નિદ્રારોગ (Insomnia) આ બીમારી પર હોમિયોપથી ઔષધિઓની જાણકારી

Article also available in :

હોમિયોપથી ટેબલેટ્‌સ

વર્તમાનના ધાંધલધમાલના જીવનમાં ગમે તેને અને ગમે ત્‍યારે ચેપી રોગોનો અથવા કોઈપણ વિકારોનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે તરત જ ક્યારેય તજ્‌જ્ઞ વૈદ્યકીય સલાહ ઉપલબ્‍ધ થઈ શકશે જ, એમ કાંઈ કહેવાય નહીં. શરદી, ઉધરસ, તાવ, ઊલટીઓ, અતિસાર (ઝાડા), બદ્ધકોષ્‍ઠતા, અમ્‍લપિત્ત જેવી વિવિધ બીમારીઓ પર ઘરગથ્‍થુ ઉપચાર કરી શકાય, આ દૃષ્‍ટિએ  હોમિયોપથી ચિકિત્‍સા પદ્ધતિ સર્વસામાન્‍ય લોકો માટે અત્‍યંત ઉપયોગી છે.

‘પ્રત્‍યક્ષ બીમારી પર સ્‍વઉપચાર ચાલુ કરવા પહેલાં ‘હોમિયોપથી સ્‍વઉપચાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો અને પ્રત્‍યક્ષ ઔષધ કેવી રીતે ચૂંટવું ?’, આ વિશેની જાણકારી વાચકોએ પહેલા સમજી લેવી અને તે અનુસાર ઔષધિઓ ચૂંટવી, એ વિનંતિ !

સંકલક : હોમિયોપથી ડૉ. પ્રવીણ મેહતા, ડૉ. અજિત ભરમગુડે અને ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

નિરામય આરોગ્‍ય માટે પ્રૌઢ વ્‍યક્તિઓને સરેરાશ ૭-૮ કલાક ઊંઘ આવશ્‍યક હોય છે. ‘નિદ્રા બિલ્‍કુલ ન લાગવી, અપેક્ષિત અને આવશ્‍યક કલાક ઊંઘ ન આવવી, ઊંઘમાંથી રાત્રે જાગી જવું અને ફરીથી ઊંઘ ન લાગવી, પરોઢિયે કસમયે જાગી જવું’, આ સર્વ લક્ષણોને ‘નિદ્રાનાશ’ કહે છે. પૂરતી ઊંઘ ન થવાથી દિવસે ઊંઘ આવવી, થાક લાગવો, ચીડચીડ, નિરુત્‍સાહ એવાં દુષ્‍પરિણામો દેખાઈ આવે છે.

 

૧. નિદ્રારોગ ટાળવા માટે કરવાના સર્વસામાન્‍ય પ્રયત્ન

હોમિયોપથી ડૉ. પ્રવીણ મેહતા

અ. આરામદાયી પાથરવા/ઓઢવાનું અને ઓશીકું વાપરવું

આ. રાત્રે સૂવા જવાનો એકજ સમય રાખવો

ઇ. સૂવાના ૧ કલાક પહેલાં ગરમ પાણીથી નહાવું

ઈ. કૉફી ટાળવી

ઉ. દિવસે ઊંઘ ટાળવી

ઊ. સૂવા પહેલાં ઓછામાં ઓછો ૧ કલાક ટી.વી. મોબાઈલ, સંગણકનો ઉપયોગ ટાળવો

એ. સૂવા પહેલાં મોટા પ્રમાણમાં અન્‍નગ્રહણ ટાળવું

ઐ. સૂવાના સમયે મોટા અવાજ અને તીવ્ર પ્રકાશ (bright lights) ટાળવા

ડૉ. અજિત ભરમગુડે

ઓ. સક્રિય રહેવું, યોગાસનો કરવા

ઔ. તણાવનો યશસ્વી સામનો કરવાની ક્ષમતા નિર્માણ કરવી

અં. શિથિલતા માટે ધ્‍યાનધારણા કરવી

 

૨. હોમિયોપથી ઔષધિઓ

૨ અ. કૉફિયા ક્રૂડા (Coffea Cruda)

૨ અ ૧. ઊંઘ ન આવવા માટે નીચે આપેલામાંથી એકાદ કારણ હોવું

અ. એકાદ સારા સમાચાર સાંભળવા

આ. મનમાં અનેક વિચાર હોવાથી મન ઉદ્વિગ્‍ન બનવું

ડૉ. (સૌ.) સંગીતા અ. ભરમગુડે

૨ અ ૨. નવજાત બાળકનો નિદ્રારોગ

૨ અ ૩. નાના બાળકોનો દાંત આવવાના સમયગાળામાં નિદ્રારોગ

નોંધ : આ ઔષધિઓ લેતી વેળાએ કૉફી ન પીવી.

૨ આ. નક્સ વૉમિકા (Nux Vomica)

૨ આ ૧. ઊંઘ ન આવવા માટે નીચે જણાવેલાંમાંથી એકાદ કારણ હોવું

૧. વધારે પ્રમાણમાં કૉફી, ચા અથવા દારૂનું સેવન કરવું

૨. બૌદ્ધિક તણાવ હોવો

૩. સવારે ઊઠ્યા પછી તાજા અને શક્તિમાન ન લાગવું

૨ ઇ. સલ્‍ફર (Sulphur)

પગના તળિયે બળતરા થતી હોવાથી ઊંઘ ન લાગવી; લાગે તો પણ ગૂંગળામણ થઈને જાગી જવું

૨ ઈ. ઍકોનાઈટ નૅપેલસ (Aconite Napellus)

અતિશય ચિંતા, અસ્‍વસ્‍થતા અને મરવાની બીકને કારણે ઊંઘ ન આવવી

૨ ઉ. પલ્‍સેટિલા નિગ્રિકન્‍સ (Pulsatilla Nigricans)

૨ ઉ ૧. ઊંઘ ન આવવા માટે નીચે આપેલામાંથી એકાદ કારણ હોવું

અ. કસમયે અને વધારે પડતું ખાવાથી અપચન થવું

આ. મનમાં અનેક વિચાર હોવા

૨ ઉ ૨. આગળ નમીને અથવા એક બાજુએ ટેકો દઈને બેસવાથી ઊંઘ લાગવી

૨ ઉ ૩. ગૂંચવડભર્યા સપના પડવા

૨ ઊ. કૅમ્‍ફર (Camphor)

ચિંતાગ્રસ્‍ત હોવાથી મનની ઉત્તાજિત સ્‍થિતિ રહેવાથી ઊંઘ ન લાગવી

૨ એ. આર્નિકા મોન્‍ટાના (Arnica Montana)

૨ એ ૧. ઊંઘ ન આવવા માટે નીચે આપેલામાંથી એકાદ કારણ હોઈ શકે

૧. મૂઢમાર, શારીરિક પીડા થવી

૨. અતિશ્રમ થવો

૨ એ ૨. ઊંઘ્‍યા પછી પથારી ઘણી કડક લાગવી

૨ ઐ. હાયોસાયમસ નાયગર (Hyoscyamus Niger)

૨ ઐ ૧. ઊંઘ ન આવવાનું આગળમાંથી એકાદ કારણ હોવું

૧. પ્રેમમાં અસફળ થવું

૨. ‘વ્‍યવસાયમાં ફજેતી ન થઈ હોવા છતાં તે થઈ છે’, એમ લાગવું

૩. ગુસ્‍સો, ચીડચીડ, મત્‍સર આને કારણે મનમાં તીવ્ર અસ્‍થિરતા હોવી

૨ ઐ ૨. તેમાં પણ જો કદાચ નિદ્રા લાગે તો બડબડવું અથવા હસવું

૨ ઓ. ઓપિયમ (Opium)

૧. ઊંઘવા ગયા પછી પથારી ઘણી ગરમ લાગવી

૨. પથારીમાં હોવ ત્‍યારે દૂરના અવાજ પણ સ્‍પષ્‍ટ સંભળાવા અને તેથી ઊંઘ ન લાગવી

૨ ઔ. પૅસિફ્‍લોરા ઇન્‍કાર્નાટા મૂળ અર્ક (Passiflora Incarnata Mother tincture)

૧. ઉપરોક્ત આપેલા ‘૧ થી ૯’ ઔષધિઓમાંથી ‘લક્ષણોને અનુસરીને આપણા માટે જે લાગુ પડે, તે ઔષધ શોધીને તે લેવું. તેની સાથે પૅસિફ્‍લોરા ઇન્‍કાર્નાટા મૂળ અર્ક પણ લેવો.

૨. ‘લક્ષણો અનુસાર આપણને લાગુ પડે એવું ઔષધ ન મળે તો કેવળ પૅસિફ્‍લોરા ઇન્‍કાર્નાટા મૂળ અર્ક લેવો.

સૂત્ર ક્ર. ‘૨ ઔ’માંથી ૧ અને ૨ આ બન્‍ને પરિસ્‍થિતિમાં આ ઔષધીના ૩૦ ટીપાં રાત્રે સૂતી વેળાએ લેવા. નિયમિત શાંત ઊંઘ લાગવા માંડે, ત્‍યારે આ ઔષધ લેવું નહીં.

 

૩. બારાક્ષાર ઔષધી

૩ અ. કૅલિયમ ફૉસ્‍ફોરિકમ્ (Kalium Phosphoricum 6X)

આ ઔષધીની ૪ ગોળીઓ નવશેકા દૂધ અથવા નવશેકા પાણીમાં ઓગાળીને રાત્રે સૂવા પહેલાં લેવી.

Leave a Comment