અનુક્રમણિકા
શતાવરી ચૂર્ણ આ આયુર્વેદમાંનું એક ઉત્કૃષ્ટ શક્તિવર્ધક (ટૉનિક) ઔષધ છે.
૧. શતાવરી ચૂર્ણ : ગુણધર્મ અને સંભાવ્ય ઉપયોગ
આ આયુર્વેદમાંનું એક ઉત્કૃષ્ટ શક્તિવર્ધક (ટૉનિક) ઔષધ છે. તેના વિકારમાંના સંભાવ્ય ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે છે; પરંતુ પ્રકૃતિ, પ્રદેશ, ઋતુ અને તે સાથેના અન્ય વિકાર અનુસાર ઉપચારોમાં પાલટ (પરિવર્તન) થઈ શકે છે. તેથી વૈદ્યના માર્ગદર્શન હેઠળ જ ઔષધ લેવું.

| ઉપયોગ | ઔષધ લેવાની પદ્ધતિ | સમયગાળો |
|---|---|---|
| થાક, શરીર કૃશ હોવું, મૂત્રમાર્ગમાં બળતરા થવી, મૂત્ર ઓછું થવું (ગરમાટો લાગવો), આમ્લપિત્ત, ઉષ્ણતાના વિકાર, રક્તપ્રદર (યોનિમાર્ગમાંથી વધુ રક્તસ્રાવ થવો), શ્વેતપ્રદર (યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ થવો) આ વિકારોમાં, તેમજ વીર્યવૃદ્ધિ માટે, ગર્ભાશયને બળ મળવા માટે અને સ્તનપાન કરાવનારી માતાઓને ભરપૂર દૂધ આવે તે માટે | સવારે અને સાંજે ૨ – ૩ ગોળીઓ ૧ વાટકી ગરમ દૂધ અને ૨ ચમચી ઘી સાથે લેવી. આ ઔષધ લેવા પહેલાં, તેમજ લીધા પછી સામાન્ય રીતે ૧ કલાક કાંઈ ખાવું-પીવું નહીં. | ૩ માસ |

૨. સૂચના
અ. ગોળી ચાવીને અથવા ચૂર્ણ કરીને લેવાથી તેની પરિણામકારકતા વધે છે.
આ. વયજૂથ ૩ થી ૭ માટે પા અને ૮ થી ૧૪ માટે અડધા પ્રમાણમાં ગોળીઓનું ચૂર્ણ લેવું.
૩. ઔષધનું સુયોગ્ય પરિણામ થવા માટે આ ટાળવું !
મેંદો અને ચણાના લોટ (બેસન)ના પદાર્થો; ખાટા, ખારા, વધારે તળેલા અને તીખા પદાર્થો; આઈસ્ક્રીમ, કાકવી (ગોળ બનવા પહેલાંનું પ્રવાહી), દહીં, પનીર, ચીઝ; વાસી, કસમયે અને અતિપ્રમાણમાં ભોજન; તડકામાં ફરવું; તેમજ રાત્રે જાગરણ.
૪. ઔષધ લેતી સમયે ઉપાસ્ય દેવતાને પ્રાર્થના કરવી !
‘હે ભગવાન, આ ઔષધ હું આપના ચરણોમાં અર્પણ કરીને આપના ‘પ્રસાદ’ તરીકે ગ્રહણ કરું છું. આ ઔષધથી મારા વિકાર દૂર થવા દેશો.’
– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૬.૨૦૨૧)
વધુ માહિતી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘આયુર્વેદ અનુસાર આચરણ કરીને ઔષધિઓ વિના નિરોગી રહો !’ (હિંદી, મરાઠી અને અંગેજી ભાષાઓમાં ઉપલબ્ધ)
તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
શ્વસનસંસ્થાના વિકારોમાં ઉપયોગી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
આયુર્વેદિક ઔષધિઓ અને તેમની સમાપ્તિ તિથિ (એક્સપાયરી ડેટ)
હૃદય અને શ્વસનસંસ્થાને બળ આપનારી કેટલીક આયુર્વેદિક પ્રસિદ્ધ ઔષધિઓ
વાસા (અરડૂસી) ચૂર્ણ
વાળા (ખસ) ચૂર્ણ