મૃત્‍યુના પ્રકાર, કાળ મૃત્‍યુ અને અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનાં કારણો અને મહામૃત્‍યુંજય મંત્ર તેમજ મૃત્‍યુંજય યાગનું મહત્વ!

‘માનવી જીવનમાં જેવી રીતે જન્‍મનું મહત્વ છે, તેવી જ રીતે મૃત્‍યુનું પણ મહત્વ છે. માનવને જે રીતે જન્‍મનું રહસ્‍ય લાગે છે, તેવી રીતે મૃત્‍યુનું પણ ગૂઢ લાગે છે. માનવી તેના જન્‍મ અને મૃત્‍યુ વિશે જાણી લેવા માટે ઘણો ઉત્‍સુક હોય છે. આ લેખમાં આપણે ‘મૃત્‍યુના પ્રકાર, કાળ મૃત્‍યુ અને અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનાં કારણો અને મહામૃત્‍યુંજય મંત્ર તેમજ મૃત્‍યુંજય યાગ’નું મહત્વ જાણી લેવાના છીએ.

 

૧. મૃત્‍યુના પ્રકાર

માનવીનું મૃત્‍યુ થવાના ૨ પ્રકાર છે.

૧ અ. કાળમૃત્‍યુ

આ મૃત્‍યુ ઈશ્‍વરઇચ્‍છાથી જીવન સમાપ્‍ત થવાથી થતું હોય છે. તે ઈશ્‍વરે નિશ્‍ચિત કરેલા સમય પર થાય છે.

૧ આ. અકાળ મૃત્‍યુ અથવા અપમૃત્‍યુ

આ મૃત્‍યુ ઈશ્‍વરે નક્કી કરેલા સમય પહેલાં આવે છે, અર્થાત્ વ્‍યક્તિનું આયખું પૂરું થાય, તે પહેલાં આવે છે. તેથી તેને ‘અકાળ મૃત્‍યુ’ અથવા ‘અપમૃત્‍યુ’ કહે છે.

 

૨. મૃત્‍યુ થવાનાં કારણો

૨ અ કાળ મૃત્‍યુ થવાનું કારણ

વ્‍યક્તિના જીવનમાં જેટલું પ્રારબ્‍ધ ભોગીને પૂરું કરવાનું હોય છે, તે સમાપ્‍ત થયા પછી મૃત્‍યુ થાય છે. આ મૃત્‍યુ નૈસર્ગિક રીતે અને ઈશ્‍વરેચ્‍છાથી થાય છે.

૨ આ. અકાળ મૃત્‍યુ (અપમૃત્‍યુ) થવાનું કારણ

અકાળ મૃત્‍યુ વિવિધ કારણોસર થાય છે, ઉદા. પાપકર્મો કરવાથી અથવા શાપ લાગવાથી થાય છે. આ મૃત્‍યુ અનૈસર્ગિક કારણોને લીધે થાય છે.

 

૩. વિવિધ વ્‍યક્તિઓના મૃત્‍યુ થવાનાં કારણો

૩ અ. સર્વસામાન્‍ય વ્‍યક્તિનું અપમૃત્‍યુ થવાનાં કારણો

વ્‍યક્તિનું ક્રિયમાણ કર્મ જાણે-અજાણ્‍યે કરવાનું રહી જવાથી તેનું અકાળ મૃત્‍યુ થાય છે. અકાળ મૃત્‍યુ થવાનાં કારણો આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૩ અ ૧. વ્‍યક્તિએ વિવિધ પ્રકારના પાપકર્મો કરવાથી તેનું અપમૃત્‍યુ થવું

ગોહત્‍યા, ગોમાંસ ભક્ષણ, બ્રહ્મહત્‍યા, વ્‍યભિચાર, અન્‍યોની સતામણી, અન્‍યોની હત્‍યા કરવી ઇત્‍યાદિને કારણે વ્‍યક્તિને ઘોર પાપ લાગે છે અને તેને કારણે તેનું અપમૃત્‍યુ થવાની શક્યતા હોય છે.

૩ અ ૨. વ્‍યક્તિને દેવતા અથવા ઋષિનો શાપ લાગવાથી તેનું અપમૃત્‍યુ થવું

વ્‍યક્તિએ દેવતા અથવા ઋષિનું અપમાન કરવાથી અથવા તેમની આજ્ઞાનું પાલન ન કરવાથી દેવતા અથવા ઋષિ તેને શાપ આપે છે. તેને કારણે વ્‍યક્તિનું મૃત્‍યુ વહેલું થઈ શકે છે, ઉદા. રાજા પરિક્ષિતે કલિના પ્રભાવને કારણે શમિક ઋષિના ગળામાં મૃત સર્પ નાખવાનું દુષ્‍કૃત્‍ય કરવાથી ઋષિનું અપમાન થયું. શમિક ઋષિના પુત્ર ઋૃંગિ ઋષિને સદર અપમાન સહન ન થવાથી તેમણે પરિક્ષિત રાજાને ‘આજથી સાતમા દિવસે તને તક્ષક નાગ ડંખી જઈને તારું મૃત્‍યુ થશે’, એવો શાપ દેવાથી સાતમા દિવસે તક્ષક નાગ ડંખવાથી પરિક્ષિત રાજાનું મૃત્‍યુ થયું.

૩ અ ૩. વ્‍યક્તિની ઇંદ્રિયો વહેલી ક્ષીણ થવાથી તેનું અપમૃત્‍યુ થવું

વ્‍યક્તિએ અતિ ભોગવિલાસ કરવાથી અથવા તેણે અતિ શ્રમ કરવાથી તેની ઇંદ્રિયો વહેલી ક્ષીણ થઈને તેનું મૃત્‍યુ વહેલું થઈ શકે છે, ઉદા. કારાગૃહમાં પુષ્‍કળ સમય હેરાનગત (દુર્દશા) સહન કરેલા કેદીઓનું અથવા ભોગવિલાસમાં મગ્‍ન રહેલી વ્‍યક્તિનું વહેલું મૃત્‍યુ થાય છે, ઉદા. યયાતી રાજાએ અતિ ભોગવિલાસ કરવાથી તેને વહેલું ઘડપણ આવીને તેનું અપમૃત્‍યુ થવાનું હતું; પરંતુ તેના ‘યદુ’ નામક પુત્રએ પોતાની યુવાની તેને આપવાથી યયાતી દીર્ઘાયુષી બન્‍યો.

૩ અ ૪. આયુર્વેદ અનુસાર અપમૃત્‍યુ થવું

ત્રિદોષોનો પ્રચંડ પ્રકોપ થયા પછી અથવા ત્રિદોષ અત્‍યંત ક્ષીણ થયા પછી સમયસર ઔષધોપચાર મળે નહીં, તો વ્‍યક્તિનું મૃત્‍યુ થાય છે.

૩ અ ૫. જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર અપમૃત્‍યુ થવું

વ્‍યક્તિને કાલસર્પદોષ, જન્‍મનક્ષત્રદોષ, ગ્રહદોષ, પિતૃદોષ ઇત્‍યાદિ વિવિધ પ્રકારના દોષ લાગવાથી તેનું મૃત્‍યુ વહેલું થઈ શકે છે.

૩ અ ૬. વાહન-વહેવારના નિયમો ન પાળવાથી અપમૃત્‍યુ થવું

અનેક જણને વાહન-વહેવારના નિયમો પાળવાની ટેવ હોતી નથી. તેથી તેઓ અતિ ઝડપથી વાહન ચલાવે છે. તેથી અકસ્‍માત થઈને તેમનું અપમૃત્‍યુ થાય છે.

૩ અ ૭. અતિ સાહસ ખેડવાની કૃતિ કરવાથી જીવ જવો

કેટલાક લોકો ખડક પરથી સમુદ્રમાં, નદીમાં અથવા ધોધમાં ઠેકડો મારવો, ડુંગરની ટોચ પરથી નીચે ઠેકડો મારવો, પૂર આવેલી નદીમાં તરવા જવું, રેલ્‍વે (ગાડી) આવતી હોય ત્‍યારે તેની વિરુદ્ધ દિશામાં પાટા પરથી દોડવું, આગમાં કૂદવું, ટોચ પર ઊભા રહીને સેલ્‍ફી (ભ્રમણભાષ પરથી પોતાનું છાયાચિત્ર) કાઢતી વેળાએ સંતુલન ખોવું ઇત્‍યાદિ સાહસી કૃતિઓ કરતી વેળાએ વ્‍યક્તિનું ક્રિયમાણ ખોટું હોવાથી તેનું મૃત્‍યુ થાય છે.

૩ આ. સાધક અથવા સંતનું અપમૃત્‍યુ થવાનાં કારણો

૩ આ ૧. સાધક અથવા સંત પર અનિષ્‍ટ શક્તિઓના જીવલેણ આક્રમણો થવાથી તેમનું અપમૃત્‍યુ થવું

કરણી, મૂઠ મારવી, જાદુટોણા કરવું ઇત્‍યાદિ અઘોરી પ્રકાર કરવાથી ભુવલોક અથવા પાતાળમાંની મોટી અનિષ્‍ટ શક્તિ એકાદ વ્‍યક્તિ પર સૂક્ષ્મમાંથી આક્રમણ કરે છે. સદર અનિષ્‍ટ શક્તિઓ ક્યારેક સૂક્ષ્મમાંથી, તો ક્યારેક વાહન, પાણી, અગ્‍નિ, પશુ-પક્ષી ઇત્‍યાદિના માધ્‍યમ દ્વારા કાર્યરત થાય છે અને ત્રાસ આપે છે.

તેને કારણે વાચા જવી, પક્ષાઘાત (લકવો) થઈને શરીર પાંગળું બનવું, સ્‍મૃતિભ્રંશ થવો, અકસ્‍માત થવો અથવા વ્‍યક્તિનું અપમૃત્‍યુ થવા જેવા પરિણામ દેખાઈ આવે છે, ઉદા. એક સાધક પર અનિષ્‍ટ શક્તિએ કરેલા આક્રમણને કારણે તેને એક વાહને ઠોકર મારી અને તેમાં તેના મગજને માર લાગીને તેનું અપમૃત્‍યુ થયું.

તેવી જ રીતે થોડા વર્ષ પહેલાં એક સાધિકા વહેળે ગઈ હતી ત્‍યારે તેનો પગ લપસીને તે વહેળાના પાણીમાં પડીને તેનું અપમૃત્‍યુ થયું. એક સાધિકાની બહેનનું અનિષ્‍ટ શક્તિઓએ નિયંત્રણ મેળવીને તેના મનમાં આત્‍મહત્‍યાના વિચાર નાખવાથી તેણે ગળફાંસો ખાઈને આત્‍મહત્‍યા કરી. વર્ષ ૨૦૧૮માં હિંદૂ અધિવેશન સમયે અધિવેશનની સેવારત રહેલી સાધિકાની દ્વિચક્રીનો ૨.૬.૨૦૧૮ના દિવસે અકસ્‍માત થઈને તેના માથા પર માર લાગીને બીજા દિવસે તેનું મૃત્‍યુ થયું.

૩ આ ૨. સાધક અથવા સંત પર અનિષ્‍ટ શક્તિઓ દ્વારા દિવ્‍યાસ્‍ત્ર અથવા પાશ દ્વારા છોડેલી દૈવી શક્તિ તેમને સહન ન થવાથી તેમનું અપમૃત્‍યુ થવું

ઘણીવાર અનિષ્‍ટ શક્તિઓ સાથે ચાલુ રહેલા સૂક્ષ્મયુદ્ધ સમયે અનિષ્‍ટ શક્તિ સાધક અથવા સંતોને ત્રાસ દેવા માટે તેમના પર દૈવી શક્તિનો પણ ઉપયોગ કરે છે, ઉદા. સાધક અથવા સંત પર અગ્‍નેયાસ્‍ત્ર, યમાસ્‍ત્ર, નારાયણાસ્‍ત્ર, પાશુપતાસ્‍ત્ર અથવા બ્રહ્માસ્‍ત્ર છોડે છે અથવા તેમના પર નાગપાશ, વરુણપાશ અથવા યમપાશ ફેંકે છે. દેવતાઓનાં વિવિધ અસ્‍ત્રો અને પાશમાં પુષ્‍કળ દૈવી ઊર્જા, અર્થાત્ દેવતાઓની પ્રગટ શક્તિ કાર્યરત હોય છે.

પૃથ્‍વી અને આપતત્વોથી બનેલા સાધક અથવા સંતોના સ્‍થૂળ દેહોને  દેવતાઓની પ્રગટ શક્તિ સહન ન થવાથી આ દૈવી શક્તિનો પ્રહાર તેમનો સ્‍થૂળ દેહ પચાવી શકતો નથી. તેને કારણે સાધક અથવા સંતનું અપમૃત્‍યુ થાય છે.

૩ આ ૩. પૃથ્‍વી પર રહીને ત્રાસ ભોગવવા કરતાં ઉચ્‍ચ લોકમાં રહીને સાધના કરવા માટે સાધકનું અપમૃત્‍યુ થવું

પૃથ્‍વી પર રહેવાથી સાધકો પર અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો અથવા દુર્જનો દ્વારા સ્‍થૂળ પરના આક્રમણો થવાના હોય, સાધકની પોલીસ દ્વારા સતામણી થવાની હોય અથવા તેને કારાવાસ ભોગવવો પડવાનો હોય, તો તેને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર ઘણો ત્રાસ સહન કરવો પડે છે. તેને ઉપરોક્ત ત્રાસ થાય નહીં અને સાધના નિર્વિઘ્‍ન રૂપે ચાલુ રહે, એ માટે ભગવાનની ઇચ્‍છાથી તેનું અપમૃત્‍યુ થઈને તેને પૃથ્‍વી પરના માનવીજીવનમાંથી છૂટકારો મળે છે અને તેનો લિંગદેહ ઉચ્‍ચ સ્‍વર્ગલોક અથવા મર્હલોકમાં પહોંચીને સુરક્ષિત રહે છે.

‘આપણે ક્યાં (ઉદા. પૃથ્‍વી પર અથવા ઉચ્‍ચ લોકમાં) રહેવાથી આપણી સાધના સારી થઈ શકે છે’, તેનું જ્ઞાન ઈશ્‍વરને હોય છે. તેથી ઈશ્‍વરેચ્‍છાથી સાધકનું અપમૃત્‍યુ થઈને તે વિવિધ લોકમાં જઈને સાધના કરી રહ્યા છે.

૩ આ ૪. સાધકોના તીવ્ર પ્રારબ્‍ધભોગ વહેલા પૂરાં કરીને તેમને નવો જન્‍મ આપવા માટે તેમનું અપમૃત્‍યુ થવું

કેટલાક સાધકોનું પ્રારબ્‍ધ ઘણું તીવ્ર હોય છે. શ્રીગુરુકૃપાને કારણે તેમના તીવ્ર પ્રારબ્‍ધભોગ ભોગવીને ઝડપથી પૂર્ણ થવા અને તેમનો જર્જર થયેલો દેહ નષ્‍ટ કરીને તેમને સાધના કરવા માટે સારો દેહ મળવો, તે માટે ઈશ્‍વરેચ્‍છાથી તેમનું અપમૃત્‍યુ થાય છે. તેને કારણે આવા સાધકોનો પુનર્જન્‍મ વહેલો થઈને તેમની સાધના સારી રીતે ચાલુ રહી, ઉદા. કૈ. (સૌ.) મંજુ સિંગ, કૈ. (કુ.) રિતુ વર્મા, કૈ. રાજૂ ચૌગુલે, કૈ. (કુ.) મંગલ મયેકર ઇત્‍યાદિ.

૩ આ ૫. પૃથ્‍વી પર રહીને મર્યાદિત ઈશ્‍વરી કાર્ય કરવા કરતાં ઉચ્‍ચ લોકમાં જઈને સૂક્ષ્મમાંથી કાર્ય કરવા માટે સંતોએ મહાનિર્વાણ કરવું

પૃથ્‍વી પર સ્‍થૂળ દેહ હોય ત્‍યારે ઈશ્‍વરી કાર્ય કરવા માટે મર્યાદા આવે છે. આનાથી ઊલટું સૂક્ષ્મ દેહ ધારણ કરવાથી બ્રહ્માંડવ્‍યાપી કાર્ય કરી શકાય છે. તેને કારણે અનેક સંતો તેમનો પૃથ્‍વી પરનો દેહ વહેલો મૂકીને મહાનિર્વાણ કરે છે અને જન, તપ અથવા સત્‍યલોકમાં જઈને સમષ્‍ટિ સ્‍તર પરના ઈશ્‍વરી કાર્યમાં સૂક્ષ્મમાંથી સહભાગી થાય છે, ઉદા. કૈ. પૂ. રત્નાકર મરાઠે, કૈ. (સૌ.) નિર્મલા હોનપ, કૈ. સદ્‌ગુરુ વસંત (અપ્‍પાકાકા) આઠવલે, કૈ. સદ્‌ગુરુ આશાલતા સખદેવ, કૈ. સદ્‌ગુરુ શકુંતલા પેઠે અને કૈ. સદ્‌ગુરુ વિમલ ફડકે.

૩ આ ૬. સાધક અને સંતોએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પરનું મહામૃત્‍યુયોગનું સંકટ પોતાના પર લેવાથી તેમનું અપમૃત્‍યુ થવું

કૈ. પરાત્‍પર ગુરુ કાલિદાસ દેશપાંડેએ પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી પરનું મહામૃત્‍યુયોગનું સંકટ પોતાના પર લેવાથી તેમનું અપમૃત્‍યુ થયું.

 

૪. અપમૃત્‍યુ ટાળવા માટે શિવજીના
‘મહામૃત્‍યુંજય’ આ રૂપનીઉપાસના કરવાનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ

યમ એટલે દક્ષિણ દિશાનો દિક્‌પાળ છે. શિવજી દક્ષિણ દિશાના સ્‍વામી છે. યમ એટલે ‘કાળ’ જ્‍યારે શિવ એટલે ‘મહાકાળ’, અર્થાત્ કાળને જીતનારા છે. યમ પર શિવજીની અધિકાઈ હોય છે. શિવજીની કૃપાથી યમ દ્વારા આવેલા અપમૃત્‍યુ પર વિજય મેળવી શકાય છે; તેથી શિવજીનું એક નામ ‘મૃત્‍યુંજય’ છે. માર્કંડેય ઋષિએ શિવજીનો મહામૃત્‍યુંજય મંત્ર સિદ્ધ કર્યો છે.

આ મંત્રનું ઉચ્‍ચારણ કરવાથી ઉપાસકને શિવજીની કૃપા પ્રાપ્‍ત થઈને તેના ફરતે નિર્માણ થયેલી તમોગુણી યમલહેરોનો પ્રભાવ નષ્‍ટ થઈને તેના પર આવેલા મહામૃત્‍યુયોગનું સંકટ દૂર થાય છે. તેવી જ રીતે શિવજીના મહામૃત્‍યુંજય મંત્રનું ઉચ્‍ચારણ કરતાં કરતાં ‘મહામૃત્‍યુંજય યાગ’ કરવાથી સમષ્‍ટિ સ્‍તર પર શિવજીની કૃપા થઈને અનેક જણ પર આવેલા મહામૃત્‍યુનું સંકટ દૂર થાય છે.

મહર્ષિની આજ્ઞા પરથી રામનાથી સ્‍થિત સનાતનના આશ્રમમાં ‘મૃત્‍યુંજય યાગ’ કરવાથી અનેક હિંદુત્‍વનિષ્‍ઠ કાર્યકર્તાઓ, સાધકો, સંતો અને સદ્‌ગુરુઓનો અપમૃત્‍યુયોગ અને પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો મહામૃત્‍યુયોગ ટળવાનો છે. તેથી રામનાથી સ્‍થિત સનાતનના આશ્રમમાં ૧૩.૧.૨૦૧૯ના દિવસે ‘મહામૃત્‍યુંજય યાગ’ કરવામાં આવ્‍યો.

૪ અ. મહામૃત્‍યુંજય મંત્રનો જપ કરવો અને મહામૃત્‍યુંજય યાગ કરવો

મહામૃત્‍યુંજય મંત્રનો જપ કરવો મહામૃત્‍યુંજય યાગ કરવો
૧. કાર્યરત થનારું શિવતત્વ
૧ અ. સ્‍તર સગુણ-નિર્ગુણ નિર્ગુણ-સગુણ
૧ આ. તારક/મારક તારક-મારક મારક-તારક
૧ ઇ. પ્રમાણ (ટકા) ૫૦ ૮૦
૨. ઉપાસના અને તેનું પરિણામ
૨ અ. ઉપાસનાનું સ્‍વરૂપ વ્‍યષ્‍ટિ સમષ્‍ટિ
૨ આ. પરિણામકારીતાનું પ્રમાણ (ટકા) ૩૦ ૫૦
૨ ઇ. સંખ્‍યાત્‍મક પરિણામ એકાદ વ્‍યક્તિનું અપમૃત્‍યુ ટળવું અનેક વ્‍યક્તિઓના અપમૃત્‍યુ ટળવા
૩. તમોગુણી યમલહેરો નષ્‍ટ થવી
૩ અ. નષ્‍ટ કરવાની ક્ષમતા (ટકા) ૫૦  ૭૦
૩ આ. નષ્‍ટ થનારી યમલહેરોનું સ્‍વરૂપ ઉગ્ર મારક
૪. અપમૃત્‍યુ ટળવાનું સામર્થ્‍ય (ટકા) ૩૦ ૫૦
૫. મહામૃત્‍યુયોગ (નોંધ) ટળવાનું પ્રમાણ (ટકા) ૩૦ ૫૦

 

નોંધ : મહામૃત્‍યુયોગ

અવતારી સંત અથવા ગુરુના જીવનમાં આવનારા અપમૃત્‍યુયોગને ‘મહામૃત્‍યુયોગ’ કહે છે. આદ્ય શંકરાચાર્યના જીવનમાં ૩ વાર મહામૃત્‍યુયોગ હતો. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના જીવનમાં વર્ષ ૨૦૦૭થી મહામૃત્‍યુયોગ ચાલુ છે. પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીનો મહામૃત્‍યુયોગ ટળે, તે માટે પ.પૂ. દાદાજી વૈશંપાયન જેવા સંતો વિવિધ ધાર્મિક વિધિઓ કરી રહ્યા છે અને નાડીભવિષ્‍યના માધ્‍યમ દ્વારા કેટલાક મહર્ષિઓ વિવિધ પ્રકારના યજ્ઞયાગ ઇત્‍યાદિ પરિહાર (આધ્‍યાત્‍મિક ઉપાય) કરવાનું કહી રહ્યા છે.

કૃતજ્ઞતા

‘હે ગુરુદેવ (પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી), આપની કૃપાથી અમને અજ્ઞાત રહેલા ‘મૃત્‍યુ’ વિશેનું ગૂઢ જ્ઞાન અને તેના પરનો ઉપાય સરળ અને સહેલા શબ્‍દોમાં પ્રાપ્‍ત થયાં. એ માટે અમે આપના ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞ છીએ.’

કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્‍ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૨.૧.૨૦૧૯, રાત્રે ૧૧.૫)

Leave a Comment