આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૩

સનાતન ગત અનેક વર્ષોથી કહે છે તે આપત્‍કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્‍યારે તે હવે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આપત્‍કાળની નાનકડી ઝલક છે. પ્રત્‍યક્ષમાં આપત્‍કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હોવાનો છે. તેનાં વિવિધ રૂપો હશે. તેમાં માનવનિર્મિત, તેમજ નૈસર્ગિક પ્રકાર હશે. તેમાંના કેટલાકની જાણકારી આપણે આ લેખમાલિકા દ્વારા કરી લેવાના છીએ. આ આપત્‍કાળમાં પોતાનો અને પોતાના કુટુંબનો બચાવ કરવા માટે શું કરી શકાય, તેની થોડીઘણી જાણકારી આ લેખમાલિકા દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે. આ લેખમાં જૈવિક આક્રમણોની અને તેના પર કરવાની ઉપાયયોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

ભાગ ૨ વાચવા માટે : https://www.sanatan.org/gujarati/10375.html

૧ આ. જૈવિક અસ્‍ત્રો દ્વારા થનારાં આક્રમણો

૧ આ ૧. ‘જૈવિક અસ્‍ત્રો’ એટલે શું ?

‘માનવી, પશુ અને ફાલ પર રોગચાળો ફેલાય’, તે માટે ઉપયોગમાં લેવાતા સૂક્ષ્મ જીવાણુ અથવા વિષાણુને ‘જૈવિક અસ્‍ત્રો’ કહે છે. ઢોરના સાંસર્ગિક રોગ (એંથ્રેક્સ), ગ્રંથિના રોગ (ગ્‍લૅંડર્સ), એકાંતરે આવનારો તાવ (બ્રસેલોસિસ), કૉલેરા, ‘પ્‍લેગ’, ‘મેલિયોઆયડોસિસ’ ઇત્‍યાદિ રોગોના જીવાણુ અને વિષાણુનો ઉપયોગ ‘જૈવિક શસ્‍ત્રો’ તરીકે કરવામાં આવે છે.

૧ આ ૨. જૈવિક અસ્‍ત્રો દ્વારા થનારાં આક્રમણોનું સ્‍વરૂપ
૧. જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ કરવા માટે પ્રાણી, પક્ષી, માનવી, વાયુ ઇત્‍યાદિનો ઉપયોગ કરવો

જૈવિક અસ્‍ત્રો દ્વારા કરવામાં આવનારા આક્રમણ સમયે પટકી (કૉલેરા) જેવા ઉપર જણાવેલા રોગોના વિષાણુ શત્રુરાષ્‍ટ્રમાં પ્રાણી, પક્ષી, માનવી, વાયુ ઇત્‍યાદિના માધ્‍યમો દ્વારા છોડવામાં આવે છે. સંબંધિત રોગનો ચેપ લાગવાથી શત્રુરાષ્‍ટ્રની જીવિત, આર્થિક ઇત્‍યાદિ સ્‍વરૂપની હાનિ થાય છે.

૨. જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ થયું હોવાનું ધ્‍યાનમાં આવવું કઠિન હોવું

આ આક્રમણ હંમેશાં જેવાં બૉંબ, ક્ષેપણાસ્‍ત્રો અથવા હવાઈ જેવા આક્રમણો જેવું હોતું નથી. તેને કારણે સર્વસાધારણ મનુષ્‍યને ‘જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ થયું છે’, એ ધ્‍યાનમાં આવવું અઘરું હોય છે. દેશમાં એકાદ ઠેકાણે અથવા સર્વત્ર અચાનક એકાદ રોગનો મોટા પાયે ફેલાવો થાય, તો તેની પાછળ શત્રુરાષ્‍ટ્ર દ્વારા આક્રમણ, આ કારણ હોઈ શકે છે.

૩. જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ કરનારાં શત્રુરાષ્‍ટ્રો ઓળખવા પણ કઠિન હોવું

‘જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ શત્રુરાષ્‍ટ્ર દ્વારા કરવામાં આવ્‍યું છે’, એ પણ ઉજાગર થવું કઠિન હોય છે. વર્તમાનમાં ‘કોરોના’ વિષાણુ ચીને  જૈવિક અસ્‍ત્ર તરીકે નિર્માણ કર્યો અને શત્રુરાષ્‍ટ્રોમાં ફેલાવ્‍યો’, એવો આરોપ કરવામાં આવે છે.

૪. સરકારની ઘોષણા થયા સિવાય જૈવિક અસ્‍ત્રો દ્વારા થયેલા આક્રમણ વિશે કઈ ઉપાયયોજના કરવી, એ સમજાતું ન હોવું

જૈવિક અસ્‍ત્રો દ્વારા થયેલું આક્રમણ એ મોટાભાગે ચેપી હોય છે. ‘જૈવિક આક્રમણ થયું છે અને તે કેવા પ્રકારનું છે’, એ શાસન દ્વારા અધિકૃત રીતે કહેવામાં આવે નહીં, ત્‍યાં સુધી ‘તે વિશે કઈ કાળજી લેવી ?’, એ સમજી શકાય નહીં.

૫. જૈવિક અસ્‍ત્રો વિના ફેલાયેલા ચેપી રોગોના ચેપને કારણે પણ થનારી ભીષણ હાનિ

કોઈપણ શત્રુ દ્વારા જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ કરવામાં આવ્‍યું નથી અને કેવળ ચેપી રોગોથી ચેપ લાગે તો પણ જીવિત અને વિત્ત હાનિ મોટા પ્રમાણમાં થાય છે. આજસુધી જગત્‌માં સર્વાધિક, અર્થાત્ કરોડો લોકોના જીવ ‘પ્‍લેગ’ નામક ચેપી રોગથી ગયા છે. પટકી (કૉલેરા), મલેરિયા, ઇન્‍ફ્‍લુએંઝા, ઓરી, ગળાનો એક રોગ (ડિપ્‍થેરિયા), મોટી ઉધરસ, ક્ષયરોગ, કુષ્‍ઠરોગ આ ચેપી રોગોનાં કેટલાંક ઉદાહરણો છે. ‘કોવિડ ૧૯’ અર્થાત્ ‘કોરોના’ એ તાજેતરનું ઉદાહરણ છે. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી સમગ્ર વિશ્‍વમાંના ૧૦ કરોડ ૮૨ લાખ ૯૮ સહસ્ર કરતાં વધુ લોકોને ‘કોરોના’નો ચેપ લાગીને તેમાંથી ૨૩ લાખ ૭૮ સહસ્ર ૮૭૩ લોકોનું મૃત્‍યુ થયું છે.

૬. જૈવિક અસ્‍ત્રો દ્વારા અથવા અન્‍ય રીતે ફેલાનારા ચેપી રોગો સામે રક્ષણ થવા માટેના કેટલાક પ્રતિબંધાત્‍મક ઉપાય

જૈવિક અસ્‍ત્રો દ્વારા કરેલું આક્રમણ કયા વિષાણુને કારણે થયું છે, એ સમજાયા પછી તે માટે પ્રતિજૈવિકોનો ઉપયોગ કરવો, રસી સિદ્ધ કરવા જેવા પ્રતિબંધાત્‍મક ઉપાય કરવામાં આવે છે. ઘણીવાર  જૈવિક અસ્‍ત્રો દ્વારા આક્રમણ થયું છે, એ સમજાય ત્‍યાં સુધી મોટા પ્રમાણમાં જીવિત અને વિત્ત હાનિ થયેલી હોય છે. તેથી એકાદ રોગનું પ્રમાણ વધી રહ્યું છે એમ ધ્‍યાનમાં આવતાવેંત જ, તેના પર નિયંત્રણ મેળવવા માટે ચેપી રોગો સામે રક્ષણ થવા માટે કરવાની ઉપાયયોજના વધારે ઉપયોગમાં લેવાય છે. ‘કોરોના’ વિષાણુને કારણે ઉદભવેલી મહામારીના સંદર્ભમાં અનેક ઉપાયયોજનાઓ આંકી હતી. આક્રમણ જૈવિક અસ્‍ત્રો દ્વારા થયેલું હોય અથવા ચેપી રોગ દ્વારા, તેના સામે રક્ષણ થવા માટે સદર ઉપાયયોજનાઓ માર્ગદર્શક પુરવાર થશે.

૧ આ ૩. ‘કોરોના’ જેવા વિષાણુનો ચેપ પોતાને થાય નહીં, તે માટે લેવાની કાળજી
૧ આ ૩ અ. ‘કોરોના’નો ચેપ લાગ્‍યો હોવાનાં લક્ષણો

‘કોરોના’ વિષાણુનો ચેપ લાગ્‍યા પછી તે ફેફસામાં સંક્રમિત થાય છે. તેથી આગળ જણાવેલાં લક્ષણો દેખાઈ આવે છે.

૧. તાવ આવવો

૨. કોરી ઉધરસ આવવી

૩. ગળામાં ખારાશ

૪. શ્‍વાસ લેવામાં ત્રાસ થવો, તેમજ દમ લાગવો અને થાક લાગવો

૫. માથાનો દુઃખાવો, સ્‍નાયુનો દુઃખાવો ઇત્‍યાદિ લક્ષણો પણ દેખાઈ આવવા

૧ આ ૩ આ. ‘કોરોના’નાં લક્ષણો દેખાય એ પહેલાં લેવાની સર્વસામાન્‍ય કાળજી
૧ આ ૩ આ ૧. ઘરે હોવ ત્‍યારે લેવાની કાળજી

૧. વધી ગયેલા નખ નિયમિત રીતે કાપવા.

૨. જખમ થયો હોય તો તે ઢાંકી રાખવો.

૩. પોતાનું ઘર અને આંગણું ચોખ્‍ખા રાખવા.

૪. હાથ ચોખ્‍ખા ધોવા:

૪ અ. હાથ સાબુથી ચોખ્‍ખા ધોયા વિના આંખો, નાક અને મોઢાને સ્‍પર્શ કરવો નહીં.

૪ આ. રસોઈ કરવા પહેલાં, રસોઈ કરતી વેળાએ અને રસોઈ થઈ ગયા પછી, ભોજન કરવા પહેલાં, શૌચાલયમાં જઈ આવ્‍યા પછી, તેમજ હાથ પર ધૂળ બાઝી ગઈ હોય, ત્‍યારે નળના વહેતા પાણી નીચે સાબુથી હાથ ધોવા અથવા ‘આલ્‍કોહોલ’ ધરાવતા હાથ ધોવાના દ્રવરૂપ સાબુ (‘હૅંડ સૅનિટાયઝર’)નો ઉપયોગ કરવો.

૪ ઇ. જાનવરો, જાનવરોનો ખોરાક અથવા જાનવરોના શૌચના સંપર્કમાં આવો ત્‍યારે, હસ્‍તધૂનન કર્યા પછી, તેમજ ઉધરસ અથવા છીંક આવ્‍યા પછી અને રુગ્‍ણસેવા કર્યા પછી હાથ ચોખ્‍ખા ધોવા.

૫. ઉધરસ આવતી વેળાએ અથવા છીંકતી વેળાએ મોઢા પર ‘ટિશ્‍યુ પેપર’, રૂમાલ અથવા ખમીશની બાંય ધરવી. વાપરેલો ‘ટિશ્‍યુ પેપર’ તરત જ કચરાપેટીમાં નાખીને કચરાપેટી તરત જ બંધ કરવી.

૬. ઘરમાં કોઈપણ માંદું પડે તો તરત જ સ્‍થાનિક આરોગ્‍યકેંદ્રમાં ઉપચાર કરાવી લેવા. શરદી, સળેખમ થાય તો તરત જ આધુનિક વૈદ્યનો સમાદેશ (સલાહ) લેવો.

૭. સમગ્ર દિવસ થોડા થોડા સમય પછી નવશેકું પાણી પીવું. ‘મોઢું કોરું ન પડે’, તેની કાળજી લેવી.

૮. ઠંડાં પીણાં અને પદાર્થ ઉદા. સરબત, આઈસક્રીમ, લસ્‍સી ઇત્‍યાદિ પીવાનું ટાળવું.

૯. ‘સ્‍વેટર’, ‘મફલર’ ઇત્‍યાદિ ઊનના કપડાં પ્રતિદિન થોડો સમય તડકે રાખવા. તેમજ પ્રતિદિન થોડો સમય તડકે ઊભા રહેવું.

૧ આ ૩ આ ૨. ઘરની બહાર હોવ ત્‍યારે લેવાની કાળજી
૧ આ ૩ આ ૨ અ. મોઢા પર જંતુરોધક મુખપટ્ટીનો (‘માસ્‍ક’નો) ઉપયોગ કરવો

‘કોરોના’ના વિષાણુ મોઢા અને નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. તેને કારણે વિષાણુઓનો શરીરના તે ભાગો સાથે સંપર્ક થવા દેવો નહીં. તે માટે જંતુરોધક મુખપટ્ટીનો (‘માસ્‍ક’નો) ઉપયોગ કરવો. ‘માસ્‍ક’નો ઉપયોગ કરતી વેળાએ આગળ જણાવેલી કાળજી લેવી

૧. ‘માસ્‍ક’ ‘નાક, મોઢું અને હડપચી પૂર્ણ રીતે ઢાંકે’, તેવો હોવો જોઈએ.

૨. ‘માસ્‍ક’ પહેરતી વેળાએ અથવા કાઢતી વેળાએ પાછળથી તેની દોરીઓને ઝાલીને પહેરવો અથવા કાઢવો. ‘માસ્‍ક’ મોઢા પર લગાડતી વેળાએ અથવા કાઢતી વેળાએ તેનો આગળના ભાગમાં સ્‍પર્શ કરવો નહીં.

૩. ‘માસ્‍ક’નો ઉપયોગ કર્યા પછી તે અન્‍યત્ર ક્યાંય પણ મૂકવો નહીં.

૪. આ ‘માસ્‍ક’ ૫ ટકા ‘બ્‍લિચ’ અથવા ૧ ટકો ‘સોડિયમ હાયપોક્લોરાઈટ’ દ્રાવણમાં ભીંજવીને નિર્જંતુક કરવા અને ત્‍યાર પછી બાળી નાખવા અથવા માટીમાં ઊંડે સુધી દાટી દેવા.

૫. ભીડના સ્‍થાને જવું આવશ્‍યક હોય, તો તમારે ‘સર્જિકલ માસ્‍ક’નો ઉપયોગ કરવો.

૧ આ ૩ આ ૨ આ. સામાજિક અંતર પાળવું

ચેપી રોગનો ચેપ વધે નહીં, એ માટે બે વ્‍યક્તિઓએ એકબીજામાં ઓછામાં ઓછું ૧ – ૨ મીટર જેટલું અંતર જાળવવું, આને ‘સામાજિક અંતર પાળવું’ એમ કહે છે. આને જ વૈશ્‍વિક આરોગ્‍ય સંગઠને ‘શારીરિક અંતર પાળવું’ એમ પણ સંબોધ્‍યું છે. સામાજિક અંતર જાળવવા માટે આગળ જણાવેલી બાબતો પણ કરવી.

૧. હસ્‍તધૂનન કરવાનું ટાળવું.

૨. ભીડમાં જવું ટાળવા માટે શાસન દ્વારા મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય તેવાં સ્‍થાનો, ઉદા. વેપારી સંકુલ, ચલચિત્રગૃહો, શાળાઓ, શાસકીય કાર્યાલયો ઇત્‍યાદિ બંધ રાખવા માટે કહેવામાં આવે છે.

૧ આ ૩ આ ૨ ઇ. સાર્વજનિક ઠેકાણેની વસ્‍તુઓ, મકાનો ઇત્‍યાદિને સ્‍પર્શ કરવાનું ટાળવું

કોરોના-વિષાણુનો સ્‍ટીલ, કાંચ ઇત્‍યાદિ વસ્‍તુઓ પર જીવિત રહેવાનો સમયગાળો ૨ કલાકથી માંડીને કેટલાક દિવસો સુધીનો છે. તેથી ચિકિત્‍સાલયો, દુકાનો, વેપારી સંકુલ, ઉદ્‌વાહન યંત્ર (લિફ્‍ટ) ઇત્‍યાદિ ઠેકાણે ગયા પછી બને ત્‍યાં સુધી ત્‍યાંની વસ્‍તુઓ, ભીંત, લોખંડની જાળીઓ (ગ્રીલ્‍સ) ઇત્‍યાદિને સ્‍પર્શ કરવાનું ટાળવું.

૧ આ ૩ આ ૨ ઈ. હાથ સાબુથી ધોવા અથવા ‘હૅંડ સેનિટાયઝર’નો ઉપયોગ કરવો

વધારે સમયગાળા માટે ઘરની બહાર રોકાવું પડે એમ હોય, તો વચ્‍ચે વચ્‍ચે સાબુથી હાથ ચોખ્‍ખા ધોવા અથવા ‘હૅંડ સેનિટાયઝર’નો ઉપયોગ કરવો. એકાદ વેપારી સંકુલ (મોલ), દુકાન, અધિકોષ (બેંક) જેવા ઠેકાણે જ્‍યાં આપણે કેટલીક વસ્‍તુઓને સ્‍પર્શ કરવો અનિવાર્ય બને છે, એવા ઠેકાણે જતી વેળાએ અને ત્‍યાંથી બહાર નીકળતી વેળાએ બન્‍ને સમયે ‘હૅંડ સેનિટાયઝર’નો ઉપયોગ કરવો. ‘સાબુ અથવા ‘હૅંડ સેનિટાયઝર’ ઉપલબ્‍ધ ન હોય, તો લિંબુનો રસ અને પાણીના મિશ્રણથી હાથ ધોવાથી માંદગી સામે રક્ષણ થઈ શકે છે’, એવો સંશોધકોનો મત છે.

૧ આ ૩ આ ૩. મહત્વના કારણસર વાહનથી પ્રવાસ કરવો પડે તો વાહનમાં લેવાની દક્ષતા

પ્રવાસ કરતી વેળાએ થયેલા સંપર્કને કારણે ચેપી રોગોનું પ્રમાણ વધે છે. તેને કારણે મહામારી ચાલુ રહેલા સમયમાં પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે પ્રત્‍યેકે જ પ્રવાસ ટાળવો જોઈએ. કેટલાક આવશ્‍યક કામને કારણે પ્રવાસ કરવો જ પડે, તો આગળ જણાવ્‍યા પ્રમાણે કાળજી લેવી.

૧. પોતાના વાહનમાં અથવા ઓછામાં ઓછી વ્‍યક્તિ હોય તેવી ગાડીમાં પ્રવાસ કરવો.

૨. વાતાનુકૂલિત બસ અથવા આગગાડીમાં પ્રવાસ કરવાનું ટાળવું. પોતાના વાહનમાં પણ વાતાનુકૂલન યંત્રનો ઉપયોગ કરવાનું ટાળવું.

૩. રેલ્‍વે અથવા બસમાં પ્રવાસ કરતી વેળાએ ‘આપણી આસપાસ શરદી, ઉધરસ અથવા તાવ નાં લક્ષણો ધરાવતી વ્‍યક્તિ છે’, એવી શંકા આવે, તો તેનાથી ૧ મીટર કરતાં દૂર રહેવું અથવા બને તો પ્રવાસ માટે અન્‍ય પર્યાય પસંદ કરવો, ઉદા. બીજી બસમાં જવું.

૪. સાબુથી હાથ ચોખ્‍ખા ધોઈને જ મોઢાને હાથનો સ્‍પર્શ કરવો.

૫. પ્રવાસમાં બની શકે તો વચ્‍ચે વચ્‍ચે હાથ સ્‍વચ્‍છ ધોવા માટે સાબુ કે ‘હૅંડ સૅનિટાયઝર’ નો ઉપયોગ કરવો.

૧ આ ૩ આ ૪. પ્રવાસમાં પહેરેલા કપડાંના સંદર્ભમાં લેવાની કાળજી

૧. પ્રવાસમાં પહેરેલાં કપડાં પર સામાન્‍ય રીતે ૧૨ કલાક સુધી રોગ ફેલાવનારા જીવાણુઓ જીવિત રહી શકે છે. તેથી પ્રવાસ કરીને ઘરે આવ્‍યા પછી તે જ કપડા પહેરીને ઘરમાં ફરવાને બદલે સીધું પ્રસાધનગૃહમાં જવું.

૨. શરીર પરના કપડાં ઉતારીને હાથ-પગ અને સાબુ લગાડીને મોઢું ચોખ્‍ખું ધોવું અને બને તો ગરમ પાણીથી નાહી લેવું.

૩. પ્રવાસમાં પહેરેલાં કપડાં ધોયા વિના ફરી પહેરવાના થાય તો તેમનો અન્‍ય વસ્‍તુઓને અથવા ધોયેલા કપડાંને સ્‍પર્શ થાય નહીં, એ રીતે ‘હૅંગર’ પર ટાંગીને અલગ મૂકવાં. પ્રવાસમાં પહેરેલાં કપડાંને જો ક્યારેય સ્‍પર્શ કરો તો તરત જ હાથ ચોખ્‍ખા ધોવા. બને તો આ કપડાં તડકામાં રાખવાં.

૪. પ્રવાસમાં પહેરેલાં કપડાંને સ્‍પર્શ કર્યા વિના ઘરમાં પહેરવાના કપડાં પહેરવાં.

૫. પ્રવાસમાં પહેરેલાં કપડાં જો ધોવાના થાય, તો તે હંમેશાં પ્રમાણે ધોઈને તડકે સૂકવવાં.’

૧ આ ૩ આ ૫. બહારથી ઘરે પાછા આવ્‍યા પછી લેવાની કાળજી

૧. ચંપલ કાઢીને ઘરની બહાર મૂકવા.

૨. બહારથી લાવેલી સામગ્રી એક બાજુએ જુદી કરીને (‘ક્વારંટાઇન’) મૂકવી. ઓછામાં ઓછું ૨૪ કલાક પછી તેનો ઉપયોગ કરવો.

૩. ‘માસ્‍ક’ અને પહેરેલાં કપડાં સંદર્ભમાં પ્રવાસથી આવ્‍યા પછી કરવાની કૃતિઓ પ્રમાણે જ કૃતિઓ કરવી.

૪. ‘કોરોના’ વિષાણુ ૩૮ અંશ સેલ્‍સિઅસ તાપમાનથી વધારે તાપમાનમાં ટકી શકતો ન હોવાથી ગરમ પાણીથી ચોખ્‍ખું સ્‍નાન કરવું.

૫. શ્‍વસનમાર્ગમાં કેટલાક વિષાણુઓ પ્રવેશ થયા હોય તો તે પણ નષ્‍ટ થાય, તે માટે વરાળ લેવી.

૧ આ ૩ આ ૬. આયુર્વેદ અનુસાર શરીરની પ્રતિકારક્ષમતા વૃદ્ધિંગત થાય એ માટે કરવાની ઉપાયયોજના
૧ આ ૩ આ ૬ અ. આયુષ મંત્રાલયે કહેલા ઉપાય
૧. આરોગ્‍ય સારી રીતે જળવાઈ રહે તે માટે કરવાના સર્વસાધારણ ઉપાય

અ. દિનચર્યામાં ઓછામાં ઓછું ૩૦ મિનિટ યોગાસનો, પ્રાણાયામ અને ધ્‍યાનધારણાનો સમાવેશ કરવો.

આ. હંમેશાં ભોજનમાં હળદર, જીરૂં, ધાણા અને લસણનો ઉપયોગ કરવો.

૨. શરીરની પ્રતિકારક્ષમતા વધારવા માટેના ઉપાય

અ. પ્રતિદિન સવારે એક ચમચી ચ્‍યવનપ્રાશ ખાવું. મધુમેહનો રોગ ધરાવતી વ્‍યક્તિએ ખાંડવિનાના ચ્‍યવનપ્રાશનો ઉપયોગ કરવો.

આ. દિવસમાં એક કે બે વાર વનૌષધિયુક્ત ચા પીવી, તેમ જ તુલસી, તજ, કાળી મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષ નાખીને બનાવેલો ઉકાળો પીવો. તેમાં આવશ્‍યક લાગે તો સ્‍વાદ માટે ગોળ અને  / અથવા લિંબુનો રસ નાખવો.

ઇ. ૧૫૦ મિલીલિટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દિવસમાં એકથી બે વાર પીવું.

૧ આ ૩ આ ૬ આ. વૈદ્ય સુવિનય દામલે, કુડાળ, જિલ્‍લો સિંધુદુર્ગ એ કહેલા આયુર્વેદિક ઉપચાર
૧. ‘ધૂપન’ ચિકિત્‍સા

અ. ઘરમાં સૂર્યોદય અને સૂર્યાસ્‍ત સમયે ધૂપ કરવો.

આ. ધૂપ ઉપલબ્‍ધ ન હોય તો લીમડાના પાન, હળદર, કપૂર, ગુગ્‍ગળ, લવીંગ, એલચીની છાલ, ડુંગળી-લસણના ફોતરાં, મરચાંના ડીંટિયાં, ઘી, અક્ષત, તેમજ ગાયના ગોબરનાં છાણાં, નારિયેળના કાચલાં, કોલસા આમાંથી ઉપલબ્‍ધ સામગ્રીનો ઉપયોગ કરીને ધૂપ કરવો.

૨. નજર ઉતારવી

બરાબર સાંજ વેળાએ નાના બાળકો અને ઘરડા માણસોની નજર ઉતારવી. (વધુ જાણકારી માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘નજર ઉતારવાના પ્રકાર’)

૩. જંતુનાશક છાંટવું

ઘર અને આંગણામાં ગોમૂત્ર છાંટવું. ગોમૂત્ર ઉપલબ્‍ધ ન હોય તો ગાયનું છાણ પાણીમાં ભેળવીને સર્વત્ર છાંટવું. તેમજ કડવો લીમડો, કરંજ, હળદર, તુલસી ઇત્‍યાદિ ઔષધિ દ્રવ્‍યો પાણીમાં ઉકાળીને તેનો અર્ક પાણીમાં ઉતરે પછી તે પાણી ઘરની આજુબાજુ છાંટવું. (અર્ક પાણીમાં ઉતર્યા પછી પાણી ઘેરા રંગનું બને છે.)

૪. અલગીકરણ

સંસર્ગથી રોગ ફેલાય છે, એમ આયુર્વેદમાં પણ કહ્યું છે.

प्रसङ्गाद्गात्रसंस्‍पर्शान्‍निःश्‍वासात् सहभोजनात् ।

सहशय्‍यासनाच्चापि वस्‍त्रमाल्‍यानुलेपनात् ॥

कुष्‍ठं ज्‍वरश्‍च शोषश्‍च नेत्राभिष्‍यन्‍द एव च ।

औपसर्गिकरोगाश्‍च सङ्क्रामन्‍ति नरान्‍नरम् ॥

– સુશ્રુતસંહિતા, નિદાનસ્‍થાન, અધ્‍યાય ૫, શ્‍લોક ૩૩ અને ૩૪

અર્થ : નિત્‍ય સાથે મળીને કામ કરવું, શરીરને નિત્‍ય સ્‍પર્શ કરવો, અન્‍યોએ છોડેલો શ્‍વાસ લેવો, સાથે બેસીને ભોજન કરવું, એક આસન પર બેસવું, એક પથારીમાં સૂવું, અન્‍યોના વસ્‍ત્રો પરિધાન કરવાં, અન્‍યોએ વાસ લીધેલા ફૂલોનો વાસ લેવો, અન્‍યોએ વાપરેલું ચંદન પોતે લગાડવું ઇત્‍યાદિ કારણોસર ત્‍વચાના વિકાર, તાવ, શોષ (ટી.બી.), આંખ આવવી જેવા ‘ઔપસર્ગિક (ચેપી)’ વિકાર એક પાસેથી બીજા ભણી સંક્રમિત થાય છે.

સંસર્ગજન્‍ય રોગોને રોકવા માટે સંસર્ગ ટાળવો એ ઉપાય છે. અલગીકરણને કારણે સંસર્ગ ટળે છે.

૫. શરીરની પ્રતિકારક્ષમતા વધારનારો ઉકાળો લેવો

તુલસીની ૫-૬ મંજરી (તુલસીનું ચૂર્ણ નહીં.), ૪ કાળી મરી અને ૪ લવીંગ ૬ કપ પાણીમાં નાખીને તે પાણી ૨ કપ થાય ત્‍યાં સુધી ઉકાળવું. તે ગાળી લઈને ‘થર્મોસ’માં ભરી રાખવું. દિવસમાં ૩-૪ વાર ઘૂંટડો ઘૂંટડો પીવું.

૧ આ ૩ આ ૬ ઇ. આયુર્વેદ અનુસાર કરવાના અન્‍ય ઉપચાર

૧. તેલ મોઢામાં ભરીને થૂંકવું : એક મોટી ચમચી ભરીને તલનું અથવા કોપરાનું તેલ મોઢામાં લેવું; પણ તે પીવું નહીં, મોઢામાં ૨ થી ૩ મિનિટ ભરી રાખીને ફેરવવું. પછી તે થૂંકી દઈને નવશેકાં પાણીથી કોગળા કરવા. દિવસમાં એક થી બે વાર આ પ્રમાણે કરવું.

૨. નસ્‍ય : નાકમાં ઘી અથવા તેલ નાખવું. દિવસમાં ૨ – ૩ વાર નાકની અંદરની બાજુથી ઘી કે તેલ લગાડેલી ટચલી આંગળી ફેરવવી.

૩. સર્વ અંગોને તેલ લગાડવું : પ્રતિદિન સવારે નહાવા પહેલાં શરીરને તેલથી મર્દન (માલિશ) કરવું.

૪. કોરી ઉધરસ આવતી હોય કે ગળું દુઃખતું હોય, તો કરવાના ઉપાય

અ. દિવસમાં એક વાર તાજા ફુદીનાના પાન અથવા અજમા નાખેલા ગરમ પાણીની વરાળ લેવી.

આ. ઉધરસ આવતી હોય અથવા ગળામાં ખારાશ લાગતી હોય, તો અડધી ચમચી લવીંગની ભૂકી ગોળ અથવા ૧ ચમચી મધમાં ભેળવીને તેનું મિશ્રણ કરી રાખવું. કોરી ઉધરસ આવે તો તેમાંથી એક ટીપું ચાટવું.

ઉપર જણાવેલા ઉપાય કરવાથી સાદી કોરી ઉધરસ અથવા ગળું દુઃખવામાં આરામ મળે છે; પણ જો આ લક્ષણો તેમ જ રહે, તો વૈદ્યકીય સમુપદેશ (સલાહ) લેવો.

ઘરગથ્‍થુ ઔષધિઓ કેટલા દિવસ સુધી લેવી, એ વિશે માર્ગદર્શક સૂત્રો : સામાન્‍ય રીતે એકવાર લીધેલું કોઈપણ ઔષધ તેનું સુપરિણામ અથવા દુષ્‍પરિણામ ૨૪ કલાકમાં દેખાડે છે જ; પરંતુ એક દિવસમાં આ સૂક્ષ્મ પરિણામ ધ્‍યાનમાં આવવું અઘરું લાગતું હોય તો તે ઔષધ આગળ ૩ દિવસ ચાલુ રાખવું. તો પણ કાંઈ ન સમજાય તો વધારેમાં વધારે ૭ દિવસ ઔષધ ચાલુ રાખવું. ૭ દિવસ ઉપચાર કરવાથી પણ કાંઈ લાભ ન થાય, અથવા ‘ઔષધિનું દુષ્‍પરિણામ થાય છે’, એમ ધ્‍યાનમાં આવે તો ઔષધ બંધ કરવું અને તજ્‌જ્ઞ વૈદ્યનું માર્ગદર્શન લેવું.’

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૪.૬.૨૦૧૭)

૫. વિરેચન : જેમને કોઈપણ ત્રાસ નથી, એવા લોકોએ ૪ ચમચી એરડિયું પરોઢિયે ૪ કલાકે સળંગ ચાર દિવસ લેવું. તેને કારણે ૩ – ૪ મોટા ઝાડા થઈને પેટ સાફ થશે. પેટમાંની ચીકાસ, આમ નીકળી જશે અને સારી ભૂખ લાગશે.

૬. અન્‍ય : વમન, બસ્‍તી અને રક્તમોક્ષણ આ કર્મો નજીકના પંચકર્મ કરનારા તજ્‌જ્ઞ વૈદ્ય પાસેથી કોઈપણ વિષાણુનો ચેપ પૂર્ણ થયા પછી અવશ્‍ય કરાવી લેવા.’

(સંદર્ભ : દૈનિક ‘સનાતન પ્રભાત’, ૨૬.૪.૨૦૨૦)

૧ આ ૩ આ ૭. ચેપી રોગો પર પ્રતિબંધાત્‍મક આધ્‍યાત્‍મિક ઉપાય

‘સમાજમાં વધી રહેલા અધર્માચરણને કારણે (ઉદા. અનાચાર, બળાત્‍કાર, સ્‍વૈરાચાર, હત્‍યા ઇત્‍યાદિને કારણે), અર્થાત્ જ સમષ્‍ટિ પાપ વધવાથી સમાજનું પ્રારબ્‍ધ ખડતર બને છે. તેથી અતિવૃષ્‍ટિ, અનાવૃષ્‍ટિ, ભૂકંપ, યુદ્ધ, ચેપી રોગ ઇત્‍યાદિ આપદાઓ સૃષ્‍ટિ પર અથવા સંબંધિત સમાજ પર આવે છે’, એમ શાસ્‍ત્ર કહે છે. ‘આ આપત્તિઓમાંથી એકાદ ચેપી રોગનો ફેલાવો થતો હોય તો તેને આધ્‍યાત્‍મિક સ્‍તર પર કેવી રીતે રોકવો ?’, આ બાબત હવે આપણે જોઈશું.

ચેપી રોગોનો પ્રસાર થવા પાછળનાં સૂક્ષ્મમાંના, અર્થાત્ આધ્‍યાત્‍મિક કારણો દૂર થવા માટે ઔષધોપચારની સાથે સાથે તેના પર ‘આધ્‍યાત્‍મિક ઉપાય’ કરવા આવશ્‍યક હોય છે. આધ્‍યાત્‍મિક ઉપાય એટલે સૂક્ષ્મ નડતરને કારણે ત્રાસ દૂર થવા માટે કરેલા ઉપાય ! આધ્‍યાત્‍મિક ઉપાયોમાં મંત્રજપ કરવા, સ્‍તોત્રપઠણ કરવું, નામજપ કરવો ઇત્‍યાદિ ઉપાયો આવે છે. ચેપી રોગ રહેલા ‘કોરોના’ની વિશ્‍વભરમાં મહામારી આજે પણ ચાલુ જ છે અને હજીસુધી લાખો લોકો મૃત્‍યુ પામ્‍યા છે. તેથી એ માટે આધ્‍યાત્‍મિક ઉપાય આગળ જણાવ્‍યા છે.

૧ આ ૩ આ ૭ અ. ચેપી રોગો માટેના મંત્રજપ

ચેપી રોગોનો પ્રભાવ ઓછો થવા માટે સંત અને મંત્રજપના અભ્‍યાસકોએ આગળ જણાવેલા મંત્રજપ શોધી કાઢ્યા છે. તે સર્વ મંત્રજપ બોલવા પહેલાં ‘હે સૂર્યદેવતા, કૃમિને કારણે મને થયેલી વ્‍યાધિ અને મારામાં ફેલાયેલું ઝેર આપના કુમળાં કિરણો દ્વારા નષ્‍ટ થવા દો. સાધના સારી કરી શકાય તે માટે મારું શરીર નિરોગી રહેવા દો, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.’ એવી પ્રાર્થના કરવી. ત્‍યાર પછી સવાર, બપોર અને સાંજ એમ દિવસમાં ત્રણવાર પ્રત્‍યેક સમયે ૨૧ વાર આગળ આપેલા મંત્રજપ ભાવપૂર્ણ રીતે સાંભળવાં. આ ત્રણેય મંત્રજપ ‘સનાતન ચૈતન્‍યવાણી’ ‘ઍન્‍ડ્રૉઇડ ઍપ’ પર ઉપલબ્‍ધ છે.

અ ૧. સનાતનના પરાત્‍પર ગુરુ પરશરામ પાંડે મહારાજજીએ કહેલા વિષાણુનાશક મંત્ર

૧.    अत्रिवद़् वः क्रिमयो हन्‍मि कण्‍ववज्‍जमदग्‍निवत् ।

अगस्‍त्‍यस्‍य ब्रह्मणा सम् पिनष्‍म्‍यहङ् क्रिमीन् ॥

– અથર્વવેદ, કાંડ ૨, સૂક્ત ૩૨, ખંડ ૩

અર્થ : ઋષિ કહે છે, ‘હે કૃમિઓ (રોગ ઉત્‍પન્‍ન કરનારા સૂક્ષ્મ જંતુઓ) ! અત્રિ, કણ્‍વ અને જમદગ્‍નિ આ ઋષિઓએ જે પ્રમાણે તમારો નાશ કર્યો, તે પ્રમાણે હું પણ તમારો નાશ કરીશ. અગસ્‍ત્‍ય ઋષિના મંત્રથી હું ‘રોગ ઉત્‍પન્‍ન કરનારા સૂક્ષ્મ જંતુ ફરીવાર વૃદ્ધિ પામે નહીં’, તેવી વ્‍યવસ્‍થા કરીશ.

૨.   हतासो अस्‍य वेशसो हतासः परिवेशसः ।

अथो ये क्षुल्लका इव सर्वे ते क्रिमयो हताः ॥

– અથર્વવેદ, કાંડ ૨, સૂક્ત ૩૨, ખંડ ૫

અર્થ : આ કૃમિઓનું (રોગ ઉત્‍પન્‍ન કરનારા સૂક્ષ્મ જંતુઓનું) ઘર નષ્‍ટ થયું, તે ઘર પાસેનું ઘર નષ્‍ટ થયું અને જે નાના-નાના બીજરૂપમાં હતા તે પણ નષ્‍ટ થયા.

અ ૨. મંત્ર-ઉપચાર તજ્‌જ્ઞ ડૉ. મોહન ફડકે, પૂના, તેઓએ કહેલો મંત્ર

ॐ भूः । ॐ भुवः । ॐ स्‍वः । ॐ तत्‍सवितुर्वरेण्‍यम् ।

ॐ भर्गो देवस्‍य धीमहि । ॐ धियो यो नः प्रचोदयात् ॥

– ઋગ્‍વેદ, મંડળ ૩, સૂક્ત ૬૨, ઋચા ૧૦

અર્થ : દેદીપ્‍યમાન ભગવાન સવિતા (સૂર્ય) દેવના આ તેજનું અમે ધ્‍યાન ધરીએ છીએ. તે (તેજ) અમારી બુદ્ધિને પ્રેરણા આપે.

૬ વાર ‘ૐકાર’ ધરાવનારો આ ગાયત્રી મંત્ર મહામારી દરમ્‍યાન પ્રતિકારક્ષમતા વધે, તે માટે અને શ્‍વસનસંસ્‍થાના સર્વ વિકારો માટે ઉપયુક્ત પુરવાર થઈ શકે છે.

૧ આ ૩ આ ૭ આ. સ્‍તોત્રપઠણ

આપત્‍કાળમાં સંપૂણ શરીરનું વ્‍યાધિઓ સામે રક્ષણ થાય, એ માટે પ્રતિદિન સવારે ‘ચંડીકવચ (દેવીકવચ)’, જ્‍યારે સાંજે ‘બગલામુખી દિગ્‍બન્‍ધન સ્‍તોત્ર’ સાંભળવું. આ સ્‍તોત્રો ‘સનાતન ચૈતન્‍યવાણ’ ‘ઍન્‍ડ્રૉઇડ ઍપ’ પર ઉપલબ્‍ધ છે.

૧ આ ૩ આ ૭ ઇ. સનાતનના સદ્‌ગુરુ ડૉ. મુકુલ ગાડગીળે ‘કોરોના’ મહામારીના સંદર્ભમાં કહેલો નામજપ

‘કોરોના’ મહામારી સમયે સનાતનના સંત સદ્‌ગુરુ ડૉ. મુકુલ ગાડગીળે ધ્‍યાનમાંથી ‘કોરોના’ મહામારી સમયે કોરોના વિષાણુના વિરોધમાં પોતાનામાં પ્રતિકારક્ષમતા નિર્માણ થાય એ માટે વૈદ્યકીય સલાહ અને ઉપચાર સાથે જ આધ્‍યાત્‍મિક બળ વધે, એ માટે ભગવાને સૂચવેલા ૩ દેવતાતત્વોના પ્રમાણ અનુસાર સિદ્ધ થયેલો આગળ જણાવેલો નામજપ શોધ્‍યો હતો.

ઇ ૧. નામજપ

श्री दुर्गादेव्‍यै नमः  – श्री दुर्गादेव्‍यै नमः  श्री दुर्गादेव्‍यै नमः  – श्री गुरुदेव दत्त  श्री दुर्गादेव्‍यै नमः  – श्री दुर्गादेव्‍यै नमः  – श्री दुर्गादेव्‍यै नमः  – ॐ नमः शिवाय ।’

(આ નામજપ ‘સનાતન ચૈતન્‍યવાણી’ ‘ઍન્‍ડ્રૉઇડ ઍપ’ પર ઉપલબ્‍ધ છે.)

ઇ ૨. પ્રાર્થના

‘કોરોના’ના વિષાણુઓના વિરોધમાં મારા શરીરમાંની પ્રતિકારક્ષમતા વધે અને મને આધ્‍યાત્‍મિક બળ મળે’, એવી પ્રાર્થના નામજપ કરતાં કરતાં ભગવાનને કરવી.

ઇ ૩. સમયગાળો

‘કોરોના’ વિષાણુનો ચેપ ન લાગે તે માટે આ નામજપ પ્રતિદિન ૧૦૮ વાર (અથવા ૧ કલાક) કરવો.

જો એકાદને ‘કોરોના’ વિષાણુનો ચેપ લાગ્‍યો હોય, તો તેણે તેને થઈ રહેલા ઓછા થી તીવ્ર ત્રાસ અનુસાર આ નામજપ પ્રતિદિન ૨ થી ૪ કલાક કરવો. ‘કોરોના’ના વિષાણુઓના સંપૂર્ણ નિર્મૂલન માટે આ નામજપ ૨૧ દિવસ કરવો લાભદાયક છે.

૧ આ ૩ આ ૭ ઈ. ‘કોરોના’ના વિષાણુઓ સામે લડવા માટે યોગ અને ધ્‍યાનનું મહત્વ

‘અમેરિકા ખાતેની ‘હાર્વર્ડ મેડિકલ સ્‍કૂલે’ ‘કોરોના’ મહામારીના સંદર્ભમાં એક આરોગ્‍ય દિનદર્શિકા કાઢી છે. તેમાં કહ્યું છે કે, ‘કોરોના’ મહામારી સામે લડવા માટે શ્‍વાસ પર નિયંત્રણ હોવું આવશ્‍યક છે. તે માટે યોગ અને ધ્‍યાન સહાયભૂત છે.’ સદર દિનદર્શિકા પ્રસિદ્ધ થયા પછી અમેરિકાના અલબામા ખાતેની શાળામાં ગત અનેક વર્ષોથી ચાલુ રહેલા યોગાસનો પર જે પ્રતિબંધ લગાડવામાં આવ્‍યો હતો તે દૂર કરવામાં આવ્‍યો. (સંદર્ભ : દૈનિક ‘સનાતન પ્રભાત’, ૧૭.૩.૨૦૨૦)

૧ આ ૩ આ ૮. ‘કોરોના’ જેવા રોગોનો ચેપ રોકવા માટે હિંદુ સંસ્‍કૃતિનું નિયમિત આચરણ કરવું આવશ્‍યક ! – શ્રી. રમેશ શિંદે, રાષ્‍ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ
અ. સંપૂર્ણ વિશ્‍વએ સ્‍વીકારેલું ‘હાથ જોડીને નમસ્‍કાર કરવાનું મહત્વ !

‘કોરોનાના પ્રાદુર્ભાવને કારણે અનેક દેશ સંક્રમિત થયા. આ ચેપ ફેલાવામાં એકબીજાને મળ્યા પછી હસ્‍તધૂનન કરવું, આલિંગન આપવું, ચુંબન કરવા જેવી પશ્‍ચિમી પદ્ધતિઓ પણ કારણીભૂત થઈ રહી છે, એમ ધ્‍યાનમાં આવ્‍યા પછી અનેક પશ્‍ચિમી દેશોમાં હવે ‘નમસ્‍તે’ કહેવાની પદ્ધતિ રૂઢ થઈ છે. ઇંગ્‍લેંડના પ્રિંસ ચાર્લ્‍સ અને પોર્ટુગીઝના વડાપ્રધાન એંટોનિઓ કોસ્‍ટા, અમેરિકાના તાત્‍કાલિન રાષ્‍ટ્રાધ્‍યક્ષ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ, જર્મનીના ચાન્‍સલર એંજેલા મર્કેંલ, ફાન્‍સના રાષ્‍ટ્રાધ્‍યક્ષ ઇમૅન્‍યુએલ મૅક્રોન, આયર્લેંડના વડાપ્રધાન લિઓ વરાડકર ઇત્‍યાદિ સહિત અનેક નેતાઓએ નમસ્‍કાર કરવાનું ચાલુ કર્યું. ઇસ્રાયલના વડાપ્રધાન બેંજામિન નેત્‍યાનાહૂએ ‘કોરોના’ સામે રક્ષણ થવા માટે ભારતીય પદ્ધતિનું અનુસરણ કરો !’, એવું આવાહન કર્યું. ભારતના વડાપ્રધાન શ્રી. નરેંદ્ર મોદીએ પણ ‘જગતે નમસ્‍કારનું અનુસરણ કરવું’, એવું આવાહન કર્યું. આના પરથી હિંદુ સંસ્‍કૃતિ અનુસાર આચરણ કરવું, એ કાળની આવશ્‍યકતા બની ગઈ છે, એમ સ્‍પષ્‍ટ થાય છે.

આ. હિંદુઓની ‘ચરક સંહિતા’માં મહામારી વિશે ઉપાયયોજનાઓ આપેલી હોવી

હિંદુઓની પ્રાચીન ‘ચરક સંહિતા’માં ‘જનપદોધ્‍વંસ’ અર્થાત્ ‘મહામારી’નો કેવળ ઉલ્‍લેખ જ નહીં, જ્‍યારે મહામારી વિશેના સંબંધિત ઉપાય પણ આપ્‍યા છે. મહામારી ઉદ્‌ભવે નહીં, એ માટે પ્રતિદિન કરવાની કૃતિઓ પણ તેમાં આપી છે. તે આજે ચેપી રોગો વિશે તંતોતંત લાગુ પડે છે. કોઈનું એઠું ખાવું નહીં, બહારથી આવ્‍યા પછી મોઢું-હાથ-પગ સ્‍વચ્‍છ ધોઈને ઘરમાં પ્રવેશ કરવા જેવી અનેક કૃતિઓ હિંદુ સંસ્‍કૃતિએ શીખવી છે.

ઇ. હિંદુઓના ધર્માચરણની કૃતિઓ એક રીતે વૈજ્ઞાનિક હોવાથી તેમનું આચરણ કરીને નિરોગી અને આનંદી બનો !

હિંદુ સંસ્‍કૃતિ અનુસાર નિત્‍ય કરવામાં આવતું ધર્માચરણ ઉદા. ધૂપ કરવો, ઉદબત્તી લગાડવી, ઘીનો દીવો કરવો, તુલસી વૃંદાવનની પૂજા કરવી, ગોમયથી જમીન લીંપવી, કપૂર આરતી કરવી, અગ્‍નિહોત્ર કરવું ઇત્‍યાદિને કારણે વાતાવરણની અને વાસ્‍તુની પણ શુદ્ધિ થાય છે. આવી વાસ્‍તુઓમાં ચેપી રોગોના વિષાણુઓ આવવાનું કે ટકી રહેવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. હિંદુ સંસ્‍કૃતિમાંની ધર્માચરણની કૃતિઓ લાભદાયી પુરવાર થાય છે અને તે વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ પણ યોગ્‍ય છે, એમ સિદ્ધ થયું છે. આપણાં પૂર્વજોએ જાળવી રાખેલી વિવિધ ધર્માચરણની કૃતિઓનું નિત્‍ય આચરણ કરવાથી આપણને અવશ્‍ય નિરોગી અને આનંદી જીવન જીવવાનું ફાવશે.’

૧ આ ૪. ચેપી રોગોનો ચેપ ફેલાય તો શું કરવું અને શું ન કરવું ?

૧. સમાજમાં ચેપી રોગનો ફેલાવો ચાલુ થયો છે, એમ ધ્‍યાનમાં આવ્‍યા પછી સહુકોઈએ બને ત્‍યાં સુધી ઘરમાં જ રહેવું.

૨. લીલા શાકભાજી અને અન્‍ન આરોગતી વેળાએ આવશ્‍યક તે બધી જ કાળજી લેવી. વાસી અન્‍ન ખાવું નહીં.

૩. પોતાને જો તાવ, ઉધરસ અથવા શ્‍વાસોચ્‍છવાસ લેવામાં ત્રાસ થવા જેવા સર્વસામાન્‍ય ચેપના પ્રાથમિક લક્ષણો દેખાય તો ઘરમાંના એક ઓરડામાં જ (‘હોમ ક્વારંટાઈન’) રહેવું. પોતાના ઉપયોગમાં લેવાતા વાસણ, રૂમાલ, કપડાં ઇત્‍યાદિ કુટુંબીજનોના સંપર્કમાં આવે નહીં, તેની કાળજી લેવી.

૪. તાવ, ઉધરસ અથવા શ્‍વાસોચ્‍છવાસ લેવામાં ત્રાસ થવાનું પ્રમાણ વધતું હોવાનું ધ્‍યાનમાં આવે તો તરત જ વૈદ્યકીય સમુપદેશ લઈને આવશ્‍યક તે ઉપચાર કરવા. લક્ષણોની તીવ્રતા વધારે જણાય તો તરત જ નજીકના શાસકીય રુગ્‍ણાલયમાં જણાવવું. તેમજ શાસને વ્‍યવસ્‍થા કરેલા અલગીકરણ કક્ષમાં (‘ક્વારંટાઈન સેંટર’માં) પ્રવેશ લઈને ત્‍યાં ઉપચાર લેવા.

(Disclaimer : At the outset, Sanatan Sanstha advises all our readers to adhere to all local and national directives to stop the spread of the coronavirus outbreak (COVID-19) in your region. Sanatan Sanstha recommends the continuation of conventional medical treatment as advised by medical authorities in your region. Spiritual remedies given in this article are not a substitute for conventional medical treatment or any preventative measures to arrest the spread of the coronavirus. Readers are advised to take up any spiritual healing remedy at their own discretion.)

આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૪

Leave a Comment