તિથિનું મહત્ત્વ અને વ્‍યક્તિની જન્‍મતિથિ નિશ્‍ચિત કરવાની પદ્ધતિ

Article also available in :

‘ભારતીય કાલગણના પદ્ધતિમાં ‘તિથિ’ને મહત્ત્વ છે; પરંતુ વર્તમાનની ‘ગ્રેગોરિયન’ (યુરોપિયન) કાલગણનાને કારણે ભારતમાં તિથિનો ઉપયોગ વ્‍યવહારમાં થવાને બદલે કેવળ ધાર્મિક કાર્યો માટે થાય છે. સદર લેખ દ્વારા તિથિનું મહત્ત્વ અને વ્‍યક્તિની જન્‍મતિથિ નિશ્‍ચિત કરવાની પદ્ધતિ સમજી લઈએ.

શ્રી. રાજ કર્વે

 

૧. તિથિ એટલે શું ?

અમાસને દિવસે સૂર્ય અને ચંદ્ર ભેગા હોય છે. ત્‍યાર પછી ચંદ્ર તેની તીવ્ર ગતિને કારણે પૂર્વ દિશાથી સૂર્યની આગળ જવા લાગે છે. આ રીતે સૂર્ય અને ચંદ્રમાં ૧૨ અંશનું અંતર થયા પછી ૧ તિથિ પૂર્ણ થાય છે; ૨૪ અંશનું અંતર થયા પછી ૨ તિથિ પૂર્ણ થાય છે. આ રીતે ઉત્તરોત્તર થઈને પછીની અમાસ સુધી કુલ ૩૦ તિથિઓ થાય છે.

 

૨. હિંદુ ધર્મમાં તિથિને મહત્ત્વ હોવા પાછળનું કારણ

ભારતીય કાળમાપન પદ્ધતિમાં માસ (મહિનો) ચંદ્ર પરથી ગણવામાં આવે છે. અમાસે પૂર્ણ થનારો અથવા પૂર્ણિમાએ પૂર્ણ થનારો માસ આ રીતે માસગણના કરવામાં આવે છે. આપણા મોટાભાગના તહેવારો, ઉત્‍સવ, દેવતાઓની જયંતી ઇત્‍યાદિ ચાંદ્રમાસ અનુસાર અર્થાત્ તિથિ અનુસાર ઊજવવામાં આવે છે. તેનું કારણ એટલે સૂર્યનું પરિણામ મોટેભાગે સ્‍થૂળ સૃષ્‍ટિ પર અને સ્‍થૂળ દેહ પર થાય છે, જ્‍યારે ચંદ્રનું પરિણામ સૂક્ષ્મ સૃષ્‍ટિ પર અને સૂક્ષ્મ દેહ પર (મન પર) થાય છે. સ્‍થૂળ ઊર્જા કરતાં સૂક્ષ્મ ઊર્જા વધારે પ્રભાવી હોય છે. શારીરિક બળ કરતાં માનસિક બળ વધારે મહત્ત્વનું હોય છે. પૂર્ણિમા અને અમાસ તિથિઓએ સૂર્ય અને ચંદ્રનું સંયુક્ત પરિણામ પૃથ્‍વી પર થાય છે. તેથી હિંદુ ધર્મમાં દિનાંકને બદલે ચંદ્રની તિથિને મહત્ત્વ આપવામાં આવ્‍યું છે.

 

૩. જન્‍મતિથિનું મહત્ત્વ

વ્‍યક્તિના જન્‍મ સમયે રહેલી તિથિને ‘જન્‍મતિથિ’ કહે છે. વિશિષ્‍ટ માસ, તિથિ અને નક્ષત્ર આ હંમેશાં સાથે હોય છે. ઉદા. માગશર પૂર્ણિમાએ ચંદ્ર મૃગ નક્ષત્રમાં અથવા મૃગ નક્ષત્રના નજીકના નક્ષત્રમાં હોય છે. જન્‍મ સમયે રહેલી તિથિ અને નક્ષત્રનું પરિણામ વ્‍યક્તિના મન પર થઈને તેનું વ્‍યક્તિત્‍વ બને છે.

હિંદુ ધર્મમાં કહેવા અનુસાર જન્‍મદિવસ જન્‍મતિથિ પર ઊજવતી સમયે આરતી ઉતારવી, સ્‍તોત્રપાઠ, વડીલોના આશીર્વાદ લેવા ઇત્‍યાદિ કૃતિઓને કારણે વ્‍યક્તિના સૂક્ષ્મ દેહની (મનની) સાત્ત્વિકતા વધે છે, આનાથી ઊલટું જન્‍મદિવસ જન્‍મ દિનાંકે ઊજવવાથી કેવળ સ્‍થૂળદેહને થોડો ઘણો લાભ થાય છે. જન્‍મદિવસ પશ્‍ચિમી પદ્ધતિથી મીણબત્તી ઓલવીને અને કેક કાપીને કરવાથી કોઈપણ આધ્‍યાત્‍મિક લાભ થતો નથી.

 

૪. જન્‍મના ક્ષણે જે તિથિ
હોય, તે તિથિ વ્‍યક્તિની ‘જન્‍મતિથિ’ હોવી

આપણે પ્રતિદિન ઉપયોગ કરીએ છીએ તે સ્‍થાનિક દિનદર્શિકામાં (કેલેંડરમાં) દિનાંકની બાજુમાં તિથિ લખેલી હોય છે. તે તિથિ તે દિવસે સૂર્યોદયને સ્‍પર્શ કરનારી તિથિ હોય છે. સૂર્યોદયે રહેલી તિથિ, તે દિવસે આખો દિવસ રહેશે, તેમ નથી. તેથી જન્‍મતિથિ નિશ્‍ચિત કરતી વેળાએ ‘બાળકના જન્‍મના ક્ષણે જે તિથિ હોય’, તે તિથિ જન્‍મતિથિ તરીકે લેવી. ઉદાહરણ ‘નવમી’ આ તિથિ એકાદ દિવસે બપોરે ૧ સુધી હોય અને બાળકનો જન્‍મ તે દિવસે બપોરે ૧ પછી થયો હોય, તો તેની જન્‍મતિથિ ‘દસમી’ હશે. તિથિના સમાપ્‍તિના સમય તે તે વરસના પંચાંગમાં અથવા સ્‍થાનિક દિનદર્શિકાના પાછળના પૃષ્‍ઠો પર આપેલા હોય છે.

તિથિના સંદર્ભમાં જો સંદેહ હોય તો જ્‍યોતિષી દ્વારા આપણી જન્‍મતિથિ યોગ્‍ય હોવાની નિશ્‍ચિતી કરવી.’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૨૬.૧૧.૨૦૨૨)

Leave a Comment