શુંઠી ચૂર્ણ (સૂંઠ ચૂર્ણ)

Article also available in :

સૂંઠ ચૂર્ણ ઉષ્‍ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે.

સૂંઠ ચૂર્ણનો ઉપયોગ વિવિધ વિકારોમાં કરવામાં આવે છે. વિવિધ વિકારો માટે જોઈતું ઔષધનું પ્રમાણ અને તે લેવાની પદ્ધતિ વિશેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે. તેનો અભ્‍યાસ કરીને, તેમજ વૈદ્યનું માર્ગદર્શન લઈને આ ઔષધિઓનો ઉપયોગ કરી જોવો.

સૂંઠ ચૂર્ણ

 

૧. સૂંઠ ચૂર્ણ : ગુણધર્મ અને સંભાવ્‍ય ઉપયોગ

‘સૂંઠ ચૂર્ણ ઉષ્‍ણ ગુણધર્મ ધરાવતું છે અને કફ તેમજ વાત નાશક છે. તેના વિકારમાંના સંભાવ્‍ય ઉપયોગ નીચે જણાવ્‍યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્‍ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેને કારણે વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.

 

ઉપયોગ ઔષધ લેવાની પદ્ધતિ સમયગાળો
અ. શિયાળો પૂરો થઈને આવનારી વસંત ઋતુમાં, તેમજ ચોમાસામાં વાતાવરણમાં થતાં પરિવર્તનોને કારણે થનારા વિકાર થાય નહીં, તે માટે ૧ લિટર પીવાના પાણીમાં પા ચમચી સૂંઠ ચૂર્ણ નાખીને પાણી ઉકાળવું અને આ પાણી બાટલી અથવા લોટામાં ભરી રાખવું. તરસ લાગે ત્‍યારે આ પાણી થોડું થોડું પીવું. શિયાળાની ઠંડી ઓછી થયા પછી આગળના ૧૫ દિવસ, તેમજ આખું ચોમાસું
આ. શરદી, ઉધરસ અને છાતીમાં કફ થવો પા ચમચી સૂંઠ, અડધી ચમચી ઘી અને ૧ ચમચી મધ એકત્રિત કરીને દિવસમાં ૨ – ૩ વાર ચગળીને ખાવું. ૫ થી ૭ દિવસ
ઇ. શરદીને કારણે માથું દુઃખવું પૂરતા પ્રમાણમાં સૂંઠનું ચૂર્ણ લઈને તેમાં ગરમ પાણી ભેળવીને કપાળ પર પાતળો લેપ કરવો ૫ થી ૭ દિવસ
ઈ. મોઢામાં સ્‍વાદ ન હોવો, ભૂખ ન લાગવી, પેટમાં દુઃખીને શૌચ થવો, મરડો કે જેમાં કેવળ આમ પડવો, અતિસાર (ઝાડા) અને અપચો થવો પ્રત્‍યેકની પા ચમચી સૂંઠ, ઘી અને ગોળનું મિશ્રણ દિવસમાં ૨ – ૩ વાર બને ત્‍યાં સુધી જમવાના અડધો કલાક પહેલાં ચગળીને ખાવું. ૨ – ૩ દિવસ
ઉ. ગળામાં અને છાતીમાં બળતરા, ગળામાં ખટાશ આવવી, ઊલટી જેવું લાગવું અને ઊલટી થવી દિવસમાં ૩ – ૪ વાર પા ચમચી સૂંઠ અને ૧ ચમચી દળેલી ખાંડનું મિશ્રણ ચગળીને ખાવું ૭ દિવસ
ઊ. વાયુને કારણે છાતીમાં કળતર (સણકો) આવીને અસ્‍વસ્‍થ થવું અને ઉપરાઉપરી ઓડકાર આવવા ત્રાસ થાય ત્‍યારે પા ચમચી સૂંઠ અને અડધી ચમચી મધ વારંવાર ચાંટવું. ૨ – ૩ દિવસ
એ. આમવાત (સાંધા રહી જવા, તેમજ ખાસ કરીને સવારના સમયમાં સાંધા દુઃખવા અને સૂજી જવા) બપોરે અને રાત્રે જમવા પહેલાં  અડધી ચમચી સૂંઠ અને ૧ ચમચી એરડિયું પેટમાં લઈને ઉપર અડધી વાટકી ગરમ પાણી પીવું. ત્‍યાર પછી તરત જ જમવું. આ સાથે જ રાત્રિના ભોજન પછી પૂરતા પ્રમાણમાં સૂંઠનું ચૂર્ણ લઈને તેમાં ગરમ પાણી નાખીને દુઃખતા સાંધા પર જાડો થર કરવો. ૧૫ દિવસ
ઐ. ગર્ભવતી સ્‍ત્રીને આવેલો તાવ અને શ્‍વેતપ્રદર (યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ થવો) સવારે નયણે કોઠે અડધી ચમચી સૂંઠ, અડધી વાટકી દૂધ અને ૧ વાટકી પાણી આ મિશ્રણ ૧ વાટકી  જેટલું રહે ત્‍યાં સુધી ઉકાળીને ગાળીને પીવું. આ ઔષધ લીધા પછી સામાન્‍ય રીતે ૧ કલાક કાંઈ જ ખાવું-પીવું નહીં. ૧૫ દિવસ
ઓ. થાક અને વજન ઓછું હોવું આ વિકારો પર, તેમજ વીર્યવૃદ્ધિ માટે સવારે નયણે કોઠે અડધી ચમચી સૂંઠ અને અડધી ચમચી લસોટેલું જાયફળ ૧ કપ દૂધ અને ૨ ચમચી ઘીમાં ભેગું કરીને પીવું. આ ઔષધ લીધા પછી સામાન્‍ય રીતે ૧ કલાક કાંઈ ખાવું-પીવું નહીં. ૩ માસ
ઔ. સૂંઠના અન્‍ય ઉપયોગ ૧. ભોજન રાંધતી વેળાએ મસાલા તરીકે સૂંઠનો ઉપયોગ થાય છે.

૨. હંમેશાંની ચામાં સ્‍વાદ માટે સૂંઠ નાખવી.

૩. બપોરે જમ્‍યા પછી છાસ પીવી હોય, તો તેમાં સ્‍વાદ પૂરતી સૂંઠ અને સૈંધવ નાખીને પીવી.

૨. સૂચના

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

અ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ચૂર્ણ લેવું.

આ. મધુમેહ હોય તો ઔષધ મધ અથવા સાકર સાથે લેવાને બદલે પાણી સાથે અથવા ખાલી ચગળીને ખાવું.

ઇ. ઉષ્‍ણતાના લક્ષણો (ઉષ્‍ણ પદાર્થ ન સોસાવા, મોઢું આવવું, શરીરની બળતરા થવી, મૂત્રમાર્ગની બળતરા થવી, શરીર પર ફોલ્‍લીઓ થવી, ચક્કર આવવા ઇત્‍યાદિ) હોય ત્‍યારે ઉનાળો અને ચોમાસા પછી આવનારી શરદ ઋતુ (ઑક્‍ટોબરની ગરમી) આ સમયગાળામાં સૂંઠનો ઉપયોગ ટાળવો અથવા ઓછો કરવો.

ઈ. ઉષ્‍ણતા વધે તો સૂંઠ બંધ કરીને ૧ – ૨ દિવસ દિવસમાં ૨ વાર ૧ પ્‍યાલો લિંબુનું સરબત પીવું.

ઉ. સૂંઠનો લેપ સૂકાવા આવે ત્‍યારે પાણીથી ધોઈ નાખવો. તે ઠેકાણે જો બળતરા સહન થતી ન હોય તો ફરીવાર લેપ લગાડવો નહીં. બળતરા થોભવા માટે તે ઠેકાણે લિંબુનો રસ ચોપડવો.

ઊ. ચૂર્ણમાં ધનેડા ન પડે, તે માઠે શીતકબાટ (ફ્રિજ)માં મૂકવું. નહીંતર ઘરે લાવ્‍યા પછી એક માસમાં પૂરૂં કરવું.

 

૩. ઔષધનું સુયોગ્‍ય પરિણામ થવા માટે આ ટાળવું !

મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્‍ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.

 

૪. ઔષધ લેતી સમયે ઉપાસ્‍ય દેવતાને પ્રાર્થના કરવી !

‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)

વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ)

Leave a Comment