અવયવ-દાન વિશેનો આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ

કેટલાક લોકો મૃત્‍યુ પછી શરીરનો એકાદ અવયવ અથવા સંપૂર્ણ શરીર એકાદ રુગ્‍ણાલયને દાન કરવા વિશે મૃત્‍યુપત્રમાં લખતા હોય છે. કેટલીક વાર મૃતકના સગાંવહાલાં, મિત્રો અથવા રુગ્‍ણાલયના કર્મચારીઓ તેમ કરવા વિશે મૃતકના કુટુંબીજનોને સૂચવે છે. તે વેળાની દુઃખદ સ્‍થિતિમાં શું કરવું જોઈએ એ મૃતકના સ્‍વજનોને સમજાતું હોતું નથી. તેથી ક્યારેક તો થનારા દબાણના કારણે તેઓ ‘હા’ કહેતા હોય છે. આ સંદર્ભમાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિકોણ જાણી લેવો જોઈએ. દેહદાન કરવું એ અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ ભૂલભર્યું છે. આપણા એકાદ સગાંસંબંધીને તે અવયવની આવશ્‍યકતા હોય, તો તેમ કરવું એ ફરજ બજાવવાના કર્મ તરીકે યોગ્‍ય લેખાશે; પણ કેવળ ભાવના થકી એકાદ રુગ્‍ણાલયને દેહદાન કરવામાં આવે, તો તે નીચે આપેલાં કારણો માટે અયોગ્‍ય પુરવાર થાય છે.

૧. વ્‍યક્તિ મૃત્‍યુ પામ્‍યા પછી તેના લિંગદેહને પોતાના દેહની અને ગમનારી વસ્‍તુઓની આસક્તિ વહેલી છૂટતી નથી અને તે વર્ષ દરમ્‍યાન તે ઠેકાણે અટવાઈ જઈ શકે છે. તેની આસક્તિ દૂર થાય અને તેને વહેલામાં વહેલી તકે સદ્‌ગતિ પ્રાપ્‍ત થાય, તેથી જ હિંદુ ધર્મમાં અગ્‍નિસંસ્‍કાર અને શ્રાદ્ધવિધિ કરવાની પદ્ધતિ છે. દેહદાન કરવાથી વ્‍યક્તિનો લિંગદેહ સંબંધિત અવયવ ફરતે અટવાઈ જઈ શકે છે.

૨. કોઈ એકાદને જાણકારી આપ્‍યા વિના તેના મૃત્‍યુ પછી તેના દેહનું દાન કરવાથી અને તેને તે ન ગમે તો તે અવયવ ફરતે તેનો લિંગદેહ અટવાઈ જઈ શકે છે, તદુપરાંત તેનો લિંગદેહ અવયવ કાઢવા માટે અનુમતિ આપનારી, કાઢી લેનારી અને તેનો ઉપયોગ કરનારી વ્‍યક્તિઓને પણ ત્રાસ આપી શકે છે.

૩. કોઈ એકાદના મૃત્‍યુ પછી તેના એકાદ અવયવને રુગ્‍ણાલય દ્વારા અનિષ્‍ટ વ્‍યક્તિમાં સ્‍થાપિત કરવામાં આવે, તો તે વ્‍યક્તિના અનિષ્‍ટ કાર્યોને કારણે લિંગદેહને પણ ત્રાસ ભોગવવો પડી શકે છે. ધર્મશાસ્‍ત્રમાં પાત્રે દાનમ્, અર્થાત્ લાયક વ્‍યક્તિને દાન આપો અથવા અર્પણ કરો, એમ કહેલું છે; તેથી જ આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ઉન્‍નત એવી વ્‍યક્તિમાં એકાદ અવયવ સ્‍થાપિત કરવામાં આવે, તો લાભ થઈ શકે છે. અપાત્રે દાન કરવું એ પાપ છે. પાપ-પુણ્‍યની પેલે પાર ગયેલા દધિચી ઋષિએ પોતાના હાડકાં વજ્ર બનાવવા માટે આપ્‍યા. તે વજ્ર સત્‍કાર્ય માટે જ ઉપયોગમાં લેવામાં આવવાનું હતું.

૪. આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ઉન્‍નત વ્‍યક્તિ જો કોઈને અવયવ આપે, તો તે વ્‍યક્તિને લાભ થઈ શકે છે.

૫. અયોગ્‍ય દાનથી લેવડ-દેવડ હિસાબ નિર્માણ થઈ શકે છે અને દાન કરનારા જીવને આધ્‍યાત્‍મિક લાભ તો થતો જ નથી, ઊલટું તે જન્‍મ-મૃત્‍યુના ફેરામાં અટવાઈ જઈ શકે છે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment