સ્‍ત્રીઓના અલંકાર

Article also available in :

અનુક્રમણિકા

સ્‍ત્રીઓએ અલંકાર ધારણ કરવાનું મહત્ત્વ અને અલંકાર ધારણ કરવાથી થનારા લાભ આ વિશેની જાણકારી સદર લેખ દ્વારા કરી લઈએ. વિધવા સ્‍ત્રીઓએ અલંકાર શા માટે ન પહેરવા, આ વિશેનું શાસ્‍ત્રીય વિવેચન આ લેખમાં કર્યું છે.

 

૧. સ્‍ત્રીઓએ અલંકાર પહેરવાનું મહત્ત્વ અને લાભ

અ. સ્‍ત્રીઓએ અલંકાર પરિધાન કરવા, એટલે સ્‍વયંમાં રહેલું દેવત્‍વ જાગૃત કરવું

૧. અલંકારોને લીધે સ્‍ત્રીના શરીરમાં રહેલા તેજતત્ત્વરૂપી આદિશક્તિનું પ્રગટીકરણ થાય છે.

૨. શાસ્‍ત્રીય પદ્ધતિથી અલંકાર પરિધાન કરવા, એટલે દેવતાના શક્તિરૂપની કરેલી પૂજા હોવી : સ્‍ત્રી એ દેવતાની અપ્રગટ શક્તિનું પ્રતીક છે. શાસ્‍ત્રીય પદ્ધતિથી અલંકાર પરિધાન કરવા, એટલે સદર શક્તિરૂપની કરેલી પૂજા છે. અલંકારો દ્વારા પોતાનામાં શક્તિ પ્રગટ કરીને પોતાની સાથે બીજાઓને પણ તેનો લાભ કરાવી આપવો, એ તેનું કાર્ય છે.’

– એક અજ્ઞાત શક્તિ (સૌ. રંજના ગડેકરના માધ્‍યમ દ્વારા, ૨૨.૨.૨૦૦૭, રાત્રે ૭.૫૫)

૩. અલંકાર પહેરેલી સ્‍ત્રી શક્તિજાગૃતિનું પૂજનીય પીઠ હોવું : ‘અલંકાર પહેરેલી સ્‍ત્રી ભણી જોવાથી પૂજ્‍ય ભાવ નિર્માણ થાય છે. તેથી તેનામાં રહેલી અને બીજાઓની પણ શક્તિ જાગૃત થાય છે. આ એક નાનકડું શક્તિજાગૃતિનું પૂજનીય પીઠ છે અને દેવતાઓનું નિરંતર સ્‍મરણ કરાવી આપનારી પ્રતિમા છે. સ્‍થૂળની પૂર્ણત્‍વની દિશા ભણીનો પ્રવાસ સગુણ ઉપાસનાથી નિર્ગુણ ભણી લઈ જનારો અને નિર્ગુણની અનુભૂતિ પ્રદાન કરનારો છે. ’

– એક અજ્ઞાત શક્તિ (સૌ. રંજના ગૌતમ ગડેકરના માધ્‍યમ દ્વારા, ૨૨.૨.૨૦૦૭, રાત્રે ૮.૧૫)

આ. સ્‍વ-ઉન્‍નતિ કરી લેવા માટે અલંકારોનો ઉપયોગ કરવો

‘અલંકાર પરિધાન કરવા પાછળ જો જીવનો ભાવ હોય, તો જીવ અસત્ થી સત્ ભણી જાય છે. તેને કારણે પ્રત્‍યેક સ્‍ત્રી-જીવે સંસ્‍કૃતિનું પાલન કરીને સ્‍વ-ઉન્‍નતિ કરી લેવા માટે અલંકારોનો ઉપયોગ કરવો જોઈએ.

ઇ. હિંદુ ધર્મએ સ્‍ત્રીત્‍વનું રક્ષણ
કરવા માટે અને તેનામાંનું શક્તિતત્ત્વ
ટકાવી રાખવા માટે કરેલી અલંકારોની રચના

૧. ‘વિશુદ્ધચક્ર : આ ગળામાં કંઠમણિ પરિધાન કરીને જાગૃત રાખવામાં આવે છે.

૨. અનાહતચક્ર : આ મંગળસૂત્રની વાટકીઓના પોલાણમાંની તેજસ્‍વરૂપ લહેરોના સ્‍પર્શથી જાગૃત રાખવામાં આવે છે.

૩. નાભિપ્રદેશ : મેખલાનો (કંદોરાનો), તેમજ કાંચીનો (ઘૂઘરીવાળો કંદોરાનો) બંધ નાભિપ્રદેશ, તેમજ કટિબંધપ્રદેશને શક્તિતત્ત્વના બળ પર કાર્ય કરવા માટે ઉદ્યુક્ત કરનારો હોય છે.

૪. પગ : પગમાંના ઝાંઝરનો નાદ અને જોટલાં પાતાળમાંથી આવનારાં ત્રાસદાયક સ્‍પંદનોથી સ્‍ત્રીનું રક્ષણ કરે છે.

ઉપર જણાવેલાં ઉદાહરણો દ્વારા હિંદુ ધર્મનું મહત્ત્વ ધ્‍યાનમાં આવે છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, માગશર વદ ૮, કળિયુગ વર્ષ ૫૧૧૦ (૨૦.૧૨.૨૦૦૮), બપોરે ૧૨.૧૨)

ઈ. અલંકારોને લીધે સ્‍ત્રીનું રજ-તમયુક્ત લહેરો સામે રક્ષણ થવું

‘સ્‍ત્રી એ આદિશક્તિનું રૂપ છે. સ્‍ત્રી એ મૂળમાં જ રજોપ્રવૃત્તિની હોવાથી તેના શરીર પર પહેરેલા અલંકારો તેનું પ્રાકૃતિક સ્‍વરૂપમાં વાયુમંડળમાંની રજ-તમાત્‍મક લહેરોના ભ્રમણમાંથી ઉત્‍પન્‍ન થનારી ઊર્જા સામે રક્ષણ કરે છે. પ્રત્‍યેક અલંકાર સ્‍ત્રીને કવચરૂપી (બખતરરૂપી) સંરક્ષણ આપે છે; કારણકે સ્‍ત્રી એ પુરુષ કરતાં વધારે સંવેદનશીલ હોવાથી તે વાયુમંડળમાંની રજ-તમાત્‍મક લહેરોને તરત જ પ્રતિસાદ આપે છે; એટલા માટે પહેલાંના સમયથી અલંકાર વાપરીને તેનું સંરક્ષણ કરવામાં આવે છે.

ઉ. અલંકારોને લીધે અનિષ્‍ટ શક્તિઓનો પ્રતિબંધ થવામાં સહાયતા થવી

૧. અલંકારોને લીધે સંબંધિત અવયવની ફરતે ચૈતન્‍યની આકારરચના બને છે અને અનિષ્‍ટ શક્તિને ત્‍યાંથી આગળ પ્રવેશ કરવું અઘરું બને છે, ઉદા. પગમાં ઝાંઝર અને હાથમાં બંગડી પહેરવાથી અનિષ્‍ટ શક્તિઓ પગ અને હાથ દ્વારા શરીરમાં સહેલાઈથી પ્રવેશ કરી શકતી નથી.

૨. આજકાલ લગ્‍ન થયેલી કેટલીક સ્‍ત્રીઓના મનમાં ‘હાથમાં કડા-બંગડી પહેરવા નહીં જોઈએ; રાત્રે સૂતી વેળાએ બંગડી અને મંગળસૂત્ર કાઢી રાખવા જોઈએ’, એવા વિચારો આવતા હોય છે. આવા વિચારો અનિષ્‍ટ શક્તિઓએ જ સ્‍ત્રીના મનમાં નાખ્‍યા હોય છે. તેથી અનિષ્‍ટ શક્તિઓને સ્‍ત્રી પર આક્રમણ કરવાનું સહેલું થઈ પડે છે. પ્રત્‍યક્ષમાં કડા-બંગડીઓ અને મંગળસૂત્રને કારણે હાથ અને ગળું આ અવયવોનું અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થાય છે.

૩. કેટલીક સ્‍ત્રીઓને પરસેવો ન થવા છતાં ગળા પર નાની ફોલ્‍લી થાય છે અને ‘મંગળસૂત્ર પહેરવાથી ફોલ્‍લી થઈ છે’, એવું સમજીને તેઓ સોનાનું મંગળસૂત્ર કાઢી નાખીને ખોટું (સોનાનો ઉપયોગ કર્યા વિનાનું અને વજનમાં હલકું હોય એવું) મંગળસૂત્ર પહેરે છે. તેનો પણ અનિષ્‍ટ શક્તિઓને લાભ થાય છે. મંગળસૂત્રને કારણે ગળાનું અનિષ્‍ટ શક્તિઓ સામે સંરક્ષણ થાય છે.

૪. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ થઈ રહ્યો હોય ત્‍યારે સ્‍ત્રીઓને શરીર પરના અલંકારો કાઢી નાખવાનું મન થતું હોય છે. પહેલાંના સમયમાં રાણીને ગુસ્‍સો આવ્‍યા પછી તે રાણી ક્રોધાગારમાં જઈને શરીર પરના બધા અલંકારો ઉતારી નાખતી હોવાનું પણ આપણે વાંચ્‍યું છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૧૭.૧૨.૨૦૦૫, રાત્રે ૮.૦૨)

ઊ. સોનાના અને ચાંદીના અલંકારોને લીધે અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થવું

ઊ ૧. અલંકારોમાં વપરાતી સોના અને ચાંદી જેવી ધાતુઓને કારણે તે તે પ્રકારના અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો પાછા ઠેલી શકવા

‘પુરુષો કરતાં સ્‍ત્રીઓ વધારે સંવેદનશીલ હોવાથી તેમના પર સારી અને ખરાબ એમ બન્‍ને પ્રકારની શક્તિઓનું પરિણામ વહેલું થાય છે અને તે વધારે સમય સુધી ટકી રહે છે.  અલંકાર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સોના અને ચાંદી જેવી ધાતુને લીધે તે તે પ્રકારના અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો પાછા ઠેલી શકાય છે અને ત્રાસદાયક લહેરો સામે સ્‍ત્રીનું રક્ષણ થાય છે. સ્‍ત્રીઓની સાત્ત્વિકતા વૃદ્ધિંગત થાય અને અનિષ્‍ટ શક્તિઓ સામે તેમનું રક્ષણ થાય, તે માટે સ્‍ત્રીઓએ અલંકાર પહેરવા જોઈએ.

ઊ ૨. શક્તિમાન અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થવા માટે કમરના ઉપરના ભાગના અલંકારો સોનાના હોવા જોઈએ

સામાન્‍ય રીતે સ્‍ત્રીના અલંકારોમાંથી કમરથી ઉપરના ભાગમાં પહેરવાના અલંકારો સોનાના હોય છે. તેજનું સંવર્ધન કરનારા એવા સોનાનો ઉપયોગ ભૂમિથી વરિષ્‍ઠ સ્‍તરમાં (નોંધ ૧) કાર્ય કરનારી શક્તિમાન અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થઈ શકે તે માટે કરવામાં આવવાથી દેહના મધ્‍યમ અને વરિષ્‍ઠ સ્‍તરોના સર્વ અલંકારો સોનાના હોય છે. (મણિપૂરચક્રથી ઉપરનાં ચક્રોમાં સારી શક્તિ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે પ્રમાણમાં હોય છે; તેથી નાભિથી ઉપરના ભાગમાં તેજ પ્રક્ષેપિત કરનારા સોનાના અલંકારો  ધારણ કરવામાં આવે છે.) સોનાને કારણે તે તે ક્ષેત્રની ક્રિયાશક્તિરૂપી વરિષ્‍ઠ અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો પાછા ઠેલવવામાં આવે છે.

નોંધ ૧ – ભૂમિથી ૮ થી ૧૦ ફૂટ ઉપરની દિશામાં એટલે વરિષ્‍ઠ સ્‍તર, ૫ થી ૬ ફૂટ ઉપર એટલે મધ્‍યમ સ્‍તર અને ૨ થી ૩ ફૂટ ઉપર એટલે ભૂમિ નજીકનો ભાગ.

ઊ ૩. પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી કનિષ્‍ઠ લહેરો સામે રક્ષણ થાય તે માટે કમરના અને પગના અલંકારોમાં ચાંદીનો ઉપયોગ કરવામાં આવવો

સામાન્‍ય રીતે સ્‍ત્રીઓના અલંકારોમાંથી કમરથી નીચેના ભાગમાં પહેરવાના અલંકારો ચાંદીના હોય છે. ચાંદીની રજોગુણી ચૈતન્‍યયુક્ત ઇચ્‍છાલહેરો ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોવાથી તે તે કાર્યને પૂરક એવા ધાતુના અલંકારો તે તે અવયવો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી પૃથ્‍વી અને આપ તત્ત્વયુક્ત ત્રાસદાયક લહેરો સામે રક્ષણ થવા માટે કમરના અને પગના અલંકારોમાં ચાંદીનો વિશેષ કરીને ઉપયોગ કરવામાં આવે છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૮.૧૨.૨૦૦૫)

એ. સૌભાગ્‍ય અલંકાર એટલે સ્‍ત્રીઓને તેમના પતિવ્રતાની જાણ કરાવી આપનારું માધ્‍યમ

૧. ‘કંકુ, મંગળસૂત્ર, બંગડી, જોટલાં ઇત્‍યાદિ ઘટકોની સહાયતાથી રજોગુણના સામર્થ્‍ય પર વિવાહિત સ્‍ત્રી ઓછા સમયગાળામાં પુરુષપ્રધાન શિવસ્‍વરૂપ કર્તૃસ્‍વરૂપ સાથે એકરૂપ થઈ શકે છે; તેથી સ્‍ત્રીમાં રહેલું ક્રિયાશીલત્‍વ જાગૃત કરીને પતિના કર્તૃભાવમાં તેને પૂરેપૂરી સહાયતા કરીને કૃતિ તેમજ કર્મના રજોગુણની સહાયતાથી યોગ્‍ય સંબંધ જોડવા માટે વિવાહિત સ્‍ત્રી પર તે તે અલંકારોનું કર્મબંધન મૂકવામાં આવ્‍યું.

૨. ‘સ્‍ત્રીને નિરંતર સૌભાગ્‍ય અલંકારોના માધ્‍યમ દ્વારા થનારા તેજદાયી લહેરોના સ્‍પર્શથી તેનામાં રહેલા પતિવ્રતાની નિરંતર જાણ કરી આપવાનું પ્રયોજન કરવામાં આવ્‍યું.

૩. સૌભાગ્‍ય અલંકારોના બાહ્ય ભાનમાંથી સમાજ એક પત્નીત્‍વ અને પાતિવ્રત્‍યની જાળવણી કરીને સ્‍વૈરાચારથી મુક્ત રહે, તેવી યોજના કરવી કળિયુગમાં અનિવાર્ય બની ગયું.

૪. સૌભાગ્‍ય અલંકાર એટલે આસુરી શક્તિઓની ભુખાળવી નજરો સામે રક્ષણ કરવાનો કરેલો પ્રયત્ન : કળિયુગ રજ-તમપ્રધાન હોવાને લીધે આ કાળ સ્‍વૈરાચાર માટે અનુકૂળ અને સાધના માટે પ્રતિકૂળ એવો છે. આ યુગમાં સ્‍ત્રીરૂપી પવિત્રતાને અથવા સૌભાગ્‍યશીલતાને અલંકારરૂપી તેજસ્વીતાનું ચોકઠું બેસાડેલું છે. આ તેજસ્વીતાના બળ પર તેના શીલનું રક્ષણ પણ થાય છે. સૌભાગ્‍યવતી સ્‍ત્રી મંગળસૂત્ર, બંગડી, તેમજ કંકુ જેવા સૌભાગ્‍ય અલંકારોથી સંરક્ષિત કરાયેલી હોવાથી તેને એક રીતે આસુરી શક્તિઓની ભુખાળવી નજરથી વિભક્ત કરવાનો પ્રયત્ન કળિયુગમાં કરવામાં આવ્‍યો છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૧.૧.૨૦૦૮, બપોરે ૫.૦૬)

 

૨.  વિધવા સ્‍ત્રીઓએ અલંકારો શા માટે પરિધાન ન કરવા જોઈએ ?

અ. સૌભાગ્‍યરૂપી ધારણાનો લય
થાય છે, ત્‍યારે વૈરાગ્‍યની ભાવનાનો ઉદય થાય છે !

‘જ્‍યારે સૌભાગ્‍યરૂપી ધારણાનો લય થાય છે, ત્‍યારે સાચા અર્થમાં સ્‍ત્રીમાં રહેલું ઉત્‍પત્તિ વિષયક તેજધારણાથી સજેલું બીજ અસ્‍ત પામે છે અને તે ઠેકાણે વૈરાગ્‍યભાવનાનો ઉદય થાય છે.  તેજસ્વિતાનો લય થવો, એટલે કે અલંકારરૂપી શૃંગારત્‍વનો ત્‍યાગ કરીને અલંકાર વિનાના વૈરાગ્‍યજીવનનો આરંભ કરવો.

આ. સ્‍ત્રીઓમાં વૈરાગ્‍યભાવ વહેલો નિર્માણ થવા
માટે કળિયુગમાં અલંકારોના ત્‍યાગની સંકલ્‍પના દૃઢ થવી

વૈરાગ્‍યભાવ સ્‍ત્રીમાં વહેલો નિર્માણ થાય તે માટે કળિયુગમાં અલંકારત્‍યાગની સંકલ્‍પના દૃઢ થઈ. પહેલાંના કાળમાં સ્‍ત્રીઓ તેજરૂપી સાધનાથી પરિપક્વ હોવાથી તેમનામાં ધીરેધીરે સાધનાના આગળના તબક્કે વૈરાગ્‍યભાવ નિર્માણ થતો હતો; પરંતુ આજકાલના સમયમાં સાધનાના અભાવને કારણે અલંકારોના ત્‍યાગથી વિધવા સ્‍ત્રીઓમાં વૈરાગ્‍યભાવની નિર્મિતિ થઈને તેનો સત્‍વરે મોક્ષપ્રાપ્‍તિ ભણી પ્રવાસ થઈ શકે, એ ઉદ્દેશથી બાહ્યત: વિધવા સ્‍ત્રી માટે અલંકારોનો ત્‍યાગ કરવાની આવશ્‍યક્તા જણાવા લાગી. અલંકારના સ્‍પર્શથી સ્‍ત્રીમાં રહેલો રજોગુણ સતત જાગૃત અવસ્‍થામાં રહે છે, જ્‍યારે અલંકારવિહોણીની ભાવનામાંથી રજોગુણનો લય થઈને વૈરાગ્‍યભાવ વહેલો નિર્માણ થવામાં સહાયતા થાય છે.’

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૧.૧.૨૦૦૮, બપોરે ૫.૦૬)

 

૩. વ્‍યક્તિમત્ત્વ અનુસાર અલંકારો પસંદ કરવા

‘વ્‍યક્તિ પોતાના વ્‍યક્તિમત્ત્વને પૂરક એવા અલંકારોની વરણી કરે છે. સાત્ત્વિક વ્‍યક્તિ સાત્ત્વિક અલંકારોની, રાજસિક વ્‍યક્તિ રાજસિક અલંકારોની, જ્‍યારે તામસિક વ્‍યક્તિ તામસિક અલંકારોની વરણી કરે છે. સાત્ત્વિક અલંકારો ભણી જોઈને ભાવ, ચૈતન્‍ય, આનંદ અથવા શાંતિની અનુભૂતિ થાય છે. રાજસિક અલંકારોમાંથી શક્તિની અનુભૂતિ થાય છે, જ્‍યારે તામસિક અલંકારોને જોઈને ત્રાસ થાય છે.’ – સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે (૧૩.૧.૨૦૦૮)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અલંકારશાસ્‍ત્ર’

Leave a Comment