવા, કૃતિઓની વ્‍યાપ્‍તિ કાઢવી, કૃતિઓ કરતી વેળાએ સૂચિ બનાવવી, પ્રાધાન્‍ય (અગ્રક્રમ) નક્કી કરવું, અન્‍યોની સહાયતા લેવી, એકજ સમયે વિવિધ કૃતિઓ કરવી, પર્યાયનો વિચાર કરવો, આને કારણે કૃતિઓ પરિણામકારી થાય છે. વ્‍યક્તિગત સમેટતી વેળાએ પ્રાર્થના, નામજપ અથવા સ્‍વયંસૂચના સત્ર કરવા, દૂરભાષ પર બોલતી વેળાએ સંજવારી કરવી અથવા અન્‍ય કામો કરવા, આવી કૃતિઓને કારણે સમયનો સદુપયોગ થાય છે.

મનુષ્‍યજન્‍મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્‍યેકનું આયુષ્‍ય મર્યાદિત અને અનિશ્‍ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્‍ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે. આ સમયનો યોગ્‍ય રીતે ઉપયોગ કરીને વધારેમાં વધારે સમય સત્‍કારણ માટે, અર્થાત્ દેવ, દેશ અને ધર્મ માટે આપવો જોઈએ. તે માટે સમયનો અપવ્‍યય ટાળીને પરિશ્રમપૂર્વક કર્મ કરવું આવશ્‍યક છે. ભગવાનને પ્રાર્થના કરીને નિયોજન અને કૃતિ કરવાથી કાર્ય સમયસર પૂર્ણ થવામાં સહાયતા થશે !

Leave a Comment