પાર્થિવ શરીરનું વિદ્યુત શબદાહિનીથી દહન સર્વથા અયોગ્ય !

સર્વોચ્ચ ન્યાયાલયે કહ્યું છે, પાર્થિવ શરીરનું પારંપરિક પદ્ધતિથી દાહસંસ્કાર કરવાને બદલે સીએનજી અથવા વિદ્યુત શબદાહિનીથી જ કરવું જોઈએ . હિંદૂઓ લાખો વર્ષોથી કાષ્ઠ(લાકડાં) થી દાહસંસ્કાર કરી રહ્યા છે; પરંતુ પ્રદૂષણની સમસ્યા આ પહેલાં કયારેય ઉત્પન્ન થઈ નથી. પાછલાં ૧૦૦ વર્ષોમાં આ સમસ્યા ઉત્પન્ન થવાના કારણો કાષ્ઠથી દાહસંસ્કાર કરનારા હિંદૂઓના ધર્માચરણમાં નહીં, પરંતુ વિજ્ઞાનના અતિકરણમાં છે. હિંદૂ ધર્મ અંતર્ગત દાહસંસ્કારનો વિચાર આધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કરવાથી સમજમાં આવશે કે કાષ્ઠની ચિતા પર કરવામાં આવતા દાહસંસ્કાર માટે નહીં, પરંતુ અન્ય ઘટકોના કારણે (ઔેગિક પ્રદૂષણ, અપશિષ્ટ જળ ઇત્યાદિ) થનારું પ્રદૂષણ રોકવું આવશ્યક છે. આમ થવાથી હિંદૂઓ માટે તેમની ધાર્મિક પરંપરાઓંનું પાલન કરવું સુલભ થશે.

 

૧. મૃતદેહને અગ્નિ આપવાનું શાસ્ત્ર શું છે ?

મૃતદેહને મંત્રોચ્ચાર સહિત કાષ્ઠની ચિતા પર અગ્નિ આપવાથી મૃતદેહમાંથી અત્યાધિક માત્રામાં અશુદ્ધ વાયુ ઉત્સર્જિત થઈ અગ્નિમાં વિઘટિત થાય છે. અગ્નિ, તેજતત્વથી સંબંધિત છે અને અંતિમસંસ્કાર સમયે મંત્રોચ્ચારથી નિર્મિત નાદશક્તિના આધારે અગ્નિ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરો ગતિમાન થાય છે (કરવામાં આવે છે). એનાથી તેજતત્વને આકાશતત્વનો સાથ મળવાથી ઉત્પન્ન થનારી સંયુક્ત લહેરો મૃતદેહની ચારો ફરતે પોતાનું અભેદ્ય સૂક્ષ્મ કવચ નિર્મિત કરે છે. તેથી વાતાવરણ કક્ષમાં લિંગદેહ ભ્રમણ કરે તે સમયે પણ શક્તિઓ દ્વારા તેની રક્ષા થવામાં સહાયતા થાય છે. સાથે જ સંયુક્ત લહેરોમાંથી સૂક્ષ્મ ઉર્જા નિર્મિત થઈ અલ્પવધિમાં જ લિંગદેહ પૃથ્વીના વાતાવરણની કક્ષાને ભેદી આગળ વધી શકે છે. મૃત વ્યક્તિને દાટવા (દફનાવવા) અથવા અન્ય માર્ગોનું અવલંબન કરવાને બદલે તેનું દહન કરવાથી તે જીવને અનિષ્ટ શક્તિના કષ્ટ થતા નથી. તેની આગળની ગતિ માટે પણ દાહસંસ્કાર પોષક હોય છે; તેથી મંત્રોચ્ચાર સહિત કાષ્ઠની ચિતા પર અગ્નિ આપવાનું મહત્વ અધિક છે.

 

૨. શાસ્ત્ર અનુસાર મૃતદેહને કાષ્ઠની ચિતા પર જ અગ્નિ આપવો શા માટે ઉચિત છે ?

વિજ્ઞાનની પ્રગતિના અતિકરણના કારણે હિંદૂ સમાજ અનેક અમૂલ્ય પ્રાચીન શાસ્ત્રોનો ત્યાગ કરીને ઈશ્વરથી દૂર થઈ ગયો છે. અંતિમ સંસ્કારોની વિધિમાં પણ વિજ્ઞાનનો હસ્તક્ષેપ થયો અને લાખો વર્ષથી કાષ્ઠ, છાણા/કંડા, ધૂપ આદિ સાત્વિક ઘટકોના માધ્યમથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર આજે વિજળી, પેટ્રોલિયમ ગેસ, કેરોસીન, ડીઝલ જેવા ઘટકોના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ચૂલા પર અન્ન રાંધવું તથા યજ્ઞ-યાગથી માંડીને અંતિમસંસ્કાર સુધી સર્વ પ્રસંગોમાં કાષ્ઠને જ મહત્વ આપવામાં આવ્યું છે; કારણકે કાષ્ઠ સત્વગુણી છે. તેથી અંતિમસંસ્કારના સમયે આત્માને ગતિ મળે, તે હેતુથી કાષ્ઠનો જ ઉપયોગ કરવો જોઈએ.

 

૩. કાષ્ઠમાં સૂક્ષ્મ રૂપે વિદ્યમાન અગ્નિના કારણે આત્માને સદગતિ મળવી !

લાકડાંમાં અગ્નિતત્વ સૂક્ષ્મરૂપે હોય જ છે; તેથી કાષ્ઠ વાસ્તવમાં શુદ્ધિ કરનારું છે. મૃતદેહને કાષ્ઠની ચિતા પર અગ્નિ આપવાથી તેમાં સૂક્ષ્મ રૂપમાં વિદ્યમાન અગ્નિ મૃતદેહની અશુદ્ધિ (રજ-તમ) નષ્ટ કરે છે. એનાથી મૃતદેહ હળવો થવાથી તેને સદગતિ મળવામાં સહાય થાય છે.

 

૪. વિજળી, ડીઝલ ઇત્યાદિ ઘટકોના માધ્યમ દ્વારા મૃતદેહને અગ્નિ આપવાથી આત્માની દુર્ગતિ થવી !

વિજળી, પેટ્રોલિયમ ગેસ, ડીઝલ આદિ પ્રજ્વલિત કરનારા બળતણ રજ-તમયુક્ત હોવાથી મૃતદેહના દહન સમયે તેમાંથી રજ-તમનું પ્રક્ષેપણ થાય છે. તેનાથી વાયુમંડળ તથા મૃતદેહ પણ દૂષિત થાય છે. આવા દૂષિત મૃતદેહની તરફ વાતાવરણની અનિષ્ટ શક્તિઓ આકૃષ્ટ થાય છે અને તેને પોતાના નિયંત્રણમાં કરી લે છે. તેનાથી આત્માને આગળની ગતિ મળતી નથી અને તે ભૂવર્લોકમાં જ અટકી જાય છે. ત્યાં તેને યાતનાઓનો સામનો કરવો પડે છે. ટૂંકમાં, આત્માને સદગતિ મળવાને બદલે અધોગતિ મળે છે.

 

૫. હિંદુઓ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સમજો !

અ. વ્યક્તિના જીવિત રહેતા જ નહીં, પરંતું મૃત્યુ પછી પણ આગળની યાત્રા સુખપ્રદ થાય, તે માટે હિંદૂ ધર્મમાં વિવિધ વિધિઓ બતાવવામાં આવી છે. હિંદૂ ધર્મમાં બતાવ્યા અનુસાર અગ્નિસંસ્કાર કરી મૃત વ્યક્તિની મૃત્યુ ઉપરાંત યાત્રા પણ સુખદ કરવી, તે મૃત વ્યક્તિ માટે ખરી શ્રદ્ધાંજલી હશે !

આ. પેટ્રોલિયમ ગેસ, બાયો-ગેસ, વિજળી જેવા કૃત્રિમ ઘટકોનો ઉપયોગ અગ્નિસંસ્કાર માટે કરવાનો અર્થ છે, મૃતદેહને સર્વ ભણીથી રજ-તમની ચાદરમાં લપેટવો ! એમ કરવું, પોતાના જ પ્રિયજનોની મૃત્યુ પછીની યાત્રામાં મુશ્કેલી ઉત્પન્ન કરવાના પાપ સમાન છે.

અન્ય ઘટકોની તુલનામાં હિંદુઓ દાહસંસ્કારમાં પ્રયુક્ત કરવામાં આવતા કાષ્ઠ અને તેનાથી થનારા પ્રદૂષણની માત્રા અત્યંત અલ્પ અર્થાત નગણ્ય છે.

Leave a Comment