ગ્રહણ વિશે ફેલાવવામાં આવી રહેલી ગેરસમજો

શ્રી પ્રશાંત જુવેકર

‘પ્રત્‍યેક બાબત ગમે તે રીતે વિચિત્રતાથી પ્રસ્‍તુત કરીને પોતાની દુકાન ચલાવવાની ચળનું કેટલાક નિર્મૂલન કરનારા લોકો પાછલાં અનેક વર્ષોથી શમન કરી રહ્યા છે. ‘હિંદુ સંસ્‍કૃતિમાં, અધ્‍યાત્‍મમાં જે જે કાંઈ કહેવામાં આવેલું છે, તે સર્વ તદ્દન ભૂલભર્યું છે અને તે નાખી દેવું જોઈએ’, એવી તેમની સમજ છે અને તે જ અન્‍ય લોકો પર ઠસાવવાની લાચાર મથામણ તેઓ કરતા હોય છે. કોરોનાને કારણે શરીરને બહાર જવા માટે પ્રતિબંધ ભલે હોય, તો પણ મન અને વિચારો પર તે (પ્રતિબંધ) નથી. તેથી તેઓ વિચારો ફેલાવી શકે છે, એમાં કશું જ અયોગ્‍ય નથી; પણ ‘તેમના વિચારો પર પોતાના વિચાર નક્કી કરવા જોઈએ કે કેમ ?’, એનો વિચાર આપણે કરવો જોઈએ.

ગ્રહણ વિશે અનેક બાબતો સામાજિક માધ્‍યમો પર આવતી હોય છે. તેમાં ‘ગ્રહણના સમયગાળામાં હવા અશુદ્ધ થાય છે’, ‘ગ્રહણ દરમ્‍યાન ઊંઘવું જોઈએ નહીં’ ઇત્‍યાદિ બાબતો એ ગપગોળાં છે’, એવી ટીકા કેટલાક જણ કરે છે. મૂળમાં આ સર્વકાંઈ કહેતી વેળાએ જે ઉદાહરણો આપવામાં આવે છે, એ તેઓની બૌદ્ધિક દેવાળું ફૂક્યું હોવાની અવસ્‍થા પુરવાર કરવા પર્યાપ્‍ત હોય છે. તેથી એવી વ્‍યક્તિઓની દયા આવે છે.

 

૧. ગ્રહણકાળમાં વાતાવરણમાં
રજ-તમ ગુણોની પ્રબળતા વૃદ્ધિંગત થવી

‘એકાદ બાબત શા માટે કહેવામાં આવી છે ?’, એનો વિચાર થવો જોઈએ. ‘ગ્રહણકાળ દરમ્‍યાન હવા અશુદ્ધ થાય છે’, એમ કહેવાય છે. તે કાંઈ ‘ભોપાળ ગૅસ દુર્ઘટના થયા પછી હવા અને પાણી અશુદ્ધ થયા હતા’, એ અર્થમાં નહીં, પણ ‘ગ્રહણ-સમયગાળામાં રજ-તમ ગુણોની પ્રબળતા (હંમેશાં દૂરદર્શક યંત્ર (દૂરબીન) લઈને બેઠેલાઓએ સત્વ, રજ, તમ સમજવાની ભાંજગડમાં પડવું નહીં) વધેલી હોય છે. તેનો વાતાવરણ પર પ્રભાવ પડે છે’, એ અર્થમાં કહેલું છે. તેથી કારણવિના ‘નદીઓ પરના બંધ કેવી રીતે ઢાંકવા જોઈએ ?’, એવા છોકરમત પ્રશ્‍નો ઉપસ્‍થિત કરવા ભૂલભર્યું છે.

 

૨. ગ્રહણ પછી સાત્ત્વિકતા ભણી
જવા માટે સ્‍નાન કરવું આવશ્‍યક હોવું

ગ્રહણ પછી સ્‍નાન કરવા પાછળ પણ ‘શરીર પરના રજ-તમ નીકળી જાય’ એ જ ઉદ્દેશ છે. ‘જેમ કપડાં ધોવાય છે, તેમ શરીર ધોવું એટલે સ્‍નાન’, એવું માનનારાઓને આ શું સમજાય ? પણ હિંદુ ધર્મશાસ્‍ત્ર સ્‍નાનને કેવળ ‘શરીરની સફાઈ’ એ દૃષ્‍ટિકોણથી જોતું નથી, તો ‘શરીર પવિત્ર કરવું’, એ દૃષ્‍ટિએ જુએ છે. સફાઈ અને પવિત્રતામાં ફેર છે.

સાબુ શરીર ચોખ્‍ખું કરી શકશે; પણ પવિત્ર કેવી રીતે કરશે ? પવિત્ર કરવું, એટલે રજ-તમનું આવરણ દૂર કરીને સાત્ત્વિકતા ભણી જવું. એ માટે સ્‍નાન કરવાના સમયે ‘પવિત્ર નદીઓના જળથી સ્‍નાન કરી રહ્યા છીએ’, એવો ભાવ કેળવવા માટે કહેવામાં આવે છે.

 

૩. ગર્ભવતી મહિલાએ
સાત્ત્વિક સંતાન પ્રાપ્‍તિ માટે કાળજી લેવી

પાકિસ્‍તાન, અમેરિકા ઇત્‍યાદિ દેશોનો ઉલ્‍લેખ કરીને ‘કેવળ ભારતીય સ્‍ત્રીઓને જ ગ્રહણની અસર થાય છે કે કેમ ?’ એવું કેટલાક વેદિયાઓ પૂછે છે. હિંદુ ધર્મશાસ્‍ત્ર સંતાનના સંદર્ભમાં ઉચ્‍ચ અને વ્‍યાપક વિચાર કરનારું છે, અહીં ‘કેવળ હાથપગથી હૃષ્‍ટપુષ્‍ટ હોવું’, એટલો જ વિચાર નથી, તો ‘તે સંતાન સાત્ત્વિક હોવું જોઈએ’, એવો વ્‍યાપક વિચાર છે. દેખાવે હૃષ્‍ટપુષ્‍ટ સંતાન રજ-તમયુક્ત હોઈ શકે છે અને તે સમાજ માટે હાનિ પહોંચાડનારું હોઈ શકે; પણ સાત્ત્વિક અને ચારિત્ર્યવાન સંતાન કેવળ સારા સમાજનું ઘડતર કરી શકે છે. તેથી ગ્રહણકાળ દરમ્‍યાનના રજ-તમ વાતાવરણનું ગર્ભ પર પરિણામ થાય નહીં, એ માટે ‘ગર્ભવતી સ્‍ત્રીઓએ ગ્રહણ જોવું નહીં’, એમ કહેલું છે.

 

૪. ગ્રહણકાળ સાધના માટે ઉત્તમ હોવો

‘ગ્રહણકાળ સાધના માટે શ્રેષ્‍ઠ હોવાથી ઊંઘી જઈને તમોગુણ વધારવાને બદલે સાધના કરીને સદર કાળનો લાભ પ્રત્‍યેકે કરી લેવો જોઈએ’, એવો ઉચ્‍ચ વિચાર આ સૂચનની પાછળ છે.

 

૫. અધ્‍યાત્‍મશાસ્‍ત્ર વિશે જ્ઞાન
ન ધરાવનારા કહેવાતા પુરો(અધો)ગામીઓ !

ગ્રહણ એ ખગોળશાસ્‍ત્ર સંબંધિત ઘટના છે, આ સર્વજ્ઞાત છે; પણ એ ઘટનાનો વાતાવરણ, શરીર અને મન આદિ પર સૂક્ષ્મમાંથી કશો જ પ્રભાવ પડતો નથી કે શું ? આ વિશે કાંઈ જ જાણકારી ન હોવા છતાં કોઈ પણ ખચકાટ વિના  સામાજિક માધ્‍યમો પર લેખ પ્રસારિત કરવા, એને શું કહેવું ? આંખોને ન દેખાનારા કોરોના માટે દિવસમાં હજાર વાર ૪૦ સેંકડ હાથ ધોતી વેળાએ કાંઈ જ ન લાગનારા જે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર વિશે કાંઈ જ જાણતા નથી, આ બાબતમાં માથું મારતા હોય છે. ઠીક, તેઓ પણ લાચાર છે; કારણકે આમ કરવાથી જ તેમની દુકાન ચાલે છે અને હિંદુ-વિરોધીઓ પાસેથી તેમને ફંડફાળો (નિધિ) મળે છે.

એમ ભલે હોય, તો પણ આપણે સર્વ હિંદુ ભાઈઓ સુજ્ઞ છીએ. આપણે આ ખોટા પ્રચારનો ભોગ બનીએ નહીં અને આપણા મહાન હિંદુ ધર્મશાસ્‍ત્રનું પાલન કરીએ, એટલી જ નમ્ર અપેક્ષા !’

 શ્રી પ્રશાંત જુવેકર, જલગાવ

Leave a Comment