નાના બાળકોના અલંકાર

Article also available in :

પુરુષ અને મહિલાઓએ પરિધાન કરવાના અલંકારોનું મહત્ત્વ આપણે આ પહેલાંના લેખ દ્વારા જાણી લીધું.

આ લેખ નીચે આપેલી લીંક પર ઉપલબ્ધ છે.

પુરુષોના અલંકાર :  https://www.sanatan.org/gujarati/11770.html

સ્ત્રીઓના અલાંકાર : https://www.sanatan.org/gujarati/11767.html

આ લેખ દ્વારા હવે આપણે નાના બાળકોએ અલંકાર પહેરવાનું મહત્ત્વ જાણી લઈએ.

 

૧. નાના બાળકોની કર્મેંદ્રિયો અકાર્યક્ષમ હોવાથી તેમના પર સૂક્ષ્મમાંથી થઈ રહેલા આક્રમણો પાછાં ઠેલવા માટે અને તેમની ફરતે સંરક્ષણ-કવચ નિર્માણ થાય એ માટે તેમને કુંડલ અને કડાં પહેરાવવામાં આવવા

‘બાળક જન્‍મે ત્‍યારે તેની સૂક્ષ્મ-જ્ઞાનેંદ્રિયો કેટલાક પ્રમાણમાં કાર્યરત હોય છે; પણ કર્મેંદ્રિયો માત્ર અકાર્યરત સ્‍થિતિમાં જ હોય છે. બાળકની વય જેમ વધતી જાય તેમ તેની સૂક્ષ્મ-કર્મેંદ્રિયો પણ જાગૃત થવાનો આરંભ થાય છે. સારો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવતા એકાદ બાળકને નાનપણમાં જ આધ્‍યાત્‍મિક વાતાવરણ મળવાથી તેની સૂક્ષ્મ-કર્મેંદ્રિયો વહેલી જાગૃત થવાની શક્યતા હોય છે. નાના બાળકોની કર્મેંદ્રિયો અકાર્યક્ષમ હોવાથી તેમના પર સૂક્ષ્મમાંથી થઈ રહેલાં આક્રમણો અટકાવવા માટે, તેમજ ઈશ્‍વરી ચૈતન્‍યનું સંરક્ષણ-કવચ તેમના ફરતે નિર્માણ થાય એ માટે, નાના બાળકને કુંડલ, કડાં, કમરમાં કંદોરો, પગમાં વાળિયાં ઇત્‍યાદિ અલંકાર પહેરાવવામાં આવે છે. ત્‍યાર પછી બાળકનો વિકાસ થઈને તેની સૂક્ષ્મ-કર્મેંદ્રિયોનો વિકાસ થયા પછી પુરુષોએ સર્વ અલંકારો પહેરવાની આવશ્‍યકતા નથી હોતી.’

– એક જ્ઞાની (શ્રી. નિષાદ દેશમુખના માધ્‍યમ દ્વારા, ૧૭.૬.૨૦૦૭, રાત્રે ૮.૪૧)

 

૨. નાના બાળકોનું અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થવા માટે તેમના ગળામાં તેજરૂપી મારકત્‍વનું પ્રતીક રહેલા વાઘનખ પહેરાવવા

‘વાઘનખ’ એ તેજરૂપી મારકત્‍વનું પ્રતીક છે. નાના બાળકોમાં સંસ્‍કારોનું પ્રમાણ ઓછું હોવાથી તેમનાં દેહની વાયુમંડળમાંથી સૂક્ષ્મ-લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા પણ મોટી વ્‍યક્તિ કરતાં વધારે હોય છે. તેમજ નાના બાળકો પોતે સાધના કરવા માટે અસમર્થ હોય છે. નાના બાળકોની અતિ સંવેદનશીલતાને લીધે તેમને મોટાઓ કરતાં વાયુમંડળમાંનો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ત્‍વરિત થવાની શક્યતા વધારે હોવાથી તેમનું રક્ષણ થવા માટે તેજરૂપી મારક લહેરોનું પ્રક્ષેપણ કરનારા વાઘનખ તેમના ગળામાં બાંધવામાં આવે છે. આ નખને કારણે તેમનાં ફરતે તેજરૂપી સંરક્ષક વાયુમંડળ બને છે. તેને કારણે તે બાળકો વાતાવરણમાંની અનિષ્‍ટ શક્તિઓના સંચારરૂપી જોખમથી મુક્ત રહી શકે છે.’

–  એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૭.૧૨.૨૦૦૭, બપોરે ૨.૨૧)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અલંકારશાસ્‍ત્ર’

Leave a Comment