વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરતી વેળાએ કરવાના પ્રયત્નો !

Article also available in :

અનુક્રમણિકા

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૧. વ્‍યષ્‍ટિ સાધના કરતી વેળાએ કરવાના પ્રયત્નો

૧ અ. સમષ્‍ટિ સાધના કરવી સંભવ ન હોય તો વ્‍યષ્‍ટિ સાધના કરતી વેળા ઘરે જ સ્‍વભાવદોષ અને અહં નિર્મૂલનની પ્રક્રિયા હાથ ધરવી !

કેટલીક શારીરિક અને કૌટુંબિક અડચણો, તેમજ બીમારીને કારણે જેમને સમષ્‍ટિ સાધના કરવી સંભવ ન હોય તો, તેમણે સંતોએ વિશદ કર્યા પ્રમાણે ઘરે રહીને જ સાધના અને સેવા કરવી. ઘરનાં નિત્‍ય કર્મો કરતી વેળા થનારી ભૂલો લખી રાખવી અને તે માટે પ્રાયશ્‍ચિત્ત પણ લેવું. રાત્રે સૂતી વેળાએ ઘરનાં કામોનું તારણ ભગવાનને આપવું. ઘરમાં જ એક ફલક મૂકીને તેના પર હંમેશાં પોતાની ભૂલો લખવી. ઘરના લોકોને જ આપણા ભણી ધ્‍યાન આપવા માટે કહેવું. તેમની સાધનામાં સહાયતા લેવી. તેમના વિશે જો પોતાની કાંઈ ભૂલો ધ્‍યાનમાં આવે, તો પોતાના કાન પકડીને તેમની ક્ષમાયાચના કરવી.

૧ આ. સાધનાને કારણે આપણા વર્તનમાં થયેલો સકારાત્‍મક પરિવર્તન જોઈને ઘરના અન્‍ય સદસ્‍યો પણ સાધના કરવા લાગવા અને ઘરમાંનું વાતાવરણ પલટાવું !

જો આપણે જ પોતાની શુદ્ધિકરણ પ્રક્રિયા ચાલુ કરીએ, તો ઘરનાઓનો આપણા ભણી જોવાનો દૃષ્‍ટિકોણ પલટાય છે. નિરંતર થનારી ભૂલો પર ધ્‍યાન રાખીને તે અનુસાર સ્‍વયંસૂચનાઓ લેવાથી ધીમે ધીમે આપણામાંના સ્‍વભાવદોષ ઓછા થવા લાગે છે અને આપણો ચેહરો તેમજ મન આનંદી બનવા લાગે છે. ઘરનાઓને પણ આપણામાં થયેલું પરિવર્તન ધ્‍યાનમાં આવવા લાગે છે. આપણા કરતાં ઘરના લોકો આપણા વર્તનનું વધારે નિરીક્ષણ કરતા હોય છે. સાધનાથી આપણામાં આવેલી સ્‍થિરતા જોઈને અન્‍યોને આપણો આધાર લાગવા માંડે છે. તેમને લાગે છે, ‘અરે, પહેલાં આ કેવા હતા અને સાધના કરવાથી તેમનામાં કેટલું સકારાત્‍મક પરિવર્તન થયું છે ?’ આપણો આદર્શ લઈને ધીમે ધીમે ઘરના અન્‍ય સદસ્‍યો પણ સાધના કરવા લાગે છે. સરવાળે ઘરનું વાતાવરણ જ પલટાય છે.

૧ ઇ. ‘ઘરમાં આપણી સાથે સાક્ષાત ભગવાન છે’, એવી દૃઢ શ્રદ્ધા રાખીને સાધના કરવી !

ઘરમાં એકલા રહીને સાધના કરતી વેળાએ ઘરમાં કરી શકાય, એવી સહેલી સેવાઓ કરવી. ‘હું ઘરમાં એકલી છું, તો શું કરું ?’, એવો વિચાર ન કરવો. ‘આપણી સાથે સાક્ષાત્ ભગવાન છે. તેઓ સમગ્ર બ્રહ્માંડના ચાલક છે. શું તેઓ આપણા જીવનના સારથિ ન થઈ શકે ?’, એવી દૃઢ શ્રદ્ધાથી જ સાધના કરવી.

 

૨. સાધનામાં પ્રગતિ માટે સમષ્‍ટિ સાધનાનું મહત્ત્વ

૨ અ. ભગવાન સહસાધકોના માધ્‍યમ દ્વારા આપણામાંના સ્‍વભાવદોષ બતાવી રહ્યા હોવાથી સમષ્‍ટિ સાધનાની કસોટી થવી

એકલા રહીને આપણને જેટલું શીખવા નહીં મળે, તેટલું સમષ્‍ટિમાં આવ્‍યા પછી શીખવાની તક હોય છે. સમષ્‍ટિમાં રહેવાથી આપણામાંના ગુણ અને દોષ તરત જ ધ્‍યાનમાં આવે છે. આપણી સાધનાની સાચી કસોટી સમષ્‍ટિમાં ગયા પછી જ થાય છે. ઘરમાં એકલા બેસીને નામજપ ઇત્‍યાદિ સાધના કરવી સહેલી છે; કારણકે ત્‍યાં આપણને કોઈ આપણામાંના સ્‍વભાવદોષ બતાવતા નથી; પરંતુ સમષ્‍ટિ સાધના કરતી વેળાએ ભગવાન સહસ્રો આંખોથી આપણા ગુણ-દોષ સહસાધકોના માધ્‍યમ દ્વારા જોતા હોય છે.

૨ આ. સમષ્‍ટિમાં મનથી કરવાનો ભાગ ઓછો થઈને અહં-નિર્મૂલન થવા માટે સહાયતા થવી

એકલા હોઈએ ત્‍યારે આપણી ભૂલ અને બરાબર કહેનારા સ્‍થૂળમાંથી કોઈ સાથે હોતા નથી. એકલતામાંથી બહાર નીકળીને સમષ્‍ટિ સાથે સાધના કરીએ, તો મનથી કરવાનો ભાગ ઓછો થઈને અન્‍યોનું સાંભળવાની વૃત્તિ વધે છે. અન્‍યોને પૂછીને કૃતિ કરવાનો સંસ્‍કાર નિર્માણ થાય છે. તેથી આપણો અહં ઓછો થવામાં સહાયતા થાય છે.

૨ ઇ. સમષ્‍ટિ સાધના કરતી વેળાએ સહસાધકોએ કહેલી ભૂલો સ્‍વીકારવાથી ભગવાનને ગમતા ‘નમ્રતા’ ગુણનું સંવર્ધન થવું

સમષ્‍ટિ સાધના કરવા માટે જો વાતાવરણ અનુકૂળ હોય, તો સહસાધકોના સહવાસમાં રહીને સેવા કરવા માટે જ અધિક પ્રાધાન્‍ય આપવું; કારણકે તેને કારણે આપણી વહેલા પ્રગતિ થાય છે. સમષ્‍ટિમાં અન્‍ય સાધકોના માધ્‍યમ દ્વારા ‘સમષ્‍ટિ-ઈશ્‍વર’ આપણને આપણા ગુણ-અવગુણ બતાવીને સાધનામાં આગળ જવા માટે સહાયતા કરતા હોય છે. સહસાધકોએ આપણી ભૂલો બતાવ્‍યા પછી તેનો મન મોટું રાખીને સ્‍વીકાર કરવો. તેમાં જ આપણું હિત હોય છે. સ્‍વીકારવાની વૃત્તિ વધવાથી આપણામાં ‘નમ્રતા’ આ ગુણનું સંવર્ધન થાય છે. નમ્રતાને કારણે આપણે સાધકોના, સંતોના અને અંતે ભગવાનના પણ લાડકા બનીએ છીએ.

૨ ઈ. સમષ્‍ટિ સત્‍સંગને કારણે મનોલય અને બુદ્ધિલય થઈને ભગવાનની પ્રાપ્‍તિ થવી

સમષ્‍ટિ સત્‍સંગનું મહત્ત્વ પુષ્‍કળ છે. બને તેટલું સમષ્‍ટિમાં રહીને સાધના અને સેવા કરવાનો પ્રયત્ન કરીને પોતાની ભૂલો ભણી નિરંતર ધ્‍યાન આપવાથી ગુરુકૃપા વહેલી સંપાદન કરી શકાય છે. તેને કારણે મનોલય અને બુદ્ધિલય થવાથી વહેલા ભગવદ્‌પ્રાપ્‍તિ થાય છે.’

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ (૨૬.૩.૨૦૨૦)

Leave a Comment