સમર્થ રામદાસસ્‍વામીને તેમની બીમારી માટે ઉપાય તરીકે વાઘણનું દૂધ લાવી આપનારા છત્રપતિ શિવાજી મહારાજ !

Article also available in :

બાળકો માટે પરિપાઠ !

છત્રપતિ શિવાજી મહારાજ

શિવાજી મહારાજ પ્રત્‍યેક ગુરુવારે સમર્થના દર્શન લીધા વિના ભોજન કરતા નહીં. એક દિવસે મહારાજ સમર્થના દર્શન માટે નીકળ્યા ત્‍યારે મહાબળેશ્‍વરના જંગલમાં સમર્થ હોવાની તેમને જાણ થઈ. સમર્થ દર્શનાર્થે ભલે ગમે તેટલો ત્રાસ વેઠવો પડે, તો પણ તેઓ તેની ખંત મનમાં રાખતા નહીં.

તેમણે સમર્થનો ઘણો શોધ લીધો, દિવસ આથમી ગયો તો પણ તેમને તેમનું ઠેકાણું મળ્યું નહીં. અંતે કેટલાક સેવકો સાથે તેઓ મશાલ લઈને નીકળ્યા. ઘનઘોર જંગલ હોવાથી સાથેના માણસો તેમનાથી વિખૂટા પડી ગયા અને તેઓ એકલા જ ભ્રમણ કરવા લાગ્‍યા. એટલામાં એક ગુફામાંથી જોરજોરથી કણસવાનો સ્‍વર સંભળાયો. તે સ્‍વર સમર્થનો જ લાગવાથી તેઓ તે ગુફાની અંદર ગયા.

શિવાજી રાજા (સમર્થને વંદન કરીને) : મહારાજ, તમને શું થાય છે ?

સમર્થ : શિવરાય, તને શું કહું ? પેટના દુખાવાથી ભયંકર વ્‍યથા થઈ રહી છે. આ રોગથી બચી શકીશ, એવું મને લાગતું નથી.

શિવાજી રાજા : મહારાજ, તમે એમ ન બોલો. તમારા દ્વારા તો અમારા જેવાઓને ધીરજ મળે છે. આપ આજ્ઞા કરો, હું તરત જ વૈદ્યને તેડી આવું છું. ઔષધોપચાર કરવાથી તમને તરત જ સારું લાગશે.

સમર્થ : શિવરાય, આ કાંઈ હંમેશાંના દુખાવા જેવો દુખાવો નથી, જ્‍યારે મોટો અસાધ્‍ય રોગ છે. તે માટે વૈદ્યનો કાંઈ ઉપયોગ થશે નહીં. તેના પર રામબાણ ઔષધ એટલે કેવળ વાઘણનું દૂધ જ; પણ પોતાનો જીવ જોખમમાં નાખીને તે મને કોણ લાવી આપે ?

શિવાજી રાજા : આપના કૃપાશીર્વાદથી આ કામ હું કરી શકીશ. (એટલું બોલીને રાજા સમર્થનો લોટો લઈને નીકળ્યા.)

સમર્થ : શિવરાય, આ શું ? તું નીકળ્યો ? ના. ના. હું તો જોગી છું. મને ન તો પત્ની, ન તો છોકરાં. હું મરી જાઉં, તો રડનારું કોઈ નથી. તું આજે સહસ્રો લોકોને જોઈતો છે; તેથી આ કામ તારા જેવાએ કરવાનું નથી.

શિવાજી રાજા : મહારાજ, આ દેહ ક્યારેક તો પડશે જ ને ? (મૃત્‍યુ આવશે જ ને ?) સદ્‌ગુરુ માટે જો ખર્ચાય, તો તેનું સાર્થક થશે.

રાજા વનમાંથી નીકળ્યા ત્‍યારે સામે વાઘના બે બચ્‍ચાં ઝાડીમાંથી બહાર નીકળેલા તેમણે જોયાં. તેમને જોતાં જ પોતાની ઇચ્‍છા નિશ્‍ચિત જ સફળ થશે; તેથી રાજાને આનંદ થયો. વાઘણની રાહ જોતા તેઓ ત્‍યાં જ બેસી ગયા. થોડીવારમાં દૂરથી આવી રહેલી વાઘણ તેમણે જોઈ. આપણું કામ આજે યશસ્‍વી થશે, એવી તેમને નિશ્ચિતિ થઈ. રાજાને જોઈને આપણને આજે તૈયાર ભક્ષ્ય મળ્યું; તેથી આનંદથી વાઘણ જોરથી દોડતી આવી. રાજાએ તેને વંદન કરીને ઔષધ માટે તેમના ગુરુદેવને દૂધ આપવા વિશે તેને પ્રાર્થના કરી અને કહ્યું, જો મારા શરીર પર તારું મન આસક્ત થયું હોય, તો તારું દૂધ ગુરુદેવને આપીને હું તરત જ પાછો ફરીશ. તે ક્ષણે વાઘણનો ક્રૂર સ્‍વભાવ અદૃશ્‍ય થઈને તે એકાદ ડાહી ગાયની જેમ ઊભી રહી. પછી રાજાએ તરત જ તેનું દૂધ દોહી લીધું.

હવે રાજા ત્‍યાંથી પાછા ફરવાના હતા ત્‍યાં જ, જય જય રઘુવીર સમર્થ, એમ કહીને સમર્થ પોતે તેમની સામે આવીને ઊભા રહ્યા. તેમણે શિવાજી મહારાજની પીઠ થાબડીને કહ્યું, શિવરાય, તુ ખરેખર ધન્‍ય છો !

વધુ જાણકારી માટે વાંચો સનાતનનો (હિંદી ભાષામાં ઉપલબ્ધ) ગ્રંથ ‘બોધકથા’

Leave a Comment