હોમિયોપથી ‘સ્‍વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો

Article also available in :

અનુક્રમણિકા

‘ઘરમાં જ રહીને કરી શકાય, એવા ‘હોમિયોપથી’ ઉપચાર !’

હવે આપણે ‘આપણી બીમારી પર ચોક્કસ ગુણકારી ઔષધ શોધવું, કેટલીક બીમારી વિશેના આરંભનાં લક્ષણોની તીવ્રતા ઓછી કરનારું ઔષધ લેવું આવશ્‍યક હોવું, ઔષધ તૈયાર કરવાની પદ્ધતિ અને ઔષધનું પરિણામ કેવી રીતે ઓળખવું ?’, આ વિશેની જાણકારી જોઈશું.

સંકલક : ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

 

૧. હોમિયોપથી સ્‍વઉપચાર ચોક્કસ કેવી રીતે કરવા ?

હવે બીમારી થઈ હોય ત્યારે આ લેખમાળાની સહાયતાથી પ્રત્‍યક્ષ સ્‍વઉપચાર કેવી રીતે કરવા ? તે ક્રમવાર જાણી લઈશું.

૧ અ. બીમારી થયા પછી નિર્માણ થયેલાં લક્ષણો, તેમજ તેમની સાથે સંબંધિત સૂત્રોનું ઝીણવટથી નિરીક્ષણ કરીને તે લખી લેવા

જ્‍યારે આપણને કાંઈ ત્રાસ થવા લાગે (ઉદા. તાવ આવે) તો ‘પીડા થયા પછી, બહાર ઠંડી હવામાં ગયા પછી, ભીંજાયા પછી ઇત્‍યાદિ’ બીમાર થવાનું (ઉદા. તાવ આવવાનું)  કારણ, આપણા સ્‍વાસ્‍થ્‍યમાં પ્રત્‍યેક ટપ્પે થયેલા પાલટ, તેમજ આપણા તાવ સાથે જણાય એવી ‘ચીડચીડ વધી છે શું ? તરસ વધારે લાગે છે શું ? વિશિષ્‍ટ કાંઈ ખાવા-પીવાનું મન થાય છે શું ?’, ઇત્‍યાદિ અન્‍ય સર્વ લક્ષણો, તેમજ આપણને થનારો ત્રાસ શાનાથી ઓછો થાય છે ? શાના કારણે વધે છે ? ઇત્‍યાદિ આપણી બીમારી સાથે સંબંધિત સર્વ સૂત્રો ‘સૌથી મહત્ત્વના અને સૌથી તીવ્ર, સૌથી પહેલાં’ આ ક્રમથી લખવા.

૧ આ. પોતાની બીમારી અંગેનાં પ્રકરણો વાંચવા

ત્‍યાર પછી લેખમાળામાંના પોતાની બીમારી વિશેનાં (ઉદા. તાવ) પ્રકરણ ખોલીને પૂર્ણ વાંચવાં. તેમાં પોતાની બીમારીની (ઉદા. તાવની) આપેલી જાણકારી વાંચીને, તેમજ આપેલાં અન્‍ય સૂત્રો વાંચીને, ઉદા. ‘થર્મોમીટર’ લગાડીને તાવ ચોક્કસ કેટલો છે ? તેની નિશ્ચિતિ કરી લેવી. જો તાવ કેવળ ૧૦૦ અંશ ફૅરન્હાઇટ જેટલો હોય, તો તરત જ ઔષધ લેવાની આવશ્‍યકતા નથી. તેનાથી વધુ હોય, તો ઔષધ લેવું આવશ્‍યક છે.

૧ ઇ. પોતાની બીમારી પર ચોક્કસ ગુણકારી ઔષધ શોધવું

‘હોમિયોપથી’ વિશે પ્રકાશિત કરવામાં આવતા ગ્રંથમાં પ્રત્‍યેક બીમારીની સંક્ષિપ્‍ત જાણકારી આપ્યા પછી તે બીમારી માટે ગુણકારી હોમિયોપથીના ઔષધની જાણકારી આપી છે. તેમાં પ્રત્‍યેક ઔષધના ગુણધર્મો (અર્થાત્ તે ઔષધ નિરોગી વ્‍યક્તિને આપવામાં આવ્‍યા પછી તેનામાં નિર્માણ થનારાં લક્ષણો) ટૂંકમાં આપ્‍યા છે. આ ગુણધર્મ વાંચીને પોતાના લક્ષણો સાથે સામ્‍ય રહેલા ગુણધર્મ ધરાવતું ઔષધ ચૂંટવાનું હોય છે, ઉદા. પોતાને તાવ હોય ત્‍યારે તે સાથે જ મન અસ્‍વસ્‍થ હોવું અને પુષ્‍કળ તરસ લાગવી અને તે માટે પુષ્‍કળ પ્રમાણમાં ઠંડું પાણી પીવું, જો આવાં લક્ષણો હોય, તો તેના માટે ‘ઍકોનાઈટ નૅપેલસ (Aconite Napellus)’, આ ઔષધ લેવાનું હોય છે; પરંતુ જો તાવ સાથેજ ચહેરો લાલ અને ફૂલેલો દેખાવો, તાવ હોય ત્યારે તરસ બિલકુલ ન લાગે, આવા લક્ષણો હોય, તો તે માટે ‘બેલાડોના (Belladona)’, આ ઔષધ લેવાનું હોય છે.

આના પરથી કેવળ તાવ આ એકજ મુખ્‍ય લક્ષણ પર આધારિત ઔષધ ચૂંટવાનું ન હોય, જ્‍યારે તે બીમારીના કયા ઔષધીના વિશિષ્‍ટ લક્ષણો સાથે પોતાના લક્ષણોનો સર્વાધિક મેળ બેસે છે, તે જોઈને તે ઔષધ લેવાનું હોય છે.

તાવ આવ્‍યા પછી પોતાનામાં જણાયેલાં વિવિધ લક્ષણો અને તે પ્રકરણમાં આપેલા એકાદ ઔષધના ગુણધર્મ સાથે વધારેમાં વધારે સાધર્મ્‍ય દેખાય, તે ઔષધનું નામ પોતાના કાગળ પર લખવું. જો ૨-૩ ઔષધો સાથે સાધર્મ્‍ય જણાય, તો ફરીવાર સર્વ ઔષધિઓના ગુણધર્મ વાંચીને તેમાંના કયા ઔષધ સાથે આપણા લક્ષણોનો સર્વાધિક મેળ બેસે છે, તે જોવું.

૧ ઈ. એકજ ઔષધ લેવું

ભલે આપણને બીમારીનાં લક્ષણોના ૨-૩ ઔષધિઓના ગુણધર્મો સાથે સાધર્મ્‍ય જણાતું હોય અને તેને કારણે એકજ ઔષધ નિશ્‍ચિત કરવાનું ફાવતું ન હોય, તો પણ એક સમયે તેમાંથી સર્વાધિક સાધર્મ્‍ય રહેલું એકજ ઔષધ આપણે લેવું જોઈએ.

૧ ઉ. કેટલીક બીમારીઓ વિશે આરંભમાં લક્ષણોની તીવ્રતા ઓછી કરનારું ઔષધ લેવું આવશ્‍યક હોવું

કેટલીક બીમારીઓ વિશે, ઉદા. ‘પેટનો દુખાવો’, આ બીમારીમાં ‘પેટમાં વેદના થતી હોય ત્‍યારે તરત જ વેદનામુક્તિ થાય, તે માટે મૅગ્‍નેશિયમ ફૉસ્‍ફોરિકમ્ (Magnesium Phosphoricum) આ ઔષધની ૪ ગોળીઓ અડધા કપ નવશેકા પાણીમાં ઓગાળીને તેમાંનું એક ચમચી પાણી પ્રત્‍યેક ૧૫ મિનિટ ઉપરાંત વેદના થોભે ત્‍યાં સુધી લેવું’, એમ આપ્‍યું છે. આ પ્રમાણે જે બીમારી વિશે આપ્‍યું હોય, ત્‍યાં તે બીમારીનાં લક્ષણો ચાલુ થયા પછી ઉપચારના આરંભમાં પહેલા તે ઔષધ લેવું. ત્‍યાર પછી ઉપર કહ્યા પ્રમાણે આપણા લક્ષણોનો તે બીમારી માટે ગુણકારી ઔષધિઓમાંથી જે ઔષધીના ગુણધર્મો સાથે સૌથી વધારે મેળ બેસતો હોય તે ઔષધ ચાલુ કરવું.

૧ ઊ. ઔષધ સિદ્ધ (તૈયાર) કરવાની પદ્ધતિ

બજારમાં ઉપલબ્‍ધ હોમિયોપથી ઔષધિઓ માટે ઉપયોગમાં લેવાતી ટચલી આંગળીની લંબાઈની પ્‍લાસ્‍ટિકની બાટલીમાં ‘૪૦’ ક્રમાંકની ખાંડની ગોળીઓ ભરીને તેમાં આપણે ચૂંટેલા ઔષધના ૩-૪ ટીપાં નાખીને બાટલીનું ઢાંકણું બંધ કરીને ગોળીઓ ઉપર-નીચે કરવી. તેને કારણે ઔષધ પ્રત્‍યેક ગોળી પર સમાન ફેલાય છે. ત્‍યાર પછી તેમાંની ૪ ગોળીઓ જીભ નીચે મૂકવી. આ બાટલીઓ અને ખાંડની ગોળીઓ હોમિયોપથી ઔષધની દુકાનમાં મળે છે.

બજારમાં અનેક ‘પોટન્‍સી’ની (શક્તિની) ઔષધિઓ ઉપલબ્‍ધ હોય છે; પરંતુ સ્‍વઉપચાર કરવા માટે આપણે સામાન્‍ય રીતે કેવળ ‘૩૦’ પોટન્‍સીની દવાનો ઉપયોગ કરવો. જો આના કરતાં જુદી ‘પોટન્‍સી’નું ઔષધ વાપરવું હોય, તો અમે તે ત્‍યાં આપ્‍યું છે; અન્‍યથા અન્‍ય પોટન્‍સીનું ઔષધ કેવળ તજ્‌જ્ઞ ડૉક્‍ટરની સલાહથી જ લેવું.

૧ એ. ઔષધિઓની બાટલીઓ પર વ્‍યક્તિ અને ઔષધના નામની પટ્ટી (લેબલ) લગાડવું આવશ્‍યક હોવું

ઘરમાં એકજ સમયે ૨-૩ વ્‍યક્તિઓ માટે હોમિયોપથી ઔષધ ચાલુ છે, એમ થઈ શકે છે. આવા સમયે પ્રત્‍યેક માટે ઔષધિઓની ગોળીઓ સિદ્ધ (તૈયાર) કરવા પહેલાં તે વ્‍યક્તિ અને ઔષધનું નામ બાટલી પર લગાડીને પછી જ તેમાં ખાંડની ગોળીઓ અને ઔષધિઓનાં ટીપાં નાખીને ઔષધ સિદ્ધ કરવું.

૧ ઐ. ઔષધ લેવાની પદ્ધતિ

ઔષધ લેતી વેળાએ ડબીમાંથી ૪ ગોળીઓ ડબીના ઢાંકણામાં લઈને તે ઢાંકણામાંથી સીધી જીભ નીચે મૂકવી. તે આપમેળે જ ઓગળી જાય છે. ઔષધિઓની ગોળીઓ ગળવી નહીં. ઔષધ સામાન્‍યરીતે જીભની નીચે મૂકીને લેવામાં આવે છે; પરંતુ નવજાત શિશુઓમાં તે તેમના કાંડા પર, પગના તળિયે અથવા પગના અંગૂઠાની ગડીમાં (big toe skin fold) લગાડી શકાય. જે પ્રૌઢ વ્‍યક્તિઓ ગોળીઓ લઈ શકતા નથી, ઉદા. કોમામાં ગયેલી વ્‍યક્તિ, આવી વ્‍યક્તિને ઔષધ સુંઘાડવું. આવા સમયે ઔષધનું ઢાંકણું કાઢી નાખેલી બાટલી રુગ્‍ણના નાક નીચે ૩૦ સેકંડ સુધી ઝાલી રાખવી.

૧ ઓ. ઔષધ લેતી વેળાએ લેવાની કાળજી

અ. ઔષધ લેવાની ૧૫ મિનિટ પહેલાં અને લીધા પછી ૧૫ મિનિટ કાંઈ પણ ખાવું-પીવું નહીં.

આ. અત્તર, કપૂર, ગરમ મસાલા (એલચી, મરી) ઇત્‍યાદિ ઉગ્ર ગંધથી, તેમજ સૂર્યપ્રકાશથી ઔષધ છેટે રાખવું.

ઇ. ઔષધ લેવા પહેલાં અને પછી ૧ કલાક ટૂથપેસ્‍ટ (તેમાં રહેલા ફુદીનાને કારણે (mint ને કારણે) વાપરવી નહીં. શરદીમાં પેટમાં લેવાની દવા, તેમજ ત્‍વચા પર લગાડવાની ‘વિક્સ વેપોરબ’ જેવી દવાઓ (તેમાં રહેલા કપૂર, મેન્‍થૉલ, નિલગિરીનું તેલ આ કારણોસર) ટાળવી.

૧ ઔ. ઔષધ પ્રતિદિન કેટલીવાર લેવું ?

સામાન્‍ય રીતે સવારે, બપોરે અને રાત્રે, આ રીતે ૩ વાર લેવાનું હોય છે; પરંતુ તાવ, અતિસાર (ઝાડા) આવા નાના સમયગાળાની બીમારી માટે (acute illnesses માટે) આવશ્‍યકતા અનુસાર ૩ થી ૮ વાર લેવું પડે. અપઘાત થઈને પીડા થઈ હોય, તો પ્રત્‍યેક કલાકે પણ ઔષધ લેવું પડે.

૧ અં. ઔષધીનું પરિણામ થાય છે કે નહીં, એ કેવી રીતે જાણવું ?

હોમિયોપથી ઔષધીનું પરિણામ વ્‍યક્તિદીઠ અલગ હોઈ શકે છે. કેટલાંક લોકોમાં ઔષધ ચાલુ કરતાં જ લક્ષણોમાં સ્‍પષ્‍ટ રીતે ઘટાડો દેખાવા લાગે છે. કેટલાક લોકોમાં લક્ષણોમાં ઘટાડો થવા પહેલાં તેમાં કેટલાક પ્રમાણમાં વધારો થયો હોવાનું જોવા મળે છે. કેટલાક લોકો વિશે તેમની બીમારીના વિશિષ્‍ટ લક્ષણોમાં (ઉદા. ત્‍વચા પરની ફોલ્‍લીઓ) વધારે ફેર પડવાને બદલે, તેમના કુલ શરીર અને મનના સ્‍તર પર મોટા પ્રમાણમાં સકારાત્‍મક પાલટ જણાય છે. હોમિયોપથીમાં સરવાળે સકારાત્‍મક પાલટ આ સારું લક્ષણ માનવામાં આવે છે; કારણકે આમ થવું, એ ‘ઔષધ બીમારી પર સૌથી મૂળભૂત સ્‍તર પર કાર્ય કરી રહ્યું છે’, તેનું દર્શક હોય છે. અર્થાત્ આગળ જતાં બધાં જ લક્ષણો જવા અપેક્ષિત છે અને તેમજ થાય છે.

 

૨. હોમિયોપથી ‘સ્‍વઉપચાર’ વિશે માર્ગદર્શક સૂત્રો

૨ અ. ઔષધ કેટલા દિવસ લેવું ?

હોમિયોપથીમાં ‘અમુક દિવસો સુધી દવા લેવી’, એમ હોતું નથી. ઔષધ ચાલુ કર્યા પછી જો ૧ થી ૨ દિવસો પછી સારું લાગવા માંડે અથવા જે માત્રા પછી (dose પછી) સારું લાગવા માંડે, ત્‍યાર પછી તે ઔષધ લેવાનું બંધ કરવું. ટૂંકમાં જે ક્ષણથી આપણને સારું લાગવા માંડે, ઉદા. તાવ ઉતરે અથવા ઝાડા બંધ થઈ જાય કે, ઔષધ લેવાનું બંધ કરવું.

બીમારી નવી છે કે જૂની ? તેના પર પણ ઔષધ કેટલા સમયગાળા માટે લેવું, એ નક્કી થાય છે. ઉદા. તાવ પર ચાલુ કરેલા ઔષધનું પરિણામ તરત જ દેખાય છે. તેને કારણે તાવ ઉતરે કે, તરત જ ઔષધ બંધ કરવાનું હોય છે. આનાથી ઊલટું સંધિવા (સાંધાનો દુખાવો), દમ, પીઠનો દુખાવો એના જેવી જૂની બીમારીને સારું થવામાં કેટલોક સમયગાળો લાગી શકે છે. જો આપણી બીમારી પર યોગ્‍ય ઔષધ શોધવામાં આપણે સફળ થઈએ, તો બીમારી પૂર્ણ રીતે મટી જાય છે. અન્‍યથા જૂની બીમારી પાછી થાય ત્‍યારે આપણે યોગ્‍ય ઔષધ શોધીને તે લેવું અને ત્‍યાર પછી બીમારી ૫૦ ટકા ઓછી થાય કે, ઔષધ બંધ કરવું. કેટલાક સમયગાળા પછી જો પાછો ત્રાસ ઉદ્‌ભવે, તો પહેલાંનું જ ઔષધ પાછું ચાલુ કરવું.

૨ આ. ઔષધ પાલટવાનો વિચાર ક્યારે કરવો ?

ઔષધ ચાલુ કર્યા પછી કાંઈક સકારાત્‍મક પાલટ દેખાવો અપેક્ષિત છે. નાના સમયગાળાની બીમારીઓ, ઉદા. તાવ, ઝાડા ઇત્યાદિમાં ઔષધ ચાલુ કરીને ૧ દિવસ થઈ ગયા પછી પણ જરાય ફેર પડતો ન હોય, તો ‘આ ઔષધ આ બીમારી પર કામ કરતું નથી’, એવો નિષ્‍કર્ષ આપણે કાઢી શકીએ. ત્‍યાર પછી ઉપર કહ્યા પ્રમાણે સર્વ પ્રક્રિયા ફરીવાર કરીને આપણી બીમારી પર ગુણકારી ઔષધ શોધવું.

આનાથી ઊલટું ઘણા માસથી અથવા વર્ષોથી રહેલો દમ, સંધિવા, કમરનો દુખાવો, પીઠનો દુખાવો ઇત્‍યાદિ જૂની બીમારીઓ વિશે ઔષધ પાલટવાનો નિર્ણય તરત જ લઈ શકાતો નથી. આવી બીમારીઓમાં આપણા માટે ગુણકારી ઔષધ શોધ્‍યા પછી તે પ્રત્યેકની ૪ ગોળીઓ દિવસમાં ૨ વાર (સવારે અને રાત્રે) આ રીતે ૧૫ દિવસ લેવી. ત્‍યાર પછી આપણી બીમારીની સ્‍થિતિનું તારણ લેવું. બીમારીનાં લક્ષણો જો ઓછા થયા હોય, તો પ્રતીક્ષા કરી શકાય. જો ત્રાસ ફરીવાર ન ઉદ્‌ભવે, તો ઔષધ ફરી ન લેવું. જો ત્રાસ ફરીવાર ચાલુ થાય અથવા ઓછો થાય; પરંતુ પૂર્ણ રીતે મટે નહીં, તો ફરીવાર ૧૫ દિવસ ઔષધ લઈને પહેલાની જેમ તારણ લેવું. કુલ ૧ માસ ઔષધ લીધા પછી પણ જો સારું લાગતું ન હોય, તો ફરીવાર બીમારી માટે ઉપર આપ્‍યા પ્રમાણે ઔષધ શોધવું; બને તો હોમિયોપથી ડૉક્‍ટરની સલાહ લેવી. જૂની બીમારી ઠીક થવા માટે કેટલોક સમયગાળો લાગી શકે છે; પરંતુ હોમિયોપથી ઔષધથી બીમારીની તીવ્રતા ઓછી થાય છે અને બે દુખાવા વચ્‍ચેનો સમયગાળો વધતો જાય છે.

૨ ઇ. બીમારી મટી ગયા પછી વધેલી દવાઓનું શું કરવું ?

જો બીમારી મટી જાય; પરંતુ તે બીમારી પર ઔષધની તૈયાર કરેલી ગોળીઓ શેષ હોય, તો એક પ્‍લાસ્‍ટિકના પાકિટ પર ઔષધના નામની પટ્ટી ચોંટાડીને તેમાં તે બાટલી મૂકી રાખવી. ત્‍યાર પછી ૬ માસ અથવા ૧ વર્ષ પછી પણ જો કોઈને ઔષધની આવશ્‍યકતા લાગે, તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

૨ ઈ. હોમિયોપથી ઔષધ જો ભૂલથી વધારે પ્રમાણમાં લેવાઈ જાય તો શું કરવું ?

જો નાના બાળકો ભૂલથી હોમિયોપથી ઔષધની સંપૂર્ણ બાટલી ભરીને ગોળીઓ ખાઈ જાય, તો પણ ચિંતાનું કારણ નથી. આપણે તેને પીવા માટે કૉફી આપી શકીએ. કૉફી પીવાથી ઔષધનું પરિણામ નીકળી જાય છે. તેનું કારણ એટલે કૉફી હોમિયોપથી ઔષધિઓ માટે ‘હારક પરિણામ’ (antidote) કરનારી છે.

૨ ઉ. આપણા લક્ષણો સાથે સાધર્મ્‍ય રહેલું હોમિયોપથી ઔષધ મળે જ નહીં, તો શું કરવું ?

જો આપણી બીમારીના લક્ષણો સાથે મેળ ધરાવતા ગુણધર્મો રહેલું હોમિયોપથી ઔષધ આપણને ન મળે, તો આવા સમયે આપણે ‘બારાક્ષાર ઔષધ’ લઈ શકીએ છીએ. પ્રત્‍યેક બીમારીમાં કયું ‘બારાક્ષાર ઔષધ’ લેવું, તે મોટાભાગની બીમારીઓના પ્રકરણોના અંતમાં આપ્‍યું છે. કેટલીક બીમારીઓમાં, ઉદા. ‘દાઝવું’ આમાં આપણે બળેલી ત્‍વચા પર કયું હોમિયોપથી ઔષધ (કૅન્‍થરિસ વેસિકાટોરિયા (Cantharis Vesicatoria)) લગાડવું, એ ચોક્કસપણે આપ્‍યું હોવાથી તે પ્રકરણમાં બારાક્ષાર ઔષધ વિશે આપ્‍યું નથી.

બારાક્ષાર ઔષધ વિશેની અધિક જાણકારી માટે જુઓ :

https://www.sanatan.org/gujarati/8967.html

 

૩. જો અન્‍ય પથીઓ અનુસાર ઉપચાર ચાલુ હોય તો શું કરવું ?

હોમિયોપથી ઔષધિઓ ઊર્જાના સ્‍તર પર કાર્ય કરે છે. હોમિયોપથી ઔષધિઓની ધોળી ખાંડની ગોળીઓ આ મૂળ ઔષધની કેવળ વાહક છે. આ ગોળીઓ પોતે ઔષધ નથી; તેથી જ હોમિયોપથીની બધી ઔષધિઓ એકસરખી જ દેખાય છે. હોમિયોપથી ઉપચારપદ્ધતિ નિર્મૂલનના તત્ત્વ પર આધારિત છે – વ્‍યક્તિના અસ્‍તિત્‍વમાં અસમતોલ નિર્માણ કરનારા શરીર અને મન (નકારાત્‍મક વિચાર અને ભાવનારૂપી)માંના વિષજન્‍ય (toxic) ઘટકોનું નિર્મૂલન કરીને ફરીથી સમતોલ કરાવી આપવો. તેને કારણે હોમિયોપથી ઔષધિઓ અન્‍ય પથીઓની ઔષધિઓના કાર્યમાં માથું મારતી નથી, તેમજ અન્‍ય પથીઓની ઔષધિઓ હોમિયોપથી ઔષધિઓના કાર્ય પર પરિણામ કરતી નથી. તેને કારણે અન્‍ય પથીઓ અનુસાર ઉપચાર ચાલુ હોય, તો પણ આપણે હોમિયોપથી ઉપચાર લઈ શકીએ છીએ. હોમિયોપથી ઉપચાર ચાલુ કર્યા પછી અન્‍ય પથીઓના ઉપચાર મન અનુસાર બંધ ન કરવા. અન્‍ય પથીઓની ઔષધિઓ ઓછી અથવા બંધ કરવી હોય, તો સંબંધિત પથીઓના તજ્‌જ્ઞોની સલાહ લઈને તેમની દેખરેખ નીચે તેમ કરવું.

સનાતનનો આગામી ગ્રંથ : ‘ઘરમાં જ રહીને કરી શકાય તેવા ‘હોમિયોપથી’ ઉપચાર !’

Leave a Comment